Short stories - 11 - Auction in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 11 - ઓક્શન

લઘુ કથાઓ - 11 - ઓક્શન

લઘુકથા 11

"ઓક્શન"

સુમિત પોતાના કંપની ના કાવટર્સ માંથી બહાર આવ્યો. થોડો ઉદાસ જેવો લાગતો હતો. થોડો ઢીલો અને મુંજાયેલ લાગતો હતો. એણે બે દિવસ પછી થી 3 દિવસ ની રજા લીધી હતી એ છોકરી જોવા જાવા નો હતો ને કદાચ એનુજ ટેનશન એને હતું.

એ કંપની ની ગાડી માં બેઠો બેઠો ક્યાંક ખોવાયેલો હતો. એની સાથે રહેલા કલીગ ને પણ અણસાર આવ્યો હતો કે બે દિવસ પછી એ છોકરી જોવા જવાનો છે અને એની માટે એ નર્વસ છે પણ ચિંતા કઈ વાત ની છે નહોતી ખબર અને પૂછવા ની હિંમત પણ નહોતા કરતા કારણ કે એ એનો પર્સનલ વિષય છે .

બીજા પાંચ દિવસ વીતી ગયા. એ છોકરી જોઈ ને આવી ગયો, પણ હજી એ એના ચહેરા ઉપર ચિંતા અને અને પરેશાની હતી. એના સાથીઓ ઓ એ પૂછતાં જણાવ્યું કે પર્સનલ ઈશ્યુ છે પણ થોડાં જ સમય માં બધું ઠીક થઈ જશે.

અને પછી આવ્યો એ દિવસ જેને લઈ ને આટલો ચિંતિત હતો. એને એક ફોન આવ્યો. સામે થી કુલ મળી ને 2 મીનિટ વાત થઈ અને એના અંતે એ આનંદ અને ખુશી થી ખીલ ખીલાટ થઈ ને કૂદવા માંડ્યો, નાચવા માંડ્યો.

એ વખતે એની સાથે એનો ક્વાર્ટર પાર્ટનર અખિલેશ સિંહ એ પૂછ્યું, " ક્યાં હુઆ ભાઈ, અબ તક બાંજર રેગીસ્તાન સા તેરા થોબડા હરભરા બગીચા કેસે હો ગયા?"

"અરે ભાઈ , મેરી એક પ્રોપર્ટી મેને ઓક્શન મેં રખી થી, વો મેં જો ચાહતા થા ઉસ કિંમત મેં હી ગયા ઇસી લિયે ખુશ હો રહા હું."

"અચ્છા મેં સમજા , લડકી ને હા કરદી."
"નહીં ભૈયા , ઉસને તો તબ હી મના કર દિયા થા."
"કાહે?"
"યહી , કે નોકરી હૈ ઓર વો ભી 30,000 પર મહિના, અબ બતાઈએ નોકરી કી શરૂઆત હી 30 હજાર સે હો વો કમ હૈ ક્યાં? લેકિન કયા હૈ એ ફિલ્મ વાલો ને હમ જેસો કી માર રખ્ખી હૈ. સાલા સપના હી બડા બડા દિખાતે હૈ , ક્યાં કરે?"

" હા , વો ભી હૈ. ચલ અબ તું ઠીક હો ગયા વહી અચ્છી બાત હૈ, ચલ ખાના ખા લેતે હૈ".

બસ પછી ના દિવસો માં સુમિત એકદમ ખુશખુશાલ જોવા મળતા બધાને આનંદ આવયો, તેમજ કારણ જાણવા મળતા બધા ને સંતોષ થયો પણ સાવ પૂર્ણ સત્ય તો સુમિત જ જાણતો હતો અને કોશિશ પણ એજ કરતો હતો કે એ સત્ય બહાર ન આવે પણ એ બહાર આવી ને રહ્યું.

એક મહિના પછી:

પગાર ના દિવસે જ સુમિત ના ક્વાર્ટર ના એડ્રેસ પર એક કવર પાર્સલ આવ્યું. પણ સુમિત પોતે ડ્યુટી પર હોવા થી અખિલેશે એ પાર્સલ લીધું કારણ કે એ દિવસે એનો ઓફ હતો.

પાર્સલ પહેલા તો ન ખોલ્યું પણ કુતુહલ વશ એણે એ કવર ખોલ્યું તો એમાં થી એક ચેક નીકળ્યો જેમાં રકમ હતી 50,000 રૂ. અને ચેક માં Payee માં સુમિત નું નામ હતું જ્યારે ચેક જેમના તરફ થી આપવા માં આવ્યો હતો એમા નામ હતું "New Life Sperm Bank" અને એ ચેક હતો મુંબઈ નો.

આ જોઈ લગભગ લગભગ અખિલેશ સમજી ગયો કે સુમિત શુ કરી રહ્યો છે.

સાંજે સુમિત ઘેર આવ્યો ત્યારે અખિલેશ એ સીધો સવાલ કર્યો" એ new life વાલે તુજે 50,000 કા ચેક કયું દીયે?"
"આપ ને ખોલ કે દેખા કયું"?
"કયું કી સાથ મેં રેહતે હૈ ઔર એક દુસરે કે લિયે બહાર સે ક્યાં આતા હૈ વો જાન ના જરૂરી હૈ".
" હા , તો યે મેરા પર્સનલ મેટર હૈ"
"પર્સનલ હૈ લેકિન જૂથ બોલના વો ભી અપને દોસ્તો સે , વો ભી પર્સનલ રિઝન મેં આતા હૈ? તેરા મુરજા ચેહરા દેખ હમ પ્રાર્થના કરતે થે કઈ જો ભી ઇસકા પ્રોબ્લેમ હો વો સુલટ જાયે ઓર ભાઈ સાબ અપની "ગોલીયો" કે દામ કા ટેનશન ઉઠાયે ઘુમ રહે થે, ક્યાં ચુ@$ બનાયા દોસ્ત દોસ્ત બોલ કે, ચલ એ ભી ઠીક હી હૈ. તેરી પ્રોપર્ટી હૈ , જો ઠીક લગે કર, હમ કોન હોતે હૈ બોલને વાલે."
"અરે ભૈયા , આપતો બુરા લગા લિયે, સુનીયે હમ.આપ કો પુરા બાત બતાતે હૈ".

પછી સુમિત એ પોતાની આખી વાત કરી.

બે મહિના પહેલા:

સુમિત એ 1 વર્ષ પહેલાં અંકલેશ્વર ની ફાર્મા કંપની માં જોબ લીધી હતી એઝ કેમિકલ એન્જીનીયર. સદનસીબે એની સાથે એના જ પ્રાંત ના બે લોકો અખિલેશ અને પદ્મનાભ પણ જોડાયા હતા અને ત્રણે ને એક જ કંપની ક્વાર્ટર માં રોકાણ મળ્યું હતું. અને તમામ બિહારીઓ ની જેમ આ લોકો એ પણ તન મન ધન અને મગજ થી પોતાની મેહનત નું પાણી રેડયું હતું. પુરા એક વર્ષ પછી સુમિત એ રજા લીધી હતી 20 દિવસ ની કારણ કે એણે છોકરી જોવા એના ગામ ખંડવા જાવા નું હતું.

એ ખંડવા પહોંચી ને ત્રીજા જ દિવસે છોકરી જોવા ગયો , બને જણે લાંબી વાત ચિત અને પ્રશ્નોતરી પછી પસંદ કરી હા પાડી પણ છોકરી એ સુમિત પાસે એક શરત મૂકી કે એ ફરટાઇલ છે કે નહીં એનો ટેસ્ટિંગ કરાવે અને પોતે પણ એ કરાવશે.

બને સમત થયા અને બને જાણ એ એક જ લેબ માં પોતપોતા ના સેમ્પલ મોકલ્યા.
જેમાં સુમિત નો રિપોર્ટ સરસ આવ્યો અથવા કહો કે ઉત્તમ આવ્યો પણ છોકરી ની AMH (એન્ટી મુલેરિયન હોર્મોન) ટેસ્ટ જે સ્ત્રી ની ફર્ટિલિટી નું માપદંડ નક્કી કરે છે એ સારો નહોતો. જેથી છોકરી એ પોતાના તરફ થી જ આ સંબંધ વિચ્છેદ કર્યો પણ એ જ લેબ માં થી મનોહર ત્રિપાઠી નામક ભાઈ નો કોલ સુમિત ને આવ્યો.

" અમૃત લેબ" સે મનોહર ત્રિપાઠી બોલ રહે હૈ, ક્યાં સુમિત જી સે બાત હો શક્તિ હૈ?"

"જી બોલ રહા હું" સુમિત એ આશ્ચર્ય પૂર્વક જવાબ આપ્યો.
" આપ PID 201821234 Mr Sumit Jaynarayan Dwivedi હી બોલ રહે હૈ"? સામે થી ક્રોસ વેરિફિકેશન માટે પૂછ્યું.
" આગે ક નંબર ક પતા નહીં લેકિન નામ તો હમારા હી હૈ"
"રિપોર્ટ મેં નંબર ચેક કિજીયે ઓર બતાયે, હમ હોલ્ડ પર હૈ"
આશ્ચર્ય પૂર્વક બીજી બે એક મિનિટ માં એને રિપોર્ટ માં PID (પેશન્ટ ID) જોયું એને એમ કાઉન્ટ ની સામે 250 મિલિયન પર એમ એલ લખ્યું હતું, એજ હતું એટલે એને "હા" માં જવાબ આપ્યો.

" જી સર હમેં બતાતે આપ કો બેહદ પ્રસન્નતા હોતી હૈ કી આપકા સિકંદરી વીર્ય કા સેમ્પલ હમ મુંબઇ કે "ન્યૂ લાઈફ સ્પર્મ બેન્ક ભેજે હૈ ઓક્શન કે લિયે , યદી હમારી બીડ કનફર્મ હો જાતિ હૈ તો હમારી આય (ઇન્કમ) મેસે આપકો 10 પ્રતિષત મિલગા જો ન્યુ લાઈફ હી દેગી"

સુમિત કાંઈ જ સમજ્યો ના હોય એમ એણે પૂછ્યું કે આ બધું શુ છે તો ટૂંક માં સમજાવ્યું કે તમારા સ્પર્મ કાઉન્ટ એકલન્ટ છે અને તેથી સ્પર્મ બેન્ક માં સેમ્પલ મોકલવા માં આવેલ છે અને એમાં એના ઉપર તમામ IVF હોસ્પિટલસ બીડ લગાવશે. જેની સૌથી મોટી બીડ એને આગલા એક વર્ષ સુધી તમારું જ સ્પર્મ સેમ્પલ જશે. આ વાત જાણી આવો કોઈ પણ બિઝનેસ છે એ જાણી ને એ હેબતાઈ પણ ગયો સાથે ખુશ પણ થયો. કારણ કે મુંબઇ ની " Rose Blossom IVF" હોસ્પિટલ એ મહીને 7 લાખ ની બીડ લગાવી હતી જેમાં થી ખંડવા ની "અમૃત લેબ ને 1,50,000 માસિક અને એ સુમિત ને 50,000 માસિક આવક મળવા ની હતી. અને અંકલેશ્વર થી કયા થી એ પોતાનું સેમ્પલ પહોંચાડી શકે એની સુવિધા પણ ન્યુ લાઈફ સ્પર્મ બેન્ક એ કરી આપી હતી.

બસ આ બીડ માટે જ એ આટલો ચિંતિત હતો આટલા વખત થી અને જ્યારે આ ખુશ ખબરી મળી એ આનંદ થી કૂદવા માંડ્યો.

આ સાંભળી અખિલેશ સાવ આશ્ચર્ય ચકિત થઈ ગયો.

આ ઘટના ના 3 દિવસ પછી..

અખિલેશ એ આવી ને પોતાનો રિપોર્ટ સુમિત ને બતાવ્યો. "ભાઈ ઝરા દેખ તો , મેરા ચલગા ન્યુ લાઈફ મેં?"..


Rate & Review

Tanvi Kikani

Tanvi Kikani 2 years ago

Dipika Mengar

Dipika Mengar 2 years ago

Anika

Anika Matrubharti Verified 2 years ago

Rupalben Mehta

Rupalben Mehta 2 years ago

Urvashi kikani

Urvashi kikani 2 years ago