Short stories - 10 - Birth in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 10 - જન્મ

લઘુ કથાઓ - 10 - જન્મ

લઘુકથા 10
જન્મ

સુરત ના ડુમસ રોડ પાસે આવેલ સુલતાનપુરા ગામ માં એક જર્જરિત દેખાતો પણ ખુબસુરત બંગલો આજે રોશનીઓ થી ઝળહળી રહ્યો હતો. અંદર પાર્ટી થઈ રહી હતી.

બંગલા ની બહાર બાજુ નાનકડું ચોગાન કે બગીચા જેવું હતું જ્યા 10-15 લોકો ઉપસ્થિત હતા. બધા ના હાથ માં પ્લેટ્સ હતી અને સ્વાદિષ્ટ ભોજન ની લિજ્જત માણી રહ્યા હતા અને કેમ કે આ એક પાર્ટી હતી એટલે Dry State માં પણ આલ્કોહોલ ની છોળો ઊડતી હતી.

આ પાર્ટી ના યજમાન અને "લતા" નામક બંગલા ના માલિક યશવર્ધન રાજ્યગુરુ હતા જે સ્ટેટ લેવલ ના પ્રખ્યાત પેન્ટર હતા અને આજ બે દિવસ પહેલા પેંટિંગ પ્રદર્શન માં એમની પેંટિંગ " જન્મ" ને રેકોર્ડ બ્રેકિંગ કિંમત રૂપિયા 1.5 કરોડ માં ખરીદવા માં આવી હતી.

તમામ લોકો જતા રહ્યા બાદ એ પોતાના રૂમ તરફ ગયો. રૂમ ઉપર તરફ હોવા થી પગથિયાં ચડતા એ પોતાના રૂમ તરફ ગયો. દરવાજો ઉઘાડતા જ એના દરવાજા ની ઠીક સામે ની દીવાલ ઉપર એક ઓઇલ પેઇન્ટ ચિત્ર હતું જેમાં એક સ્ત્રી પોતાના બાળક ને ખોળા માં સુવડાવી ને સ્તનપાન કરાવે છે ત્યારે બાળક નો હાથ સ્ત્રી ની છાતી ઉપર છે અને સ્ત્રી ની આંખ માં થી આંસુ નું ટીપૂ એના હાથ પર પડે છે અને સ્ત્રી ની આંખો માં અસીમ સંતોષ, આનંદ, અને ખુશી જલકાઈ રહી છે .

આ પેંટિંગ જોઈ ને યશવર્ધન ની આંખો ભીની થઈ જાય છે અને એના મુખ પર એક સંતોષજનક સ્મિત આવી જાય છે અને જાણે એ ચિત્ર ને જીવિત થઈ એનેક્ટ થતા જોઈ રહ્યો એમ એ ભૂતકાળ ના સુંદર સમય માં ટાઈમ ટ્રાવેલ કરી જાય છે.

આજ થી ઠીક બે અઠવાડિયા પહેલાં:

લતા ને સુવાવડ ની પીડા ઉપડી, એ દર્દ થી ચીસો પાડતી હતી, યશ પોતાના પેન્ટીંગ રૂમ માં પોતાનું ચિત્ર દોરવા માં મગ્ન હતો. ત્યાં આ ચીસ સાંભળતા એની પીંછી હાથ માં થી છટકી ગઈ અને એ તરત જ બહાર તરફ ભાગ્યો અને જોયું તો ઘભરાઈ ગયો.

લતા ના નીચે ના ભાગ માંથી હરિત દ્રવ્ય બહાર પાડવા માંડ્યું હતું એટલે તરત જ એણે લતા ને કાર માં લીધી અને મારતી સ્પીડ એ "એકલવ્ય હોસ્પિટલ" તરફ ગાડી ઉપાડી અથવા કહો તો મારી મૂકી.

નસીબ જોગ રાત ના 11 વાગ્યા હોવા થી રાતો ખાલી હતી જેથી 11 કિમી નો રસ્તો માત્ર 14 મિનિટ માં કાઢ્યો પણ એ 14 મીનિટ, યશ અને લતા માટે 14 કલાક જેટલા હતા. પણ આટલી કટોકટી માં પણ એક કલાકાર જીવ માનસિક રૂપે કેટલો સ્થિર હોય શકે એનું ઉદાહરણ પૂરું પાડતા અંદર થી ઠસોઠસ ઉદ્વેગ હોવા છતાં બહાર થી શાંતિ રાખી ને drive દરમિયાન એને હોસ્પિટલ એ કોલ કરી ને જાણકારી આપી દીધી હતી.
જેથી ગાડી જેવી હોસ્પિટલ ના આંગણે પહોંચી કે તરત જ 5 જાણ નો સ્ટાફ લતા ને સ્ટ્રેચર પર સુવડાવી ને ફટાફટ લેબર રૂમ તરફ લઈ ગયા અને એ દરમિયાન જરૂરી દવાઓ ની લીસ્ટ પકડાવી દીધી જે હોસ્પિટલ ની મેડિસિન ડિપાર્ટમેન્ટ માં થી લઇ ને મોકલાવી દિધી.

અને પછી સમાચાર આવે ત્યાં સુધી પોતાની ચિંતા ને દૂર કરવા માટે આંખો બંધ કરી ને એક ધ્યાનસત મુદ્રા માં બેસી ગયો. એ દરમિયાન એ સકારાત્મક વિચારો ની દુનિયા માં જતો રહ્યો, આટલી મેહનત અને પીડા પછી શું આનંદ , ખુશી ઓ આવશે એની એણે પરિકલ્પના કરવા માંડી અને જાણે એ એ સમય માં પહોંચી ગયો હોય એમ હોસ્પિટલ માં સદેહે હોવા છતાં એ નજીક ના ભવિષ્ય માં જીવવા માંડ્યો ને 30 મીનિટ ના અંતરાલ પછી નર્સ બહાર આવી ને સમાચાર આપ્યા.
"અભિનંદન , બાબો આવ્યો છે, અને મા ની તબિયત પણ સારી છે પણ હા , લીલુ પાણી બાળક અંદર મળ છોડી દેવા ના કારણે પડ્યું હતું એટલે એમને એટલીસ્ટ 5 થી7 દિવસ સુધી NICU માં રાખવો પડશે. બટ ડોન્ટ વરી , ઓલ વિલ બી ઓલરાઇટ."

બીજા પાંચ દિવસ લતા અને યશ બને એજ હોસ્પિટલ ના NICU માં બહાર થી કાચ ની દીવાલ ની આરપાર પોતાના બાળક ને નળીઓ થી ભરાયેલો જોઈ ને બને ની આંખો ઓગળી ગઈ પણ તરત જ "એની ને આપણી માટેજ સારું છે" એમ વિચારી હિંમત ભેગી કરી અને આનંદ થી પાછા આવ્યા. છઠા દિવસે બાળક એમના હાથ માં હતું.

ઘર માં આનંદ નો માહોલ હતો અને ત્યાન્જ યશ નો ફોન વાગ્યો.
"હલો યશ , આ વખત નું પ્રદર્શન એક વિક પહેલા યોજાશે. ઓર્ગેનાઇઝર્સ એ અમુક કારણો સર એક વિક પહેલાં ની ડેટ લીધી છે અને આઈ નો કે તારે ભાભી ના ડિલિવરી ને કારણે બહુ ભાગાભાગી થઈ છે તો તું ચાર દિવસો માં તારી પેંટિંગ વિથ થીમ સબમિટ કરાવી શકીશ.?"
"હા બિલકુલ" એક પણ સેકન્ડ ના વિચાર વગર જવાબ આપ્યો યશ એ અને આ તમામ વાત લતા ને જણાવી અને ચાર દિવસ હવે માત્ર ને માત્ર પેંટિંગ માં ધ્યાન દેવું પડશે એવું જણાવ્યું અને દર વખતે ની જેમ લતા એ એમાં સાથ આપ્યો.

એ રાત્રે કેનવાસ પર પીંછી મુકતા સુધી એને એનું ચિત્ર મગજ માં આવતું નહોતું. શુ જીવિત કરે એજ ખ્યાલ નહોતો આવતો અને તરત જ એને 7 દિવસ અગાઉ નું દ્રશ્ય યાદ આવ્યું જ્યારે લતા પીડાતી હતી , પોતે આંખો બંધ કરી ને ભય ને સકરાત્મકતા માં પરિવર્તિત કરી રહ્યો હતો અને ત્યાન્જ એને એક ચમકારો થયો અને એણે પોતાની પીંછી રંગો માં બોળી ને એ કલ્પિત દ્રશ્ય ને ઉજાગર કરવાનું શરૂ કર્યું. અને 3 રાત ના ઉજાગર ના અંતે એક અમૂલ્ય અને અવર્ણીત ચિત્ર એ આકાર લીધો અને ચિત્ર ના નીચે ના ભાગ માં ચિત્ર નું નામ હતું "જન્મ".

એ ચિત્ર જોઈ ને લતા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને એની આંખો માં આંસુ આવવા મંડ્યા ત્યારે એની આંખ માં થી આંસુ નું ટીપું એના બાબા ના હાથ પર જઇ ને પડ્યું. એ યશ એ નિહાળ્યું અને પોતાની યાદગીરી માટે આ દ્રશ્ય ને ચરિતાર્થ કરવાનું વિચાર્યું.

પ્રદર્શન ના દિવસે સુરત ના આર્ટ જગત ના અને ખાસ કરી ને ચિત્ર કલા ના ધુરંધરો ત્યાં પધાર્યા હતા અને દીવાલ પર લગાવેલ દરેક ચિત્રો ને લોકો જોતા રહ્યા અને યંત્રવત આગળ વધતા ગયા અને હોલ ના ડાબા ખૂણે યશવર્ધન ના પેઇન્ટ પાસે આવી ને સહુ ના પગ અને આંખ ચોંટી જતા.. અને દરેક ની આંખ ભીની થઈ જતી. અને તમામ એ તમામ લોકો એ એ પેઇન્ટિંગ ખરીદવાની ઈચ્છા દર્શાવી પણ જેટલી કૃતિ ઉત્કૃષ્ટ હોય એટલીજ મોંઘી પણ હોય એ સમજતા લગભગ લોકો એ એના ફોટો પાડી ને રાખ્યા પણ એક સજ્જન અને ચિત્ર કલેક્શન ના શોખીન રવીન્દ્રનાથ એ પેંટિંગ 1.5 કારોડ માં ખરીદી અને ખરીદતા કહ્યું " આનાથી જીવંત ચિત્ર મોનાલીસા પણ નથી કારણ કે આ ચિત્ર આત્મકલ્પના થી ચરિતાર્થ થયું છે".

એ ચિત્ર માં એક સ્ત્રી ઘરના ફર્શ પર પડી છે અને લીલું પાણી નીકળે છે સાથે એક નાનું માથું બહાર આવી રહ્યું છે, તેમજ અનંત પીડા હોવા છતાં એ સ્ત્રી પોતે જોર આપી ને બાળક નું માથું નીચે ની બાજુ ખેંચી રહી છે ને ચીસ પાડી રહી છે અને એક પુરુષ સ્ત્રી ને ગળે થી હાથ વીંટાળી સાથ આપી રહ્યો છે,જે સ્ત્રી શક્તિ અને વેદના ની પરાકાષ્ઠા સમાન હતું, ભલે એ એક કલ્પના જ હતી પણ સત્ય થી વધારે અસરકારક હતી અને ક્યાંક ને ક્યાંક સત્ય ની આસપાસ હતી.

ત્યાન્જ યશ નો ફોન વાગે છે અને યશ ભીની આંખે પાછો વર્તમાન માં આવે છે , ફોન પર લતા નું નામ વંચાય છે , " પાર્ટી થઈ ગઈ? મેં કોલ ટ્રાઈ કર્યા હતા પણ મિસડ થઈ ગયા હતા, એટ્લે લાગ્યું કે હજી પાર્ટી ચાલુ હશે, હું અને કિશન મમ્મી ના ઘરે પહોંચી ગયા છે, તું ત્યાં મોજ કર લુચ્ચા . પણ હા લિમિટ માં પીજે.."
સાંભળતા જ ખડખડાટ હસવા માંડ્યો અને ટૂંક માં જણાવ્યું કે છેલ્લા 20 મિનિટ માં એ કેવું ટાઈમ ટ્રાવેલ કરી આવ્યો. પછી બીજી વાતો માં પડી ગયા.

"લતા" બંગલા ની રોશની યશ અને લતા ના જીવન ની પ્રતીક સમી ઝળહળી રહી હતી.

*******************************************

પ્રેરણા: શ્રી રવીન્દ્રનાથ ટાગોર ની લઘુ કથા "અંતિમ પ્યાર" થી.


Rate & Review

Saumil Kikani

Saumil Kikani Matrubharti Verified 2 years ago

arti

arti 2 years ago

some books are not available i purchased premium plan but i fail to read some gujarati books 1) tarak mehta ni hasya katha 2)panalal patel 3) raghav ji makad 4)malyanil i requeste you to add this books in this app so my mom can read it

Prabha

Prabha 2 years ago

Tanvi Kikani

Tanvi Kikani 2 years ago

Vaibhavi

Vaibhavi 2 years ago