Chakravyuh - The Dark Side of Crime (Part-12) books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-12)

ચક્રવ્યુહ - The Side of Crime (Part-12)

જ્યોતિ ના ઘરે જઈ રાઘવ જુએ છે તો જ્યોતિ ની લાશ પંખા પર લટકતી હોય છે, તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય છે.
" મને નથી લાગતું કે જ્યોતિ એ આત્મહત્યા કરી છે." જ્યોતિ ની લાશ ને નીરખતાં રાઘવ બોલ્યો.
" રાઘવ તમારાં લાગવાથી કે ન લાગવાથી સત્ય બદલાઈ નથી જવાનું, આણે આત્મહત્યા જ કરી છે આ રહી એની ચિઠ્ઠી અને રેકોર્ડિંગ કરેલ વિડિયો." રાઘવ ની વાત સાંભળી દવે એ જ્યોતિ દ્વારા લખવામાં આવેલ કાગળ અને મોબાઇલમાં ઉતારવા માં આવેલ વિડીયો બતાવતાં રાઘવ ને કહ્યું. રાઘવ ના એકના એક ગવાહે આત્મહત્યા કરી લીધી હતી, રાઘવ તેના ફોન દ્વારા રૂમના અને પંખા પર લટકતી લાશ ના ફોટા પાડી ત્યાંથી નીકળી જાય છે. બીજા દિવસે સવારે વિનયના કેસની તારીખ હોય છે, રાઘવ અત્યારે લાચાર બની ગયો હોય છે તને કંઈ જ શુઝતું નથી, આ તરફ રેશ્મા નાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયાં હોય છે.
" દવે તમે શું જખ મરાવો છો આમ ગમે ત્યારે ગમે ત્યાં મર્ડર થઈ જાય છે કોઇ આત્મહત્યા કરી લે છે." એક વ્યક્તિ એ પોલીસ સ્ટેશન માં પ્રવેશતાં જ દવે ને કહ્યું જે સાંભળી દવે ને ગુસ્સો આવી ગયો.
" તું કોણ છે મને આવું કહેવા વાળો?" દવેએ તેના પર ગુસ્સે થતાં કહ્યું.
" હું ડીસીપી એમ.એન. જોષી ફ્રોમ ક્રાઈમ બ્રાન્ચ, આ કેસ નું હેન્ડલિંગ હવેથી હું કરીશ." જોષીએ દવે ની સામે ની ચેર પર બેસતાં કહ્યુ. જોષી ની વાત સાંભળી ચેર પરથી ઊભાં થતાં દવે અને શંભુ એ જોષીને સલામ કરી દવે એ પોતાની ચેર પર બેસવાં કહ્યું.
" શંભુ સાહેબ માટે ચા મંગાવ." દવે એ શંભુ ને ચા મંગાવવાનું કહ્યું.
" આ કેસની ફાઈલ અને આ કેસ ને લગતાં તમામ કાગળીયા મારે જોઈએ છે." જોષીએ દવે ને કહ્યું. જોષી ની વાત સાંભળી દવે તેને કામિની મર્ડર કેસ ની ફાઈલ તથા જરૂરી કાગળિયા આપે છે એટલામાં શંભુ ચા લઈને આવે છે. " જમવાનું પણ મંગાવી લેજો આપણું બધાનું કેમ કે રાત અહિંયા જ કાઢવાની છે." ચા પીતા પીતા જોષીએ શંભુ ની સામે જોતા કહ્યું.
" પણ હવે શું તપાસ કરવાની છે?" દવે એ જોષી ને કહ્યું.
" કેસ કોણ હેન્ડલ કરે છે દવે?" ફાઈલ પર નજર ફેરવતાં જોષીએ દવે ને પૂછ્યું. જોષીની વાત સાંભળી દવે ચેર પર બેસી જાય છે અને તેઓ આખી રાત કેસ ને ફરીથી રીડ કરે છે સવારે ત્રણ વાગ્યે તેઓ ઘરે જાય છે.
## ## ## ## ##
" આજે કામિની મર્ડર કેસની તારીખ છે શું કોર્ટમાંથી કોઈ ફેંસલો આવશે કે પછી તારીખ આગળ લંબાવાશે શું વિનયે જ રેશ્મા નુ મર્ડર કર્યું છે? જ્યોતિ એ આત્મહત્યા કેમ કરી? ત્રણેય ફ્રેન્ડ નું મૃત્યુ થવું એ કોઈ સામાન્ય બાબત છે? જાણવા માટે જોતાં રહો ગાંધીનગર બુલેટિન સમાચાર." અત્યારે સમાચાર માં શહેરમાં થયેલાં મર્ડર અને તેના કેસ ની ચર્ચા ચાલી રહી હતી.
" દવે પ્લીઝ તમે તમારું યુનિફોર્મ ઉતારશો?" જોષીએ દવે તરફ જોતાં કહ્યું જોષી ની વાત સાંભળીને દવે ને ગુસ્સો આવ્યો.
" તમે શું બોલી રહ્યા છો સર?" દવે એ જોષીને પૂછ્યું.
" એજ જે તમે સાંભળ્યું, તમે પ્રેમથી માનો નહીંતર હું તમારી સાથે સખતી થી પેશ આવીશ." જોષીએ દવે ને કડક શબ્દો માં ચેતવણી આપતાં કહ્યું. જોષીની વાત સાંભળી દવે એ જોષીને મનમાં બરોબર ગાળો દીધી, દવે પોતાનો યુનિફોર્મ કાઢી સાદો ઢ્રેસ પહેરી કોર્ટ જવા માટે નીકળે છે. વિનય, દવે અને શંભુ પાછળ બેસે છે અને જોષી આગળ બેસે છે, એક કોન્સ્ટેબલ ગાડી કોર્ટ તરફ લઈ લે છે. 10:00 વાગ્યે કોર્ટ શરૂ થવાની હોય છે બધા જ કોર્ટ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા હોય છે.
" કેસ નંબર 4428 કામિની મર્ડર કેસ." કેસ નંબર બોલતાં જોષી વિનય અને દવે સાથે અંદર હાજર થાય છે. રાઘવ અને જશવંત પણ તેમનાં સ્થાને હાજર થાય છે, જજ તેમની ચેર પર આવીને બેસે છે પછી બધાં તેમની જગ્યાએ બેસે છે.
" કેસ નંબર 4428 કામિની મર્ડર કેસ કાર્યવાહી ચાલું કરવામાં આવે." જજે ફાઈલ હાથ માં લઈ આગળની કાર્યવાહી ચાલું કરવાનું કહ્યું.
" માય લોર્ડ ગઈ મુદતમાં વિનયને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો જેનો ફાયદો ઉઠાવી તેણે એક બીજું મર્ડર કરી નાખ્યું, માય લોર્ડ રેશમા ખાન જે કામિની તથા જ્યોતિની ખાસ મિત્ર હતી તે આ કેસની અહેમ ગવાહ હતી જે વાતનો વિનયને ખ્યાલ હતો જેથી તેને સમય મળતાં રેશમા ના ઘરે જઈ તેનું મર્ડર કરી નાખ્યું." જસવંતે વિનય પર આરોપ લગાવતાં કહ્યું.
" ઓબ્જેક્શન માય લોર્ડ." રાઘવે જશવંતની દલીલનો વિરોધ કરતાં કહ્યું. જજ રાઘવના વિરોધને નકારે છે અને જસવંતને તેની વાત આગળ ચાલું રાખવાં જણાવે છે.
" થેન્ક્સ માય લોર્ડ, આ રહ્યો તેનો સબૂત." જસવંતે તેના હાથમાં રહેલ કેસેટ જજ ને આપતાં કહ્યું અને જણાવ્યું કે તેને ચલાવવામાં આવે, એ કેસેટ ને તેઓ ટીવી માં ચલાવે છે જેમાં રેશમા નુ દવે દ્વારા લેવામાં આવેલ રેકોર્ડિંગ હોય છે જેમાં તેણે વિનય અને કામિની ઝઘડાની વાત કરી હતી.
" હા તો આમાં શું સાબિત થાય છે?" રાઘવે ઉભા થઇ જશવંત ને સવાલ કરતાં કહ્યું.
" થાય છે રાઘવ થાય છે તે ઝઘડાના કારણે જ વિનયે કામિનીનું મર્ડર કર્યું હતું અને રેશમા એ આ વાત જ્યારે દવે ને જણાવી ત્યારે વિનયને તેનાથી ખતરો હોવાથી તેનું પણ મર્ડર કરી નાખ્યું." જસવંતે રાઘવને જવાબ આપતાં કહ્યું.
" પણ તેમાં રેશમા એ એવું ક્યાં કહ્યું છે કે વિનયે જ કામિની નુ મર્ડર કર્યું છે." જશવંત ની વાત સાંભળી રાઘવે જસવંત ને પુછ્યું.
" પણ એણે એમ તો કહ્યું છે કે કામિની અને વિનય વચ્ચે ઝઘડો થયો હતો અને એ જ મોટીવ હતું વિનય નું કામિની નું મર્ડર કરવાનું." જશવંતે રાઘવને જવાબ આપતા કહ્યું.
" માય લોર્ડ મારી પાસે કંઈક છે જે તમને બતાવવું છે." જોષી એ જજ પાસે આગળ વધતાં કહ્યું અને તેમનાં હાથમાં કેટલાક કાગળ આપ્યાં જે જોઈ તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
" ઇન્સ્પેક્ટર દવે તમે વિટનેસ બોક્સમાં આવો." કાગળ જોઈ જજે દવે ને કહ્યું જજ ની વાત સાંભળી દવે વિટનેસ બોક્સમાં હાજર થાય છે.
" મિસ્ટર દવે તમે રેશમા ના ઘરે શું કરતાં હતાં?"
" ક્યારે?"
" તેનું મર્ડર થયું તે દિવસે." જોષીએ દવે ને પૂછ્યું.
" હું રેશમા ને મળવા ગયો હતો." દવેએ જવાબ આપતાં કહ્યું.
" શું કરવા માટે." જોષીએ દવે ને સવાલ કર્યો.
" મારે એને પૂછવું હતું કે તેને કોઈ તકલીફ તો નથી ને." દવે એ કહ્યું.
" તો પછી તમે એનું મર્ડર શું કરવાં કર્યું?" જોષી એ દવે ને પૂછ્યું જે સાંભળી કોર્ટ માં હાજર તમામના ચહેરા પર આશ્ચર્ય છવાયું સાથે જ દવે પણ આશ્ચર્ય સાથે જોષી સામે જોઈ રહ્યો.
" શું બોલો છો તમે ડી.સી.પી?"
" એ જ જે તમે સાંભળ્યું અને એનો સબૂત પણ." જોષીએ જજ સાહેબ ને આપેલ કાગળ તરફ ઈશારો કરતાં કહ્યું જે જોઈએ દવે દંગ રહી ગયો.
" પણ મેં મર્ડર નથી કર્યું હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે વિનય ત્યાં હાજર હતો." દવેએ વિનય તરફ ઇશારો કરતાં કહ્યું.
" હું ત્યાં ગયો હતો પણ મારા ત્યાં પહોંચ્યા પહેલાં કોઈએ જ રેશમા નુ મર્ડર કરી નાખ્યું હતું." વિનયે જજ સાહેબ તરફ જોતાં કહ્યું.
" સાહેબ આ જૂઠું બોલે છે જ્યારે હું ત્યાં ગયો ત્યારે વિનય રેશમા પાસે હતો." વિનય ની વાત સાંભળી દવે બોલ્યો.
" સાયલન્ટ ઇન ધ કોર્ટ, તમને જેટલું પૂછવામાં આવે એટલું જ બોલો." જજે બંનેને ચૂપ કરાવતાં કહ્યું.
" હાતો મિસ્ટર દવે તમે ત્યાં શું કરવાં ગયાં હતાં?" જજે દવે ને પૂછ્યું.
" મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે હું રેશમા ની ખબર પૂછવા ગયો હતો."
" અને તું શું કરવાં ગયો હતો વિનય?" જજે વિનય ને પૂછ્યું.
" સાહેબ હું દવાખાનામાં હતો ત્યારે રેશમા મારી પાસે આવી હતી, તે મને કંઈક જણાવવા માંગતી હતી પણ તેણે મને કહ્યું કે તે મને દવાખાનામાં કંઈજ કહી શકે એમ નથી તો હું તેના ઘરે જઉં જેથી તે મને બધી જ વાત ચોખવટ થી કરી શકે એટલે જ હું તેનાં ઘરે ગયો હતો પણ મારાં ગયાં પહેલાં જ કોઈએ તેને મારી નાંખી હતી." વિનયે જજ સાહેબને રેશ્મા અને તેનાં વચ્ચે થયેલ વાત જણાવી.
" માય લોર્ડ મારે તમને કંઈક બતાવવું છે." રાઘવે ઊભાં થતાં જજ સાહેબને કહ્યું. રાઘવ ની વાત સાંભળી જજે રાઘવને પરવાનગી આપી પરવાનગી મળતાં જ રાઘવ કેસેટ ડીવીડી માં ચાલું કરે છે. પણ આ શું! કેસેટ એકદમ બ્લેન્ક હતી તેમાં કંઈ જ નહોતું.
" આ શું મજાક છે રાઘવ? તમને ખબર છે આવી ગંદી મજાક માટે તમને ડંડ થઈ શકે છે." રાઘવ દ્વારા થયેલાં આવાં વર્તન થી ગુસ્સે થયેલાં જજે રાઘવ ને ચેતવણી આપતાં કહ્યું. રાઘવ એ વાત થી હેરાન હતો કે તેના દ્વારા જયોતિ ની અને તેની વાત-ચીત નાં રેકોર્ડિંગ ની કેસેટ બ્લેન્ક કઈ રીતે હોઈ શકે.
" સોરી માય લોર્ડ પણ આમાં મારા અને જ્યોતિ વચ્ચેની વાતચીત નું રેકોર્ડિંગ હતું." રાઘવે જજની માફી માંગતા કહ્યું.
" તો ક્યાં ગયું તે બધું રાધવ?" રાઘવ ની વાત સાંભળી જશવંતે રાઘવને સવાલ કર્યો જેનો રાઘવ પાસે કોઈજ જવાબ નહોતો.
" કેસ વધુ ગુંચવાતો જાય છે ઉપરથી ઇન્સ્પેક્ટર દવેના ફિંગર પ્રિન્ટ મર્ડર વેપન પરથી મળ્યા છે, જ્યારે દવેનો આ વાતથી સ્પષ્ટ ઇનકાર કરવો છે કે તેમણે આ મર્ડર નથી કર્યું. તો જ્યાં સુધી તે સાબિત ન થાય ત્યાં સુધી ઇસ્પેક્ટર દવે ને સસ્પેન્ડ કરવામાં આવે છે અને જ્યાં સુધી આ કેસનો ફેંસલો ન આવે ત્યાં સુધી પોલીસ કસ્ટડીમાં રાખવા માં આવે. આ કેસની આગળ ની કાર્યવાહી 20 દિવસ પછી બપોરે 2.30 વાગે કરવામાં આવશે આજની કાર્યવાહી અહીં જ સ્થગિત કરવામાં આવે છે." જજે આજની દલીલો સાંભળી કેસની કાર્યવાહી આગળ વધારતાં કહ્યું.
" રાઘવ આ કેસ તો તમે ભુલીજ જાઓ." જોષીએ રાઘવ ની પાસે જતાં કહ્યું અને પછી વિનય અને દવે ને લઈ ને ત્યાંથી નીકળે છે. રાઘવ જોષીની સામે જોતો રહી જાય છે.






To be continued............

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.