Chakravyuh - The Dark Side of Crime (Part-13) in Gujarati Detective stories by Kalpesh Prajapati KP books and stories PDF | ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-13)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-13)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-13)

" શું વાત છે સર તમે પણ મર્ડર કરતાં થઈ ગયાં?" વિનયે જેલ માં આવતાં જ દવેએ કહ્યું જે સાંભળી દવે ને ગુસ્સો ચઢી જાય છે પણ તે અત્યારે કંઈજ બોલવાનાાં મૂડમાં હોતો નથી.
" જો મારે તારી સાથે કોઇ ચર્ચા કરવી નથી તો પ્લીઝ મને એકલો છોડી દે." દવેએ વિનયને કહ્યું.
" કેમ સર કેવું લાગે છે જ્યારે તમે કંઇ કર્યું જ ના હોય અને તમારી પર આરોપ લાગે ત્યારે." વિનયે દવે ની સામે જોતાં પૂછ્યું, વિનય ની વાત સાંભળી દવે તેનું મોં ફેરવી લે છે.
" શંભુ જરા ડંડો લાવ આની મરમત કરવી પડશે." જોષીએ શંભુ ને જેલમાં પ્રવેશતા વિનય ની સામે જોતાં કહ્યું અને દવેને સાઈડ માં કરી દીધો.
" સર આ કંઈજ નહીં બોલે." શંભુ એ જોષીને ડંડો આપતાં કહ્યું.
" એમ છે! આ તો શું એનો બાપ પણ બોલશે." શંભુ ની વાત સાંભળી જોષી બોલ્યો અને ડંડો લઈ વિનયને ફરી વળ્યો, લગભગ એક કલાક સુધી વિનયને માર્યો પણ વિનય કંઈ જ બોલતો નથી જોષી થાકી ને ચેર પર બેસી જાય છે. શંભુ પાણી લઈ ને જોષીને આપે છે.
" હા તો દવે તમે જાણાવશો કે તમે રેશમા ને શું કરવાં મારી?" પાણી પીને જોષીએ દવે તરફ ફરતાં દવે ને પૂછ્યું.
" સર મે રેશમા ને નથી મારી." દવે એ જોષી સામે જોત કહ્યું. " મને ફસાવવા માં આવી રહ્યો છે."
" એતો સમય જ બતાવશે દવે કે કોણ કોને ફસાવે છે." જોષી એ જેલની બહાર નીકળતાં દવે ને કહ્યું.
" સર તમને પણ મારી જેમ ડંડા પડશે." વિનયે દવે ની સામે જોતાં કહ્યું વિનયની વાત સાંભળી ગુસ્સે ભરાયેલાં દવેએ વિનયને બરાબર માર્યો.
" સર આ મરી જશે તો તમે નાહકના ફસાઈ જશો મને ખબર છે તમે નિર્દોષ છો પ્લીઝ શાંત થાઓ અને કંઈક વિચારો હું તો છું ને બહાર અત્યારે તમારુ મગજ શાંત રાખો." દવે ને મારતો જોઈ શંભુ તરત અંદર આવી દવે ને રોકતાં બોલ્યો. શંભુ ની વાત સાંભળી દવે શાંત થઈ જાય છે, એટલામાં રાઘવ પોલીસ સ્ટેશનમાં પ્રવેશે છે તે સીધો જ વિનય પાસે જાય છે, જોષી અત્યારે તપાસ કરવાં માટે બહાર ગયો હોય છે.
" તો દવે હવે તમારું શું માનવું છે, ખરેખર વિનયે જ કામિની ને મારી છે?" રાઘવે દવે ની પાસે બેસતાં દવે ને પૂછ્યું.
" ચલ તારી વાત માની પણ લઉં રાઘવ તો આ બધું કોણ કરી રહ્યું છે અને હું જ્યારે રેશમા ના ઘરે પહોંચ્યો ત્યારે પણ વિનય ત્યાં પહેલેથી જ હાજર હતો તો પછી હું તેનું મર્ડર કેવી રીતે કરી શકું તો પછી મને વિનય પર શક જાય જ ને, મને લાગે છે કોઈ મને ફસાવવા માંગે છે." રાઘવ ની વાત સાંભળી દવે એ રાઘવ ને કહ્યું.
" હું તમારી મદદ કરીશ પણ મારે થોડી ઘણી ફોરેન્સિક ની અને પોલીસની મદદ જોઈશે." રાઘવે દવે તરફ જોતાં કહ્યું.
" થઈ જશે એ હું કરી દઈશ, શંભુ તારી બધી જ મદદ કરશે ફોરેન્સિક એક્સપર્ટ વિધાન મારો મિત્ર છે તે તારી બધી જ મદદ કરશે પણ એ વ્યક્તિને પકડ જેણે મને ફસાવ્યો છે મારે એને બરાબર પીટવો છે."દવે એ રાઘવને કહ્યું પછી રાઘવ ત્યાંથી નીકળે છે.
જોષી રેશમા ના ઘરે ફરીથી તપાસ કરવાં માટે જાય છે. જોષી ત્યાં ફરીથી તેનાં ઘરની તલાશી લે છે, તે શંભુ અને બીજા કોન્સ્ટેબલ ને બીજા રૂમમાં તપાસ કરવાં કહે છે અને જોષી રેશમા ના રૂમમાં તપાસ કરે છે ત્યાંથી તેમને કંઈ જ ના મળતાં તેઓ ત્યાંથી નીકળે છે અચાનક જોષી ને કંઈક યાદ આવતાં તે પાછો આવે છે અને તે વસ્તુ રેશ્મા ના રૂમ માંથી લઈ તેના ખિસ્સામાં મૂકી ત્યાંથી નીકળે છે.
" સર મને નથી લાગતું કે દવે સર નો આમાં કોઈ હાથ હોય." શંભુ એ ત્યાંથી નીકળતાં જ જોષીને કહ્યું.
" હશે શંભુ પણ આપણે કેસમાં થોડી પણ ઢીલ મૂકવાની નથી ચલ ગાડી સ્ટાર્ટ કર આપણે દવેના મોબાઇલની કોલ ડિટેઇલ અને તે દિવસ નું લોકેશન ચેક કરવું પડશે." જોષી એ ગાડી માં બેસતાં શંભુ ને કહ્યું પછી ગાડી તેઓ કંટ્રોલ રૂમ તરફ લઇ જાય છે. ત્યાં જઈને તેઓ દવે ના મોબાઇલની કોલ ડિટેઇલ તથા લોકેશન ચેક કરે છે પણ તેમને કોઈ ખાસ શંકા દવે પર જાય તેવું મળતું નથી વળી દવે ની લોકેશન દવે ના કહેવાય પ્રમાણે જ બતાવતી હતી.
" જોયું સર મેં કીધું હતું ને કે કોઈ દવે સર ને ફસાવે છે." દવે વિરુદ્ધ કઈ ખાસ સબૂત ન મળતાં ખુશ થતા શંભુ બોલી ઉઠ્યો.
" ઠીક છે, કાલે આપણે દવે ને છોડાવી લઈશું અને પેલા વિનય ના વિરુદ્ધમાં હજી પુરાવા શોધવા પડશે મને લાગે છે કે તે બહુ ચાલાક છે." જીપમાંથી નીચે ઉતરતા જોષી એ શંભુ ને કહ્યું પછી તેઓ પોલીસ સ્ટેશનમાં જાય છે.
" સર તમે નિર્દોષ છો." શંભુ એ અંદર આવી દવે પાસે જતાં બોલ્યો.
" મેં તને કહ્યું હતું ને શંભુ હું નિર્દોષ છું મને કોઈ ફસાવી રહ્યું છે."
" હા સર જોષી સર તમને કાલે છોડાવી દેશે આ બધાનો ગુનેગાર આ વિનય જ છે."
" ના શંભુ મને નથી લાગતું કે વિનયે જ આ બધું કર્યું છે, એકવાર મને બહાર આવવા દે નહીં છોડું એ નરાધમને જેણે મને અને આ નિર્દોષને ફસાવ્યો છે."
" તમને હજુ પણ લાગે છે કે આ વિનય નિર્દોષ છે." શંભુ એ કંટ્રોલરૂમમાં ચેક કરેલ વિનયની લોકેશન દવે ને બતાવતાં કહ્યું જે જોઇ દવે હેરાન થઈ ગયો.
" શું ખરેખર આ આ બધું વિનયે જ કર્યું છે?" દવે એ તે જોતાં જ શંભુ ને પૂછ્યું.
" હા સર." શંભુ એ ટૂંકમાં જવાબ આપ્યો પછી તે ત્યાંથી નીકળી જાય છે.
આ તરફ રાઘવ ફરીથી કામિનીના ઘરે તપાસ કરવાં માટે જાય છે, આ વખતે પણ તેના હાથે નિરાશા જ લાગે છે તે થોડીવાર કામિની ના રૂમમાં બેસી રહે છે, પછી ત્યાંથી નીકળવા જ જતો હતો કે તેની નજર સામે દિવાલ પર પડી અને તે અટક્યો કંઇક તો હતું જ જે રાઘવ ના મનમાં ખટક્યું હતું.
" તો વાત એમ છે." દિવાલ તરફ આગળ વધતાં રાઘવ બોલ્યો તે દિવાલ પાસે જઈને ઊભો રહે છે અને દિવાલ પર લગાવેલો કામિનીની ફોટોફેમ ઉતારી અને તેને તપાસ છે. બન્યું એવું કે અચાનક રાઘવ ની નજર સામે દિવાલ પર લટકતી કામિની ની ફોટો ફ્રેમ પર પડી, ફ્રેમ અત્યારે થોડી ત્રાંસી હતી કેમકે જેટલીવાર રાઘવ આવતો ત્યારે તેની નજર એના પર પડતી એટલે એને ખ્યાલ આવ્યો કે દર વખતે તે ફ્રેમ સીધી રહેતી અને આજે ત્રાંસી છે મતલબ કે કોઈ અહીંયા આવ્યું હતું, પણ કેમ એ જાણવા જ તે ત્યાં ફોટોફ્રેમ પાસે આગળ વધ્યો હતો.
" આમાં તો કંઈ નથી કોઈને શું જોઇતું હશે કામિની પાસેથી? મને લાગે છે ત્યાં સુધી કોઈ તો છે જે ઘણીવાર અહીં આવ્યો છે તપાસ કરવાં પણ કંઈ મળ્યું નહીં કદાચ દર વખતે વસ્તુ એમની એમ જ મૂકતો હશે પણ આ વખતે તેનાથી ચુક થઈ ગઈ." તે ફોટાને તપાસતાં રાઘવ પોતાની જાત સાથે વાત કરી રહ્યો હતો ત્યાં જ તેના હાથેથી ફોટાની પાછળના ભાગ માં રહેલ ડટ્ટી દબાઈ ગઈ જેનાં કારણે પાછળના ભાગમાં એક નાનું ચોરસ ખાનું ખુલ્યું જે ખાલી હતું.
" ઓ માય ગોડ! આમાં કોઈ વસ્તુ હતી જે એ કાતિલ ને જોઈતી હતી, પણ શું હતી તે વસ્તુ? હું લેટ થઈ ગયો." તે ખાનું જોઈ રાઘવ આશ્ચર્યથી બોલી ઉઠ્યો અને વિચારવા લાગ્યો. ત્યાંથી નીકળી રાઘવ રેશમા ના ઘરે જાય છે ત્યાં જઈને તપાસ કરે છે ત્યાં પણ તેને કંઈ હાથ લાગતું નથી ત્યાંથી પણ કોઈ વસ્તુ કાતિલ લઈ ગયો હોય છે. ત્યાંથી તે જ્યોતિ ના ઘરે જાય છે ત્યાં પણ તેને કંઇજ મળતું નથી તે ત્યાંથી સીધો રેશમા અને જ્યોતિ ના મોબાઈલની કોલ ડિટેલ્સ કઢાવવા જાય છે.
" અરે રાઘવ! આવ ને બોલ શું લઈશ ચા કે કોફી?" રાઘવને પોતાની ઑફિસમાં આવતો જોઈએ તેના મિત્રએ રાઘવ ને પૂછ્યું.
" કોફી મંગાવ, બોલ શું ચાલે છે વસંત?" રાઘવ તેના મિત્ર ની સામેની ખુરશી પર બેસતાં બોલ્યો. તેનો મિત્ર કોલ સેન્ટરમાં hod ની પોસ્ટ પર કામગીરી કરતો હોય છે. તેની પાસે મદદ માંગવા માટે આવ્યો હતો, વસંત પ્યુન ને બોલાવી 2 કપ કોફી મંગાવે છે.
" બોલ રાઘવ બોલ શું કામ હતું? બાકી તું કામ વગર અહીંયા આવે નહિં." પ્યુન ના જતાંજ વસંતે રાઘવ ને પૂછ્યું .
" હા યાર એક કામ પડ્યું છે તારું, મારે આ બે નંબરની છેલ્લાં મહીના ની કોલ ડીટેલ્સ જોઈએ છે." રાઘવે વસંતને રેશ્મા અને જ્યોતિ નો મોબાઇલ નંબર વસંતને આપતાં કહ્યું એટલામાં પ્યુન કોફી લઈને આવે છે.
" પહેલા કોફી પી લઈએ?" વસંતે રાઘવને કોફી તરફ ઇશારો કરતાં કહ્યું અને તેના એક માણસને બોલાવી તે બે નંબરની ડિટેલ્સ કઢાવે છે. " તારે આ નંબરના ડીટેઈલ ની શું જરૂર પડી?"
" યાર વસંત હું એક મર્ડર કેસ પર કામ કરું છું કદાચ ન્યૂઝમાં તે કેસ વિશે સાંભળ્યું હશે."
" કામિની વાળો મર્ડર કેસ?"
" હા બસ એજ, આ બે નંબર કામિનીના ફ્રેન્ડના છે જેમનું પણ મર્ડર થઈ ગયું છે માટે મારે તે બન્ને ના કોલ રેકોર્ડ્સ જોવાં છે કેમકે મને વિશ્વાસ છે કે આમાંથી જરુર મને કંઈક મળશે." રાઘવે વસંત ને કહ્યું એટલામાં પટાવાળો કેટલાક કાગળો લઈને આવે છે અને વસંત ને આપે છે.
" રાઘવ આ રહી કોલ ડિટેલ્સ." વસંતે રાઘવ સામે કાગળ ધરતાં કહ્યું. રાઘવ વસંત નો આભાર માની ત્યાંથી સીધો જ તેની ઓફિસે જાય છે અને બંનેના મોબાઇલની કોલ ડિટેલ્સ ચેક કરે છે એટલામાં રાઘવના ઓફિસ નો બેલ વાગે છે રાઘવ ઊભો થઈ દરવાજો ખોલે છે.


To be continued............

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.

Rate & Review

Dilip Malaviya

Dilip Malaviya 3 months ago

Asha Dave

Asha Dave 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Nidhi Makwana

Nidhi Makwana 2 years ago

Bhumi Patel

Bhumi Patel 2 years ago