Chakravyuh - The Dark Side of Crime (Part-14) in Gujarati Detective stories by Kalpesh Prajapati KP books and stories PDF | ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-14)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-14)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-14)

" અંજલિ તું અત્યારે અહીં?" દરવાજો ખોલતાં જ અંજલિ ને જોતાં રાઘવે અંજલિ ને પૂછ્યું
" કેમ મને જોઈ હેરાન થઈ ગયો? કેમ હું અહીંયા ન આવી શકું? ઠીક છે ત્યારે હું જાઉં છું હવે ક્યારેય હું અહીંયા નહિ આવું." રાઘવ નો સવાલ સાંભળી અંજલિએ રાઘવ થી ખાલી ખાલી નારાજ થતાં કહ્યું અને પાછી બહાર નીકળી જાય છે, અંજલિ ને ખબર હતી કે રાઘવ જરૂર તેને રોકશે એટલે જ તેણે એવું કર્યુંં. રાઘવને ચીડવવા માં અંજલિને ખૂબ જ મજા આવતી હતી ખાસ કરીને કામનાં સમયે.
" સોરી અંજલિ ભૂલ થઈ ગઈ મારાથી પ્લીઝ અંદર આવ હું તારા માટે ઠંડું લાવું." રાઘવે અંજલિને જતા રોકી હાથ પકડી અંદર લાવી ચેર પર બેસાડતાં બોલ્યો અને નીચે જઈને ઠંડું લઈને આવે છે અને અંજલિ ને આપે છે.
" લે રાઘવ તું પણ પીને.' અંજલિએ ફેન્ટા ની બોટલ રાઘવ સામે ધરતાં બોલી.
" ના અંજલિ મારે ઘણું કામ છે." રાઘવે કાગળ તપાસતાં તપાસતાં અંજલિ ને કહ્યું.
" શું રાઘવ તું પણ આખો દિવસ કામ કામ, હું પણ છું તારી લાઇફમાં, તારી લાઇફમાં મારાં કરતાં પણ તારું કામ વધુ મહત્વનું છે." રાઘવ ની વાત સાંભળી અંજલિએ રાઘવને કટાક્ષ કરતાં કહ્યું.
" એવું નથી અંજલિ એક નિર્દોષ ની જિંદગીનો સવાલ છે."
" હા તો મેં ક્યાં તને કામ કરવાની ના પાડી ખાલી બે મિનિટ પછી હું પણ તારી મદદ કરીશ." અંજલિએ ઊભાં થઇ રાઘવ ના ખોળા માં બેસી તેને ફેન્ટા પીવડાવતા બોલી.
" બસ ખુશ, હવે મને કામ કરવાં દે." ફેન્ટા ની બોટલ ખાલી કરી દેતાં રાઘવ બોલ્યો.
" શું રાઘવ તું પણ? મેં તને થોડી પીવાની કહી હતી, તે તો આખી બોટલ ખાલી કરી નાંખી." ખાલી બોટલ જોતાં અંજલિએ રાઘવને કહ્યું અંજલિ ને જોઈ રાઘવ ને હસવું આવ્યું.
" ના પીવું તો તકલીફ પીવું તો તકલીફ મારે શું કરવું?" રાઘવ અંજલિ સામે જોતાં બોલ્યો.
" સારુ હવે મારી મજાક ઉડાવવાની જરૂર નથી લાવ કાગળ." મોઢું ફુલાવી રાઘવ ની સામે ચેર પર બેસતાં અંજલિ બોલી.
" તારે જરૂર નથી હું કરી લઈશ તું ઘરે જા." રાઘવે અંજલિ ને કહ્યું.
" હું તારી મદદ કરીશ તો ટાઈમ બચશે."
" ઓકે તો એક કામ કર લે આ કાગળ, આમાંથી એ નંબર અલગ કાઢ જે આ લિસ્ટમાં ના હોય." રાઘવે અંજલિને કાગળ આપતાં કહ્યું.
" તો તો આજે રાત પાકી." અંજલિએ રાઘવ ની સામે જોતાં કહ્યું અને પછી કામે લાગી ગઈ. લગભગ આ બધું કરતાં રાતના 8:30 થઇ જાય છે, રાઘવ ઘડિયાળ સામે જુએ છે અને પછી તે હોટલ માંથી જમવાનું મંગાવે છે પછી બંને સાથે બેસીને જમી ને પાછા કામે લાગી જાય છે, 9:30 વાગ્યાની આસપાસ બધું જ કામ પતી જાય છે.
" અંજલી તું ઘરે જા હવે." રાઘવે ઊભાં થતાં અંજલિને કહ્યું.
" અને તું?" રાઘવ ની સામે જોતાં અંજલિ બોલી.
" મને હજી થોડી વાર લાગશે."
" પણ બીજું કામ કાલે પણ થઈ શકે છે રાઘવ."
" મારે થોડું કામ છે એ પતી જશે એટલે હું ઘરે જઈશ."
" ઠીક છે રાઘવ, પણ તું તારું ધ્યાન રાખજે અને તું પણ જલદી કામ પતાવી ઘરે જા, બાય." અંજલિએ ઓફિસની બહાર નીકળતાં રાઘવને કહ્યું પછી અંજલિ ત્યાંથી નીકળી જાય છે, અંજલિ ના જતાં જ રાઘવ પાછો કામે લાગી જાય છે, તેણે અલગ કાઢેલા નંબરો માંથી કેટલાક શંકાસ્પદ નંબર તેની ડાયરીમાં નોંધી લે છે અને તેના મિત્ર વસંત ને કોલ કરે છે.
" હા બોલ રાઘવ." રાઘવ નો ફોન રિસીવ કરતા વસંત બોલ્યો.
" વસંત ક્યાં છે તું? મારે કેટલાક નંબર ની માહિતી જોઈએ છે." રાઘવે વસંતને ફોન કરતાં કહ્યું.
" હું તો ઘરે છું, પણ તારે શું માહિતી જોઇએ છે બોલ હું હમણાંજ ઓફિસે ફોન કરી મંગાવી લઉ."
" તેમનું નામ અને સરનામું."
" હા તો મને તે નંબર વોટ્સએપ કરી દે, હું માહિતી મળતાં તને ફોરવર્ડ કરી દઉં." વસંતે રાઘવ પાસે નંબર માંગતા કહ્યું. રાઘવ તેની પાસે ડાયરીમાં નોંધ કરેલ નંબર વસંતને વોટ્સએપ કરી દે છે, વસંત તે નંબરોની ડિટેલ્સ કઢાવી કલાકમાં જ રાઘવને આપી દે છે. થાક ના કારણે રાઘવ ત્યાંજ ઓફિસમાં સુઈ જાય છે, સવારે તેનાં ઓફિસનો બેલ વાગતાં તેની આંખ ખુલે છે અને જુએ છે તેની આસપાસ કાગળો અને ફાઈલો આમ તેમ પડી હોય છે, પછી તેને ખ્યાલ આવે છે કે રાત્રે તે બધું તપાસતાં તપાસતાં જ સુઈ ગયો હતો. " અરે અંજલિ." ફટાફટ ઊભાં થઈ રાઘવ એ દરવાજો ખોલ્યો અને અંજલિને જોતાં જ બોલ્યો.
" હા મને ખબર હતી કે તું ઘરે જવાનો નથી માટે જ હું તારાં માટે ચા અને નાસ્તો લઈને આવી છું." અંજલિએ અંદર પ્રવેશતાં રાઘવને પોતાનાં હાથમાં રહેલ થર્મોસ અને નાસ્તાનો ડબ્બો બતાવતાં કહ્યું. " આ બધું શું છે રાઘવ આ ઓફિસ છે કે કબાડખાનું?" ઓફિસ ની હાલત જોઈ અંજલિએ રાઘવને પૂછ્યું. રાઘવ ચા-નાસ્તો કરી પછી બધી ફાઈલો ઠેકાણે ગોઠવી બધાં કાગળ ભેગાં કરી ઓફિસ સરખી કરી ઘરે જવા નીકળે છે અને અંજલિ ને પણ ઘરે મોકલે છે, ઘરે જઈને ફટાફટ નાહી-ધોઈ પાછો તપાસ કરવાં નીકળે છે.
" અંજલિ તું તૈયાર થઈને બેસ હું આવું છું તને લેવા." રાઘવે અંજલિને ફોન કરતાં કહ્યું.
" પણ.........." અંજલિ ને બોલતાં બોલતાં તો રાઘવે ફોન કટ કરી દીધો. થોડી જ વારમાં રાઘવ અંજલિ ના ઘરે પહોંચી જાય છે.
" મજામાં માસી." દરવાજો ખોલતાંજ અંજલિ ની મમ્મી નજરે ચઢતાં રાઘવે અંજલિ ની મમ્મીને ખબર પુછી.
" અંજલિ ક્યાં ગઈ?"
" એ તૈયાર થાય છે, આવતી જ હશે, તું બેસ હું તારા માટે કોફી લઈ આવું."
" ના ના માસી બસ ચાલશે હું ઘરેથી ચા નાસ્તો કરીને જ આવ્યો છું." રાઘવે સોફા પર બેસતાં અંજલિ ની મમ્મી ને કહ્યું એટલા માં અંજલિ તૈયાર થઈને આવે છે, રાઘવ અંજલિ ને જોતો જ રહી જાય છે. રેશમી સુંદર કમર સુધી આવતાં લાંબા વાળ જે પંખાના પવનમાં મંદ મંદ લહેરાઈ રહ્યાં હતાં, તેની અણીદાર નશીલી આંખો અત્યારે કાજળ નાંખી હોવાથી વધારે નશીલી લાગી રહી હતી, ગુલાબ ની પાંખડી થી પણ મુલાયમ હોઠ જેનાં પર આચ્છી લાલ કલરની લિપસ્ટીક લગાવી હતી, બ્લેક કલરની ટીશર્ટ અને વાઈટ સ્કીન ટાઈટ લેંગીઝ માં તેની દેહાક્રુતિ સ્પષ્ટ દેખાતી હતી.
" ઓય શું જોઈ રહ્યો છે, ક્યારેય જોઇ નથી કે શું મને? રાઘવ ની નજીક જતાં જ અંજલિ એ રાઘવ ને કહ્યું પણ રાઘવ હજી પણ અંજલિ માં ખોવાયેલો હતો." રાઘવ ક્યાં ખોવાઈ ગયો?"અંજલિ એ રાઘવને ફરીથી બોલાવતાં કહ્યું.
" ક્યાંય........ ક્યાંય નહીં." અંજલિ ની વાત સાંભળી રાઘવ બોલ્યો. તે હજી પણ અંજલિ ની આ સુંદરતામાં ગળાડૂબ હતો.
" હા તો જઈશું હવે?" અંજલિ એ તેનો હાથ પકડી ઊભો કરતાં પુછ્યું.
"હા હા ચાલ." ઊભાં થતાં રાઘવ બોલ્યો પછી બન્ને ઘરની બહાર નીકળે છે.
" રાઘવ તું આજે કંઈક વધારે જ મારા માં નથી ખોવાઈ ગયો!" અંજલિએ રાઘવ ની બાઇક પાછળ બેસતાં રાઘવ ને પુછ્યું.
" શું કહું અંજલિ આજ પહેલાં તું ક્યારેય આટલી સુંદર નહતી લાગતી.". રાઘવે બાઇકના સાઈડ ગ્લાસમાં અંજલિને જોતાં કહ્યું.
" હું દરરોજ આટલીજ સુંદર લાગું છું પણ તને તારા કામ માંથી ફુરસદ મળે તો તું મને જોવે ને." અંજલિએ રાઘવને જવાબ આપતાં કહ્યું.
" ઠીક છે હવે, ભૂલ થઈ ગઈ મારાથી હવે હું તને રોજ ધ્યાનથી જોઈશ." રાઘવે અંજલિ થી મજાક કરતાં કહ્યું.
" હા બસ હવે રહેવા દે મસ્કા મારવાનું, એ બોલ ક્યાં જવાનું છે?"
" આપણે ચાર-પાંચ જગ્યાએ તપાસ કરવાં જવાનું છે." રાઘવે અંજલિના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું. પછી રાઘવ થોડી જ વારમાં એક ભીડભાડ વાળા એરિયામાં બાઈક લઈ જાય છે, ત્યાં તે એક બે વ્યક્તિ પાસે એડ્રેસ પૂછે છે અને તે એડ્રેસ વાળી જગ્યા પર પહોંચે છે.
" આ રાજુ નું ઘર છે?" તે એડ્રેસ પર પહોંચતા જ રાઘવે દરવાજો ખોલનાર સ્ત્રીને પૂછ્યું.
" હા આ રાજુ નું જ ઘર છે, તમે કોણ?" તે સ્ત્રીએ રાઘવ ને જવાબ આપતાં કહ્યું.
" મારું નામ રાઘવ જાની હું એક વકીલ છું, મારે રાજુ સાથે થોડી વાતચીત કરવી છે." રાઘવે તેની ઓળખાણ આપતાં કહ્યું. રાઘવ ની વાત સાંભળી તે સ્ત્રી રડવા લાગી અંજલિ તેને ચૂપ કરાવે છે. " શું થયું તમે કેમ રડવા લાગ્યાં?"
" રાજુ છ મહિના પહેલાં જ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો." તે સ્ત્રીએ શાંત થતાં રાઘવને કહ્યું.
" શું?" એ સ્ત્રીની વાત સાંભળી રાઘવને આંચકો લાગ્યો.
" હા સાહેબ હું રાજુ ની માતા છું, તે દિવસે રાત્રે તેનું એક કાર સાથે અકસ્માત થયું અને એ ત્યાં જ મૃત્યુ પામ્યો હતો."
" તો પછી એનો મોબાઈલ ક્યાં છે?" રાઘવ એ રાજુની માતા ને પૂછ્યું.
" ખબર નથી સાહેબ ત્યાંથી કોઈ તેનો ફોન ચોરી ગયું હશે." રાજુની માતાએ રાઘવને કહ્યું. રાજુ ની માતા ની વાત સાંભળી રાઘવ ત્યાંથી નીકળે છે, રાઘવ પછી ત્યાંથી બીજા એડ્રેસ પર જાય છે તે એક સામાન્ય દેખાતું ઘર હોય છે ત્યાં જઈ રાઘવ બાઇક ઉભું રાખી દરવાજો ખખડાવે છે, અંદરથી એક 65-66 વર્ષ ની વૃધ્ધ સ્ત્રી દરવાજો ખોલે છે.
" હા કોણ? તમારે કોનું કામ છે?" રાઘવ ને જોઇ તે વૃદ્ધા એ તેમનાં ચશ્મા સરખાં કરતાં રાઘવ ને પૂછ્યું.
" આ મફતલાલ મિસ્ત્રી નું મકાન છે?" રાઘવે તેમને પૂછ્યું.
" હા આ મકાન એમનું જ છે."
" હું રાઘવ જાની હું વકીલ છું , મારે તેમની સાથે થોડી વાતચીત કરવી છે." રાઘવે તેમને કહ્યું તે સ્ત્રી તેમને અંદર બોલાવી બેસાડી પાણી આપે છે.
" બોલો શું વાતચીત કરવી હતી?" પાણી આપતાં તે વૃદ્ધ સ્ત્રી એ રાઘવને કહ્યું.
" તમે કોણ?"
" હું તેમની ધર્મપત્ની સૂર્યાબેન."
" મફતલાલ ક્યાં છે?"
" એ તો છ મહિના પહેલા જ દેવલોક પધારી ગયા." વૃદ્ધાએ રાઘવને જવાબ આપતાં કહ્યું અને રડવા લાગ્યાં તેમની વાત સાંભળી રાઘવને આશ્ચર્ય થાય છે.
" પણ કેવી રીતે?"
" દરરોજ સવારે એ ચાલવા જતાં હતાં અને તે દિવસે તેઓ ચાલવા ગયાં હતાં અને ત્યાંજ એમને હાર્ટએટેક આવ્યો અને મૃત્યુ પામ્યાં." તે વૃદ્ધાએ જવાબ આપતાં કહ્યું.
" એમનો ફોન કયા છે?" રાઘવ એ તેમને ચુપ કરાવતાં પૂછ્યું.
" એમનો ફોન તે દિવસે ક્યાંક પડી ગયો હતો."
" ઠીક છે બા તમે તમારું ધ્યાન રાખજો." રાઘવે તેમની રજા લેતાં કહ્યું પછી તે ત્યાંથી નીકળે છે.
" આ બધું શું છે રાઘવ?" બહાર નીકળતાં જ અંજલિ એ રાઘવ ને પૂછ્યું.
" મને એ જ નથી સમજાતું."
" પણ તારે આ બધાનું શું કામ છે?"
" આ બધાં એ નંબર છે જેનાથી રેશમા, જયોતિ અને કામિનીને કોલ કરવામાં આવ્યાં હતો." રાઘવે અંજલિને પૂરી વાત સમજાવતાં કહ્યું પછી તેઓ બીજા બે એડ્રેસ પર જાય છે ત્યાંથી પણ તેમને આ પ્રકારની માહિતી મળે છે જે જોઈ રાઘવને થોડું અજુગતું લાગે છે.
" સર બબલુ બોલું, વકીલ તપાસ કરતાં કરતાં અહીં સુધી પહોંચી ગયો. છે" એક ખબરીએ મનોહર ને ફોન લગાવી માહિતી આપતાં કહ્યું.
" વાંધો નહીં બબલુ, બસ આમજ તુ એ વકીલ પર ધ્યાન રાખ કંઇ પણ આગુ પાછું લાગે તો મને ફોન કર જે." મનોહરે બબલુ ને કહી ફોન મુકી દીધો.




To be continued............


મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો

Mo:-7405647805

આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.


Rate & Review

Anil Nagewadia

Anil Nagewadia 2 years ago

Naresh Bhai

Naresh Bhai 2 years ago

Dharmesh

Dharmesh 2 years ago

Asha Dave

Asha Dave 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago