Chakravyuh - The Dark Side of Crime (Part-17) books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-17)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-17)

" અરે દવે તમે અહીંયા!" રાઘવે હોટલમાં જતાં દવે ને જોઈ તેની પાસે જતાં બોલ્યો.
" રાઘવ તું પણ અહીં આવ્યો છે પહેલાં કીધું હોત તો સાથે જ અહીં આવતાં." દવે એ રાઘવ ને જોતાં કહ્યું.
" પણ સર બન્ને એકલાં આવ્યાં છે." શંભુ એ દવે નાં હાથ પર ચુંટલી ભરતાં બોલ્યો.
" ઓહ સોરી સોરી." શંભુ નો ઈશારો સમજી બન્ને ની માફી માંગતા દવે બોલ્યો.
" ઈટ્સ ઓકે દવે એમાં શું, ક્યાં વહી ગયું છે, તમારે બાકી હોય તો અમે પણ અહીંજ બેસી જઈએ." રાઘવે દવે ને કહ્યું અને ત્યાં જ રાઘવ બેસી જાય છે. રાઘવ ની આ વાત થી અંજલિ ગુસ્સે થઈ ગઈ.
" હા તો રાઘવ કેટલે પહોંચ્યું તારું ઈન્વેસ્ટીગેશન, કોઇ નવી માહિતી મળી?"
" ના દવે કંઈ ખાસ નહીં હમણાં બે-ત્રણ દિવસ આરામ પર છું." રાઘવે દવેને જવાબ આપતાં કહ્યું.
" હમ..." રાઘવ નો જવાબ સાંભળી દવે એ હુંકારો કર્યો.
" બીજું કે દવે તને કોઈ માહિતી મળી?"
" ના હું પણ થોડો પર્સનલ કામ માં વ્યસ્ત હતો." દવે એ રાઘવને જવાબ આપતાં કહ્યું પછી જમીને શંભુ અને દવે રાઘવ ની વિદાય લઈ ત્યાંથી નીકળે છે, અંજલિ હજુ પણ રાઘવ પર ગુસ્સે હોય છે.
" તું કેમ આમ મોં ફુલાવીને ફરે છે?" રાઘવે અંજલિના મોં સામે જોતાં અંજલિ ને પૂછ્યું.
" તો શું કરું તારે આ બધું જ કરવું હતું તો મારી સાથે લવ શું કરવાં કર્યો." અંજલિએ પોતાનો બધો ગુસ્સો રાઘવ પર કાઢતાં કહ્યું.
" અંજલિ પણ શું થયું એમ તો કહે?"
" શું શું થયું? તને નથી દેખાતું શું થયું,આપણે બંને એકલાં ટાઈમ સ્પેન્ડ કરવાં આવ્યાં હતાં. આપણા બંનેની વાતો કરવાં નહીં કે તમારાં લોકોની ચર્ચા કરવાં એન્ડ એ જ કરવું હતું તો મને સાથે લઈ ને શું કરવા આવ્યો હતો?" અંજલિ નો ગુસ્સો અત્યારે સાતમાં આસમાને હતો તે શાંત થવાનું નામ જ નહોતી લેતી રાઘવને પણ ખબર નહોતી પડતી કે હવે શું કરવું.
" ઠીક છે તારે મારી સાથે ટાઇમ જ કાઢવો છે ને, ચાલ મારી સાથે આજની રાત હું તારી સાથે જ વિતાવીસ." રાઘવે અંજલિ નો હાથ પકડી તેની નજીક ખેંચતા કહ્યું અને અંજલિના અધરો પર ચુંબન કરી લીધું આજુબાજુ માં કોઇ છે કે નહીં તેનું ભાનભુલી. થોડીવાર પછી અંજલિએ તેને અલગ કર્યો અને પછી બન્ને અંજલિ નાં ઘરે ગયા અને મોડે સુધી બંને એકબીજાની બાહોમાં રહીં પ્રેમભરી વાતો કરી સુઈ ગયા. બીજા દિવસે સવારે રાઘવ તૈયાર થઈ આદિત્ય ની ક્લિનિકે જાય છે, રાઘવ થોડો લેટ પડ્યો હોય છે આદિત્ય આજે વહેલાં આવી ગયો હોય છે રાઘવ આદિત્યની કેબીન માં જાય છે.
" આવ રાઘવ." આદિત્ય એ રાઘવને આવતો જોઈ કહ્યું.
" વેલ તમારી આપેલી સલાહ અને આરામ કરવાના લીધે થોડું રીલેક્સ ફીલ થાય છે." રાઘવે ચેર પર બેસતાં આદિત્યને કહ્યું.
" તો હવે?" આદિત્યએ રાઘવ તરફ જોતાં પૂછ્યું.
" અરે હા! સર તમારી આ બુક આપવા આવ્યો હતો." રાઘવે તેનાં હાથમાં રહેલ બુક આદિત્ય તરફ લંબાવાતા કહ્યું.
" અરે વાંધો નહીં તારે વાંચવી હોય તો રાખ તારી પાસે અત્યારે મારે આની જરૂર નથી." આદિત્ય એ રાઘવને તે બુક આપતાં કહ્યું.
" થેન્ક્યુ સર હું તમને ચાર પાંચ દિવસમાં આ બુક પાછી આપી દઈશ." રાઘવે તે બુક પાછી લેતાં આદિત્યને કહ્યું. રાઘવ આદિત્યની કેબિનમાં રોકાવા માંગતો હતો, આદિત્ય કોઈ કામથી થોડીવાર માટે પણ બહાર જાય તેની રાહ જોઈ રહ્યો હતો, પણ એવું બન્યું નહીં છેલ્લે રાઘવ ત્યાંથી નીકળી અને તેની ઓફિસે જાય છે.
" શું હું અંદર આવી શકું?" અંજલિએ દરવાજો ખોલી રાઘવ ની પરમિશન માંગતા કહ્યું.
" અરે અંજલિ, તારે ક્યાં મારી પરમિશન માંગવાની જરૂર છે." રાઘવે અંજલિ ને જોઈ અંદર આવવાં કહ્યું. અંજલિ રાઘવ પાસે આવીને બેસે છે.
" શું વાંચી રહ્યો છે રાઘવ?" અંજલિ એ રાઘવ ના હાથમાં સાયકોલોજીની બુક જોતાં પૂછ્યું.
" કંઈ નહીં સાયકોલોજી ના મહાન લેખક ની આ બુક છે, જેમાં ઘણું સારું જાણવાં જેવું છે, ઇન્ટરેસ્ટિંગ બુક છે માટે વાંચી રહ્યો છું." રાઘવે અંજલિને જવાબ આપતાં કહ્યું.
" તો કેસ વિશે વિચારવાનું છોડી દીધું?" અંજલિ એ રાઘવ ની સામે જોતાં પૂછ્યું.
" કોણે કીધું હું કેસ વિશે નથી વિચારતો, અત્યારે કંઈ સુજતું નથી એટલે બુક લઈને બેસ્યો છું, જો તને કંટાળો આવતો હોય તો તું ટીવી ચાલુ કરીને બેસ." રાઘવે અંજલિ ને જવાબ આપતાં કહ્યું. પાછો બુક વાંચવા બેસી ગયો, બુકમાં અમુક પેજ પર શબ્દો તથા અક્ષરો પર સર્કલ કરેલા હતાં. અંજલિ ચેનલ બદલતી હોય છે ત્યાં સમાચાર ની ચેનલ પર બતાવવામાં આવે છે કે, શહેરમાંથી છોકરીઓ ગુમ થવાની વાત સામે આવી છે, પોલીસ શું કરી રહી છે છેલ્લા બે મહિનામાં ૫ છોકરીઓ ગુમ થઈ ગઈ છે અને એ પણ ૧૦ થી ૧૨ વર્ષની, સમાચાર સાંભળી રાઘવ નું ધ્યાન ન્યૂઝ પર પડે છે પછી તે બુકમાં માર્ક કરેલા શબ્દો અને અક્ષરો ડાયરીમાં નોટ કરી લે છે.
" રાઘવ શહેરમાં ક્રાઇમ ઘણો વધી ગયો છે." ન્યુઝ જોઈ રાઘવ તરફ નજર કરતાં અંજલિ બોલી રાઘવ અત્યારે કંઈક લખવામાં મશગૂલ હતો. " રાઘવ મેં તને કંઈક કહ્યું." રાઘવ નો રિપ્લાય ન મળતાં અંજલિ એ રાઘવને કહ્યું.
" હા હું સાંભળું છું પણ હું શું કરી શકું એમાં એ કામ પોલીસ નું છે." રાઘવે ડાયરીમાં લખતાં લખતાં અંજલિને કહ્યું.
" રાઘવ તું ખરેખર બદલાઇ ગયો છે."
" અંજલિ બે મિનિટ તું મને કામ કરવાં દઈશ, હું તારી સાથે પછી શાંતિથી વાત કરું છું પ્લીઝ યાર સમજ." રાઘવે અંજલિને વિનંતી કરતાં કહ્યું અને પાછો ડાયરીમાં કંઈક લખવા લાગ્યો.
" બોલ હવે શું કહેતી હતી?" રાઘવે ડાયરી બંધ કરી ટેબલ પર મૂકી અંજલિ પાસે જતાં પૂછ્યું.
" કંઈ જ નથી કહેવું મારે તને."
" મારી વાત તો સાંભળ પહેલાં હું નથી બદલાયો ડિયર હું થોડો વ્યસ્ત છું, તુજે કહી રહી હતી તે મેં સાંભળ્યું અને હું એનું પણ કંઇક કરીશ પણ પ્લીઝ તું મારાથી નારાજ ના થઈશ." રાઘવે અંજલિ ને મનાવતાં કહ્યું પછી તેને ડાયરી બતાવી તેનાં દ્વારા લખવામાં આવેલા શબ્દોને અક્ષરો બતાવતાં કહ્યું. " જો આ શબ્દો અને અક્ષરો આદિત્યની બુક માંથી લખ્યા છે જેમાં કોઈએ માર્ક કરેલાં હતાં."
" પણ આનો શું મતલબ થાય છે કોઈ શું કહેવા માંગે છે? આના દ્વારા." તે શબ્દોમાં ખબર ન પડતાં અંજલિએ રાઘવ ને પૂછ્યું.
" હું પણ એ જ સમજવાનો પ્રયત્ન કરું છું પણ તું સમજવાં દે તો ને." રાઘવે અંજલિ ને સમજાવતાં કહ્યું. તેણે નોંધ કરેલા શબ્દો અને અક્ષરો કંઈક આમ હતાં. Ya, mo, i, save, am, ni, t, di, h, i, for, a, us, please, he, ki, n, sand, d, ap, the, g, ls, all, ir, and, the, in, g, ab, ir, r, ti, tu, o, ls, ad, for, pr, o, s, ti, pn.
" તું આ શબ્દો અને અક્ષરો ને ડી કોડ કેવી રીતે કરીશ?" અંજલિએ રાઘવને પૂછ્યું. રાઘવ લગભગ એક કલાક સુધી તે શબ્દો અને અક્ષરો ને એક બીજા સાથે જોડી કોઈ શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે તે જાણવાની કોશિશ કરી રહ્યો હતો,અંતે રાઘવને શબ્દો અને અક્ષરોને જોડી એનો મતલબ કાઢતાં વાર ના લાગી.






To be continued............


મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો

Mo:-7405647805

આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.