Chakravyuh - The Dark Side of Crime (Part-23) in Gujarati Detective stories by Kalpesh Prajapati KP books and stories PDF | ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-23)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-23)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-23)

" સર આદિત્યને મારવાથી કોને ફાયદો થાય?" પોલીસ સ્ટેશનમાં દવે ની સામેે બેસીને ચા પીતા-પીતાા શંંભુ એ દવે ને પૂછ્યું.
" હકીકતમાં શંભુ હું પણ એ જ વિચારું છું કે આદિત્યનું ખૂન કોઈએ શાં માટે કર્યું હશે?" ચાની ચુસ્કી લઈ ચાનો કપ ટેબલ પર મુકતાં દવેએ શંભુને ક્હ્યું.
" સર મને લાગે છે કે આ બધાંની વચ્ચે કોઈ ત્રીજો જ ગેમ ખેલી રહ્યો છે." શંભુ એ પોતાનો તર્ક રજૂ કરતાં કહ્યું.
" તારી વાત એકદમ સાચી છે શંભુ, આ બધો ખેલ કોઈ ત્રીજો વ્યક્તિ ખેલી રહ્યો છે." શંભુ ની વાત સાથે સહમત થતાં દવે બોલ્યો. દવે અને શંભુ વાતો કરી રહ્યાં હતાં એટલામાં દવેનાં મોબાઈલની રીંગ વાગી.
" હા બોલ રાઘવ." દવે એ ફોન રિસીવ કરતાં કહ્યું ફોન રાઘવ નો હતો.
" કોઈ માહિતી મળી, કોણે આદિત્ય નુ મર્ડર કર્યું છે?" રાઘવ એ દવે ને પૂછ્યું.
" ના, કોઈ જ પુરાવા મળ્યાં નથી હજુ તપાસ ચાલું છે." દવે રાઘવ ને જવાબ આપતાં કહ્યું.
" દવે તે આદિત્યની ઓફિસે તપાસ કરી?"
" ના બાકી છે."
" તો એક કામ કર હું તેની ઓફિસે જાવ છું, તું પણ ત્યાં જલ્દી આવી જા કદાચ આપણને ત્યાંથી કંઈક જાણવાં મળે." રાઘવ એ દવેને આદિત્ય ની ઓફિસે બોલાવતાં કહ્યું.
" ઠીક છે રાઘવ અમે દસ જ મિનિટ માં પહોંચ્યા." દવે એ રાઘવને કહી ફોન મૂકી ફટાફટ ગાડી લઈ આદિત્ય ની ઓફીસે જવા માટે નીકળે છે. આ બાજું રાઘવ તેનું બાઇક લઇ આદિત્ય ની ઓફિસે પહોંચે છે, રાઘવ તેનું બાઈક પાર્ક કરી હજુ અંદર પ્રવેશ તો જ હોય છે ત્યાં દવે અને શંભુ ને આવતાં જોઈ તે ત્યાં જ ઉભો રહી જાય છે. ત્યારબાદ તે ત્રણેય અંદર પ્રવેશે છે, ત્યાં ક્લિનિક માં રિસેપ્શન ટેબલ પર આદિત્યની રિસેપ્શનિસ્ટ બેસી હોય છે દવે તેની પાસેથી આદિત્યના ઓફિસ ની ચાવી લઇ દરવાજો ખોલી અંદર પ્રવેશે છે.
" શંભુ એક કામ કર પેલી છોકરી ને કહીં ચા મંગાવ, રાઘવ તારે ચા પીવાની છે?" દવે એ શંભુ ને કહ્યું. દવે ને ચા નો ગાંડો શોખ હતો, તે દિવસ ની 15 થી 20 કપ જેટલી ચા ગટગટાવી જતો.
" હા જરૂર." રાઘવ શંભુ તરફ નજર કરતાં કહ્યું. પછી શંભુ ચા નું કહેવા માટે જાય છે.
" હા તો રાઘવ આપણને અહીં થીં શું મળશે?" દવેએ ઓફિસમાં નજર કરતાં ચોપડી ઓથી ભરેલાં કબાટો તરફ જોઈ રાઘવ ને પૂછ્યું.
" મળશે દવે કંઈક તો જરૂર મળશે, મને તે પેન ડ્રાઈવ અંહીયા થી જ મળી હતી, આ ચોપડીઓ ની પાછળ આદિત્યની ઘણી કરતુતો છુપાયેલી હશે. ગમે ત્યાંથી પણ આપણને કંઈક મળશે." રાઘવે દવે ની વાત સાંભળી કબાટો તપાસતાં દવેને કહ્યું એટલામાં શંભુ આવે છે અને પાછળ પાછળ ચાવાળો ચા લઈને અંદર પ્રવેશે છે. પછી ત્રણેય ત્યાં ખુરશી પર બેસી ચા પીવે છે.
" શંભુ તું કોમ્પ્યુટર તપાસ અમે ઓફિસમાં કબાટો તપાસીએ અને હા કંઈ પણ તને જાણવાં મળે તો મને તરત જ જાણ કરજે." દવેએ ચા પીને ઊભાં થતાં શંભુ ને કહ્યું, પછી ત્રણે સમય બગાડ્યા વગર તપાસ કરવાનું ચાલું કરી દે છે. એક બાજુ શંભુ કોમ્પ્યુટર તપાસતો હોય છે તો બીજી બાજું રાઘવ અને દવે ચોપડી થી ભરેલાં કબાટો તથા ચોપડીઓ તપાસે છે.
" રાઘવ આમ તો ક્યારે પૂરું થશે?" કબાટ નું એક ખાનું તપાસતાં કંટાળી ગયેલાં દવેએ ઘડિયાળ તરફ નજર કરતાં રાઘવ ને પૂછ્યું.
" હવે ગમે તેટલો ટાઈમ થાય પણ આપણે અહીંથીં તપાસ કરીને જ નીકળવાનું છે." રાઘવે ચોપડળીયો તપાસતાં તપાસતાં દવે ને કહ્યું. ત્રણ ચાર કલાક પછી રાઘવ ને દવેની વાતનો ખ્યાલ આવતાં તે દવેને ચોપડીઓ છોડી કોઈ ગુપ્ત ખાનું કે લોકર શોધવાં માટે કહે છે.
" સર આમાં એક ફોલ્ડર છે, જેમાં કોઈ વાયરસ છે અથવા કોઈ ફાઈલ છે કેમ કે ફોલ્ડર ઓપન કરું છું તો તેમાં કંઈ દેખાતું નથી અને ફોલ્ડરની મેમરી ભરેલી બતાવે છે." શંભુ એ કોમ્પ્યુટર ચેક કરતાં દવેને ક્હ્યું. શંભુ ની વાત સાંભળી દવે અને રાઘવ તરત જ શંભુ જોડે આવે છે અને એ ફોલ્ડર જોવે છે.
" દવે આ ફોલ્ડર ની ફાઇલો છુપાવી દીધી છે યા તો પછી કોઈએ ફોલ્ડર કાઢી નાખવાં નો પ્રયત્ન કર્યો છે, મતલબ આપણી પહેલાં કોઈ અહીંયા આવ્યું હતું જેણે આ ફોલ્ડર કાઢી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો." રાઘવે તે ફોલ્ડર ને તપાસતાં દવે ને કહ્યું. પછી તરત રાઘવ દવે ને કંટ્રોલ રૂમમાં ફોન કરી કોમ્પ્યુટર એક્સપર્ટ ને બોલાવવા માટે કહે છે, દવે કંટ્રોલ રૂમમાં ફોન કરી કોમ્પ્યુટર એક્સપર્ટ નેબોલાવી લે છે અડધાં કલાકમાં કોમ્પ્યુટર એક્સપર્ટ આવી જાય છે.
" સર આ ફોલ્ડર કોઈએ કાઢી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો પણ ફોલ્ડર ને સીક્યોર કર્યું હોવાથી તે હજુ સુધી આમાં જ છે." તે એક્સપર્ટે દવેને ફોલ્ડર ચેક કરતાં કહ્યું.
" મતલબ? સમજાયું નહિ તમે શું કહેવા માગો છો મિસ્ટર?" દવે ને વાત ન સમજાતાં પૂછ્યું.
" મારું નામ નકુલ છે સર, આ ફોલ્ડરને કોઇએ ખાસ સોફ્ટવેર ની મદદ થી સુરક્ષિત કર્યું છે જેથી કોઈ આને ડીલીટ કરે તો તે થોડા સમય માટે જતું રહે છે પણ અમુક સમય બાદ ફરી તે પાછું આવી જાય છે." નકુલે દવેને સમજાવતાં કહ્યું.
" અચ્છા! એ ફોલ્ડર ખુલ્યું?" નકુલની વાતને સમજાતાં દવેએ નકુલને પૂછ્યું.
" ના સર પ્રયત્ન કરું છું, પણ ખુલી જશે ખુબજ હેવી સોફ્ટવેર ની મદદથી ફાઈલને સાચવવામાં આવી છે, ખોલવું મુશ્કેલ છે પણ ખુલી જશે." દવે ને જવાબ આપતાં નકુલ બોલ્યો.
" જો આ ફોલ્ડર ને સોફ્ટવેરની મદદથી સાચવવામાં આવ્યુ હોય તો શું આ ફોલ્ડરને નષ્ટ કરવાં માટે પાસવર્ડ તો જોઈતો હશે ને? નકુલની વાતને એ ધીરે-ધીરે સમજાતાં રાઘવે નકુલને પૂછ્યું.
" હા તમે એકદમ સાચું બોલ્યાં પાસવર્ડ વગર ફાઈલ નષ્ટ ન થઈ શકે એનાં માટે તમારી પાસે પાસવર્ડ હોવો જોઈએ." રાઘવ ની વાત સાથે સહમત થતાં નકુલ બોલ્યો. તેની વાત સાંભળી દવે અને રાઘવ એકબીજાની સામું જોવા લાગ્યાં.
" મતલબ કોઈ બીજું છે જે આદિત્ય ની બધી કરતુતો વિશે જાણે છે આ બધામાં જે તેની સાથે હતો." દવે બોલ્યો.
" પણ આદિત્યએ તેને એ વાત નહોતી જણાવી કે તેણે ફોલ્ડર ને સુરક્ષિત કરેલું છે મતલબ આદિત્યને તે વ્યક્તિ પર શક હતો." દવે ની વાત સાંભળી રાઘવ બોલ્યો બંનેને હવે ધીરે ધીરે સમજાતું હતું.
" સર ફાઇલ ખુલી ગઈ." નકુલે ફોલ્ડર ખોલતાં દવેને કહ્યું.
" શાબાશ નકુલ! શંભુ ચાર કપ ચા મંગાવ." દવે એ નકુલની પીઠ થપથપાવી કહ્યું અને શંભુ ને ચા મંગાવવા કહે છે. થોડી જ વારમાં ચાવાળો ચા લઈને આવે છે પછી ચારે ચા પીને ફોલ્ડર તપાસે છે. જેમાંથી તેમને ઘણાં બધાં ફોટાઓ, વિડિયો અને કરોડોની સંખ્યાના આંકડાઓ તથા ઘણાં બધાં ધંધા ઓની માહિતી મળે છે, દવે અને રાઘવ ધીરે ધીરે બધું જ તપાસે છે. જેમ જેમ તેઓ બધાં વિડીયો અને ફોટાઓ તપાસે છે તેમ તેમ તેમનાં ભવા સંકોચાતા જાય છે.
" દવે આ તો કામિનીના કોલેજની પ્રોફેસર સંધ્યા મિશ્રા છે." રાઘવ એ ફોટાઓ જોતાં કામિની ની કોલેજની પ્રોફેસર નો ફોટો જોતાં રાઘવે દવેને કહ્યું.
" આદિત્ય નાં કાળા ધંધા ની ભાગીદારી આ પણ છે." રાઘવ ની વાત સાંભળી દવે બોલ્યો. બન્ને વિડિયો તપાસવા લાગ્યાં જેમાં ઘણી છોકરીઓ નાં અશ્લીલ વિડિયો હતાં. મોટાભાગની બધી કામિની ની કોલેજની જ છોકરીઓ હતી, મતલબ કે સંધ્યાનો આમાં મોટો હાથ હતો વીડિયોમાં રેશ્મા અને જ્યોતિ નાં પણ વીડીયો હતાં.
" દવે આનો બેકઅપ લઇ લે." રાઘવે દવેને તે ફોલ્ડર કોપી કરવાનું જણાવ્યું. દવે નકુલને કહી તે બધી ફાઈલ હાર્ડ ડિસ્કમાં કોપી કરાવી તેની પાસે રાખે છે. પછી ચારેય ત્યાંથી નીકળે છે જ્યારે તેઓ બહાર નીકળે છે ત્યારે સાંજ ના સાત વાગી રહ્યા હોય છે બધી તપાસમાં ત્યારે સાંજ પડી ગઈ તેમને ખબર જ ના પડી.
" દવે બરાબર ની ભૂખ લાગી છે ચાલ પહેલા જમી લઈએ." રાઘવે બહાર નીકળતાં દવે ને કહ્યું. પછી ચારેય હોટલમાં જમી ને પોત પોતાનાં ઘરે જવા માટે નીકળે છે. રાઘવને હવે કાલનાં દિવસનો ઇંતેજાર હોય છે જ્યારે તેનાં જીવનમાં સૌથી મુશ્કેલ કેસ જે જીતવાથી તે ફક્ત એક ડગલું દૂર હતો. બીજા દિવસે સવારે ઊઠીને રાઘવ તૈયાર થઈને ઓફિસે જાય છે કેસને છેલ્લી વખત સ્ટડી કરવાં માટે. આજે ઘણાં બધાનાં ભાવિનો ફેંસલો થવાનો હતો ઘણાં બધાં કૌભાંડીઓ નો આજે પર્દાફાસ થવાનો હતો જેમણે તેમની ઐયાસી માટે નિર્દોષ અને માસુમ લોકો નાં જીવન સાથે રમત રમી હતી ઉપરાંત તેમનાં જીવ પણ લીધાં હતાં.
" હા બોલ દવે." રાઘવ કેસની ફાઈલો સ્ટડી કરતાં ફોન રિસીવ કરતાં બોલ્યો.
" તારા માટે એક વસ્તુ છે મારી પાસે." દવેએ રાઘવને ફોન પર માહિતી આપતાં કહ્યું.
" એવું તો શું છે?" દવેની વાતથી આશ્ચર્ય પામતાં રાઘવ બોલ્યો.
" એક કામ કર હું ત્યાં ઓફિસે આવીને બતાવું છું, મારે એમ પણ થોડું કામ છે તો એ બાજુ આવવાનું છે તો તારી ઓફિસે આવીને તને રૂબરૂ જ બતાવીશ." દવે એ રાઘવ ને કહ્યું અને ફોન મૂકી ફટાફટ રાઘવ ની ઓફીસ તરફ જવા માટે નીકળે છે, દવે રસ્તામાં તેનાં બે-ત્રણ કામ પતાવી રાઘવની ઓફિસે જાય છે.




To be continued............


મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો

Mo:-7405647805

આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.

Rate & Review

Dilip Malaviya

Dilip Malaviya 3 months ago

Asha Dave

Asha Dave 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Bharti

Bharti 2 years ago

Viral

Viral 2 years ago