Chakravyuh - The Dark Side of Crime (Part-26) in Gujarati Detective stories by Kalpesh Prajapati KP books and stories PDF | ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-26)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-26)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-26)


" અરે રાઘવ!" રાઘવને આવતાં જોઈ તમે બોલ્યો.
" દવે એક વાત પૂછવી હતી તને." રાઘવે દવેની સામે ની ખુરશી પર બેસતાં દવેને કહ્યું.
" હા બોલ શું પુછવું છે તારે?" રાઘવ ની વાત સાંભળી દવે બોલ્યો.
" વિનયની બહેનને કોઇ 2 વર્ષ પહેલાં અપહરણ કરીને લઇ ગયું હતું અને એનો કોઇજ અતોપતો નથી તને ખ્યાલ છે એ વાત નો?" રાઘવ ની વાત સાંભળી દવે થોડું વિચારીને એક કોન્સ્ટેબલ પાસે એક ફાઈલ મંગાવે છે.
" હા યાર તેની 10 વર્ષ ની બહેન પુજા ને કોઈ ઉઠાવી ગયું હતું પણ તેનું શું થયું કંઈ જ ખબર નથી અમે 6 મહિના સુધી તેને શોધી પણ તેની કોઈ જ માહિતી નહોતી, અમારી પાસે બીજા કેસ પેન્ડિંગ હોવાથી છેલ્લે એ કેસ સાઈડ માં મૂકી દીધો હતો." દવેએ ફાઈલ ખોલી ચેક કરી રાઘવને બતાવતાં કહ્યું. ફાઇલમાં વિનય ની બહેન નો ફોટો જોતાં જ રાઘવને કંઈક યાદ આવે છે.
" ઠીક છે દવે થેન્ક્સ, ચલ ત્યારે પછી મળીએ." રાઘવે ત્યાંથી ઊભાં થતાં દવે ને કહ્યું અને તેનું બાઈક લઈ ફટાફટ તેની ઓફિસે જાય છે અને આદિત્યના કોમ્પ્યુટર માંથી મળેલ વીડિયો અને ફોટા ચેક કરી વિનયને મળવાં માટે જાય છે.
" વિનય ક્યાં છે?" રાઘવે વિનયને ફોન કરતાં પૂછ્યું.
" બસ અહીંયાં કોલેજના ગ્રાઉન્ડમાં ફ્રેન્ડ્સ સાથે બેસ્યો છું." વિનયે રાઘવને જવાબ આપતાં કહ્યું. ફોન મૂકી રાઘવ ફટાફટ કોલેજમાં પહોંચી જાય છે વિનય તેનાં મિત્રો સાથે બેસ્યો હોય છે.
" વિનય." વિનય બેસ્યો હોય છે ત્યાં નજીક જઈ રાઘવે વિનય ને બોલાવતાં કહ્યું.
" રાઘવ સર બોલો શું કામ હતું?" રાઘવ ની સામે જોઈ વિનય બોલ્યો.
" મારે તારી સાથે એકાંતમાં વાત કરવી છે." રાઘવે વિનયને સામે પડેલ બાંકડા તરફ જવાનો ઈશારો કરતાં કહ્યું. વિનય રાઘવ ની વાત સાંભળી તેની સાથે સામેના બાંકડા પર જઈને બેસે છે.
" બોલો સર હવે શું વાત કરવી હતી તમારે?"
" તારી કોઈ બહેન છે?" રાઘવે વિનયને સવાલ કર્યો જે સાંભળી વિનય નાં ચહેરા પરની રોનક ઉડી ગઈ અને તેનાં ચહેરાની રેખાઓ તંગ થઇ.
" ના." વિનયે ટૂંકમાં જવાબ આપ્યો.
" મારે સત્ય સાંભળવું છે વિનય." રાઘવે વિનયને પોતાની તરફ ફેરવતાં કહ્યું.
" શું સાંભળવું છે તમારે?" ગુસ્સામાં આવી વિનયે રાઘવ ને પુછ્યું.
" એજ કે તે આ બધું કેમ કર્યું?" રાઘવે વિનયને સીધો જ સવાલ કર્યો જે સાંભળી વિનય આશ્ચર્યચકિત થઇ ગયો.
" મેં શું કર્યું છે?" રાઘવની વાતને ન સમજવાનો ડોળ કરતાં વિનય બોલ્યો.
" આમ અજાણ બનવાની કોશિશ ના કર વિનય મને બધી જ ખબર પડી ગઈ છે." વિનયની વાત સાંભળી રાઘવે વિનય ને કહ્યું.
" શેની ખબર રાઘવ સર?"
" એ જ કે આ બધો ખેલ તારો હતો." રાઘવે વિનયને પૂજા નો ફોટો બતાવતાં કહ્યું.
" અચ્છા! તો બોલો મેં શું કર્યું છે? હું પણ સાંભળ્યું કે તમે શું જાણો છો?" પૂજા નો ફોટો જોઈ વિનયે રાઘવ ને કહ્યું.
" કામિની નું મર્ડર થવું એમાં તારું ફસાવવું, તારો મિત્ર તારા પપ્પાને લઈને મારી પાસે આવ્યો, પછી પોલીસ દ્વારા વધારે માર ખાઈ દવાખાનામાં જવું ત્યારબાદ જ્યોતિ અને રેશ્મા નું મર્ડર થવું તારા વિરુદ્ધ વધારે પુરાવા મળવાં જેથી હું વધારે તપાસ કરું, જેમાં આદિત્યનું પકડાવું તેનું ઘાયલ થવું ત્યારબાદ તેનું મર્ડર થવું, કોમ્પ્યુટર સાથે છેડછાડ કરી પુરાવા દ્વારા ગુનેગારો પકડાવવા અંતે સંધ્યા દ્વારા કામિની નું મર્ડર થતું વિડિયો મોકલી તારું છૂટી જવું બધો જ તારી ચાલ નો હિસ્સો હતો." રાઘવે એકીશ્વાસે વિનયને કહી સંભળાવ્યું જે સાંભળી વિનય થોડી વાર એમ જ બેસી રહે છે. " અને આ બધું તે કેમ કર્યું એ પણ મને ખબર છે તે તારી નાની બહેન નો બદલો લેવા આ બધું કર્યું હતું." રાઘવે વિનય ની નજરો માં નજર મિલાવતા કહ્યું રાઘવ ની આ વાત સાંભળી વિનય અંતે મૌન તોડતાં બોલ્યો.
" હા હા, મેં આ બધું મારી બહેન નો બદલો લેવા માટે કર્યું હતું, તમે જે કંઈ પણ કહ્યું એ બધું સત્ય છે." રાઘવને કહીં વિનય રડવા લાગ્યો.
" તને કેવી રીતે ખબર કે આદિત્યએ જ તારી બહેનનું અપહરણ કર્યું હતું." વિનયને થોડીવાર રડવા દીધાં પછી રાઘવે વિનયને પૂછ્યું.
" મારી બહેન ગુમ થઈ ગઈ પછી અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પોલીસે ઘણી તપાસ કરી પણ મારી બહેન ના મળી, હું અને મારા મિત્રો બધે જ ફરી વળ્યાં પણ મારી બહેનનો કોઈ જ પત્તો નહોતો અમે એકવાર તપાસ કરતાં એક અવાવરૂ જગ્યા પર પહોંચ્યા, ત્યાં એક કોથળો પડ્યો હતો જેમાંથી વાસ આવી રહી હતી અમે ત્યાં જઈ જોયું તો એક લાશ હતી અને તે લાશ મારી બહેન ની હતી." વિનયે રાઘવને કહ્યું અને રડવા લાગ્યો.
" તારા મમ્મી પપ્પાને નથી ખબર આ વાતની?" વિનયની વાત સાંભળી રાઘવે વિનયને પુછ્યું.
" ના મેં અને મારાં મિત્રોએ તેની લાશના અંતિમ સંસ્કાર કરી દીધાં અને મારા મમ્મી-પપ્પાને આ વાત નથી જણાવી." રાધાની વાતનો જવાબ આપતાં વિનય બોલ્યો
" તને કેવી રીતે ખબર પડી કે આ બધું આદિત્ય એ જ કર્યું છે?"
" મેં મારી બહેન સાથે બનેલ ઘટના પછી ઘણી તપાસ કરી ત્યારે મને જાણવાં મળ્યું કે આ બધો ખેલ આદિત્ય અને સંધ્યા નો છે, પછી તેમની વધુ તપાસ કરવાથી ખબર પડી કે આની પાછળ ઘણાં બધાં મોટા માથાં છે." વિનયે રાઘવની વાતનો જવાબ આપતાં કહ્યું.
" એટલે તે આ બધું કર્યું?"
" હા પણ મારા બધાં દાવ સીધાં નહતાં પડ્યાં, મારાં ઘણાં દાવ ઉલ્ટા પડ્યાં."
" ક્યાં દાવ ઉલ્ટા પડ્યાં?" વિનય ની વાત સાંભળી રાઘવે વિનયને પૂછ્યું.
" મારો પહેલો દાવ જ ઉલ્ટો પડ્યો જેમાં મારી જીવથી પણ વ્હાલી કામિનીને મારે ગુમાવવી પડી, હું કામિની દ્વારા જ્યોતિ ને તે લોકોની વિરુદ્ધ ઉકસાવવા માંગતો હતો અને એટલાં માટે જ હું કામિનીને મળવાં માટે ગયો હતો, પણ આદિત્ય એ મને સંમોહિત કરી મારો પ્લાન બગાડી દીધો જેનાં બદલામાં મારે કામિનીને ગુમાવવી પડી. જ્યોતિનું મર્ડર થાય એમાં હું ફસાવવા માંગતો હતો પણ કામિનીના મર્ડર માં ફસાઈ ગયો અને આગળ તો તમે જાણો જ છો જે બન્યું એ. હાં મેંજ આદિત્ય નું મર્ડર કરાવ્યું હતું જેથી મુખ્ય આરોપી પકડાઈ જાય પણ હજુ સુધી એ મુખ્ય આરોપી પકડાયો નથી જેણે આ બધું કર્યું છે." વિનયે રાઘવને પોતાનાં તમામ પ્લાન વિશે વિસ્તારમાં કહ્યું.
" મતલબ શું કહેવા માંગે છે તું?" વિનય ની વાત સાંભળી આશ્ચર્ય પામેલા રાઘવે વિનય ને પૂછ્યું.
" મતલબ એ જ કે આ બધાં તો એક પ્યાદાં છે મુખ્ય સૂત્રધાર તો કોઈ બીજો જ છે જે આ બધું કરી રહ્યો છે હું તેનાં સુધી પહોંચવા માગું છું."
" તો સંધ્યા, આદિત્ય બધાં મોહરા છે અસલી ગુનેગાર કોઈ બીજું જ છે?" વિનય ની વાત સાંભળી રાઘવ બોલ્યો.
" હા, કદાચ સંધ્યા તે વિશે જાણે છે." રાઘવની વાત સાંભળી વિનય બોલ્યો.
" તો પછી હમણાં જ જેલ માં જઈ તેને પૂછ્યું કે આ બધાંની પાછળ કોણ છે." રાઘવે ફટાફટ ઊભાં થતાં વિનયને કહ્યું એટલામાં તેના ફોનની રીંગ વાગી ફોન દવેનો હતો.
" હા બોલ દવે." રાઘવે ફોન રિસીવ કરતાં દવેને કહ્યું.
" રાઘવ સંધ્યા એ આત્મહત્યા કરી લીધી." દવે એ રાઘવ ને સમાચાર આપતાં કહ્યું.
" કેવી રીતે દવે?" દવે ની વાત સાંભળી રાઘવે પૂછ્યું.
" એણે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે."
" પણ શું કરવા? અને તેની પાસે ઝેર આવ્યું ક્યાંથી?" દવેની વાત સાંભળી રાઘવે દવે ને આશ્ચર્યચકિત થતાં પૂછ્યું.
" એ તો કદાચ સમાજની બદનામીથી બચવા માટે કર્યું હશે તેણે આવું, પણ તેની ઝેર પાસે ક્યાંથી આવ્યું એ તો મને નથી ખબર." દવેએ રાઘવ ને કહી ફોન મૂકી દીધો.
" તારી વાત બિલકુલ સાચી છે વિનય આ બધાંની પાછળ બીજું જ કોઈ છે." દવે સાથે વાતચીત કર્યા પછી ફોન મુકતાં રાઘવે વિનયને કહ્યું.
" શું થયું રાઘવ સર? અને તમે શું બોલો છો?"
" વિનય સંધ્યા એ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે, તને લાગે છે કે તેણે આત્મહત્યા કરી છે?"
" ના સર મને નથી લાગતું, પણ હવે શું કરીશું સર?" રાઘવ ની વાત સાંભળી વિનયે પૂછ્યું.
" હાલ તો કંઈ જ આઈડિયા નથી, મારે ફટાફટ પોલીસ સ્ટેશન જવું જોઈએ." રાઘવે ઊભાં થતાં વિનયને કહ્યું અને તે સમય બગાડ્યા વગર તરત પોલીસ સ્ટેશન તરફ જવા માટે નીકળે છે.
To be continued............

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.


Rate & Review

Asha Dave

Asha Dave 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 12 months ago

Parash Dhulia

Parash Dhulia 1 year ago

Rima Patel

Rima Patel 1 year ago

Deboshree Majumdar