Rakshash - 17 books and stories free download online pdf in Gujarati

રાક્ષશ - 17

દ્રશ્ય ૧૭ -
" સમીર મારી જાન તું અહીંયા શું કરે છે. અને તે મને શોધી કેવી રીતે."
" જાનવી હું તને શોધવા નીકળ્યો પછી મયંક ની ગર્લફ્રેન્ડ એકસીડન્ટ ની જગ્યા પર છે તેની જાણ થતાં અમે એની મદદ માટે અહી આવ્યા ને સંજોગ વશ મને તું મળી ગઈ...તને ઘડી વાર જોવાદે મારા મનને શાંતિ થાય."
" સમીર તમારી પ્રેમ ની વાતો કરવાનો સમય નથી. ગણી એવી સમસ્યા છે જે આપડી સામે ઉભી છે તો જરા એની પર ધ્યાન આપો."
" જાનવી તારા માથા પર શું વાગ્યું છે. મને કે કોને તારી સાથે આવું કર્યું હારીકા તું કઈ સમસ્યા ની વાત કરે છે.."
" સમીર આ વ્યક્તિ જે અમારી સાથે છે તેને જાનવી પર હમલો કર્યો હતો અને તે જ મોટી સમસ્યા છે."
" શું જાનવી પ્રાચી સાચું બોલે છે.... મારી જાનવી ને હાથ અડાડ્યો તારી હિંમત કેવી રીતે થયી.....તને તો હું બ્રિજ ની નીચે નદી ની ખીણ માં નાખીશ."
" સમીર છોડીદે આ વ્યક્તિ તે રાક્ષસ વિશે ઘણું બધું જાણે છે તેની મદદ થી આપડે તેને મારી શકીશું."
" સમીર મે એને ઘણો માર્યો છે તારે કઈ કરવાની જરૂર નથી હું તેને સાંભળી લયીસ તું જાનવી નું ધ્યાન રાખ."
" પણ હું તેને કેવી રીતે છોડી દઉં તેને મારી જાનવી ને હાથ કેવી રીતે લગાડ્યો...એ પોતાને સમજે છે શું."
" સમીર ગણી એવી વાતો છે જે તું નથી જાણતો માટે મેહરબાની કરી ને આને જવાદે."
" જાનવી તું આ વ્યક્તિ ને કેવી રીતે બચાવી શકે હું તારાથી નારાજ છું તું રિસોર્ટ ની બહાર કેમ આવી હતી...."
" સમીર હું તને એકલો જંગલ માં કેવી રીતે મૂકી શકું અને તારા પાછળ આવતા હું ખોવાઈ જયીસ એની મને ખબર ન હતી."
" સમીર સર અંધારું થવા આવ્યું છે તો તમે જાનવી મેડમ ને લઈ ને રિસોર્ટ એ જઇ શકો છો હું મારી ગર્લફ્રેન્ડ ને શોધી ને પછી આવું છું."
" ના સમીર ની સાથે તું મને શોધવા આવ્યો તો આપડે સાથે મળી ને તારી ગર્લફ્રેન્ડ ને શોધી ને પાછા જશું."
" જાનવી મેડમ તમારી તબિયત સારી નથી ને તમે ક્યાં ફરી થી જંગલ માં હેરાન થવા આવો છો."
" સમીર ને જોયા પછી મને સારું લાગે છે. હું તારી મદદ કરવા માગું છું."
" જાનવી તું અને સમીર અહીંયા ઊભા રહીને અમારી રાહ જોવો હું અને પ્રાચી મયંક ની મદદ કરી એ છીએ...મયંક તારી ગર્લફ્રેન્ડ નું નામ શું છે."
" મારી ગર્લફ્રેન્ડ નું નામ હું કહી નઈ શકું."
" કેમ એવું શું કારણ છે કે તું તારી ગર્લફ્રેન્ડ નું નામ ના કહી શકે."
" એને મને ના પાડી છે અમારા સબંધ વિશે કોય ને ખબર ના પડવી જોઈ એ નઈ તો એનો પરિવાર એમને અલગ કરી દેશે."
" મયંક તારી ગર્લફ્રેન્ડ ના વિશે જાણી ને અમે કોય ને નઈ કહીએ અને તું નામ નઈ કે તો કયા નામ ની બૂમો પડીએ....મયંક ની ગર્લફ્રેન્ડ કહી ને બૂમો પાડવું મુશ્કેલ છે. અને એવું તે શું ડરવાનું....સમય અને સંજોગ જોઈને તું નામ કહી શકે છે."
" હારીકા મેડમ તમે તેને જાણો છો...પાયલ...પાયલ પટેલ..."
" પાયલ પટેલ.... પટેલ બેન ની દીકરી. સાચે એ તારી ગલફ્રેન્ડ છે...શું વાત કહી તે પટેલ બેન નો ચેહરો તો જોવા જેવો હસે જ્યારે એમને આ ન્યૂઝ મળશે."
" હારીકા શું બોલે છે. તું તારું મોઢું બંદ રાખ જે...કોય ને આ વિશે કેહતી નઈ. તને મારા સમ છે."
" જાનવી શું તું જાણે છે એ કાયમ તારા વિશે વાતો ફેલાવતા હોય છે. આમ હું એમને કેવી રીતે છોડૂ."
" બસ કર આ સમય કોય ની સાથે વેર કરવાનો નથી કે અને તું કઈ પણ નઈ કરે મયંક તું ચિંતા ના કરીશ તારી સિક્રેટ અમારી સાથે સેફ છે..."
" જાનવી મેડમ હારીકા મેડમ ને સમજવવા તમારો આભાર."
" રાત થવા આવી છે આપડા માટે અહી રોકાવું સુરક્ષિત નથી તો જલદી થી પાયલ ને શોધી ને રિસોર્ટ પાછા વળીએ."
" પ્રાચી ની વાત સાચી છે....સમય બગાડવા માં આપડું નુકશાન છે."
મયંક પ્રાચી અને હારી કા પાયલ ને શોધવા જાય છે. મનું ને એક ઝાડ સાથે હાથ અને પગ થી બાંધી ને બેસાડી બાજુ માં જાનવી અને સમીર પ્રેમ ભરી વાતો કરે છે.
" ઘણા સમય પછી બંને મળ્યા છે તો એમને શાંતિ થી પ્રેમ ની વાતો કરવાનો સમય મળી ગયો."
" માત્ર બે દિવસ થયા છે.....એટલા માં શું લાંબો સમય થયો."
" હારીકા મેડમ તમને તે નઈ સમજાય...."
" હા મારી સમજ ની બહાર ની વાત છે....તો પાયલ ના માતા પિતા થી તને કઈ ખાસ જાણકારી મળી હતી તે ક્યાં હતી શું થયું હતું."
" ના હું કઈ ખાસ જાણી નથી શક્યો પણ એના નાના ભાઈ ની વાતો થી એવું લાગ્યું કે બીક ના કારણે તે લોકો તેને ગાડી માં એકલી મૂકી ને ભાગી આવ્યા હતા."