Highway Robbery - 30 in Gujarati Novel Episodes by Pankaj Jani books and stories PDF | હાઇવે રોબરી - 30

હાઇવે રોબરી - 30

હાઇવે રોબરી 30
રાઠોડ સાહેબે બઘી જ ગાડીઓને જપ્ત કરાવી. ઘણાની પાસે ગેરકાયદેસર હથિયાર મળ્યા. એ બધા જપ્ત કરવામાં આવ્યા. રાઠોડ સાહેબે બધી ગાડીઓ ચેક કરી. એમને ડાઉટ હતો કે આંગડીયા લૂંટ કેસનો કોઈ આરોપી કે તેની કોઈ વિગત કે કોઈ મુદ્દો મળશે. પણ એમને કશું ના મળ્યું. નાથુસિંહને ડર હતો કે જવાનસિંહ રાઠોડ સાહેબને મળશે તો પોતાને તકલીફ થશે. પણ એના આશ્ચર્ય વચ્ચે એની ગાડી માંથી જવાનસિંહ ના મળ્યો. એક રીતે તેને હાશ થઈ પણ એને એના ડ્રાયવર પર ભયંકર ગુસ્સો આવ્યો. નાથુસિંહની આખી ટીમે જવાનસિંહ બાબતમાં મૌન ધારણ કરી લીધું.
લોકલ પોલીસના હદનો મામલો હતો એટલે બધાને લોકલ પોલીસે કસ્ટડીમાં લઈ ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં એરેસ્ટ કર્યા. આખો કેસ લોકલ પોલીસને સોંપી દેવામાં આવ્યો. નાથુસિંહનો કેસ બનાવી તેના કાગળોની કોપી રાઠોડ સાહેબે પોતાને મોકલવાનો આદેશ કર્યો...
***************************

જવાનસિંહ નાથુસિંહને છોડી આડા રસ્તા પર ડાબી બાજુ વળી ગયો. એના માથામાં ભયંકર દુઃખાવો થતો હતો. એને લાગતું હતું કે જેમ બને એમ જલ્દી અહીંથી નીકળી જવું જરૂરી હતું. નહિ તો પોલીસના હાથે એ જરૂર પકડાશે. એ રસ્તાની ડાબી બાજુ વળી ગયો. અને થોડો આગળ જઇ એક ઝાડ પાછળ થોડી વાર છુપાઈ ગયો. એ વિચારતો હતો કે કઈ બાજુ જવું ? એને સમજ આવતું ન હતું કે પોતાને પકડનાર કોણ હતા ? અને એ લોકો એ ખન્ડેર મંદિરમાં પોતાને શોધ્યો કેવી રીતે ?
થોડીવાર પછી એણે રેલવે ટ્રેનનો અવાજ સાંભળ્યો. અવાજ પોતે જયાંથી આવ્યોએ બાજુથી આવતો હતો. ભાગવા માટે ટ્રેન એ એક જ સારો રસ્તો હતો. કેમકે રોડ બધા બ્લોક હશે જ. એટલે રોડ માર્ગે ભાગવું અઘરું હતું. અને આ એરિયામાં છુપાઈ રહેવું હવે અશક્ય હતું. રેલવે માર્ગે પણ પોલીસ બંદોબસ્તતો હશે જ. પણ ત્યાંથી ભાગવાનું થોડું સરળ હતું. આખરે એણે નક્કી કર્યું કે એ રેલવે સ્ટેશન તરફનો રસ્તો પસંદ કરશે. અને એ માર્ગે એ ભાગી જશે...
પણ પોતે જે રસ્તે આવ્યો એ રસ્તે હવે જવું નથી. એના કરતાં આ રસ્તો ક્રોસ કરી સામે જતો રહું. અને પોતે જે રસ્તે આવ્યો હતો એ રસ્તાને બાજુ પર રાખી થોડું ચક્કર મારી રેલવે સ્ટેશન તરફ જવું.
એ ઉભો થયો. બન્ને તરફ ધ્યાન થી જોયું. કોઈ ચિંતા કરવા જેવું ન હતું. એણે રસ્તો ક્રોસ કર્યો. હજુ એ રસ્તાની સામેની સાઈડ પહોંચ્યો હતો અને એના માથામાં ભયંકર દુઃખાવો થયો. એક પળ એને ચક્કર આવી ગયા. એના પગ લથડયા. એના માથામાં થયેલી ઇજા કદાચ ભયંકર હતી. અને એ રસ્તાની કિનારી તરફથી રસ્તાના મધ્ય ભાગ તરફ ફંગોળાયો. એની આંખો પર કોઈ વાહનની હેડલાઈટનું અજવાળું પડ્યું. એની આંખો એક પળ માટે બંધ થઈ ગઈ. હેવી ટ્રકનો ડ્રાયવર પણ એક પળ મૂંઝાયો. એને એ ના સમજાયું કે છેક કિનારી પર પહોંચેલો એ માણસ અચાનક પાછો રોડ પર કેમ આવ્યો. એણે હાર્ડ બ્રેકિંગ કર્યું...
ભારે અવાજ કરતી એ ટ્રક ઉભી રહી. પણ એ બ્રેક મારવામાં થોડો મોડો પડ્યો હતો. રોડ ઉપરના માણસ જોડે ટ્રક ભયંકર વેગથી ટકરાઈ હતી. એ માણસ એ ટક્કર થી ઉછાળ્યો અને એટલી જ વેગથી એ હવામાં સાત આઠ ફૂટ ઊંચે ઉછળ્યો અને દસ બાર ફૂટ દૂર જઇ રોડ પર પટકાયો અને પાંચ સાત ફૂટ ઘસાડાઈને પડ્યો. ટ્રક ઉભી રહી ગઈ. અને ટ્રકની હેડલાઈટમાં એ માણસ દૂર રોડ પર પડ્યો હતો.

**************************

રાઠોડ સાહેબનું આખી ગેંગને ચકાસવાનું કામ પૂરું થયું હતું. અને એક ભયંકર અવાજ આવ્યો. જાણે કોઈ વાહન તીવ્ર ગતિમાં હોય અને અચાનક બ્રેકિંગ કરી ઉભું રહ્યું હોય. રાઠોડે લોકલ પોલીસના બે કોન્સ્ટેબલને મોકલ્યા અને એમાંથી એક કોન્સ્ટેબલ મીનીટો માં જ પાછો આવ્યો....
' સર,એક ટ્રક સાથે કોઈ માણસ ટકરાયો છે. '
રાઠોડ સાહેબને ખબર હતી કે પોતે જેમને શોધે છે એ બે ફરાર મુજરીમ આ એરિયામાં જ છે. અહીંનું કામ પૂરું થયું હતું. એ પટેલને લઈને એક્સિડન્ટ સાઈટ તરફ ચાલ્યા.
ટ્રકનો ડ્રાયવર પણ ટ્રકને સાઈડમાં ઉભી રાખી આવી ગયો હતો.
' પટેલ, ચેક કરો. આપણો માણસ તો નથી ને ? '
કોન્સ્ટેબલે ટોર્ચ ચાલુ કરી અને પટેલે એ માણસ ને ચેક કર્યો. માથા માંથી બ્લીડિન્ગ ખૂબ થતું હતું. ટ્રકનો ડ્રાયવર ફર્સ્ટ એઇડની કિટ લઈને આવ્યો હતો. હજુ એ માણસના શ્વાસ ચાલતા હતા..
' સર, કોલ એમ્બ્યુલન્સ.. જીવે છે. બ્લીડિન્ગ ખૂબ છે. પણ આપણા કામનો હોય એવું લાગે છે. '
રાઠોડ સાહેબે એમ્બ્યુલન્સને કોલ કર્યો. પટેલે ત્યાં સુધી એ માણસને ફર્સ્ટ એઇડ કીટની મદદથી લોહી બંધ કરવાની કોશિશ કરી. પટેલે એના ચહેરા પરથી લોહી સાફ કર્યું અને જોયું...
' સર, જવાનસિંહ છે.. '
લૂંટનો ચોથો આરોપી પોલીસના હાથમાં હતો. હવે એક જ ફરાર હતો....

***************************

એમ્બ્યુલન્સને આવતા લગભગ 35 મિનિટ જેવું થયું. એની 25 મિનિટમાં જવાનસિંહ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હતો. ડોક્ટરને રાઠોડ સાહેબે પહેલાં જ ફોન કર્યો હતો એટલે બધી તૈયારી થઈ ગઈ હતી. રાઠોડ સાહેબે બે કોન્સ્ટેબલને જવાનસિંહના ઘરે મોકલી આપ્યા.
બે કલાક પછી જવાનસિંહને ઓપરેશન થિયેટર માંથી બહાર લાવ્યા. ઓક્સિજન અને એન્ટીબાયોટિક બોટલો સાથે બહાર લાવવામાં આવ્યો.
સવિતા બે બાળકોની આંગળી પકડી આંખમાં આંસુ સાથે બહાર ઉભી હતી. આખરે એ એનો પતિ હતો. સવિતાને જે વાતનો ડર હતો એના કરતાં આ અનેકઘણી મોટી સમસ્યા હતી.. એને કંઈ સમજાતું ન હતું. આટલા બધા પોલીસો, ઘરે પોલીસે પાડેલી રેડ, મળી આવેલા રૂપિયા, પોલીસે પૂછેલા પ્રશ્નોથી આમ પણ એ વ્યથિત હતી. એમાં જો આમને કંઈ થઈ જાય તો. ? એનું ભોળું મન ફફડી ઉઠ્યું...
પટેલ સવિતાને જોઈ રહ્યા. પોલીસ ખાતાનો એ કોમળ હદયનો ઓફિસર આંસુ સારતી સ્ત્રી અને બે માસૂમ બાળકોને જોઈ પીગળી રહ્યો. શું વીતશે આ સ્ત્રી ઉપર ? શું હશે આ બાળકોનું ભવિષ્ય ?
એમનું મન સવાલ પૂછતું હતું. શા માટે માણસ ગુન્હો કરે છે ? શા માટે કાયદો હાથમાં લે છે ?
આંખમાં રોકી રાખેલા આંસુ લઈ એ ઓફિસર બહાર ચાલી ગયો. રાઠોડ સાહેબ એને જતો જોઈ રહ્યા...

****************************

ગાડી એ ગતિ પકડી લીધી હતી. વસંત દોડ્યો. જીવ પર આવીને દોડ્યો. એને શ્વાસ ચડતો હતો. આખરે એણે ગાડીના છેલ્લા ડબ્બાના દરવાજાનું હેન્ડલ પકડ્યું. એને એવું લાગ્યું કે એ પડી જશે. પણ એણે ભગવાનનું નામ લઈ પોતાની જાતને ઉંચી કરી અને ડબ્બાના પગથિયાં પર પગ મુકવાની કોશિશ કરી. હાશ.. એ ડબ્બાના દરવાજામાં હતો. એનો શ્વાસ ફુલતો હતો. એ દરવાજામાં બેસી ગયો. ગાડીની ગતિ વધતી જતી હતી.
ગાડી દૂર જઇ રહી હતી. રાધાથી દુર... નંદિનીથી દુર... એની જીદંગીથી દુર... ખોળિયું જઇ રહ્યું હતું... આત્મા તો પાછળ છૂટી ગયો હતો....

(ક્રમશ:)
22 જૂન 2020Rate & Review

bhavna

bhavna 5 months ago

Mahesh.b.dungrani

Mahesh.b.dungrani 5 months ago

Vishwa

Vishwa 5 months ago

Pradyumn

Pradyumn 8 months ago

Din

Din 8 months ago