Laghu Kathao - 22 in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 22 - The Tales Of Mystries... - 3

લઘુ કથાઓ - 22 - The Tales Of Mystries... - 3

સ્ટોરી 1
"ધ બોડી ઇન કેનાલ"
ફાઇનલ ચેપટર -A : ધ સિક્રેટ રિવિલ્સ

બીજો દિવસ:

ન્યુ યોર્ક સવારે 11 વાગ્યે:

ન્યુ યોર્ક સીટી બેન્ક, પાસપોર્ટ ઓફીસ અને એ યુવતી જે કોલેજ માં ભણતી હતી એ " એડવર્ડ કોલેજ" માંથી એક સરખી માહિતી મળી અને એ કે એ યુવતી નું નામ છે લિન્ડા માર્ક્સ.

એ સાયન્સ ની સ્ટુડન્ટ હતી અને "થિયરી ઓફ ક્લેક્ટિવ કોનશીયસનેસ " સબ્જેક્ટ ઉપર રિસર્ચ કરી રહી હતી. સોશિયલ નેટવર્ક પર થી એના ફ્રેન્ડ્સ ની લિસ્ટ મળી જેમાં થી જાણકારી મળી કે સ્મિથ એટનબર્ગ નામ નો યુરોપિયન સ્ટુડન્ટ એનો પ્રેમી હતો.

એનો નામ નમ્બર અને બીજી ડિટેલ ન્યુ યોર્ક પોલીસ એ પોતાની સિસ્ટમ, અને સોશિયલ સાઈટ્સ પર થી કાઢી લીધી. અને 3 કલાક ની અંદર એને ઝબ્બે કર્યો .

અને શરૂ થઈ કડક પૂછ પરછ . ટૂંકી પણ કડક અને સટિક પૂછપરછ પછી જાણવા મળ્યું કે જે બે દિવસ પહેલા (હત્યા ના આગલા દિવસે) સાંજે 7 વાગ્યે એ લોકો "KFC બર્ગર કોર્નર" માં મળ્યા હતા અને ત્યાં કલાક એ બેસી નાસ્તો કરી ને બહાર ફરવા નીકળ્યા હતા.

કલાક એક ફર્યા બાદ એ લોકો રાત્રે 10 વાગ્યે છુટા પડ્યા હતા. પણ એ દરમિયાન સતત કોઈક નો ફોન લિન્ડા ને આવતો રહેતો હતો પણ એ ફોન સાયલન્ટ પર કરી દેતી હતી.

10 વાગ્યે હેમીનગટન સ્ટ્રીટ થી એને ટેક્ષી લીધી અને જતો રહ્યો.

ફ્રેન્કવુડ કાઈ કહે એ પહેલા એના એસોસિયેટ ઓફિસર એ ટેક્ષી યુનિયન ઓફીસ માં કોલ કરી ને બે દિવસ પહેલા હેમિંગટન સ્ટ્રીટ થી આ છોકરા ને કોને રિસીસવ કર્યો એ પૂછવા એના ફોન પર થી સ્મિથ નો ફોટો મોકલ્યો . બીજી 20 મિનિટ માં ખાતરી થઈ ગઈ કે એ 10 વાગ્યે નીકળી ગયો હતો અને એજ દરમીયાન સ્મિથ અને લિન્ડા ના કોલ રેકોર્ડસ અને ફોન લોકેશન ની પણ માહિતી મળી ગઈ.

માહિતી મુજબ લિન્ડા હત્યા ના સમયે ( વહેલી સવારે ) એ નાળા વિસ્તાર પાસે હતી અને સ્મિથ પોતાના ઘરે. અને હેમીંગટન સ્ટ્રીટ થી નાળા વિસ્તાર વચ્ચે એનો લોકેશન "ટેગનેટ બાર" અને એના પછી " હયાત હોટેલ" હતો. હયાત થી 4 ની આસપાસ મોબાઈલ નાળા વિસ્તાર પાસે ગયો જેમાં 40 મિનિટ જેવો સમય થયો પછી થી ત્યાન્જ રહ્યો. જે નંબર પર થી સતત કોલ આવતા હતા એ નંબર ને ટ્રેસ માં નાખી દીધો હતો.

ફ્રેન્કવુડ ને મગજ માં ચમકારો થયો કે તો ફોન ગયો કયા. એ ડોકટર પાસે થી સીધો નાળા વિસ્તાર પાસે આવ્યો હતો અને ફરી થી આખો વિસ્તાર જોયો હતો પણ કશુંજ નહોતું મળ્યું.

એ દરમિયાન " લોટસ ગાયનેક હોસ્પિટલ" માંથી ઇન્ફોર્મેશન આવી કે આ છોકરી આ બે મહિના ની પ્રેગ્નન્સી દરમિયાન જે વ્યક્તિ સાથે આવી હતી એ સ્મિથ નહોતો. બીજો કોઈ વ્યક્તિ હતો . અને ઉંમર માં થોડો મોટો હતો.

ફ્રેન્કવુડ ની વિચારવા ની ગતિ અહીં થી ધીમી પડી ગઈ. હવે એક એવી વ્યક્તિ ને ગોતવા ની હતી જેના વિશે એ લોકો કાઈજ નથી જાણતા. તેમ છતા cctv ફૂટેજ માંથી એ પુરુષ ની જાણકારી મેળવવા મથી પડ્યા. એને ટેનગનેટ બાર માં થી એ છોકરી સાથે ના પુરુષ ની જાણકારી મેળવવા પોતાના માણસો લગાવી દીધા. કોન્ક્રીટ કનફરમેશન માટે સ્મિથ ના સિમેન સેમ્પલ્સ ફોરેન્સિક મોકલવા માં આવે એવા આદેશ પણ આપ્યા.

આ તમામ જાણકારી હરિદ્વાર બેઠા ગુરુજી નારાયણ ત્રિવેદી ને પહોચતી હતી.

એક પુરુષ પોતાના ફોન પર થી મેસેજ દ્વારા જાણકારી આપી દીધી હતી.

હરિદ્વાર માં રાત્રે 8:00 વાગ્યે ગુરુજી નો ફોન બલિન્ક થયો. એમણે ફોન ની સ્ક્રિન તરફ જોયું, મેસેજ માં લખ્યું હતું,
" વી આર મુવિંગ ટુવર્ડ્સ ન્યુ એવીડન્સ.. વિલ ગીવ અપડેટ્સ.. વ્હોટ અબાઉટ ધેર?"

" ધ સેમ થિંગ હેપન્સ હિયર. ન્યુ અરાઈવલ ઇસ હિયર ઓલસો. કિપ મી પોસ્ટિંગ".

"ઓકે," લખાય ને મેસેજ આવ્યો. મેસેજ માં નામ લખ્યું હતું... ફ્રેન્કવુડ...

...............................................................................

સિમલા રાત્રે 8 ની આસપાસ:

ફોરેન્સિક રિપોર્ટ્સ, આધાર ડેટા, પાસપોર્ટ ડેટા બધી જગ્યા એથી ડિટેલ્સ નીકળી ને સિમલા ની પોલીસ સ્ટેશન માં અંશુમન ગિલ ના ડેસ્ક પર હતી. એ આધાર ડેટા પર થી મોબાઈલ નમ્બર મેળવી ને એના ડિટેલ્સ કઢાવ્યા હતા એ પણ હાજર થઈ ગયા હતા.

એ બધી ડિટેલ્સ માં નીચે મુજબ વસ્તુ જાણવા મળી

1 યુવતી નામ પરી ઉપાધ્યાય.
2 સિમલા ની સેન્ટ જ્યોર્જ કોલેજ માં સાયન્સ સ્ટ્રીમ ની સ્ટુડન્ટ.
3 એ "ક્લેક્ટિવ સ્પિરિચ્યુલ ગેધરનેસ" સબ્જેક્ટ ઉપર રિસર્ચ કરી રહી હતી.
4. એનો એક બોય ફ્રેન્ડ હતો , મિહિર શર્મા. જે એની સાથે જ ભણતો હતો. અને એને અત્યારે કુફ્રિ પાસે થી ઉઠાવી લેવા માં આવ્યો હતો.
5. એ સાથે મોબાઈલ લોકેશન્સ ના આધારે પરી ની મુવમેન્ટ જાણવા મળી જેમાં જાણવા મળ્યું કે બપોરે 12 વાગ્યે કોલેજ થી નીકળી ગઈ હતી અને ત્યારે તેની સાથે મિહિર હતો. પણ પછી બને ના લોકેશન્સ અલગ થયા. 12:30 થી 2 સુધી પરી સિમલા ની રોસવુડ બાર, અને પછી બ્લુ હેવન હોટલ માં હતી. પછી એનો રૂટ એના ઘર તરફ હતો અનેં ત્યાં એ મોલ રોડ પાસે ના નહેર પાસે આવી ને અટકી ગઈ. અને 6 ની આસપાસ એની લાશ શિખર ધનરાજ ને મળી હતી.
અહીં ફરક એટલો હતો કે પરી પ્રેગન્ટ નહોતી. તેમ છતાં મિહિર ના સિમેન સેમ્પલ્સ ને ટેસ્ટ કરાવવા અને કનફર્મ કરવા માટે ફોરેસનીક મોકલી આપ્યા.

સિમલા ની આ તમામ ખબર ગુરુજી ને મળી રહી હતી. એ મળતી હતી ... ખુદ અંશુમન ગિલ તરફ થી.

બીજા દિવસે:

ન્યુ યોર્ક માં તમામ શોધ ખોળ કર્યા પછી પણ એ અનનોન માણસ ની કોઈજ ભાળ ન મળી , ત્યાં સુધી કે cctv માં ધૂંધળી તસ્વીર ના આધારે હોસ્પિટલ માં કરવા માં આવેલ પૂછપરછ પણ નિષફળ ગઈ. કોઈ ને જાણકારી નહોતી.

એજ અરસા માં ભારત માં સેમ સમયે , બધી બીજી તપાસ આદરી પણ કોઈ બીજા કલું ન મળ્યા.

ફોરેન્સિક ના રિપોર્ટ ના આધારે ન્યુ યોર્ક માં સ્મિથ અને ભારત માં મિહિર ના સિમેન સેમ્પલ્સ અનુક્રમે લિન્ડા અને પરી ના પ્રાઇવેટ પાર્ટ માં થી મળેલ સિમેન ટ્રેસ થી મેચ નહોતા કરતા.

આ કેસ લગભગ ડેડ એન્ડ તરફ જઈ રહ્યો હતો.

વધુ આવતા અંકે..
...........................................................................

લેખક સૌમિલ કિકાણી..