Mysteriou Monster - 1 - 2 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 2

2
રંજન જે શહેરમાં જવાનો હતો તે શહેર આવી ગયું હતું, તે શહેરની બહાર એક સર્કસનું વિશાળ પોસ્ટર હતું રંજને તે જોયું. તે મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે તે શહેર ઘણું વિકસિત થઈ ગયું હતું.
જોતા ને જોતા તેનું સ્ટેન્ડ આવી ગયું. તે બસમાં થી ઉતાર્યો લગભગ તેણે 2 કલાકની મુસાફરી કરી હતી. તે ત્યાંથી ઉતરીને એક હોટેલમાં ગયો, બોપોર પડી ગઈ હતી એટલે તેને વિચાર્યું કે તે તેના દાદા દાદી માટે જમવાનું લેતો જાય આમ પણ તે ઘરની બહાર નહોતા નીકળતા.
તે હોટેલમાં ગયો અને જમવાનું પેક કરાવીને તેના દાદા દાદીના ફ્લેટ તરફ ગયો.
આખા શહેરમાં એક સર્કસનું પોસ્ટર હતું, તે સર્કસનું નામ હેવન સર્કસ હતું.
પછી તે એક બિલ્ડીંગમાં આગળ ઉતાર્યો. તે બિલ્ડિંગમાં જ તેના દાદા દાદીનો ફ્લેટ હતો, રંજન તે બિલ્ડિંગમાં ગયો અને લિફ્ટથી 14માં માળે પહોંચ્યો. પછી તેને તેના દાદા દાદીના ફ્લેટ તરફ ગયો અને ડોર બેલ વગાડ્યો. તેના દાદી એ દરવાજો ખોલ્યો,
"અરે તું આવી ગયો બેટા!." રંજનની દાદી એ ખુશ થઈને કહ્યું. "આ જોવો રંજન આવ્યો છે." દાદી એ દાદાને પણ કહ્યું.
તેના દાદા બહાર આવ્યા, રંજન તે બનેને પગે લાગ્યો,
"તારે કહેવું જોઈએ ને કે તું આવવાનો છું, હું તારી માટે કંઈક બનાવી દેત." દાદી એ રંજનને અંદર આવીને કહ્યું.
"અરે દાદી હું મારા અને તમારા બને માટે જમવાનું લઈને આવ્યો છું."
"શું કામ બહારનું લાવ્યો, હું બનાવી દેત ને."
"અરે ના ના તમે પણ ક્યાં દરરોજ બહારનું ખાવ છો આજે મોકો મળ્યો છે તો ખાઈ લ્યોને."
"સારું ચાલ આમ પણ જમવાનો સમય થઈ ગયો છે, હાથ પગ ધોઈને જમવા બેસી જા."
"સારું."
પછી રંજન હાથ પગ ધોઈને જમવા બેસી ગયો અને જમ્યા પછી રંજન તેમને તેની પુસ્તક દેખાડે છે.
"ઓહોહ આ પુસ્તક તે લખી, કવર સારું છે." તેના દાદા એ કહ્યું.
"માત્ર કવર જ નહીં પુસ્તક પણ સારી છે અને આ લ્યો આ પુસ્તકનો પહેલો ચેક તમારા નામે."
"અરે આની ક્યાં જરૂરત હતી, તારી કમાઈ છે તું રાખ જરૂરત પડશે ત્યારે મંગાઈસુ."
"ના ના આ તો હવે પુસ્તક તો પાર્ટ ટાઈમ છે અને આના જેટલા પૈસા આવે તે હું તમને લોકોને જ આપીશ."
"સારું તારે, તું આ વખતે રજા સરખી લઈ ને આવ્યો છું ને?"
"હા એક મહિનો હું અહીં જ રહેવાનો."
પછી રંજન અને તેના દાદા ટીવી જોવા લાગ્યા, ટીવીમાં પણ તે લોકો ન્યૂઝ જોતા હતા અને જ્યારે કંટાળો આવ્યો ત્યારે સોની સબમાં તારક મહેતા ચાલુ કરી નાખ્યું.
તે દિવસ તેમનો એવીજ રીતે ગયો, રાત્રે રંજન વહેલો સુઈ ગયો.
બીજા દિવસે તે સવારે વહેલો ઉઠીને ચાલવા માટે નીકળ્યો, તેણે નીચે પગથિયાં જાતે ઉતારવાનું નકી કર્યું હતું, તે નિચે ઉતાર્યો. 13માં માળે 4 ઘર હતા, ત્યાં તેની નજર એક સુંદર યુવતી ઉપર ગઈ, તે એક અપ્સરા જેવી લાગી રહી હતી. તે યુવતી તેના ફ્લેટમાં થી પેપર લેવા નીકળી હતી અને એટલેમાં રંજનની નજર ત્યાં ગઈ. રંજન ત્યાંથી નીકળ્યો પણ તે યુવતીની છબી હજી તેના મગજમાં દોડી રહી હતી.
તે 1 કલાક ચાલીને એક ફરસાણની દુકાને ગયો અને ત્યાંથી ગરમાં ગરમ ગાંઠિયા લીધા, પછી તે તેની બિલ્ડિંગમાં ગયો અને પછી તે તેના ફ્લેટમાં ગયો.
"આટલી સવારમાં કઈ બાજુ ગયો તો દીકરા?" તેની દાદી એ રંજનને પૂછ્યું.
"હું તો ચાલવા માટે ગયો હતો."
"સારું અને આ શું લાવ્યો." તેની દાદી એ થેલી જોતા પૂછ્યું.
"અરે આ તો હું તમારા બને માટે હું ગાંઠિયા લાવ્યો છું."
"કેમ તારી માટે નઈ." તેની દાદી એ હસતા કહ્યું.
"અરે તમારા લોકો માટે લાવ્યો હોય તો હું પણ લઉંને."
પછી રંજન ફ્રેશ થઈને નાસ્તો કરવા બેઠો અને પછી તે બિલ્ડીંગના ધાબામાં ગયો.
ધાબામાં એક છોકરો કંઈક લખતો હતો, રંજન તેની પાસે ગયો.
"શું નામ છે તારું?" રંજને તે છોકરાને પૂછ્યું.
"મારુ નામ શુભ છે."
"ઓહ, આ શું કરે છે તું."
"હું લેસન કરું છું."
"સરસ."
"તમારું નામ શું છે અને તમે અહીં નવા આવ્યા છો?"
"અરે ના ભાઈ ના હું અહી મારા દાદા દાદીને ત્યાં આવ્યો છું અને મારું નામ રંજન છે."
"કયા 14માં માળમાં."
"હા તને કેવી રીતે ખબર."
"અરે આ બિલ્ડીંગમાં એક જ એવું ઘર છે જ્યાં વૃધ્ધ રહે છે અને એ ઘર 14માં માળે છે અને બધા તેમની રિસ્પેક્ટ પણ કરે છે."
"ઓહ, તો તમે અહીં લેસન શુ કામ કરો છો."
"હું તો અહીં જ લેસન કરું છું આમ પણ ઘરમાં મને લેસન કરવું કે વાંચવું ગમતું નથી."
"કેમ?"
"મારા ઘરમાં શાન્તિ નથી હોતી એટલે."
"તારું ઘર કયા માળે છે?"
"13માં માળે 3 ઘર મને હજી ઘરનો નંબર નથી ખબર."
રંજન વિચારે છે કે પેલી યુવતી તો ત્રીજા ઘરમાં થી જ બહાર નીકળી હતી કદાચ તે આ છોકરાની બહેન હશે.
"તારી કોઈ બહેન છે."
"ના મારી કોઈ બહેન નથી."
"સારું તું ક્યાં ધોરણમાં ભણે છે."
"7માં ધોરણમાં"
"ઓકે."
પછી રંજન ધાબામાં શાંતિથી બેઠો. અને તે આજુ બાજુની જગ્યાએ જોતો હતો, ત્યાંથી તે અડધું શહેર દેખાતું હતું. તેને જોયું કે તેના બિલ્ડીંગથી થોડેક દૂર એક ઓલ ઇન વન મોલ હતું.
પછી તે તેના ફોનમાં કઈક જોવા લાગ્યો, શુભ તેની જોડે આવ્યો. રંજને તેને જોઈને તેના હેડફોન કાઢ્યા.
"મેં કદાચ તમારું નામ સાંભળેલું છે."
"અરે મારુ નામ તો બધાને ખબર છે."
"તમે એક પુસ્તક લખી છે."
"હા તે હમળે જ પ્રકાશિત થયેલી છે."
"મને તે વાંચવા આપશો મને વાંચવાનો ઘણો શોખ છે."
"કેમ નઈ ચાલ મારા ઘરે હું તને આપું."
પછી બને જણ રંજનના ફ્લેટ તરફ ગયા, રંજને તે છોકરાને તેના પુસ્તકની એક કોપી આપી, તે છોકરો તેને લઈને પાછો ધાબે જતો રહ્યો.
રંજન પછી ઘરે જઈને ટીવી જોવા મંડ્યો. બે ત્રણ દિવસમાં તો રંજન અને પેલા છોકરાની મિત્રતા થઈ ગઈ.
***

એક છોકરો તેના ઘર તરફ જઈ રહ્યો હતો, રાતનો સમય હતો અને ત્યાં કોઈ નોહતું. તે છોકરાનું ઘર એક હાઈવેના ડાબી બાજુ હતું. ત્યાં પણ અંદરથી ત્રણ ગલીઓ હતી અને તેમાં ત્રીજી ગલીમાં તે છોકરાનું ઘર હતું. ઠંડો પવન આવી રહ્યો હતો અને વીજળીના કડાકા થઈ રહ્યા હતા.
તે છોકરો ઝડપથી આગળ વધ્યો. તેની પાછળ એક મોટો વ્યક્તિ હતો. તે કોણ હતું તે ખબર નોહતી પડતી. તે વ્યક્તિ પેલા છોકરાની પાછળ પાછળ ચાલતો હતો.
તે છોકરાના મનમાં થોડોક ડર બેસી ગયો હતો કેમકે તે એકલો જ તે રસ્તામાં હતો અને વીજળીના કડાકા થઈ રહ્યા હતા. તે છોકરાને નોહતી ખબર કે કોઈ તેનો પીછો કરે છે.
તે છોકરો બીજી ગલીમાં પહોંચે છે, તે ગલીમાં થી બીજી 4 ગલીઓ પડતી હતી. તે તેના રસ્તા તરફ આગળ વધ્યો. તે છોકરો એક ગલીમાં થી પ્રસાર થયો, તે ગલીમાં 2 વ્યક્તિ ઉભા હતા પણ તે છોકરા એ તે તરફ ધ્યાન ના આપ્યું.
પછી તે છોકરો છેલ્લી ગલીમાં પહોંચ્યો તે ગલીમાં પણ છેલ્લુ ઘર તેનું હતું. તે ઘર તરફ આગળ વધ્યો ત્યાંજ તેણે જોયું કે તેના ઘર આગળ 2 વ્યક્તિ ઉભા હતા. તે છોકરાએ પાછળ જોયું તો પાછળ પણ ત્રણ વ્યક્તિ ઉભા હતા. તે થોડોક ગભરાયો અને તેની સામે જે ઘર હતું ત્યાં જઈને દરવાજો ખખડાવ્યો પણ કોઈએ દરવાજો ખોલ્યો નઈ.
પેલા 5 વ્યક્તિ તેની પાસે આવતા હતા. તે છોકરો જોર જોરથી ચીસો પાડવા લાગ્યો પણ કોઈ પણ તેની મદદ કરવા બહાર ના આવ્યું.
પેલા 5 વ્યક્તિ તે છોકરા જોડે આવ્યા અને તે છોકરાની ખરાબમાં ખરાબ હાલત કરી નાખી અને તે લોકો એક મંત્ર બોલવા મંડ્યા. પછી તે બધા વ્યક્તિ ત્યાંથી ગયા. અંધારું ખૂબ હોવાથી કોઈ પણ વ્યક્તિનું મોઢું નહોતું દેખાયું. અને પેલા છોકરાની ખરાબ હાલત કરી નાખી હતી.

ક્રમશ....