Mysteriou Monster - 2 - 3 in Gujarati Horror Stories by Dev .M. Thakkar books and stories PDF | રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 3

રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 3


3
બીજા દિવસે ફરી સવારે રંજન ધ્યાન કરવા બેસ્યો, આજે તેને નક્કી કર્યું હતું કે તે ત્યાં જશે અને જોસે કે તે લોકો કોણ છે. પછી ત્યાં વિક્રાંત આવ્યો,
"આજે હું તને એક એવી જગ્યા એ લઈ જઈશ જ્યાં તું પહેલા પણ ગયેલો છું અને તે જગ્યાની તને ખબર પણ છે." વિક્રાંતે કહ્યું.
"કઈ જગ્યા...કદાચ તમે પેલી નગરીની વાત કરી રહ્યા છો જે સંપૂર્ણ કાળા જાદુથી બનેલી છે?"
"હા અને ત્યાં જઈને તારે ફરીથી તારી યોગ્યતા જણાવાની, તો તૈયાર છું તું."
"હા હું તૈયાર છું."
પછી બને જણ ધ્યાનમાં બેઠા અને તેમના શરીરમાં થી બહાર નીકળી ગયા.
"તું મારી જોડે ચાલ હું તને લઈ જઈશ." વિક્રાંત એ કહ્યું.
રંજન વિક્રાંતના પાછળ પાછળ ચાલવા મંડ્યો. તે બને જણ એક ખાલી જગ્યા એ ગયા, તે જગ્યામાં દૂર દૂર સુધી કોઈ નોહતું. પછી તે લોકો એ તે જગ્યાના પાંચ આંટા માર્યા. વિક્રાંત તેના મનમાં તે પાંચ આંટા મારતા મારતા એક મંત્ર બોલી રહ્યો હતો.
જોતજોતામાં તે જગ્યામાં એક વિશાળ ચક્ર થયો, તે ચક્ર મોટો હતો અને તેમાં તે બને જણ ગયા.
"હવે આપણે અનંત બ્રહ્મણમાં પહોંચી ગયા છે અને આ જ જગ્યામાં તે નગરી છે જેમાં તારે જવાનું છે અને બીજી તને ખબર છે." વિક્રાંતે કહ્યું.
"હા પણ તમે નથી આવતા."
"ના હું હવે પાછો જાવ છું, પણ તું કાળજી રાખજે તારે ઘણા દાનવો સાથે લડવાનું છે."
"હા હું તૈયાર છું."
પછી વિક્રાંત ત્યાંથી જતો રહ્યો અને રંજન આગળ વધ્યો, અનંત બ્રહ્મણ અને આપણું બ્રહ્મણ એક સમાન છે, પણ એવું માનવામાં આવે છે કે ઘણા અનંત બ્રહ્મણમાં સમય પાછળનો હોય છે અને ઘણા બ્રહ્મણમાં સમય આગળનો ચાલે છે.
રંજન જે બ્રહ્મણમાં હતો ત્યાં પાછળનો સમય ચાલી રહ્યો હતો.
***
શૈતાન સવારે નરકના સેનાપતિને મળવા ગયો. સેનાપતિ નરકમાં હતો, નરકમાં બધું જ લાલ રંગનું દેખાતું હતું, ત્યાં ઘણા લોકો સજા પતાવવા આવ્યા હતા અને ઘણા લોકો નરકમાં જ રહેતા હતા, શૈતાન ત્યાંના મુખ્ય દરબારમાં ગયો, ત્યાં પણ બધું ખાલી હતું અને કમી હતી નરકના રાજાની.
શૈતાને એક શૈતાની હસી આપી અને તે ત્યાં ઘડીક ઉભો રહ્યો અને બોલ્યો,
"મા મેં જે તને વચન આપ્યું હતું તે હું પતાવવા જઈ રહ્યો છું, હું થોડા સમયમાં આ ગાદીમાં બેસી જઈશ અને પછી સંપૂર્ણ અંધકાર ફેલાવીસ."
આટલું કહીને શૈતાન તે ગાદી ઉપર બેસ્યો અને જોરથી હસવા મંડ્યો.
અને થોડાક સમય પછી તે ત્યાંથી ઉભો થયો અને નરકના સેનાપતિના ઘરે ગયો. તેનું ઘર ત્યાનું શૈતાન પછીનું સૌથી આલીશાન ઘર હતું. શૈતાન ત્યાં ગયો અને નરકના સેનાપતિ તેમને જોઈને ખુશ થઈ ગયો અને તેમને ત્યાં બેસાડ્યા અને તેમની ખાતેદારી કરી.
"હું તારા ઘરે એક કારણથી આવ્યો છું?" શૈતાને કહ્યું.
"શું કારણ છે તે?"
"હું તને એક વસ્તુ યાદ અપાવવા આવ્યો છું."
"કઇ?"
"યાદ કર જ્યારે તે માણસ શરીર ત્યાગ્યું હતું ત્યારે તું નરકમાં આવ્યો હતો અને અહીં તને સજા ભોગવવાની હતી. અને તે સજા ભોગવતા ભોગવતા તું કંટાળ્યો હતો. જે તને સજા થઈ હતી તે કરવામાં તને ભૂલ પડી હતી અને તે ભૂલના કારણે તને આજીવન ધરતીમાં ભટકવાની સજા થઈ હતી અને તે સજામાં મેં તે વખતના નરકના રાજા જે કારા હતા તેમને મનાવીને મેં તને અહીં જ રાખ્યો હતો અને ત્યારે તે મને કહ્યું હતું કે હું તમારા માટે કઈ પણ કરીશ."
"હા મને યાદ છે બોલો મારે શું કરવાનું છે?"
"સમય આવશે ત્યારે તને ખબર પડી જશે અત્યારે તો હું માત્ર તને યાદ અપાવવા આવ્યો હતો."
પછી શૈતાન ત્યાંથી જાય છે અને પાછો પૃથ્વી તરફ ફરે છે.
અને ત્યાં જઈને તે પાછો પેલી ગુફામાં જતો રહ્યો.
***
રંજન આગળ વધ્યો, તે બધું પૃથ્વી જેવું જ હતું પણ સમય પાછળનો ચાલી રહ્યો હતો અને તે વખતે ભારતમાં અંગ્રેજોનું રાજ ચાલતું હતું, તેને ત્યાં ઘણું બધું જોયું જેનાથી તેને થયું કે આ બધું તે અત્યારે બદલી નાખે અને તે બદલી પણ શકતો હતો પણ જો તે કાઈ પણ તે જગ્યાએ હળી કરે તો આપણા બ્રહ્મણમાં તરત અસર થાય. એટલે તે કઈ કરી નોહતો શકતો, પછી તે આગળ વધ્યો, ત્યાં તેને એક દ્વાર દેખાયો અને તે દ્વારની આગળ બોર્ડ મારેલું હતું અને એમા લખ્યું હતું
'ખાલી જેને આ જાદુ જોઈતું હોય તેજ અહીં આવે અને જો તે જે હોય તે પણ તે વ્યક્તિ મરી જાય તો અમા કોઈની જવાબદારી નહીં'
અને તે જગ્યા ત્યાં જાદુ લેવા આવ્યું હોય તેમને જ દેખાતી હતી.
રંજને આ વાંચ્યું રંજનને આ બધી ખબર હતી અને તે આ બધું બીજી વખત કરી રહ્યો હતો, પછી તેને દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ્યો, અંદર એક સુંદર નગરી હતી.
ત્યાં મોટા મોટા પહાડો હતા અને તેને ચીરતી એક સુંદર નદી હતી. તે પાણી ખૂબ ચોખ્ખું હતું અને ત્યાં ચારેય બાજુ સુંદર ફૂલ ખીલ્યા હતા અને ત્યાં મોટા મોટા ઝાડ હતા અને ત્યાં અલગ જ કુદરતી દ્રશ્ય હતું.
રંજને તે દ્રશ્ય ફરી વાર જોયું અને તે જોઈને તેને ત્યાં સેલ્ફી લેવાનું મન થયું પણ ત્યાં તેની જોડે ફોન પણ નોહતો.
તે દ્રશ્ય જોઈને કોઈને લગે જ નહીં કે આ સ્થળ ફક્ત કાળા જાદુ પામવા જ હતું.

ત્યાં જ એક પક્ષી આવ્યું જે લાગતું હતું ચમદચિદયા જેવું પણ તેની ડોક ચારેય બાજુ ફરતી હતી. તે પક્ષી ઝડપથી રંજન તરફ આવ્યું અને થોડાક અંતરથી રંજન તે પક્ષીથી બચ્યો, અને તે પક્ષી દૂર જતું રહ્યું.
તે પક્ષીની ચાંચ મોટી અને પાતળી હતી અને તે પક્ષી લીલા કલરનું હતું, રંજને તે પક્ષી પહેલી વખત જોયું હતું, કેમકે તે જ્યારે પહેલી વખત ત્યાં આવ્યો હતો ત્યારે તે પક્ષી ત્યાં નોહતું.
રંજને હવે ત્યાં એક તલવાર દેખાયી, વિક્રાંતે તેને કહ્યું હતું કે ત્યાં તેને એક તલવાર મળશે અને તે તલવારથી જ તેને બધાનો સામનો કરવાનો હતો.
રંજને તે તલવાર લીધી અને જે તરફ તે પક્ષી ગયું હતું તે તરફ તે વળ્યો, પણ ત્યાંથી દુર દુર સુધી એકેય પક્ષી નોહતું, તે વિચારી રહ્યો હતો કે તે પક્ષી ક્યાં ગયું છે ત્યાં જ તેને એક અવાજ આવ્યો, તે અવાજ ત્યાંના વૃક્ષોમાં થી આવતો હતો, રંજન ત્યાં તે તલવાર લઈને ગયો અને તરત એ બાજુ તલવાર મારી પણ ત્યાં કોઈ નોહતું.
તે વિચારી રહ્યો હતો કે હવે તેની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે.
આટલું વિચારતા જ તેને કોઈએ પાછળથી લાત મારીને નીચે પાડી દીધો, રંજન તરત ઉભો થયો અને પાછળ તલવાર લઈને જોયું પણ ત્યાં કોઈ નોહતું.
રંજન ચારેય બાજુ જોવા મંડ્યો, તેને જોયું કે તે એક જંગલમાં પહોંચી ગયો હતો પણ તે કઈ રીતે પહોંચ્યો?
તે તો તેને પણ નોહતી ખબર અને ત્યાં જ તેના સામે પેલું પક્ષી આવ્યું.
તે પક્ષી એ જોરદાર ઉડાન ભરી અને એક ઝટકામાં તે રંજન જોડે આવ્યું અને તેને ચાંચ મારીને જતું રહ્યું, રંજને ફરી જોયું પણ તે પક્ષી તો ગાયબ જ થઈ ગયું.
રંજન આગળ વધ્યો અને ત્યાં જ તેને જોયું કે એક મોટો દાનવ ત્યાં સૂતો હતો, રંજન ધીરે ધીરે સંતાતા સંતાતા ત્યાં ગયો પણ ત્યાંજ તેના સામેથી પેલું પક્ષી ફરીથી આવ્યું.
આ વખતે રંજન તૈયાર હતો, જેવું તે પક્ષી આવ્યું રંજને તેની તલવાર લીધી અને એક શ્રણમાં તે પક્ષીના બે ટુકડા કરી નાખ્યા.
પણ આના અવાજથી પેલો દાનવ જાગી ગયો અને તે ઉભો થયો. રંજન તેને જોઈને સંતાઈ ગયો હતો. તે દાનવ એક પર્વત જેવડો હતો અને તેનો રંગ પણ કાળા રંગ હતો. ત્યાંના જેટલા દાનવો હતા તે બધા કાળા રંગના હતા.
હવે રંજન વિચારી રહ્યોં હતો કે આનો સામનો કઈ રીતે કરવો, તેને એક વિચાર આવ્યો.
રંજને એક મોટો પથ્થર લીધો અને સંતાતા સંતાતા ત્યાંથી દૂર ગયો અને તે પથ્થર જોરથી પછાડ્યો.
તે પથ્થરના અવાજથી તે દાનવે તે તરફ જોયું,
"કોણ છે ત્યાં?" તે દાનવ જોરથી બોલ્યો.
રંજન એક ઝાડમાં ચડી ગયો,
"હું છું, તું શું કરી લઈશ." રંજન જોરથી બોલ્યો.
તે દાનવ ધીરે ધીરે તે તરફ ગયો. અને રંજન જે ઝાડમાં બેઠો હતો ત્યાં આવીને આજુ બાજુ જોતો હતો.
ત્યાં જ રંજન તેના ઉપર પડ્યો અને તે પડતા પડતા તલવાર ઉભી રાખી હતી જેનાથી તે દાનવના માથેથી બે ટુકડા થઈ ગયા.
બસ હવે ખાલી એક મોટા દાનવ ત્યાંનો રાજા હતો તેને મારવાનો હતો, તે દાનવ એક ગુફામાં હતો રંજન તે ગુફાની બહાર ઉભો હતો.

ક્રમશ.....


Rate & Review

Nayana Nakrani

Nayana Nakrani 6 months ago

Hitesh Shah

Hitesh Shah 6 months ago

Minaz Shaikh

Minaz Shaikh 6 months ago

Udita Amlani

Udita Amlani 6 months ago

Dev .M. Thakkar

Dev .M. Thakkar Matrubharti Verified 7 months ago