Mysteriou Monster - 2 - 1 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 1




ભાગ 2
વિનાશનો પ્રારંભ

1
રંજન બચી ગયો હતો અને શુભ એક પિશાચ બની ગયો હતો. રંજન હાલ તેના ગુરુ જોડે હતો, તે ગુરુનું નામ વિક્રાંત હતું અને તે એક આશ્રમમાં રહેતા અને ઘણા બધા વિદ્યાર્થીને કાળો જાદુ શીખડાવતા.
વિક્રાંત તે જાદુનો ઉપયોગ સારી રીતે કરવા માંગતો હતો અને તેણે તેના બધા વિદ્યાર્થી જોડે શપથ લેવડાવી હતી કે તે પણ આ જાદુનો ઉપયોગ સારી રીતે કરશે.
રંજન પણ ભણતર પતાવીને એક દિવસ આવી જ રીતે તેમના આશ્રમમાં ગયો હતો. અને તેમનો શિષ્ય બન્યો હતો.
રંજનને આ જાદુ શીખવો જરૂરી લાગ્યો કેમકે તે એક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર હતો અને તેને આ જાદુની જરૂરત પડી શકે તેવું હતું. તેણે પણ શપથ લીધી હતી કે આ જાદુનો ક્યારેય દુરુપયોગ નહીં કરે.
જે આ જાદુ શીખતું અને તેનો દુરુપયોગ કરતું તેને સ્વયં ત્યાંના ગુરુ વિક્રાંત મારી નાખતા, આજ તેમનો સિદ્ધાંત હતો.
વિક્રાંત રંજનને બચાવીને તેના આશ્રમમાં લઈને આવ્યા હતા. અને જોડે જોડે તેના દાદા અને દાદીને પણ ત્યાં લઈ આવ્યા હતા.
"તમે ટાઈમે ના આવ્યા હોત તો હું તો મરી જ જાત." રંજને વિક્રાંતને કહ્યું.
"હા આ બધું કઈ રીતે થયું?"
"આ એક મોટી કહાની છે પછી સંભળાવીસ."
"કાઈ વાંધો નઈ તું તારા કક્ષમાં જતો રે અને આરામ કર."
"સારું."
પછી રંજન તેના કક્ષમાં ગયો. તે આશ્રમ એક જંગલની વચ્ચોવચ હતું, ઘણી વાર તો જંગલી જાનવરો પણ ત્યાં આવી જતા.
તે આશ્રમમાં પહેલાના જમાના જેવાજ નિયમો હતા જેમકે વિદ્યાર્થીને ત્યાંજ રહેવાનું લાકડી કાપી આવાનું અને વગેરે વગેરે.
રંજન અને તેના દાદા દાદી એક જ રૂમમાં હતા, તે રૂમોં જોઈને રંજનને 10 વર્ષ પહેલાંની યાદો તાજા થઈ ગઈ.
રાત પડી એટલે રંજન અને બધા વિદ્યાર્થી ઓ જોડે જમવા બેઠો પછી બધાએ પોતાની થાળી જાતે ધોઈને મૂકી દીધી.
પછી રંજન અને વિક્રાંત જોડે બેઠા, રંજને તેમને બધું કહેવાનું ચાલુ કર્યું.
વિક્રાંતે બધું ધ્યાનથી સાંભળ્યું અને પછી થોડુંક વિચાર્યું,
"બરાબર પણ હવે વિનાશની શરૂવાત થઈ ગઈ છે."
"હા એ તો છે જ પણ આ લડતમાં ખબર નઈ કેમ કઈ રીતે પણ મારી વિદ્યા જે તમે આપી હતી તે હું ભુલી ગયો છું."
"ના તું તે ભુલ્યો નથી તે વિદ્યા તારામાં થી કાઢી છે."
"તે કઈ રીતે શક્ય છે!"
"શક્ય છે, એક ડાયન ઘણી શક્તિ શાળી હોય છે તે કઈ પણ કરી શકે છે."
"તો હવે?"
"હવે તારે તે વિદ્યા ફરી પામવી પડશે."
"સારું કાલથી પ્રારંભ કરીયે."
***
એક ભઈ રાત્રે તેમના ઘરે જઈ રહ્યા હતા. તે બાઇકમાં હતા અને તે બાઇક કાળા કલરનું હતું. તે 50થી60 ની સ્પીડમાં જઈ રહ્યા હતા. ત્યાંજ અચાનક તેમ ભાઈને લાગ્યું કે તેમના બાઇકમાં થોડુંક વજન વધી ગયું છે.
તેમને પાછળ જોયું પણ ત્યાં કોઈ નોહતું એટલે તેમને લાગ્યું કે કદાચ તે તેમનો ભ્રમ હશે, એટલે તે આગળ વધ્યા.
આગળ જતા વજન થોડો વધારે વધ્યો, હવે તેમને ફરી પાછળ જોયું પણ ત્યાં કોઈ નોહતું, હવે તેમને બીક લાગી અને તેમને તેમનું બાઇક ભગાડ્યું.
રસ્તામાં તે ભાઈએ સાઈડ મિરરથી પાછળ જોયું તો તેમના હોસ ઉડી ગયા. તે એક લાલ કલરનું શરીર હતું જેના મોઢામાં લોહીના ડાઘા હતા. અને તેના બે મોટા દાંત મોઢાની બહાર આવતા હતા. તે દાંત કોઈ ખૂંખાર જાનવર જેવા લાગતા હતા.
આ જોઈને તે ભાઈએ પોતાની બાઇક બ્રેક મારી અને પાછળ જોયી પણ ત્યાં કોઈ નોહતું.
અને તે રસ્તામાં વાહન પણ ઘણા અવરજવર થઈ રહ્યા હતા, એટલે તે ભાઈ એ વિચાર્યું કે જો આવું કોઈ તેની પાછળ હોત તો કોઈ પણ વાહન વાળો મને કહેતો એટલે તે ભાઈ એ ફરી તેનું બાઇક ચાલુ કર્યું.
હવે ફરી તે તેના ધૂનમાં ચાલવા મંડ્યો અને ત્યાંજ તેનું ધ્યાન બાઇકની આગળ પડ્યું, તેને જોયું કે પેલો લાલ શરીર અને લાંબા દાંત વાળો વ્યક્તિ ત્યાં ઉભો હતો.
તે ભાઈએ નજર આજુ બાજુ ફેરવી પણ જે રસ્તામાં તે જઈ રહ્યો હતો તે અત્યારે તે રસ્તામાં નોહતો.
જોતજોતામાં પેલા લાલ શરીર વાળા એ તેના પર હુમલો કર્યો અને તે ભાઈનું લોહી પી ગયો.
અને તે લાલ રંગ વાળો વ્યક્તિ એક પિશાચ હતો.
પછી તે પિશાચ એક મોટા પહાડ અગ
આગળ ગયો અને ત્યાં શૈતાન અને નરકની રાણી હતી, તે રાણી એક નાની છોકરીના શરીરમાં હતી.
પિશાચ ત્યાં આવ્યો અને થોડાક સમય પછી તે પિશાચની મમ્મી જે ડાયન હતી અને તેના પપ્પા જે રાક્ષસ હતા તે પણ ત્યાં આવી ગયા. અને નારાકનો સેનાપતિ અને એક નોનો છોકરો ત્યાં આવ્યો, તે નાના છોકરાની અંદર મહેશ નામના વ્યક્તિની આત્મા હતી જે એક જમાનામાં મોટો ગેંગસ્ટર હતો.
"તો હવે વિનાશનો પ્રારંભ થશે." શૈતાને બધાને હસતા કહ્યું.
"હા બરોબર પણ હજી એક વસ્તુ રહી છે." નરકના સેનાપતિ એ કહ્યું.
"શું?" પિશાચ એ પૂછ્યું.
"એ છે નરકના રાજાને આઝાદ કરવાના."
"હા અને જો તે આવી જશે તો તો આ આખા બ્રાહ્મણમાં આપણું રાજ્ય હશે." શૈતાન એ કહ્યું.
"હા તો હવે બધાનો લક્ષ્ય છે કારા જે નરકના રાજા છે તેમને જગાડવાનો." ડાયને કહ્યું. " જેનો એક જ તરીકો છે."
"કયો?" રાક્ષસે પૂછ્યું.
***
રંજન સવારે ઉઠ્યો અને તૈયાર થઈને ચાલવા નીકળ્યો, તે જંગલના દ્રષ્યો જોતા જોતા ચાલતો હતો.
ચારેય બાજુ લીલા છમ વૃક્ષ અને પક્ષીઓ ના આવાજ સાંભળીને રંજનને મજા આવી રહી હતી.
તે આગળને આગળ ચાલતો ગયો અને પછી તે પાછો ફર્યો.
પણ હવે તે રસ્તો ભૂલી ગયો હતો એટલે તે રસ્તો શોધતા શોધતા આગળ વધ્યો પણ જંગલ વધતું ગયું વધતું જ ગયું.
ત્યાંજ રંજનની સામે એક વાઘ આવ્યો. હવે રંજન સ્થિર ઉભો રહી ગયો. તેને તેના હાથ હલાવીને મંત્ર બોલવાની કોશિશ કરી પણ તે અસફળ રહ્યો.
એક પળમાં વાઘે રંજન ઉપર છલાંગ લગાવી…
***
એક મોટા જોપડાની અંદર તે ડાયન અને પેલો રાક્ષસ રહેતા હતા. તે જોપડામાં એક મોટો પડદો બાંધેલો હતો અને તે પડદાની પાછળ એક મોટી જગ્યા હતી અને ત્યાં એક ખુરશીમાં એક નાના છોકરાને બાંધેલો હતો.
તે છોકરો શુભ જ હતો, પેલો રાક્ષસ ત્યાં ગયો અને તેને જોઈને એક લુચ્ચું હાસ્ય કર્યું.
"બસ ખાલી બે વિધિ ઓ બાકી છે પછી તું રાત્રે પણ સંપૂર્ણ પિશાચ બની જઈશ." રાક્ષસે કહ્યું.
"મને જવાડો મારે આમા નથી પડવું."
"પણ તારા અંદર નો પિશાચ બરાડા પાડીને કહી રહ્યો છે કે તેને જીવવું છે અને મારે તે પિશાચની વાત માનવી પડશે."
ત્યાંજ પેલી ડાયન ત્યાં આવી અને એક બીજી વિધિ ચાલુ કરી. આ વિધિમાં શુભને ઘણી પીડા થઈ પણ અંતે તેને તે પીડા ભોગવી પડી.
પછી વિધિ પત્યા બાદ બને જણ હસ્યાં અને ફરી બહાર આવ્યા.
"મને એ ખબર ના પડી કે પેલો નાનો છોકરો અને બીજા બધા વ્યક્તિ ઓ કોણ હતા." રાક્ષસે કહ્યું.
"હું તમને બધું કહું છું પણ બે મિનિટ રહો."
પછી ડાયાને તેની આંખ બંધ કરી અને બધું જોયું.
"જે મને લાગતું હતું તે સત્ય છે હા કારાનો છોકરો આ દુનિયામાં જીવતો છે અને આપણે તેને બોલાવો પડશે ગમે તે હલતે."
"પણ તે ક્યાં છે અને મને કાઈ ખબર નથી પડતી મને બધું સમજાય."
"હા અમા પહેલા જે શૈતાન હતો તેણે એક આત્મા સાથે સોડો કર્યો કે જે તે આત્મા છે તે જો 1000 બાળકોને મારે અને તેની આત્મા તે શૈતાનને આપે તો શૈતાન તે આત્માને નરકમાં જગ્યા આપશે અને ઉચિત સ્થાન આપશે પછી તે આત્માએ એક છોકરાના શરીરમાં રહીને એક હજાર છોકરા ઓ ની બલી ચડાવી પણ તે થતા થતા ઘણા વર્ષો નીકળી ગયા.
તે પછી તે શૈતાને તે હજાર છોકરા અને પછી બીજા બે મોટા માણસોની બલી ચડાવી અને નરકની રાણીને આઝાદ કરાવી.
પછી હવે આપણે આ પિસચને જગાડ્યો અને હવે જો કારા જાગી જાય તો આ દુનિયા આપણી મુઠીમાં."
"હા પણ તે કારા કોણ છે."
"નરકનો રાજા બીજી તો મને પણ નથી ખબર."

ક્રમશ.....