Mysteriou Monster - 1 - 5 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 5

5
તે તેના ઘરે પહૉચ્યો અને સાંજ થવાની રાહ જોવા લાગ્યો. પછી સાંજ થતા તે ધાબામાં પહૉચ્યો.
ત્યાં શુભ પણ આવ્યો.
"હવે બોલ તારી જોડે શુ શુ થયું હતું."
"એક દિવસ હું રાત્રે સૂતો હતો ત્યાં મેં સાંભળ્યું કે મારા નવા મમ્મી મારા પપ્પાને એવું કહી રહ્યા હતા કે શુભના 13માં જન્મદિવસમાં તેને મારી નાખશે."
"શુ તે ચોખ્ખું તે સાંભળ્યું હતું."
"હા હું તે વખતે હોશમાં હતો."
"બીજો કોઇ એક્સપિરિયન્સ થયો હતો."
"હા એક દિવસ હું રાત્રે પાણી પીવા ઉઠ્યો ત્યારે મેં જોયું કે મારા મમ્મી પપ્પાના રૂમમાં એક મોટો તારો દોરેલો હતો અને તે તારાના કિનારે મીણબત્તીઓ રાખેલી હતી. અને મારા મમ્મીનો રૂપ જોઈને હું ડરી ગયો હતો અને તે રાતે મને ઊંઘ પણ નોહતી આવી. ત્યારથી મેં ઘરમાં રહેવાનું ઓછું કરી નાખ્યું અને જ્યારે હું સુવા જતો ત્યારે હું મારા રૂમનો દરવાજો બંધ કરી દેતો."
"હા તો તે આ બારામ કોઈને કાઈ કહ્યું હતું."
"ના હું ડરી ગયો હતો અને કોઈને કઈ કેહવાની હિંમત નોહતી પણ મેં જ્યારે તમારું પુસ્તક વાંચ્યું ત્યારે મને લાગ્યું કે કદાચ તમે મારી મદદ કરી શકો."
"તું હવે એક કામ કર કાલે હું તારા મમ્મીને મળવા આવું છું."
"ના તમે ઘરે ના આવતા."
"કેમ?"
"તેમને ખબર પડશે તો મારી આઈ બનશે."
"હું સંભાળી લઈશ."
"હા પણ કાલે આજે ના આવતા."
"હા આજે તો મારે એક કામ કરવાનું છે."
પછી બને જણ તેમના ઘરમાં ગયા.
રંજન તે જ વખતે તેના ગુરુને ફોન કર્યો અને બધું પૂછ્યું કે કઈ રીતે હવે તે રાક્ષસ અને ડાયનનો સામનો કરશે.
પછી રંજન તેના ફોનમાં તેનું કામ કરવા માંડ્યો. અને રાત્રે તે સુઈ ગયો.
સવારે તે જાગ્યો સને ફ્રેશ થઈને તેણે તેનો ફોન જોયો. તે દિવસે તારીખ હતી 12/6/19.
તેણે વિચાર્યું કે બીજા દિવસે શુભનો જન્મદિવસ હતો અને પછી તે પહેલાં જ શુભના ઘરે ગયો.
તે વખતે તે કંઈક બાનું કાઢીને ગયો. ત્યાં પ્રવેશતાજ તેને નકારત્મકતાનો એહસાસ થઈ ગયો. પછી તેણે શુભની મમ્મી જોડે વાત કરી.
પછી જ્યારે શુભની મમ્મીનું ધ્યાન નોહતું ત્યારે તેણે તે લોકોના રૂમમાં પણ જોઈ લીધું. શુભ જે કહેતો હતો તે સાચું હતું.
હવે રંજન સમજી ગયો કે તેની સામે જે સુંદર યુવતી છે તે એક ડાયન છે. એટલે તેણે તરત જ ડાયનને કાબુમાં રાખવાનો મંત્ર બોલ્યો.
"તને શું લાગ્યું મને કાઈ ખબર નઈ હોય અને આ મંત્ર બેટા જૂનો થઈ ગયો છે." તે ડાયન હસતા હસતા બોલી.
રંજને તેનો પ્રયાસ ચાલુ રાખ્યો પણ તે ડાયન પર તેનો કોઈ અસર ના થયો.
"મને બધી ખબર છે જે તારા અને શુભ વચ્ચે વાતો થાય છે તે અને કાલે શુભના 13માં જન્મ દિવસે તેના અંદરનો પિશાચ જાગી જશે અને પછી દુનિયાનું વિનાશ થઈ જશે અને શુભની પહેલી મમ્મીને પણ મેજ મારી હતી અને આ મારો જ છોકરો છે અને ડાયનની ઉમર જૂની હોય છે તેના દેખાવ કરતા."
આટલું બોલીને તે ડાયાને તેના હાથ ઊંચા કર્યા અને રંજનને અડ્યા વગર તેને ઘરની બહાર ફેંકી દીધો અને પછી આપોઆપ દરવાજો પણ બંધ થઈ ગયો.
પેલી ડાયન આખી કાળા રંજની થઈ ગઈ અને નીચે બેસીને ધ્યાનમાં લિન થઈ ગઈ.
રંજન તેના ઘરે ગયો, હવે તેની જોડે શુભને બચાવવા એક દિવસ જ હતો.
તેને વિચાર્યું કે તે શુભને સ્કૂલે લેવા જશે અને તેને એવી જગ્યાએ સંતાડી દેશે કે કોઈને ખબારના પડે. એટેલે તે ઘરની બહાર નીકળ્યો અને ચાલતા જ સ્કૂલ તરફ નીકળ્યો. ત્યાં તેણે જોયું કે કોઈ 5 વ્યક્તિ તેનો પીછો કરી રહ્યા હતા. જ્યારે રંજનને તેમને ધ્યાનથી જોયા ત્યારે તેને ખબર પડી કે તે તો પેલા વ્યક્તિ હતા જે તેના સપનામાં આવતા હતા.
હવે રંજને વિચાર્યું કે ભલે તે લોકો તેની પાછળ પડે સમય મળતા તે પેલા વ્યક્તિઓ ની હકિકત જાણી લેશે.
પેલા વ્યક્તિઓ રંજનની પાછળ પાછળ ચાલવા મંડ્યા.
રંજન હાથે કરીને એક સૂમસામ જગ્યા એ ગયો. હવે એક બાજુ રંજન ઉભો હતો અને બીજી બાજુ પેલા વ્યક્તિઓ ઉભા હતા.
રંજને એક મંત્ર બોલ્યો અને ત્યાંજ તેના શરીરમાં થી એક ઉર્જા નીકળી અને જોતજોતામાં પેલા પાંચેય વ્યક્તિઓ ની આંખો અંજાઈ ગઈ.
પછી પેલા પાંચ વ્યક્તિઓ રંજન પાસે આવ્યા અને તેના પર હુમલો કર્યો.
પણ રંજને ખાલી હાથ ઊંચા કર્યા એટલે તે બધા વ્યક્તિઓ પડી ગયા.
અમા રંજને એવા મંત્રો શીખેલા હતા જેથી તે કાઈ પણ કરી શકતો હતો.
હવે રંજને બીજો મંત્ર બોલ્યો અને તે વ્યક્તિએ આપો આપ બધું કહેવાનું ચાલુ કર્યું.
તે લોકો એક ડાયનના કબ્જામાં હતા અને જે તે ડાયન કહે તે બધું તે લોકો કરતા. તે બધાએ 10 લોકોની બલી આપી દીધી હતી પણ તે લોકોને તે ડાયને રંજનને મારવા કહ્યું હતું. બીજી તે લોકોને નોહતી ખબર.

રંજને આ બધું જાણીને પેલા બધા વ્યક્તિને ચપટી વગાડીને મારી નાખ્યા. અને પછી તે શુભને લેવા ગયો, તે શુભની સ્કૂલમાં પહ્યોચ્યો અને ત્યાં ઉભો રહ્યો, તે 15 મિનિટ પહેલા જ ત્યાં ઉભો રહ્યો પણ એક કલાક ઉભા રહ્યા પછી પણ શુભ ત્યાં ના આવ્યો. એટલે તે અંદર ગયો અને પૂછ્યું કે શુભ ક્યાં છે.
તો શુભના સાહેબો એ કહ્યું કે તે તો આજે સ્કૂલમાં આવ્યો જ નોહતો.
આ સાંભળીને રંજન તરત સ્કૂલમાં થી બહાર નીકળ્યો અને શુભને શોધવા ગયો.
પછી રંજનને યાદ આવ્યું કે શુભ એ કહ્યું હતું કે તેના પપ્પા એક સર્કસના મલિક હતા. તે સર્કસનું નામ હતું હેવન સર્કસ.
રંજન તરત જ તે સર્કસ આગળ પહોંચ્યો અને પછી તે અંદર ગયો.
ત્યાં રંજન તે સર્કસના મૈન ઓફિસે ગયો અને ત્યાં જઈને અચંબિત થઈ ગયો.
"તમે અહીં." રંજને તે મૈન ઓફિસમાં બેઠા પેલા વ્યક્તિને કહ્યું.
તે વ્યક્તિ 13 વર્ષ પહેલાં જે ગામમાં આવ્યો હતો તે હતો જે ડાયનનો પતિ હતો.
તે વ્યક્તિ રંજનને જોઈને હસ્યો,
"હા હું અહીં."
"અહીંના મલિક કયા છે."
"હું જ અહીંનો મલિક છું."
રંજન વિચારવા લાગ્યો કે તે સર્કસના માલિક તો શુભના પિતા હતા તો આ કઈ રીતે મલિક હોઈ શકે અને મહત્વની વાત એ કે પેલા વ્યક્તિ પણ 13 વર્ષ પહેલાં જેવા હતા તેવા જ અત્યારે લાગી રહ્યા હતા.
પેલા વ્યક્તિ હજી હસી રહ્યા હતા અને તે તેના અસલી રૂપમાં આવી ગયા, તે વ્યક્તિ જ પેલો રાક્ષસ હતો જે રાક્ષસ જેવો રૂપ લેતો હતો.
રંજન આ જોઈને ચોંકી ગયો અને તે મંત્ર બોલવા ગયો ત્યાંજ કોઈએ તેણે પાછળથી પકડીને તેના મોઢામાં કાગળ્યું નાખી દીધું.
હવે રંજન કઈ કરી શકે તેવો નોહતો અને ત્યાંજ તેને એક ખુરશીમાં બાંધી દીધો.
અને પેલી ડાયન પણ ત્યાં આવી ગઈ અને તેની જોડે શુભ પણ હતો.
તેણે એક વિધિ ચાલુ કરી જે રાતના 12 વાગે પતવાની હતી અને રાતના 12 વાગે જ શુભ 13 વર્ષનો થવાનો હતો.
રંજનને બેભાન કરી દેવામાં આવ્યો હતો.
રાતના બાર વાગે રંજનને ભાન આવ્યું ત્યારે તે વિધિ પતવા જ આવી હતી અને તે કઈ કરી નોહતો શકતો અને જોતા ને જોતા શુભ એક પિશાચ બની ગયો અને તે આખુ સર્કસ ગાજી ઉઠ્યું. વાદળોમાં ભયંકર વીજળી થવા માંડી અને ચારેય બાજુ ખોફ ફેલાઈ ગયો અને પેલો રાક્ષસ અને ડાયન શુભને લઈને ગાયબ થઈ ગયા અને રંજનને અહીં એકલો છોડી દીધો.
રંજન ને કોઈ છોડવા વાળું નોહતું ત્યાંજ કોઈ ત્યાં આવ્યું.
તે વ્યક્તિ રંજનના ગુરુ હતા. કૉલેજમાં ભણતર પતાવ્યા બાદ રંજને તે વ્યક્તિ જોડેથી શિક્ષા લીધી હતી અને તે વ્યક્તિ દૂરદર્શી હતા. તેમને અંદાજો આવી ગયો હતો કે રંજનનો જીવ જોખમમાં હતો એટલે તે ત્યાં સાચા સમયે આવી ગયા અને રંજનને છોડાવી દીધો. જો તે વ્યક્તિ થોડાક મોડા આવ્યા હોય તો રંજન ઉપર વીજળી પડી હોત અને તે મરી જાત.

ક્રમશ....