Mysteriou Monster - 3 - 1 in Gujarati Horror Stories by Dev .M. Thakkar books and stories PDF | રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 1

રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 1






ભાગ 3
કારાનું આગમન

1
"કારા પાછો આવશે?" નરકની રાણી એ શૈતાનને પૂછ્યું.
"આવશે નઈ આવી ગયો છે."
"કઈ રીતે?"
"સમય આવશે ત્યારે ખબર પડી જશે."
"હવે તું મારો બદલો પૂરો કરીશ અને હું આ બ્રહ્માણની મહારાણી બની જઈશ."
" હા અને પપ્પાનો બદલો લેવો છે અને હું પણ નરકની ગાદીમાં પણ બેસીસ અને તેના માટે મારે કારાને સંપૂર્ણ રીતે મારવો છે."
"કારા પાછો આવી ગયો છે તો અત્યારે તે ક્યાં છે?"
"તે તો ખાલી એક જણ જ કહી શકે છે."
"કોણ?"
શૈતાન જોરથી હસવા મંડ્યો,
"સમય આવશે એટલે તે વ્યક્તિ સામેથી આવીને કહેશે."
***
એક દિવસ એક નાનો છોકરો તેના ઘરની બહાર રમવા નીકળ્યો અને તે એક મોટા મેદાનમાં પહોંચ્યો અને પછી તેના મિત્રો જોડે રમવા મંડ્યો, તે લોકો ફૂટબોલ રમી રહ્યા હતા અને એટલેમાં કોઈએ કિક મારી અને ફૂટબૉલ મૈદાનથી દૂર જતો રહ્યો, તે છોકરો ફૂટબૉલ લેવા મૈદાનની બહાર ગયો પણ ફૂટબૉલ તેને ના મળ્યો.
ત્યાં એક વ્યક્તિ બેઠો હતો અને તે વ્યક્તિ તે છોકરાને જોઈ રહ્યો હતો.
પેલા છોકરાએ તે વ્યક્તિને ફૂટબૉલ વિસે પૂછ્યું,
"તમે આમારો ફૂટબૉલનો દડો આવતો જોયો?"
"હા," તે વ્યક્તિ એ કહ્યું અને તે જે બાકડામાં બેઠો હતો તેના નીચે થી દડો કાઢ્યો, "શું તે આ દડો હતો."
"હા." તે છોકરાએ કહ્યું.
"તો લે અહીં આવીને લઈ જા."
તે છોકરો તે માણસથી દૂર ઉભો હતો અને તે વખતે તે માણસ અને તે છોકરાની આસપાસ કોઈ નોહતું અને પેલા છોકરાના મિત્રો તો બીજા મૈદાનમાં હતા અને તેમનું ધ્યાન ત્યાં નોહતું.
તે છોકરો આગળ વધ્યો, તે માણસ ઉપર એક હાસ્ય છવાઈ ગયું.
તે છોકરો તે માણસની નજીક ગયો અને તે માણસના હાથમાં થી ફૂટબૉલ લેવા હાથ લંબાવ્યો અને ત્યાંજ તે માણસે તે છોકરાનો હાથ ખેંચી લેંઘો અને તે છોકરાને નીચે પડ્યો.
તે છોકરો ઉભો થવા ગયો ત્યાંજ તે માણસે તે છોકરાને લાત મારી અને તે માણસના હાથ લાંબા થતા ગયા અને તે માણસનું કદ પણ વધ્યું અને તે માણસની આંખો લાલ થઈ ગઈ અને તે માણસ આખો લાલ રંગનો થઈ ગયો.
અને એટલામાં ત્યાં કાળા વાદળો છવાઈ ગયા અને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો.
પછી તે માણસે તે છોકરાને ઉભો કર્યો અને તે છોકરાના હાથ ખેંચી લીધા.
અને હાથ ખાઈ ગયો અને પછી તે છોકરાના પગ પછી ધીરે ધીરે આખું શરીર પણ તે માણસે ખાઈ લીધું.
અને એટલામાં તે છોકરાના મિત્રો તે બાજુ આવી રહ્યા હતા, તે લોકોને જોઈને તે માણસ ત્યાંથી જતો રહ્યો.
તે છોકરાના મિત્રો ત્યાં આવ્યા પણ તેમને ત્યાં તે છોકરો ના દેખાયો અને એટલે તે લોકો ત્યાંથી જતા રહ્યા.
***
"તો પ્રકાશ તું કેટલા વર્ષથી ત્યાં શિક્ષા લે છે." રંજને પૂછ્યું.
"6 વર્ષ."
"બરાબર પણ તું ક્યાંનો છું?"
"હું..હું તો પહેલા એક ગામડામાં રહેતો હતો."
"ઓકે."
પછી રંજને ત્યાંનું પેપર જોયું તેમાં હેડલાઇન હતી કે
એક છોકરો મિત્રો જોડે ફૂટબૉલ રમવા ગયો હતો અને ત્યાથી ગાયબ થઈ ગયો
આ વાંચીને પ્રકાશ મનમાં હસ્યો,
"આ પેપરમાં તો આવું બધુ જ આવશે ચાલ આપણે નાસ્તો કરવા જઈએ." રંજને કહ્યું.
પછી બને જણ ત્યાંથી બહાર નીકળ્યા,
"બોલ તારે શુ ખાવું છે?" રંજને પૂછ્યું.
"મારે તો કઈ પણ ચાલશે."
"તો ચાલ અહીં બાજુમાં એક મોલ છે ત્યાં જ જઈએ."
પછી બને જણ મોલમાં જાય છે અને દર વખતેની જેમ આ વખતે પણ રંજન બૂકસ્ટરમાં જ પહેલા જાય છે.
ત્યાં જઈને જ ત્યાં જે બેત્રણ જણ જે તે બુકસ્ટોરમાં હતા તે રંજન જોડે આવે છે અને ફોટો પડાવે છે અને તે લોકો રંજનને જોઈને તેની પુસ્તક ત્યાંથી જ ખરીદે છે.
પછી રંજન ત્યાંના માલિકને પણ ઓટોગ્રાફ આપે છે,
"આ મારો ઓટોગ્રાફ રાખો કામ આવશે." રંજન કહે છે.
"તમારી પુસ્તક જોરદાર છે આનો બીજો ભાગ ક્યારે આવશે." ત્યાંના માલિક પૂછે છે.
"હા તેના ઉપર કામ ચાલુ જ છે અને વેંચાય છે આ પુસ્તક."
"ના ના અહીં તો કોણ વાંચવા વાળું છે, થોડી ઘણી કોપીઓ વેંચાય છે પણ અહીં કોઈ બાળકને પણ પુછીયે કે પછી કોઈ મોટા માણસને પુછીયે કે તમે પુસ્તક વાંચો છો તો સામે ઉત્તર આવે કે આવો ફાલતુનો સમય આમારી પાસે નથી, પણ તમે જ કહો કે પુસ્તક વાંચવું એ ફાલતુ સમય છે? જો બધા મૂવી અને વેબસીરઝ જોવે છે તો એ ફાલતુ સમય છે એમની પાસે પણ જ્યારે વાત આવે પુસ્તકની તો માણસો તો તેની સામું જોવા પણ તૈયાર નથી થતા.
હા અમુક હોય છે પુસ્તક પ્રેમી પણ ભારતમાં તે લોકો અમુક જ છે, તમે વિદેશમાં જાવ તો ત્યાં લોકો પુસ્તકને પણ ટાઈમ આપે છે જેટલો તે લોકો મુવી અને વેબસીરઝને આપે છે."
"વાહ તમારી વાત શો ટકા સાચી છે અને હવે આ બધું બદલવું તો પડશે જ."
પછી રંજન થોડી ઘણી પુસ્તકો ખરીદે છે અને પછી પ્રકાશ જોડે મોલના સિનેમા હોલમાં જાય છે.
"આ પુસ્તક તમે લખ્યું છે?" પ્રકાશ પૂછે છે.
"હા."
"હું પણ લઈશ."
"એક કામ કરશું આજે રાત્રે આપણે બને આ પુસ્તક જોડે વાંચશુ."
"સારું."
પછી તે લોકો મૂવી જોવા જતા રહે છે અને પછી થોડી ઘણી ખરીદી કરીને તે લોકો રાત્રે મોલથી બહાર નીકળે છે અને રાત્રે એક સારી હોટેલમાં જમવા જાય છે.
પછી ઘરે આવીને તે બને જણ રંજનની પુસ્તક વાંચવાનું ચાલુ કરે છે.
પણ અદધી રાત્રે રંજનને ઊંઘ આવી એટલે તે રાત્રે સુઈ ગયો અને પ્રકાશે આખી પુસ્તક વાંચી લીધી.
રંજન સવારે 7 વાગે ઉઠ્યો, તેણે જોયું કે પ્રકાશ સુઈ રહ્યો હતો, પછી તેને બ્રશ કર્યું અને બાર ચાલવા નીકળ્યો, તે એક કલાક ચાલ્યો અને એક ગાર્ડન પાસે આવીને બાકડામાં બેઠો અને આજુ બાજુનું વાતાવરણ જોવા લાગ્યો પછી તે ગાર્ડન પાસે એક માણસ પેપર વેંચી રહ્યો હતો ત્યાંથી પેપર લીધું અને પાછો બાંકડે જઇને બેસી ગયો.
પછી તે પેપર વાંચવા મંડ્યો અને પેપરમાં તેની પુસ્તક વિસે એક લેખ પણ હતો જેમાં તે પુસ્તક વિસે લખ્યું હતું અને તેના વિસે પણ લખ્યું હતું.
પછી તે તેના ઘર તરફ વધ્યો, રસ્તામાં ઘણી દુકાનો અને બિલ્ડીંગો હતી જેમાં લોકો રહેતા હતા.
પણ રંજનને અચાનક એક વિચાર આવ્યો કે તે પેલી પહાડી એ જઈને જોવે કે તે શૈતાન ત્યાં હજી છે?
તે ચાલતો ચાલતો તે પહાડી આગળ પહૉચ્યો, છેલ્લે રંજને તે પહાડી ધ્યાન કરવા બેઠો હતો ત્યારે જોઈ હતી.
તે પહાડીની ઉપર એક કાચું મકાન દેખાતું હતું.
રંજન તે મકાન આગળ જવાનો જ હતો કે ત્યાં તેને એક માણસ તે મકાનની બારીમાં દેખાયો.
રંજન તેને જોતાજ તે પહાડીની કિનારો એ જતો રહ્યો અને નીચે વળી ગયો.
તે માણસને લાગ્યું કે તેની ઉપર કોઈની નજર છે એટલે તે માણસ બહાર આવ્યો, તે માણસ શૈતાન જ હતો.
પછી તે ધીરે ધીરે બહાર આવ્યો અને ધીમા પગલે તે નાની પહાડીની નીચે ઉતર્યો.
શૈતાન તે પહાડીના કિનારીએ આવીને કુદયો અને રંજનની આગળ જઈને ઉભો રહ્યો.
રંજને તેને જોયો અને તરત એક મંત્ર બોલ્યો અને તેના હાથથી શૈતાનને પાડી દીધો.
શૈતાન ઉભો થયો અને પાછળ જોયું, પાછળ રંજન ઉભો હતો.
શૈતાને રંજન સામું એક ધાર્યું જોયું અને રંજનને આંખોના ઇશારાથી નીચે પડ્યો અને તેની પાસે જઈને તેને ઊંચો કર્યો અને ફરી નીચે પછાડ્યો.
રંજન ઉભો થવા ગયો ત્યાં જ શૈતાને તેને પેટ આગળ લાત મારી અને તે થોડો દૂર જઈને પડ્યો.


ક્રમશ...


Rate & Review

Nayana Nakrani

Nayana Nakrani 6 months ago

Altaf

Altaf 6 months ago

good

Minaz Shaikh

Minaz Shaikh 6 months ago

Chetna Bhatt

Chetna Bhatt 6 months ago

Darsh

Darsh 6 months ago