Mysteriou Monster - 1 - 3 in Gujarati Horror Stories by Dev .M. Thakkar books and stories PDF | રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 3

રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 3

3

ત્યાંજ રંજન એક ઝટકા સાથે ઉઠ્યો. સવાર થઈ ગઈ હતી પણ તેના ચાલવા જવાનો સમય નીકળી ગયો હતો.
આ બધું રંજનનું સપનું હતું.
તે બ્રશ કરીને ધાબામાં ચાલવા ગયો, તે કલાક ચાલ્યો અને પછી ત્યાં ઘડીક બેસ્યો, ત્યાં શુભ ધાબામાં આવ્યો.
"તમે જે પુસ્તક લખી હતી તે સત્ય હકિકત છે?." શુભે રંજનને કહ્યું.
"હા તે મારા જોડે બની ગયું હતું."
"મારે તમને કંઈક કહેવું છે."
"શું?"
શુભ કંઈક બોલવા ગયો ત્યાંજ પેલી સુંદર યુવતી શુભને શોધતા શોધતા ધાબામાં પહોંચી.
"તું અહીં છું. સ્કૂલે તારા પપ્પા જશે?" તે યુવતીએ શુભને ક્રુરતાથી કહ્યું.
"આવું છું મમ્મી."
રંજન વિચારમાં પડી ગયો તે યુવતી ને જોઈને કારણ કે તે લગભગ લગભગ 22થી23 વર્ષની લાગતી હતી તો તે કઈ રીતે 12 વર્ષના છોકરાની મા હોઈ શકે.
પછી થોડીક વારમાં તે નીચે ગયો અને પછી બહાર આંટો મારવા અને ખરીદી કરવા નીકળી ગયો.
રંજન વિચારી રહ્યો હતો કે પેલી સુંદર યુવતી શુભની મા કઈ રીતે થઈ હશે કેમકે તે ઉંમરમાં નાની હતી. આ બધું વિચારતા વિચારતા તે એક ગાર્ડન પાસે આવીને બેસી ગયો. તે તેના ફોનમાં તેના પુસ્તકના રેટિંગ્સ જોતો હતો અને યુટ્યુબમાં ઘણા લોકોએ તેની પુસ્તકના પ્રતિભાવ આપ્યા હતા. ઘણા લોકોએ તે પુસ્તકને બકવાસ પણ કહી હતી પણ રંજનને તેના થી કોઈ ફરકના પડ્યો કેમકે તેને ખબર હતી કે પુસ્તકના સારા પ્રતિભાવ પણ મળે અને ખરાબ પણ.
પછી તેણે જોયું કે ગાર્ડનની બાજુમાં એક ભાઈ પેપર વેંચી રહ્યો હતો. રંજને એક પેપર લીધું અને પછી ફરી પેપર લઈને બેસી ગયો.
રંજને પેપર વાંચવાનું ચાલુ કર્યું, અડધું પેપર વાંચીને તે ઉભો થવા ગયો ત્યાંજ તેનું ધ્યાન પપેરના છેલ્લા પૅજમાં પડ્યું. રંજને પેપર ઉપાડ્યું અને જોયું. તે પેજમાં ઉપર મોટા અક્ષરથી લખેલું હતું
ગરીબ લોકોના ઇલકામાં સવારે એક લાશ જોવા મળી. સૂત્રોના પ્રમાણે તે છોકરાની મૃત્યુ અદધિ રાતે થઈ હોય એવું લાગી રહ્યું છે.
રંજને જોયું કે તે લઇનના નીચે એક ફોટો હતો તે જગ્યાનો. રંજનને તે જોઈને તરત યાદ આવ્યું કે તે તેજ જગ્યા હતી જે તેને સપનામાં જોઈ હતી. રંજન આ જોઈને વિચારમાં પડી ગયો અને તેને વિચાર્યું કે અત્યારેજ તે, તે જગ્યાએ જશે.
રંજને એક રિકસા પકડી અને તે જગ્યાએ પહોંચ્યો.
ત્યાં જઈને તેને બધું જોયું, તે બધું તેવુ જ હતું જેવું તેને સપનામાં જોયું હતું.
બધા લોકો દુઃખી હતા અને પોલીસ પૂછપરછ કરી રહી હતી.
પણ અત્યારે રંજનને કાઈ બોલવું ઠીક ના લાગ્યું અને ધીરેથી કોઈને ખબાર ના પડે તેવી રીતે તે જગ્યાનો ફોટો પાડી લીધો અને તે તેની બિલ્ડીંગમાં જતો રહ્યો.
તેણે ઘરે જઈને પહેલા તેના બેગમાં થી નોટ કાઢી અને તેનું સપનું તેમાં લખ્યું અને તેણે જે ફોટા લીધા હતા તેની પ્રિન્ટ કઢાવીને તે ફોટા તે નોટમાં ચોંટાડી દીધા.
પછી તે ટીવી જોવા બેસી ગયો.
પછી રાત્રે તે ધાબામાં આંટો મારવા ગયો અને વિચારવા લાગયો કે આ બધું શું થઈ રહ્યું છે.
ત્યાંજ શુભ ત્યાં આવ્યો, રંજનના મગજમાં તેણે જોઈને એક સવાલ આવ્યો અને તેણે તરત તેને પૂછ્યો.
"સવારે પેલી યુવાતો આવી હતી તે તારી મમ્મી હતી?"
"હા પણ બીજી."
"કેમ."
"હજી મારી મમ્મી 13 દિવસ પહેલા જ મારી હતી અને ત્યાંજ આ આવી ગઈ. મને આના થી ડર લાગે છે."
"કેમ."
"તે અત્યારે હું તમને ના કહી શકું."
"સારું તું જ્યારે કહીશ ત્યારે હું તારી મદદ માટે તૈયાર થઈ જઈશ. કાલે રવિવાર છે, જો તારે મારી જોડે પેલા ઓલ ઇન વન મોલમાં આવું છે."
"હા ઘરે રહેવા કરતા આ સારું છે, પણ ખર્ચો હું નઈ કરું."
"અરે હું કરી લઇસ,ખુશ."
પછી બને જણ નીચે ગયા. રંજન પેલી પહેલી સુલઝાવાની કોશિશ કરી રહ્યો હતો એટલેમાં તેને ઊંઘ આવી ગઈ.
***
"માસી આને હું મોલમાં લઇ જાવ છું, સાંજે મૂકી જઈશ ચાલશેને." રંજને શુભની મમ્મીને કહ્યું.
"સારું ચાલશે."
પછી શુભ અને રંજન મોલમાં ગયા, તે એક વિશાળ મોલ હતો. રંજન પહેલા તો તે મોલના ત્રીજા ફ્લોરમાં ગયો.
"કેમ ડાયરેક્ટ ત્રીજા ફ્લોરમાં?" શુભે રંજનને પૂછ્યું.
"અરે આ મોલમાં ત્રીજા ફ્લોરમાં બુકસ્ટોર હોય ચાલ ત્રણ ચાર પુસ્તકો લાઈસુ પછી આગળ બધું જોઈશું."
તે લોકો બૂકસ્ટોરમાં ગયા અને ત્યાં ઘણી બધી પુસ્તકો હતી, તેમાં રંજનની પણ પુસ્તક હતી, અને તેની જોડે દેવ ઠક્કરની પુસ્તકો પણ હતી.
"રહસ્ય બાય દેવ ઠક્કર, આ પુસ્તક વાંચી છે તે?"
"ના."
"આજે વાંચ, જોરદાર છે."
"તો લાવો લઈ લઈએ."
પછી તે લોકોએ ઘણી પુસ્તકો લીધી અને પૈસા આપીને મોલ ફરવા લાગ્યા. તે લોકો પહેલા સિનેમાં હોલમાં ગયા. ત્યાં એક હોરર મૂવી લાગી હતી. તે મૂવીને 1 કલાકની વાર હતી તો તે લોકો નાસ્તો કરવા બેઠા.
કલાકમાં તે લોકો મૂવી જોવા ગયા.
તે મૂવીમાં એક છોકરાની નવી મમ્મી આવી હતી અને તે મમ્મી તે છોકરાને મારીને ખાઈ ગઈ.
આ જ તે મૂવીનો મૈન પ્લોટ હતો. 2 કલાક પછી બધા બહાર નીકળ્યા. તે ઘર તરફ ચાલતા જ જવાના હતા. ત્યાંજ શુભને કૈક યાદ આવ્યું.
"અરે મારે તમને એક વાત કહેવી છે." શુભે કહ્યું.
"શું?"
"મેં તમને ગઈ કાલે કહ્યું હતું કે મને ઘરમાં ડર લગે છે."
"હા.. કેમ પણ?"
"મને મારી નવી મમ્મીથી ડર લાગે છે. મેં ઘણી વાર મારા પપ્પા અને મમ્મીથી સાંભળ્યું છે કે મને મારવાનો છે. મને લાગે છે કે મારી નવી મમ્મી એ મારા પપ્પાને મને મારવા ચડાવ્યા છે. એટલે મને ઘરમાં ડર લાગે છે."
"હ.."
"તો તમે જે પેલી પુસ્તક લખી હતી તે સત્ય ઘટના હતીને?"
"હા."
"મને લાગે છે કે તમે મારી મદદ કરી શકશો."
"એક કામ કર કાલે સાંજે .મને ધાબામાં મળ, સાંજ સુધીતો તારી સ્કૂલ અને ટ્યૂશન પતિ જસેને?"
"હા."
"બસ તારે મને મળ કાલે, અને કોઈને કહેતો નઈ કે તે મને આ કહ્યું.
"સારું."
પછી બને જણ તેમના ઘરે ગયા.
***
5 મોટા વ્યક્તિ એક છોકરાના વાંહે પડ્યા હતા, તે છોકરો સાયકલ લઇને આઈસ ક્રીમ લેવા જઈ રહો હતો. તે છોકરાને ખબર નોહતી કે તેની પાછળ 5 વ્યક્તિ છે.
પેલો છોકરો આઈસ ક્રીમ લઈને તેના ઘર તરફ નીકળ્યો. તે રાતનો સમય હતો, તે જે રસ્તેથી નીકળ્યો ત્યાં થોડાક વાહનો અવર જવર થઈ રહ્યા હતા. પણ આગળ જતાં એક સૂમસામ રસ્તો આવ્યો.
પેલા 5 વ્યક્તિ તે છોકરાની પાછળ પાછળ એક બાઇકમાં ધીરે ધીરે જઈ રહ્યા હતા.
પેલો છોકરો સાયકલમાં થી જતો હતો ત્યાંજ તેની સાયકલની ચૈન નીકળી ગઇ. એટલે તે છોકરો ચૈન ચડાવવા નીચે ઉતર્યો અને તેનું ધ્યાન તે વ્યક્તિઓ ઉપર પડ્યું.
તે થોડોક ડરી ગયો અને આઈસ ક્રીમની થેલી લઈને ત્યાંથી દોડવા લાગ્યો.
પેલા વ્યક્તિઓએ પણ પોતાની બાઇક લઈને તે છોકરા વાંહે પડ્યા. તે છોકરો દોડતા દોડતા પડી ગયો અને પેલા વ્યક્તિ ઓએ તે છોકરાની જોડે બાઇક ઉભી રાખી.
પછી તે લોકો એ બાઇકમાં થી દંડો કાઢ્યો અને બધા એ મળીને તે છોકરા ને એવી રીતે માર્યો કે પેલો છોકરો તે માર સહન ના કરી શક્યો અને મરી ગયો.

ત્યાંજ રંજન જાગી ગયો. આ પણ રંજનનું એક સપનું હતું.
આજે પણ તેના ચાલવા જવાનો ટાઈમ જતો રહ્યો હતો.
"શું થયું બેટા." રંજનની દાદીએ પૂછ્યું.
"કાઈ નઈ એક ખરાબ સપનું જોઈ લીધું."
"હ… મેં તારી ચોપડી વાંચી."
"ઓહ કેવી લાગી."
"આ ચોપડી અધૂરી છે."
"હા આપણી જોડે અધૂરી ઘટના જ થઈ હતી."
"જો આ અધૂરી છે અને સત્ય હકીકત છે તો પછી કંઈક ખતરો છે."
"કેમ?"
"કેમ કે ચોપડીના અંતમાં તે ડાયાને કહ્યું હતું કે અંત જ પ્રારંભ છે અને તે પાછી આવશે."
"હા.."
"તે ઘટના હજી મને યાદ છે અને આ ચોપડી વાંચીને ઘણું દુઃખ થયું."
"હા પપ્પા અને મમ્મી પણ અમા જતા રહ્યા."
"હા પણ મને લાગે છે કે તારો જીવ ખતરામાં છે."
"ના દાદી આ વાતને 10 વર્ષ થઈ ગયા છે તમે ચિંતા ના કરો."
"હા પણ તું ધ્યાન રાખજે."
"હા હું મારું ધ્યાન રાખીશ."
પછી રંજન નાઈ ધોઈને તૈયાર થઈ ને તે પેલી જગ્યા એ જાય છે જે જગ્યા તેના સપનામાં આવી હતી.
તે જગ્યામાં સાચેમાં ખૂન થયું હતું. હવે રંજનને ચિંતા થાય છે કારણ કે કોઈ રંજનને સપનાથી કંઈક કેહવા માંગતું હોય તેવું તેને લાગે છે.
રંજન પાછો ગાર્ડનમાં આવીને બેસી જાય છે અને તે બધું યાદ કરે છે જે તેના જોડે 13 વર્ષ પહેલાં થયું હતું.

ક્રમશ...


Rate & Review

Meghna

Meghna 6 months ago

Hitesh Shah

Hitesh Shah 6 months ago

Nayana Nakrani

Nayana Nakrani 6 months ago

Vijay

Vijay 6 months ago

Dipti Koya

Dipti Koya 6 months ago