Mysteriou Monster - 2 - 5 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 5


5
'ઘણા વર્ષો પહેલા એક દિવસ એક અનાથ આશ્રમમાં એક નાનો છોકરો આવ્યો, તે છોકરો રાત્રે તે અનાથ આશ્રમમાં ગયો અને કોઈને ખબર ના પડે તેમ ત્યાં જઈને સુઈ ગયો.
બીજા દિવસે તે છોકરો જાગ્યો બધા તે છોકરાને જોઈ રહ્યા હતા.
"તારું નામ શું છે?" એક એ તે છોકરાને પૂછ્યું.
"મારુ નામ દનુજ છે." તે છોકરા એ જવાબ આપ્યો.
બધા એ તે નામ પહેલી વાર સાંભળ્યું હતું એટલે તે લોકોને તે નામનો મતલબ નોહતી ખબર.
પછી તે લોકો એ દનુજના માતા પિતા વિસે પૂછ્યું પણ દનુજને કાઈ ખબર નોહતી કે તે ક્યાંથી આવ્યો અને કોણ હતો.
તેણે ખાલી એટલી જ ખબર હતી કે તે રાત્રે તે આશ્રમમાં પહૉચી ગયો હતો.
ત્યાં સુધીમાં તે આશ્રમના માલિક આવ્યા અને તેમને દનુજ જોડે વાત કરી.
"જો જ્યાં સુધી તને કોઈ લેવા નઈ આવે ત્યાં સુધી તું અહીં રહેજે અને તારું ભણતર અમે સંભાળી લેશું." ત્યાંના મલિકે દનુજને કહ્યું.
પછી દનુજ તે લોકો જોડે જ રહ્યો અને તે ત્યાં ભણવા પણ દરરોજ જતો હતો.
એક દિવસ તે સ્કૂલે ગયો, તે દિવસે ત્યાં કોઈ નવો વિદ્યાર્થી આવ્યો હતો. અને તેની જોડે તેના નાના ભાઈ બેન પણ હતા જે ખાલી તેનાથી 1 વર્ષ નાના હતા.
દનુજ બધા જોડે શાંતિથી રહેતો હતો, અને તે કોઈ જોડે ઝગડો નોહતો કરતો, અને તે હંમેશા કોઈ ઝગડો કરતું હોય ત્યારે તેનાથી દૂર જ રહેતો.
એક દિવસ એક નાની વાત ઉપર કોઈ બે જણાનો ઝગડો થઈ ગયો હતો, દનુજ તે બનેને છોડાવા ગયો પણ ત્યારે તેને તે લોકો એ ગાળો દીધી અને એમાં જ તેને ધકો માર્યો અને તે પડ્યો.
દનુજને જોરદાર ઇજા થઈ, એક જણા એ ત્યાંના સાહેબને બોલાવ્યા અને તરત તેની સારવાર થઈ.
હવે દનુજે એવું વિચાર્યું કે કોઈ પણ જણ ઝગડો કરે તો તેમને છોડાવવા તે નઈ જાય.
પછી એક દિવસ તેને અંદરથી કંઈક થયું, તેને પણ નોહતી ખબર કે તેના શરીરમાં શું થાય છે. તે દિવસે તે ભણીને આશ્રમમાં જઈ રહ્યો હતો, રસ્તામાં તેને કોઈ વ્યક્તિ દેખાયું.
તે વ્યક્તિને જોઈને પાછું તેને શરીરમાં કંઈક થવા મંડયું, આ વખતે દનુજે રસ્તામાં મળેલી એક વૃક્ષની લાકડી લીધી અને પછી તે પેલા મોટા વ્યક્તિ પાસે ગયો.
તે વ્યક્તિએ દનુજને જોયો પણ તે વ્યક્તિ એ તેના ઉપર ધ્યાન ના આપ્યું અને તેના રસ્તે ચાલવા મંડ્યો.
દનુજે તે લાકડી લીધી અને જોરથી તે વ્યક્તિના માથા ઉપર મારી.
તે વ્યક્તિએ પાછળ જોયું, તેને જોઈને દનુજ ઝડપથી દોડ્યો અને રસ્તામાં તેને એક મોટો પથ્થર દેખાયો.
દનુજે તે પથ્થર લીધો અને તે વ્યક્તિ ત્યાં આવીને ઉભો રહ્યો.
તે વ્યક્તિ થોડોક ગભરાયો,
"નઈ બેટા તે પથ્થર મૂકી દે." તે વ્યક્તિએ ડરતા ડરતા કહ્યું.
પણ દનુજ તે વ્યક્તિ તરફ ધીરે ધીરે આગળ વધ્યો, તે વ્યક્તિ પાછળ ફરીને દોડવા ગયો ત્યાંજ તેના પગ ઉપર દનુજે પથ્થર ફેંક્યો. તે વ્યક્તિ ત્યાં જ નીચે પડી ગયો.
"નઈ બેટા મેં તારું શું બગાડ્યું છે મને જવા દે." તે વ્યક્તિ બોલ્યો પોતાનો જીવ બચાવવા માટે દનુજને માનવી રહ્યો હતો.
ત્યાંજ દનુજે તે પથ્થર પાછો લીધો અને ઊંચો કર્યો,
"નઈ..._" આટલું બોલતા જ તે વ્યક્તિ ઉપર પથ્થર પડી ગયો.
દનુજને નોહતી ખબર કે આ તે શું કરી રહ્યો છે. પણ ખબર નઈ કેમ પણ તેને જે શરીરની અંદર થઈ રહ્યું હતું તે આ ઘટના પછી બંધ થઈ ગયું.
દનુજને અલગ આનંદ થઈ રહ્યો હતો, પણ તેને કાઈ ખબર નોહતી પડતી અને તે તો હિંસાથી પણ દૂર જ રહેતો હતો.
પછી તે પાછો આશ્રમમાં ગયો, અને પહેલા જેવો થઈ ગયો.
એક દિવસ તેના વર્ગમાં જે નવો વિદ્યાર્થી આવ્યો હતો તે અને તે વિદ્યાર્થીના ભાઈ અને બહેન એ દનુજને ઘેરી લીધો હતો.
દનુજને નોહતી ખબર કે તે લોકો આવું કેમ કરે છે, અને જે નવો વિદ્યાર્થી આવ્યો હતો તે દનુજને હેરાન પણ કરતો હતો.
આજે તે બધા એ ભેગા થઈને દનુજને ઢોર માર માર્યો, દનુજ રોઈ ગયો હતો અને એટલી વારમાં ત્યાં તેના સાહેબ આવ્યા.
તે સાહેબને જોઈને તે નવો વિદ્યાર્થી અને તેના ભાઈ બહેન ત્યાંથી દોડીને જતા રહ્યા.
તે સાહેબે દનુજને ઉભો કર્યો અને પૂછ્યું કે આ બધું કોને કર્યું.
પણ દનુજ કાઈ બોલવાની હાલતમાં નોહતો, તેને તે શાળાના દવાખાને લઈ જવામાં આવ્યો અને તેની સારવાર થઈ.
પછી દનુજ ફરીથી તેના વર્ગમાં ગયો,
"મજા આવી." તે નવા વિદ્યાર્થી એ દનુજને પૂછ્યું.
"તે આવું કેમ કર્યું મેં તારું શું બગાડ્યું હતું."
"મને મજા આવી એટલે."
આ સાંભળીને દનુજને ખૂબ ગુસ્સો આવ્યો પણ તેના અંદરનો શૈતાન તો હજી જાગ્યો નોહતો.
પછી આવી રીતે દિવસો વીતતા ગયા, દનુજને તે છોકરો ઘણો હેરાન કરતો.
એક દિવસ દનુજ અને તે છોકરો તેમના વર્ગમાં એકલા હતા, તે છોકરો દનુજને હેરાન કરી રહ્યો હતો.
દનુજ ઉભો થયો અને એક જ લાતમાં તે છોકરાને બેભાન કરી દીધો.
પછી દનુજે તે છોકરાને લાત અને મુક્કા મારીને મારી નાખ્યો અને તે છોકરાનું થોડું માષ ખાઈ ગયો.
પણ દનુજને ખબર નોહતી પડતી કે આવી રીતે તે માણસોનું માષ કઈ રીતે ખાઈ છે અને તે આ જે પણ કરે છે તે તેને ખબર જ નોહતી પડતી પણ અંતમાં તેને આ કરવાથી અંદરને અંદર શાંતિ થતી હતી અને એને આનંદ થતો હતો.
પછી કોઈને ખબર ના પડે તેમ દનુજે તે છોકરાની લાશ એક જગ્યાએ સંતાડી દીધી અને દરરોજ તેમાંથી થોડું માષ ખાતો.
એક દિવસ તે છોકરાના માતા પિતા એ સ્કૂલમાં ફરિયાદ કરી કે તેમનો છોકરો 2 દહાડાથી ઘરે નોહતો આવ્યો. પછી તે લોકો એ પોલીસને પણ ફરિયાદ કરી.
પણ તે ફરિયાદનો કાઈ ફાયદો નોહતો કેમકે દનુજે પેલા છોકરાને આંખે આખો ખાઈ લીધો હતો.
પોલીસે પૂછપરછ કરી પણ તેમને કાઈ મળ્યું નઈ.
પછી ધીરે ધીરે દનુજ વધારે શિકાર કરવા માંડ્યો, તેને લોકોને મારીને ખાવાથી એક અલગ પ્રકારનો આનંદ થતો હતો અને તે આનંદને તે વર્ણી શકતો નોહતો.
પછી એક દિવસ તે એક અંજાન ઘરમાં ગયો અને ત્યાં જઈને તે આખા પરિવારને ખતરનાક રીતે ખતમ કરી નાખ્યું. તે બધાને ખાઈને તે તેના ઘરે ગયો.
તે વખતે તેનું પોતાનું ઘર થઈ ગયું હતું અને તે મોટો પણ થઈ ગયો હતો.
તે વખતે રાત્રે તે સુઈ રહ્યો હતો ત્યારે ત્યાં એક સ્ત્રી આવી અને દનુજને ઉઠાડ્યો.
"તમે કોણ છો?" દનુજે તે સ્ત્રીને જોઈને પૂછ્યું.
"હું તારી મા છું?"
"હું કઈ રીતે માનું કે તમે મારી માતા છો."
"હું તને આખી વાત કહું છું તું સંભાળ, હું નરકની રાણી છું અને તારા પપ્પાએ મારી જોડે લગન કર્યા હતા અને તે અહીં ઘણા દિવસ રોકાયા હતા પછી મને નરકમાં લઇ ગયા. તારા પપ્પા નરકના રાજા છે, પછી તું આવ્યો પણ તું માણસ જેવો લાગતો હતો એટલે નરકના લોકોએ તને સ્વીકારયો નઈ અને એટલે અમે તને અહીં છોડીને ગયા. પછી તારા પપ્પા એ ઘણા દિવસ સુધી નરકમાં રાજ કર્યું પણ ગઈ કાલે તેમના એક સિપાહીએ કોઈના કહેવાથી તેમની ઉપર હુમલો કર્યો અને તારા પપ્પાનું દેહાંત થયું, હવે જેણે તારા પપ્પા ઉપર હુમલો કર્યો હતો તે મને કહે છે કે ક્યાંક તો હું એની રાણી થાવ નહીંતર તે મને મારી નાખશે.
હું મારો જીવ બચાવતી બચાવતી અહીં તને મળવા આવી છું."
"પણ હું તમારા ઉપર ભરોસો કઈ રીતે કરું."
"મારા હિસાબથી તને માણસોને મારીને તેમનું માષ ખાવાથી અલગ આનંદ થાય છે ને? કારણ કે નરકના લોકો માણસોનું માષ હમેશા ખાતા હોય છે."
"હા ચાલો હું તમારી વાત માની પણ લઉં પણ પછી મારો જીવ ખતરામાં ના આવે."
"મને લાગે છે કે તને હજી ભરોસો નથી થયો, હું તને તારું બધું દેખાડું જ્યારે તું નરકમાં હતો ત્યારે કેવો હતો."
પછી દનુજની મા એ તેને દનુજના નરકના દ્રષ્યો દેખાડ્યા, અને દનુજને ભરોસો થઈ ગયો.
"હવે તો પછી મારે શું કરવાનું છે?" દનુજે પૂછ્યું.
"તારે બદલો લેવાનો છે તારા પપ્પાનો અને નરકનો રાજા બનવાનું છે."
"મારી જોડે એક યુક્તિ છે, તમે નરકમાં તે રાજાની રાણી બનીને અત્યારે રહો અને હું તમને છોડાવવા આવીશ અને બદલો પણ લઈશ." દનુજે કહ્યું.
"હા અને હું તને ભવિષ્ય જોવાની શક્તિ આપું છું, ખબર નઈ કેમ પણ તને આ શક્તિ કામ આવશે."
પછી દનુજની મમ્મી ત્યાં જતી રહી પણ ત્યાંજ નરકના સૈનિકોએ ત્યાં આવીને તેને મારી નાખી.
દનુજે યુક્તિ કરી અને નરકમાં ગયો અને ત્યાં જઈને જે ત્યાંના રાજા હતા જેમનું નામ કારા હતું તેમનો ભરોસો જીતી લીધો.
અને પછી દનુજ તેમનો શલાકાર બની ગયો અને નરાકનો એક મુખ્ય માણસ બની ગયો.
એક દિવસ કારાએ એક આત્માને શ્રાપ આપ્યો કે તે આત્મા આજીવન ધરતીમાં રહેશે પણ દનુજે તે આત્માને બચાઈ લીધી અને કારાને કહ્યું કે જે તે આત્મા હતી તેમાં એક કાબીલયિત છે એટલે તેને ત્યાંનો સેનાપતિ બની ગયો.
કારા માની ગયો અને તે આત્મા ત્યાંની સેનપતિ થઈ ગઈ,
પછી દનુજે એકલા હાથે ઘણા યુદ્ધ જીત્યા અને કારાનો ભરોસો તેના ઉપર વધતો ગયો.
એક દિવસ દનુજે મોકો જોઈને કારાને મારવાની કોશિશ કરી પણ તે મર્યો જ નઈ.
દનુજને ખબર નોહતી કે કારાને કઈ રીતે મારવો પણ તે દિવસે દનુજે કારા ઉપર એવો વાર કર્યો કે તે હંમેશા માટે નિંદ્રામાં જતો રહ્યો.
પણ કારા જાગે તેને ઘણી શક્યતા હતી પણ તે હજી સુધી જાગ્યો નો હતો અને દનુજે નરકના એક શક્તિશાળી માણસને કારા ને બીજી દુનિયામાં નાખવાનું કામ સોંપ્યું હતું. પછી એક કારણથી દનુજે તે માણસને નરક થી કાઢી નાખ્યો.
પછી દનુજ ત્યાંનો રાજા બનવાનો હતો ત્યાં તેને યાદ આવ્યું કે તે તેની મમ્મીને પાછી લાવી શકે છે.
પછી તેને ભવિષ્ય જોયું અને એક રોહિત નામના છોકરા જોડે એક ખેલ ખેલ્યો અને એક મહેશ નામની આત્મા સાથે સોદો કર્યો.
મહેશની આત્મા એ તે કામ કરવા માટે ઘણા વર્ષો લીધા અને તે કામ 1000 છોકરાને મારીને તે લોકોની આત્માને દનુજના હાથે સોંપવાનું હતું. તે વખતે દનુજને લોકો 'શૈતાન' કરીને બોલાવતા હતા.
પછી જેવું તે કામ પત્યું તેવું દનુજે તે છોકરા જોડે રોહિત અને બીજા એક વ્યક્તિની આત્માની પણ બલી આપી અને રોહિતની છોકરીના શરીરમાં દનુજની મમ્મી એટલે નરકની રાણી પાછી આવી ગઈ.'
અને પછી હવે મને નથી ખબર.
"બરાબર પણ હવે તે લોકોની નજર આ બ્રહ્મણ ઉપર છે." રંજને પૂછ્યું.
"હા અને હવે બધું તારા ઉપર છે કે તું કઈ રીતે બ્રહ્મણને બચાવે છે અને હું તારી સાથે પ્રકાશને મુકલું છું". વિક્રાંતે કહ્યું.
પછી રંજન અને પ્રકાશ બને જણ રંજનના ઘરે ગયા.

ક્રમશ....