Mysteriou Monster - 1 - 4 in Gujarati Horror Stories by Dev .M. Thakkar books and stories PDF | રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 4

રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 4

4
13 વર્ષ પહેલાં….
"અરે રંજન ઘરે આવાનો છે તેનું ભણતર પતાવીને." રંજનના પિતાએ રંજનની મા ને ફોનમાં કહ્યું.
"ઓહોહ ક્યારે આવાનો છે."
"આજે જ અત્યારે હું તેને લેવા જાવ છું તેનો મારામાં ફોન હતો કે તે અત્યારે આવે છે."
"સારું તમે લઈને આવો હું તૈયારી કરું છું."
પછી રંજનના પિતા રંજનને લેવા જાય છે. રંજન તે વખતે કોલેજમાં હતો અને તેને પોતાનું ભણતર તે દિવસે પતાવ્યું હતું. તે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશનની ફિઈલ્ડમાં હતો. તેના પપ્પા તેને ઘરે લઈને આવ્યા, બધા રંજનને જોઈને ખુશ થઈ ગયા. તે વખતે તે લોકો એક ગામડામાં રહેતા હતા.
તે ગામડું ઘણું નાનું હતું પણ જેટલા લોકો ત્યાં રહેતા હતા તે બધા લોકો એક પરિવારની જેમ રહેતા અને તેમના દિલ પણ સારા હતા.
અને રંજન એક માત્ર એવો હતો કે જેણે તે ગામમાં ભણતર પતાવ્યું હૉય. તે બધા લોકો ખુશ ખુશાલ હતા.
અને તે આવ્યો તેની ખુશીમાં તે લોકોએ રાત્રે પાર્ટી પણ રાખી હતી.
તે દિવસે રંજન પણ ખુશ હતો. બધા એ રંજનને પૂછ્યું હતું કે તે કઈ ફિઈલ્ડમાં હતો એટલે રંજને કહ્યું હતું કે તે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશનની ફિલ્ડમાં હતો.
ગામમાં કોઈને ખબર નોહતી કે પેરાનોર્મલ એટલે શું, રંજને બધા ને તેનો મતલબ સમજાવ્યો. બધા ખુશ તો હતા પણ તે બધાને દુઃખ હતું કે આ ફિઈલ્ડમાં રંજનનો જીવ પણ જઈ શકતો હતો પણ તે લોકો રંજનને નિરાશ નોહતા કરવા માંગતા.
રંજન સમજી ગયો હતો કે તેના પરિવારને તેની ચિંતા હતી પણ રંજને તેના પરિવારને સરખી રીતે સમજાવ્યું.
પછી તે લોકો ખુશી થી જીવવા લાગ્યા.
એક દિવસ એક સુંદર યુવતી અને તેના પતિ તે ગામમાં રોકાવા આવ્યા. તે યુવતી ઘણી સુંદર હતી તેણે જોઈને જ કોઈ પણ મોહી જાય. તે લોકો પણ ગામમાં ભળી ગયા.
તે યુવતીનો પતિ આખો દિવસ ખેતરમાં કામ કરતો અને સાંજે તેના પત્ની સાથે સમય વિતાવતો. દિવસો ને દિવસો ગયા એક દિવસ અચાનક એક છોકરું તે ગામમાં થી ગાયબ થઈ ગયું. તે કઈ રીતે ગાયબ થયું તે કોઈને ખબર ના પડી.
પછી તે લોકોએ તે છોકરાને મૃત ઘોષિત કરી દીધું.
પછી એક દિવસ એક બીજો છોકરો રાત્રે રમીને તેના ઘરે જઈ રહ્યો હતો ત્યાંજ તેને કંઈક એવું જોયું જે જોઈ ને જ તે બેભાન થઈ ગયો. તેને એક એવો માણસ જોઈ લીધો હતો જેમાં તે માણસનું આદધુ શરીર એક રાક્ષસ જેવું હતું અને તે પણ આખા કાળા રંગનું હતું. તે ખૂબ ડરવાનું હતું.
તે માણસે તે છોકરાને મારી નાખ્યો. દિવસે ને દિવસે તે ગામમાં છોકરા ઓની મૃત્યુ થવા લાગી.
કોઈને ખબર નોહતી કે તે શું થઈ રહ્યું છે. ઘણા ગામના લોકોને પેલો રાક્ષસ જેવો માણસ સપનામાં આવતો અને ધીરે ધીરે 9 છોકરા ઓ મરી ગયા.
રંજન એક વૃક્ષ નીચે બેસીને વિચારતો હતો કે આ શું થઈ રહ્યું હતું ત્યાંજ તેણે એક યુવતી અને એક યુવાન ત્યાંથી જતા દેખાયા. રંજનને તે કોણ છે તે ચોખ્ખું નોહતું દેખાયું.
તે પાછળ ગયો ત્યાંજ કોઈએ તેના પર પાછળથી હુમલો કર્યો. તે બેભાન થઈ ગયો.
જ્યારે તેની આંખ ખુલી ત્યારે તે એક જોપડામાં હતો, આ તેજ જોપડું હતું જ્યાં પેલી યુવતી અને તેના પતિ રેહતા હતા.
તે કાંઈ સમજી ના શક્યો ત્યાંજ તેની સામે પેલી સુંદર યુવતી આવી. તે યુવતી એ રંજનને કહ્યું કે તે અહીં તેના એક મકસદ માટે આવી હતી તે મકસદ એવો હતો કે તે લોકોને દસ છોકરાઓની બલી આપવાની હતી અને તે દસ છોકરા ઓ માંથી એક મોટો છોકરો હોવો જોઈએ. આ કરવા થી તે યુવતીનો છોકરો થશે અને તે પિશાચ હશે અને તે પિશાચ આખી દુનિયામાં રાજ કરશે.

રંજનને ખબર પડી ગઈ કે આ એક ડાયન છે અને તેને મારવાની છે પણ તે પેરાનોર્મલ એક્સપર્ટ હતો તેણે તેના ખીચામાં થી કાતર કાઢી અને મોકો મળતા તે યુવતીની ચોટલી કાપી નાખી. તેને ખબર હતી કે ડાયનની શક્તિ ઓ તેમની ચોટલીમાં હૉય.
રંજનને એવું લાગતું હતું કે તે ડાયાને જ પેલા માણસને ફસાવીને લગન કર્યા હશે. અને ડાયન મરતા મરતા બોલી કે તે 13 વર્ષ પછી પાછી આવશે અને તે બદલો લેશે અને તેની જોડે ઘણા બધા વ્યક્તિ ઓ હતા અને 13 વર્ષ પછી પિશાચ જાગશે અને દુનિયાનું વિનાશ થશે.
રંજન જ્યારે ઘરે ગયો ત્યારે તેના મા બાપ અને ગામ વાળા ઘણા લોકો મરી ગયા હતા. આ જોઈને રંજન દુઃખી થઈ ગયો. તેના દાદા દાદી બચી ગયા હતા રંજને તેમને શહેરમાં એક ફ્લેટ લઈ દીધો અને તે તેના કામમાં વ્યસ્ત રહ્યો. તેને ખબર નોહતી કે તે ડાયન જોડે કોણ કોણ હતું અને તેના મા બાપ નું કાતિલ પણ કોણ હતું.
તે એક સારો પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર બની ગયો અને તેના કામમાં વ્યસ્ત રહ્યો.
(આ પ્રસંજ ટૂંકમાં પતાવ્યો કરણ કે રંજન તેના મગજમાં આ પ્રસંજ ટૂંકમાં જ દોડાવી રહ્યો હતો અને રંજનની પુસ્તક પણ આ પ્રસંગ ઉપર જ હતી.)


'શું જે 13 વર્ષ પહેલા થયું હતું તે ફરી થી થઈ રહ્યું છે?'
રંજન મનમાં ને મનમાં વિચારવા મંડ્યો. પછી તે ઉભો થયો અને ઘર તરફ નીકળ્યો. ત્યાં તેને રસ્તામાં એક પિઝાની દુકાન દેખાઈ. તે દુકાનની અંદર ગયો ત્યાં તેણે બે પિઝા ઓર્ડર કર્યા.
કલાક પછી તે પિઝા ખાઈને તે દુકાનના વોશરૂમમાં ગયો. ત્યાં તેને હાથ ધોયા અને પછી જ્યારે તે બહાર નીકળી રહ્યો હતો ત્યાં તેને તે વોશરૂમના અરીસામાં જોયું ત્યાં તેની પાછળ કોઈ હતું. તેને પાછળ જોયું ત્યાં એક રાક્ષસ જેવો દેખાવા વાળો વ્યક્તિ હતો અને તેણે રંજન પર હુમલો કર્યો, પહેલા તો રંજન તેને જોઈને ડરી ગયો અને તે ડરનો ફાયદો લઈને તે વ્યક્તિએ રંજનને નીચે પછાડ્યો. રંજન ઉભો થયો અને તે કંઈક બોલવા લાગ્યો.
જે તે બોલી રહ્યો હતો તે એક મંત્ર હતો જેનાથી રાક્ષસોને કાબુમાં રાખવામાં આવતા.
થોડીક વાર સુધી તે રાક્ષસ કાબુમાં રહ્યો પણ પછી તે રાક્ષસે રંજનને ઊંચો કરીને તે વૉશરૂમના પાછળ લેટરીન માં ફેંક્યો.
આ વખતે રંજનને થોડુંક વાગ્યું પણ તે ઉભો થયો અને તેને તે રાક્ષસની એવી જગ્યા પકડી જ્યાંથી રાક્ષસ તેને કાઈ કરી નોહતો શકતો.
રંજનને આવા રાક્ષસોને કઈ રીતે હેન્ડલ કરવા તે આવડતું હતું.
જોતાને જોતા તે રાક્ષસ ત્યાંથી ગાયબ થઈ ગયો.
રંજને લાગ્યું કે તે પેલો જ રાક્ષસ હતો જે 13 વર્ષ પહેલાં તેને જોયો હતો.
હવે રંજનને પણ લાગવા માંડ્યું કે તેનો જીવ અત્યારે જોખમમાં છે.

ક્રમશ.....


Rate & Review

Meghna

Meghna 6 months ago

Jalpa Navnit Vaishnav
Vijay

Vijay 6 months ago

payal patel

payal patel 7 months ago

Binal Patel

Binal Patel 7 months ago