Laghu Kathao - 24 in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 24 - ધ વેંજન્સ

લઘુ કથાઓ - 24 - ધ વેંજન્સ

ધ વેંજન્સ..

અમદાવાદ ના પાદરે હાઇવે પાસે એક બંધ કારખાના જેવી જગ્યા એ એક કાર આવી ને ઉભી રહી. એમા થી લગભગ 25 એક વર્ષ ની ઉંમર ની યુવતી બહાર આવી કાર બન્ધ કરી ઓટો લોક કરી ને અંદર ગઈ.

દરવાજો ખોલી ને અંદર પ્રવેશીને લાઈટ ચાલુ કરી. ભર દિવસે પણ અંધારું લાગતા રૂમ માં અજવાળું ફેલાયું અને સામે લોખંડ ની ખુરશી ઉપર એક યુવક ને નગ્ન અવસ્થા માં બેસાડ્યો હતો એ દેખાયો..

એ યુવક ને લોખંડ ની ખુરશી ઉપર લોખંડ ની તાર વડે હાથ ખુરશી ના હેન્ડ રેસ્ટ સાથે અને પગ ને ખુરશી ના પાયા સાથે બાંધ્યા હતા અને એના પગ ના તળિયા ને એક મોટા પાણી ના પાત્ર માં મુકવા માં આવ્યા હતા. એ યુવક અત્યારે બેભાન અવસ્થા માં થી જરાક જ ઉભો થઇ ને હોશ માં આવ્યો હતો અને એને એ યુવતી ને આવતા જોઈ.

એ પાત્ર ને ઇલેક્ટ્રિક વાયર વડે જોડી ને સ્વીચ બોર્ડ ના પ્લગ સોકેટ માં જોડ્યા હતા. એ સ્વીચ બોર્ડ તરફ એ યુવતી ગઈ એ જોઈ ને એ યુવક અધમરી હાલત માં બોલ્યો," કાજલ, પ્લીઝ માફ કરી દે.. પ્લીઝ ભૂલ થઈ ગઈ. સોરી... " એ યુવતી કંઈજ સાંભળ્યું ન હોય એમ આગળ વધી અને સ્વીચ ચાલુ કરી અને તરત જ ઇલેક્ટ્રિક કરન્ટ સ્ટાર્ટ થયો અને પાણી માં ટ્રાન્સમીટ થયો અને એ યુવક વીજળી ના ઝટકા થી ધણધણી ઊઠ્યો અને મોઢા માંથી લાળ બહાર આવી ગઈ અને પાછો બેભાન થઈ ગયો.

આ ટ્રીટમેન્ટ એ યુવક ની છેલ્લા 2 દિવસોમાં મા લગભગ 4 વાર થઈ ચૂકી હતી એટલે જ યુવક અર્ધમરી હાલત માં આવી ચુક્યો હતો પણ એ યુવતી કાજલ એ એટલી તકેદારી રાખી હતી કે યુવક એના સેન્સિસ ખોઈ ન બેસે અને મરી ન જાય.

કાજલ બહાર આવી , કાર ખોલી અને એક બોટલ અને એક થરમસ બહાર કાઢ્યું. સાથે એક ગ્લાસ પણ કાઢ્યો. પછી અંદર આવી અને એ યુવક બેઠો હતો એની ડાબી બાજુ એ સાઈડ માં હોલ ના એક સાઈડ ઉપર એક ખુરશી મૂકી હતી એના ઉપર બેઠી. અને થરમસ ખોલી અને થરમસ ના ગ્લાસ માં કોફી ભરી અને એની ચૂસકી ઓ લેવા માંડી.

15 એક મિનિટ પછી એ બહાર આવી અને એ કારખાના ટાઈપ ની જગ્યા ની બહાર ચોકડી જેવુ હતું ત્યાં નળ અને નાની ડોલ હતી. જેમાં પાણી ભર્યું અને અંદર લઈ આવી અને સિદ્ધુ એ છોકરા પર નાખી.

છોકરો સફાળો ભાન માં આવી ગયો અને ઉઠી ગયો. પછી પાછો રડમસ અને દયાભાવે ગીડગીડાવા માંડ્યો કે એ કયા તો છોડી દે કયા તો મારી નાખે પણ આવી યાતના ન આપે.

"યાતના?? હવે ખબર પડે છે યાતના શુ કહેવાય? જ્યારે તે આપી હતી ત્યારે ખ્યાલ નહોતો કે એ શું કહેવાય? યાદ છે ને 3 દિવસ પહેલા ની ઘટના?" આમ ટાઢા કલેજે અને ટાઢા અવાજે કાજલ એ વિકાસ ને કહ્યું.

3 દિવસ પહેલા:

એસ જી હાઇવે પાસે ની બ્લુ સ્ટાર નામક ફાઈવ સ્ટાર હોટલ માં એક પાર્ટી ચાલતી હતી. તમે પાર્ટી ની રોનક હતી કાજલ પ્રજાપતિ જેનો આજે 25 મો બર્થ ડે હતો. બધા પાર્ટી હોલ માં 25 એક જણ ભેગા થઈ ને પાર્ટી નો આનંદ માણી રહ્યા હતા.

કોઈ અલગ અલગ પ્રકાર ના કોકટેલ્સ અને મોકટેલસ પી રહ્યા હતા તો કોઈ ત્રણ જાત ના અલગ અલગ સુપ્સ અને સ્ટાર્ટરસ ની મજા લઈ રહ્યા હતા.

અમુક લોકો ફ્લોર પર ડાન્સ કરી રહ્યા હતા, રૂમ માં સપ્તરંગી લાઇટ્સ ની જાકમજોળ હતી અને એમાં કાજલ ઉપર ,એના દૈહિક ખૂબસૂરતી ઉપર છેલ્લા 3 મહિના થી મોહિત એવો અનુરાગ એને નિહાળી રહ્યો હતો.

કાજલ ને જોઈ ને અનુરાગ નું પુરુષત્વ પુરબહાર માં ખીલી ઉઠતું અને અનુરાગ પોતે પણ એ સમજતો હતો કે એ પ્રેમ તો નહોતોજ પણ આ અવસર માં એ કાજલ ની વધુ નજીક આવવા માંગતો હતો.

કાજલ પણ એને સારો મિત્ર માનતી હતી અને એટલેજ એક મોર્ડન છોકરી રહે એ રીતે એની સાથે નિખાલસ રહેતી પણ આ વખતે એ નિખાલસતા જ કાજલ માટે શત્રુ સાબિત થઈ.

એને કાજલ ને પાર્ટી પછી બીજો અમુક સમય પોતાની સાથે પસાર કરવા વિનંતી કરી અને એની પાછળ નો હેતુ કહ્યો કે એ એને અંકન્ડિશનલ ચાહે છે અને એની સાથે અમુક મધુર સમય પસાર કરવા માંગે છે. જેથી વાત માની શાંતિ થી બેસી વાતો થઈ શકે એ માટે અમદાવાદ ના પાદરે થોડીક ખાલી અને શાંત જગ્યા એ એ લોકો પહોવહ્યા અને વાતો કરવા માંડ્યા.

પણ પોતાના ઇન્ફેચ્યુએશન ના ઘોડા પુર માં તણાઈ જઈ એ શાંતિ નો દુરુપયોગ જબરજસ્તી કરી ને અનુરાગ એ કર્યો. કાજલ ને પોતાની હોર્મોનલ નીડ માટે રેપ કરી ને મૂકી દીધી અને તરત ત્યાં થી જતો રહ્યો.

બીજા 2 દિવસ પછી...

ત્રણેક પઠા ઓ એ અનુરાગ ની ગાડી રોકી અને એનિજ ગાડી માં એને કિડનેપ કરી ને લઈ આવ્યા અને હાઈવે ના કિનારે આવેલ કારખાના માં લઇ આવ્યા અને કાજલ ના ઓર્ડરસ મુજબ એને તદ્દન નિર્વસ્ત્ર કરી લોખંડ ની ખુરશી પર બેસાડ્યો.

આ વચ્ચે જ્યારે જ્યારે અનુરાગે વિદ્રોહ કર્યો એને ઢોર માર પડયો.. પછી થી આગળ જણાવ્યું એમ તાર વડે ગાંઠ પગ બાંધી વીજળી ના જાટકા અમુક અમુક સમયે આપતી રહેતી.

એની સાથે સાથે મરચા ના ધુમાડો એના ખુરશી ની નીચે ચાર પાયા ની વચ્ચે ના ભાગ માં મૂકી ને કર્યો જેને કારણે અસહ્ય બળતરા સહન કરવું પડ્યું અનુરાગ એ.

આ ત્રણ દિવસો માં કાજલ એ નર્ક નીં સજા ઓ અનુરાગ ને આપી જેમાં ચાસણી ને પગ થી કમર સુધી લગાવી ને કીડી ના દર વાળી માટી નાખી, કપૂર નાખેલ પાણી ને ઉકાળી ને એનો ધુમાડો એના નગ્ન શરીર પર કર્યો, આખા શરીર ઉપર લિચ (જળો: એક પ્રકાર ની લોહી ચૂસતો જીવાત) ને શરીર માં ડંખ ની વેદના સહન શક્તિ ની સીમા એ પહોચે ત્યાં સુધી લગાડ્યા, આવા અલગ અલગ ટોર્ચર ત્રણ દિવસો માં આપ્યા બાદ કાજલ એ એને છોડી મુક્યો.

પણ આ ત્રણ દિવસો ના ટોર્ચર નો વિડિઓ એને બનાવી રાખ્યો હતો અને એને યુ ટ્યુબ પર વહેતો મૂકી દીધો ડિસ્કલેમર સાથે:: " જે કોઈ પણ યુવતી સાથે બળજબરી કરે તો જવાબ આ હોવો જોઈએ નહીં કે આત્મહત્યા.. ભલે જેલ થાય પણ આત્મહત્યાં એ પણ બીજા ના ગુના માટે.. ક્યારે પણ નહીં. "..

બીજા ત્રણ દિવસો પછી યુટ્યુબ પરથી કન્ટેન્ટ વાયોલેશન અંતર્ગત વિડિઓ ઉડી ગયો એ પહેલા આ વીડિયો 1 લાખ લોકો સુધી પહોંચી ચુક્યો હતો અને યુ ટ્યુબ પરથી બીજા હજારો લોકો ના વ્હોટ્સ એપ અને ફેસબુક પેજીસ ઉપર ટ્રેન્ડ થવા માંડ્યો.

છોકરા ની સારવાર છેલ્લા 7 દિવસો થી SVP હોસ્પિટલ માં ચાલી રહી છે, અનુરાગ ના પેરેન્ટ્સ એ કાજલ ઉપર કેસ કર્યો, કાજલ એનો જવાબ આપવા વ્યવસ્થિત વકીલ ગોતી અને તૈયારી કરી રહી છે જેના સપોર્ટ મા વુમન ઇમપાવરમેન્ટ અને હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન્સ આવી ચુક્યા છે..

યાતના ને બદલે યાતના...

શુ કાનૂની રીતે આ યોગ્ય છે?
શુ કાજલ ની બદલા લેવા ની રીત યોગ્ય છે?
શુ કાજલે વીડિયો બનાવી ને વાઇરલ કરી યોગ્ય કર્યું?

આનો જવાબ કોમેન્ટ બોકસ માં રેટ સાથે અચૂક આપજો.

નોંધ: આ એક કાલ્પનિક કથા છે પણ સત્ય ની ઘણી નજીક છે.