Ispector ACP - 12 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 12

Featured Books
Share

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 12

આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
શીવાભાઈ સરપંચના જમાઈ આદર્શકુમાર,
પોતાની ગાડી રીવર્સ કરી રહ્યા હતા, ત્યારે
એમણે, તેમના સસરા શીવાભાઈ સરપંચને, ઘરની અંદર તિજોરી ખોલીને કોઈ કામ કરતા, અને તે તિજોરીની બિલકુલ સામેની બારીએ,
એક મજૂર એકધારો અને રહસ્યમય રીતે, ઘરમાં જોઈ રહેલ જુએ છે.
પછી,
આદર્શકુમાર, ગાડી રીવર્સ લઈને બિલકુલ ઘરનાં પગથિયાં પાસે ઊભા રહે છે.
ત્યાંજ,
ઘરમાંથી સીમા, અને જીગ્નેશ બહાર આવી રહ્યાં છે.
તેમજ,
સીમા અને ભાઈ જીગ્નેશની બિલકુલ પાછળ-પાછળજ, શીવાભાઈ સરપંચ પણ, પેલા મજુરને, હાથખર્ચીના પૈસા આપી, દીકરી અને જમાઈને મળવા ને આવજો-જજો કહેવા આવી રહ્યાં છે.
શીવાભાઈ, બહાર આવી દીકરી સીમાને મળી, તેઓ તેમના જમાઈ આદર્શકુમારને જણાવે છે કે,
સરપંચ :- આદર્શ કુમાર, જો તમને વાંધો ન હોય તો, આ ત્રણ મજૂરોને શહેર સુધી લેતા જશો ?
આદર્શ :- હા હા પપ્પા, કેમ નહીં ?
એમને શહેરમાં જ્યાં જવું હશે, ત્યાં તેમને હું ઉતારી આવીશ.
આદર્શકુમાર આટલું બોલતા, સરપંચ શીવાભાઈ તેમના દીકરા જીગ્નેશને મજૂરોને બોલાવી આવવા કહે છે, અને મજૂરો આવી જાય ત્યાં સુધી, સરપંચ, સીમા અને આદર્શ વાતચીત કરી રહ્યા છે.
એટલામાં આદર્શ, સામેથી મજૂરોને આવતા જુએ છે.
આદર્શે જોયું કે,
પેલાં મજૂરોના હાથમાં, તગારા, પાવડા અને અન્ય બાંધકામના ઓજારો છે, એટલે આદર્શ ગાડીમાંથી નીચે ઉતરી, એ બધો સામાન ગાડીની ડીકીમાં મુકાવે છે.
ત્યારબાદ, આદર્શ અને સીમા, પપ્પા અને ભાઈ જીગ્નેશને આવજો જજો કરતા, ત્રણ મજૂરોને લઈને શહેર જવા નીકળે છે.
દીકરી સીમા, અને જમાઈ આદર્શ કુમારની ગાડી દેખાતી બંધ થતાં, સરપંચ અને જીગ્નેશ ઘર તરફ વળી રહ્યા છે,
ત્યાંજ
સરપંચ શીવાભાઈ, તેમનાં દીકરા જીગ્નેશને, કહે છે કે,
સરપંચ :- જીગ્નેશ, તારી મમ્મીને ફોન તો કરીજો, કે
એ લોકો કેટલે પહોંચ્યા છે ?
અને પાછો, અત્યારે સીમા આવી હતી, એવી કોઈ વાત ના કરતો.
જીગ્નેશ :- હા પપ્પા. મને સારી રીતે ખબર છે કે,
અત્યારે સીમા આવી હતી, એ વાત જો મમ્મી જાણશે, તો એ જ્યાં હશે ત્યાંથી, પાછી વળી જશે, ને અહી આવી, તમારી......
સરપંચ :- હા હા હવે, બહુ દોઢડાહ્યો થયાં વગર ફોન લગાવ, અને ફોન સ્પીકર પર રાખજે.
આટલું સાંભળી જીગ્નેશ હસતાં-હસતાં, એની મમ્મીને ફોન લગાવે છે.
આ બાજુ પાર્વતીબહેનનાં ફોનમાં રીંગ વાગતા, પાર્વતીબહેન ફોન ઉઠાવે છે.
પાર્વતીબહેન :- હા બોલ બેટા જીગ્નેશ.
જીગ્નેશ :- હા મમ્મી, તમે લોકો કેટલે પહોંચ્યા ?
પાર્વતીબહેન :- જોને, અત્યારે અમે લોકો બરોડા વટાવી, હાઈવેની એક હોટલ પર જમવા બેઠા છીએ.
શીવાભાઈ :- હા પાર્વતી, બંને લક્ઝરી સાથેજ છેને ?
પાર્વતીબહેન :- હા હા હવે, ઘરેથી નીકળ્યા ત્યારથી, બંને લક્ઝરી આગળ-પાછળજ છે. તમે એની ચિંતા ના કરશો.
શીવાભાઈ :- હા તો બરાબર, આતો લગભગ તમે બધા પહેલીવાર મુંબઈ જાવ છો, અને એમાંય પાછા, સાથે, સ્કૂલના નાના-નાના બાળકો, એટલે મને થયું કે, બંને લક્ઝરી સાથે રહે, એટલે બહુ વાંધો ના આવે.
પાર્વતીબહેન :- તમે એની ચિંતા ના કરો, અમારી બીજી લક્ઝરીવાળા ભાઈ, ઘણીવાર મુંબઈ જઈ આવ્યા છે, અને અમારી સ્કૂના બે શિક્ષકો પણ મુંબઈના ભોમિયા છે.
શીવાભાઈ :- તો તો બહુ સારું, છતાંય, તમે લોકો એક કામ કરજો, મુંબઈ રમણીકને ત્યાં ના પહોંચો, ત્યાં સુધી,
એક લક્ઝરીમાં અવિનાશને, અને બીજી લક્ઝરીમાં વિનોદને સાથે રાખજો, જેથી રમણીકના ઘર સુધી, કે પછી
એણે તમને જ્યાં રહેવાની વ્યવસ્થા કરી આપી હોય ત્યાં સુધી, પહોંચવામાં કોઈ વાંધો ના આવે.
પાર્વતીબહેન :- એ તો શક્ય નથી.
શીવાભાઈ :- કેમ શક્ય નથી ?
પાર્વતીબહેન :- કેમકે, અત્યારે અમારી સાથે, અવીનાશ એકલોજ છે.
શીવાભાઈ :- કેમ અવીનાશ એકલોજ ?
વિનોદ ક્યાં ગયો ? અહીંથીતો, વિનોદ તમારી સાથે નીકળ્યો છે.
પાર્વતીબહેન :- તમારી વાત સાચી કે, ગામમાંથી વિનોદ અમારી સાથે હતો, પરંતુ,
અમારી લક્ઝરી જેવી ગામમાંથી બહાર નીકળી, ને રામ જાણે વિનોદને શું થયું ?
કે વચ્ચે જ લકઝરી ઊભી રખાવીને, મારે મુંબઈ નથી આવવું, આટલું કહી વિનોદ તો અધવચ્ચેજ ઉતરી ગયો.
શીવાભાઈ :- કેમ, વિનોદે એવું કેમ કર્યું ?
પાર્વતીબહેન :- વિનોદે એવું કેમ કર્યું, એ તો મને ખબર નથી, કેમકે,
એ અમારી પાછળની લકઝરીમાં હતો, પણ એક મિનિટ, ઉભા રહો, હું અવીનાશને પૂછીને જણાવું તમને.
શીવાભાઈ :- કંઈ વાંધો નહીં, તુ ફોન મૂક, હું હમણાંજ અવીનાશને ફોન કરી, પૂછી લઉં છું, અને તમે બધા જેવા મુંબઈ પહોંચી જાવ, એટલે તુરંત ફોન કરી જાણ કરજો.
પાર્વતીબહેન :- એ સારું, તો હું મુકું છું ફોન.
પાર્વતીબહેન ફોન મુક્તાજ, ને વિનોદના રંગીન ને ઉડાઉ સ્વભાવની પહેલેથી જાણકારી હોવાથી, તુરંત સરપંચ શીવાભાઈ તેમના દીકરા જીગ્નેશને.....
શીવાભાઈ :- જીગ્નેશ, તુ ફટાફટ અવીનાશને ફોન લગાવ,
આ વિનોદને એવી તી શું તક્લીફ થઈ ?
કે, મુંબઈ જવાને બદલે, એ લકઝરીમાંથી અધવચ્ચેજ ઉતરી ગયો ?
આપણે અવિનાશને પૂછીને એ જાણવું પડશે.
વધુ ભાગ તેરમાં.