Jog Sanjog - 15 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 15

પ્રકરણ 15

ધર્મેન્દ્રસિંહ રવિવાર ની સવારે 9:30 વાગ્યા માં પોરબંદર ના mla રાજકમલ ચુડાસમા ના ઘર ના આલીશાન હોલ ના આલીશાન સોફા ઉપર બેઠો હતો. અને વિચારી રહ્યો હતો કે દેશ કોઈ પણ હોય રાજનીતિ સૌથી પ્રોફાટેબલ અને સક્સેસફુલ બિઝનેસ છે. અમુક વાયદા, એ વાયદા ના 30 ટકા કામ અને મબલખ પૈસા ..અને એમાં પાવરફૂલ અને પ્રોડકટિવ નેતા હોય તો તો બને હાથ ઘી મા.

ત્યાં જ ચુડાસમા સાહેબ પોતાની ઓફીસ રૂમ માં થી બહાર આવ્યા અને એક બીજા ને નમસ્તે કહી હાથ મિલાવી અને બેઠા, અને પોતાના સોફા સીટ ની બાજુ માં રહેલ ઇન્ટરકોમ થી ફોન લગાડ્યો " ગોવિંદ..બે કડક મસાલા ચા ",. ચા નો ઓર્ડર આપ્યા પછી વાત ચિત ઉપર આવયા.

" જુઓ ધર્મેન્દ્રસિંહ જી, હું ડાયરેકટ પોઇન્ટ ઉપર આવુ છું. મારી નજર તમારા ઉપર છેલ્લા એકાદ વર્ષ થી છે અને મેં જોયું છે કે તમારી સ્પીડ સારી છે . અને મેં તમારી વાત હાઈ કમાન્ડ માં પણ કરી રાખી છે. એક સીધો હિસાબ છે. પ્રજા મેહનત કરે અને કમાઈ ને ખાય અને એમાં થી ટેક્સ રૂપી ઇન્કમ આપણી જેમાં થી વોટ મેળવવા આપેલ વાયદા ઓ 30 એક ટકા પુરા કરવા ના બાકી પાર્ટી અને મેમ્બર ઓફ પાર્ટી ના હિત માં. તમે કમાવી આપી અને એમાં થી કમાણી કરનાર વ્યક્તિ છો. તમે બિલ્કુલ અમારી પાર્ટી ની વર્કિંગ સિસ્ટમ માં ફિટેબલ છો. એટલે મારી ડીલ છે વોર્ડ નમ્બર 12. કમાણી વાળો વિસ્તાર છે અને "લીલોતરી" પણ સારી છે. "

આ લીલોતરી શબ્દ ધર્મેન્દ્રસિંહ ને મગજ માં ખટક્યો. પણ એ શાંતિ થી આખી વાત સાંભળી અને હસતા મોઢે કહ્યું, "મને વિચારવા નો સમય આપો".

"બે દિવસ ?.. મારા હિસાબે 48 કલાક સફિશિયન્ટ છે નહીં?"

જીણી નજરે હસતા મોઢે "જી બિલકુલ " કહી ને ઉભો થયો અને ત્યાન્જ ચા આવી. ચુડાસમા સાહેબ એ હાથે થી ઈશારો કરી ને ચા પીવા માટે કહ્યું. અને ધર્મેન્દ્રસિંહ ચા પીવા બેઠા. બીજી 10 એક મિનિટ માં ધર્મેન્દ્રસિંહ ને પોતાનો આગળ માટે ના કયા અને શુ પ્લાન છે એ પૂછ્યું અને ધર્મેન્દ્રસિંહ એ ઓવરવ્યુ કહ્યું. પછી ચા પી ને ધર્મેન્દ્રસિંહ એ ત્યાં થી રજા લીધી.

હવે મળવા નો સમય હતો યાજ્ઞિક સાહેબ ને. અને એની માટે ધર્મેન્દ્રસિંહ નીકળ્યો .

15 મિનિટ ના અંતરે એ યાજ્ઞિક સાહેબ ના ઘરે હતો જે વિરોધી પક્ષ (અત્યારે કેન્દ્ર માં સાશીત ) પાર્ટી ના ઘરે પહોંચ્યો.

ત્યારે યાજ્ઞિક સાહેબ પોતાનો ચા નાસ્તો કરી રહ્યા હતા અને ત્યા જ ધર્મેન્દ્રસિંહ પહોંચતા એમને પણ ઇનવાઈટ કર્યા અને ધર્મેન્દ્રસિંહ એમની સામેં ની ખુરશી ઓર આવી ને બેઠો.

"હમ્મ. લેવા મંડજો. હું કોઈ ફોર્મલિટી નહિ કરું. અને યાસીન.. સાહેબ માટે તારા સ્પેશિયલ પરોઠા બનાવી ને આપ. "

"આપણે પહેલી વાર મળીયે છે કદાચ" અણધાર્યો એપ્રોચ મળતા ધર્મેન્દ્ર એ કહ્યું.

" હા પણ જેની સાથે કામ કરવું હોય તો એની સાથે કોઈ ફોર્મલિટી ન રાખી ને નેચરલ રહો તો સમ્બન્ધ સારા બને એવું અમારા મોટા સાહેબ કહે છે. ",

"અને આ યાસીન..??"

જવાબ માં માત્ર આંખ માં ચમક અને હોઠો પર સ્મિત આપ્યું અને ધર્મેન્દ્રસિંહ ને સમજવા માટે એ પૂરતું હતું. એને જોતું હતું એ સપોર્ટ સિસ્ટમ એની સામે હતું પણ એ સિસ્ટમ હજી રુલિંગ પોઝિશન માં નહોતું પણ એનો વિશ્વાસ હતો કે જો એની અને યાજ્ઞિક ની ટ્યુનિંગ બેઠી તો બીજા નું ખબર નહીં પણ એટલીસ્ટ ગુજરાત ખાતે વાંધો નહિ આવે.

નાસ્તો પતાવી અને ન્યુઝ માટે ટીવી ચાલુ કર્યું અને પહેલા સમાચાર જોવા મળ્યા કે એમની પાર્ટી એ શ્રીનગર ના લાલચોક માં આંદોલન કર્યું હતું અને એક વ્યક્તિ એમ જોરશોર થી ભાષણ આપતો હતો એ જોઈ યાજ્ઞિક સાહેબ બોલ્યા " ગુજરાત ને અત્યારે આ સ્થવા આવા માણસ ની જરૂર છે. "

"એની માટે માત્ર બોલવા થી કાઈ નહિ થાય. ગ્રાસ રુટ ઉપર કામ કરવું જરૂરી છે. પછી એ ટીલકધારી હોય કે રસોડા તરફ નજર કરી અને યાજ્ઞિક સમજી ગયા.

" અમે પણ એજ ઇચ્છિયે છે પણ ..."

"ખ્યાલ છે મને. આજે લોકો ને રોજગાર ની જરૂર છે. અને તમે મારી પેટર્ન થી જાણકાર છોજ. આપણા થકી લોકો કમાય અને લોકો થકી આપણે. સરકાર અને પ્રજા નું બેલેન્સ એલાઇન્સ. તમે મારા થકી પ્રજા ની વચ્ચે પહોંચો અને હું તમારા થકી...",કહી ને ધર્મેન્દ્ર અટકી ગયો. બને વચ્ચે એકાદ મિનિટ જેટલો મૌન રહ્યું પછી યાજ્ઞિક એ કહ્યું " હું હાઇ કમાન્ડ માં વાત કરું. બાકી ચુડાસમા ને ત્યાં તો ચા પી નેજ આવયા છો. "

કહી ને સ્મિત આપ્યું. જવાબ માં ધર્મેન્દ્ર એ સ્મિત આપ્યું, નમસ્કાર કરી ને જાવા નીકળ્યો. હવે ધર્મેન્દ્ર ક્લિયર હતો, કોનો હાથ પકડવો. બસ જવાબ ની રાહ હતી..

ત્રણ દિવસ પછી ન્યુઝ માં પ્રધાન એ વાંચ્યું ", DP બ્લુઝ ફિશરીઝ ના એક માલિક ધર્મેન્દ્રસિંહ ના "હાથ" માં "કમળ" બિરાજયું.

બીજા બે મહિના બાદ નગરપાલિકા ની ચૂંટણી માં પોરબંદરના દરેક વોર્ડ માં કમળ ખીલ્યું. અને હવે આગળ નો રુટ પ્લાન બનવા નો ચાલુ થયો.

આ બાજુ પ્રધાન એ બિઝનેસ સાથે પોતાનું CA પણ ચાલુ કર્યું જેથી બિઝનેસ ની બ્લેક કમાણી ને વ્હાઇટ માં કન્વર્ટ કરવા ના અને બીજા અન્ય ફાયદા ઓ થાય.

આ રીતે DP બ્લુઝ પોતાનો રસ્તો મોકળો કરતા ગયા.

વધુ આવતા અંકે...