Viraj-Nikshi books and stories free download online pdf in Gujarati

વિરાજ-નિક્ષી

વિરાજ


વિરાજ આજે રીપોર્ટ આપી ઓફિસમાંથી બહાર આવ્યો, તેના ચહેરા પર સખત થાક વર્તાતો હતો. ઘરે પહોંચતા જ તે ખાધા પીધાંવગર જ સોફા પર લાંબો થઈ ગયો. ત્યાં જ માતા સૂરજબેન તેની પાસે આવ્યા અને તેના ગુચ્છાદાર વાળમાં હાથ ફેરવી બોલ્યા, “ બેટા, થાકી ગયો છે કે શું? આજકાલ તું ખૂબ થાકી જાય છે કોઈ સારા ડોક્ટરને બતાવી દે ને.”

વિરાજ ફિક્કું હસ્યો. મનમાં જ ગણગણ્યો મા તમને શું ખબર તમારા દીકરાને કેટલી મોટી જવાબદારી

સોંપાય છે. ઊભો થઈ બોલ્યો,” અરે , વહાલકુડી મારી મા, કેટલી ફિકર કરે છે. જો ઊભો થઈ ગયો, તમારું હળદરવાળું દૂધ પીશનેએટલે દોડવા માંડીશ, ચાલ જલ્દી જલ્દી બનાવી દે તો..” ત્યાં જ બાજુમાં રહેતી નિક્ષી

આવી પહોંચી ને તેણે વિરાજ સામે જોયું ન જોયું કરી સૂરજબેનને પ્રસાદનો વાડકો આપી નીકળી ગઈ. વિરાજ

વિચારતો આ છોકરડીમાં કેટલી એનર્જી છે. ફરરફર કરતી આવી શું ને ચાલી શું! નિક્ષી હંમેશાં વિરાજને અવગણતી ક્યારેય એનીહાજરીમાં ઊભી ન રહેતી.

બે ત્રણ દિવસ પછી તેનો થાક વધતો ગયો તે

ડોક્ટર પાસે જવા વિચારતો હતો, ત્યાં એના મિત્રે તેને

સલાહ આપી કે ડો. પ્રથમ ખૂબ જ હોશિયાર છે તો તું ત્યાં જઈ શકે છે. તે પહોંચ્યો ડોક્ટર પાસે, અચાનક જ નિક્ષી સામે આવી તેણીએએક ફોર્મ આપ્યું ને ભરવા કહ્યું, બે ઘડી જોતો રહ્યો કે આ એ જ નિક્ષી છે જેને તે એક સામાન્ય છોકરડી જ સમજતો હતો. તેણીને આપેલફોર્મ ભરી તે કાઉન્ટર આપી બેસી ગયો.. ત્યાં ડેસ્ક પર

લખેલું વાક્ય વાંચ્યું,” કદીય નિરાશ ન થાવ કારણ પ્રભુએ અનેક દ્વાર આપેલ છે” તે મનમાં હસ્યો નાનપણથી જ દુ:ખો જ આપ્યા છેપ્રભુએ.

ડોક્ટરે તપાસી દવા લખી આપી ને સમયસર ભોજન અને કસરત કરવાં કહ્યું. નિક્ષી ડોક્ટર નિક્ષી તેની

સામે તીવ્ર દ્રષ્ટિ નાંખી જોતી રહી. વિરાજને થયું જાણે એને ખાય જશે. ગોરા ગાલ પર લાલી છવાય ગઈ શરમની નહિ ગુસ્સાની. તેને થયુંઆજે તો બાને પૂછી જ

લઉં આ બલાને મારી પર કેમ ગુસ્સો છે? તે ઘરે આવ્યો

તેણે માને બધી વાત કરી ને મનનો ઉભરો ઠાલવ્યો.

માએ કહ્યું, “ બેટા હું જરૂર તેને પૂછી લઈશ.પછી તને

જરૂર જણાવીશ.”

એ વાતને બે મહિના વીતિ ગયાં. વિરાજની તબિયત સારી થતી ગઈ, પણ તેની નજર સમક્ષથી પેલી

ડો.નિક્ષીનો ચહેરો ખસતો જ નહિ. મા તો પૂછતા ભૂલી ગઈ લાગે છે. મારે જ તેને પૂછવું રહ્યું.

ઝરમર વરસાદે તાંડવ રૂપ ધારણ કર્યુ , વિરાજ ઓફિસથી ઘર તરફ પાછો ફરી રહ્યો હતો ને તેની નજર એક સ્કૂટી પાસે ઉભેલછોકરી તરફ ગઈ તે હતી નિક્ષી.

તેણે ગાડી નજીક લઈ વિનંતી કરી તેની ગાડીમાં બેસી જવાની. તેણી આનાકાની કર્યા વગર સ્કૂટી બાજુમાં કરી

ગાડીમાં પાછળ બેઠી. વિરાજ થોડીવાર કંઈજ ન બોલ્યો

પણ અંતે પૂછી જ બેઠો તેના આવા વર્તન માટે.


નિક્ષી જેનુંનામ તડફડ કરી બોલી,” મિ. વિરાજ, તમને મેં બે વાર પેલા રેડઅલર્ટ એરિયામાં જોયા છે, અમે તો તેઓને કોંડમ કેમવાપરવા તે સમજાવા જઈએ છીએ.. પણ તમેત્યાં શામાટે જાઓ છો, એ મને ખબર છે.”

વિરાજ ખડખડાટ હસ્યો, હાસ્ય પૂરું થતાં તેણે

કહ્યું, “ મીસ. ડો. નિક્ષી તમે સ્ત્રીઓ પણ ખરેખર વાતનું વતેસર કરી જ નાંખો. અમે પોલીસ કમ રીપોર્ટર છીએ. એટલું તો સમજો છો ને? બસ બે દિવસ રાહ જુઓ આનો જવાબ તમને પેપરમાં મળી જશે, પણ માને તમે વાત નથી

કરીને? “

નિક્ષી તો ડઘાઈ જ ગઈ કે તેણે સૂરજબેનને પણ આ કહ્યું હતું. તો શું તેઓએ વિરાજને કાંઈ જ કહ્યું નહોતું.

ઓહ! તો શું તેઓ જાણતા હશે.. માય ગોડ શું મેં કાંઈ

ઊંધું તો નથી બાફ્યું ને? ઘર આવતાં અક્ષર બોલ્યા વગર તે ઉતરી ગઈ.

બે દિવસ પછી છાપાની હેડ લાઈન હતી કે સૂતા આશ્રમની પાંચ યુવતીઓ મળી ગઈ છે, જેઓ એ આ આશ્રમ ખોલ્યો હતો તેનાટ્રસ્ટી મિ. એન્ડ મિસિસ પ્રજાપતિ એ આ આશ્રમમાંની કન્યાઓ સુંદર ને રૂપવતી

હોય તેને સૂતા આશ્રમમાંથી સીધીજ તેમના રૂપવતી રેડ અલર્ટ વિસ્તારમાંના આ ઘરમાં મોકલી દેતા. ને તે ગુમ સુદા થઈ છે તેવોપોલીસચોકીમાં રીપોર્ટ લખાવતા. જે સૂતાઓ તૈયાર ન થાય તેઓને અપંગ અપાહીજ બનાવી

ભીખ માંગવા કે રસ્તે રઝળતી કરી દેતા. તેમાંની એક યુવતી ખૂબ જ બહાદૂર હતી તેણે પોલીસ સુધી આ માહિતી તેના ખાનગીમોબાઈલથી આપી દીધી હતી.

આમ પોલીસ અને રીપોર્ટર વિરાજે ત્યાં ગ્રાહક બની પૂરી માહિતી પૂરી સાબિતી સાથે આજે એ યુવતીઓને પૂરા

રક્ષણ સાથે બચાવી લીધી છે. આ કાર્ય છેલ્લાં કેટલા દિવસથી ચાલી રહ્યું હતું. આજે મિ એન્ડ મિસિસ પ્રજાપતિનો પર્દાફાશ કરી તેઓનેપોલીસે રીમાન્ડ પર લીધાં છે.

વાંચીને ડો.નિક્ષાનાં પગ નીચેથી ધરા ખસી જતી હોય તેમ લાગ્યું. તે સીધી સૂરજબેન પાસે ગઈ. તેમની

માફી માંગી ને મનોમન વિરાજને આ કાર્ય માટે બિરદાવી

રહી. જાણી જોઈ આજે વિરાજની ગાડીની લિફ્ટ માંગી.

વિરાજ મલકાય રહ્યો. ગાડીમાંથી ઉતરતાં તેણીએ કહ્યું

કે મિ. વિરાજ એક વાતની મંજૂરી આપો..” પ્રશ્ન ભરી આંખે વિરાજે તેની સામે જોયું.. ને ભર રસ્તે ડો.નિક્ષીએ

વિરાજના ગાલ પર એક મીઠી પપી કરી અને તેના ગુચ્છા

ભર્યા વાળમાં આંગળા પેરવી વિખેરી દીધાં..જેમ મા કરતી તેમજ.. ને ગાડી ચાલી તો કાનમાં ગુંજતું વાક્ય સાંભળતો રહ્યો “U r great Mr. Viraj, I love u…u…u.” તે મલકાય રહ્યો.


જયશ્રી પટેલ

૨૬/૭/૨૧


દિવ્ય ભાસ્કર)

(રંગત- સંગત)

(10ltd group)

(ગુજરાત મેળો)

૨૪/૪/૨૨