Prem Kshitij in Gujarati Fiction Stories by Setu books and stories PDF | પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૧

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૧

શ્યામા બધાને મળીને આખા દિવસની થાકીપાકી એના રૂમમાં ગઈ, આમ એનો એનો રૂમ કહી શકાય પરંતુ એના ભેગા સૌ રહે, ઘરના બધા બાળકોને પહેલાથી રહેવા માટે એક મોટો હોલ જેવો ઓરડો બનાવી આપવામાં આવ્યો હતો, બચપણથી અહી જ રહેવા ટેવાયેલા બધા માટે એ સૌથી પ્રિય હતો, અહી આવ્યા પછી એક માનસિક શાંતિ સ્થપાઈ જતી, શ્યામા પણ આ ઓરડા સાથે જ મોટી થઈ હતી, એની જોડે બધા ભાઈ બહેનો પણ મોટા થયા, પહેલેથી જોડે રહેવા ટેવાયેલા સૌને એકબીજા વગર અહી ફાવી ગયું હતું, ભલે આખો દિવસ ગમે ત્યાં હોય પરંતુ સાંજે ભણવાના સમયે જમીને આઠ વાગ્યા પછી સૌ અહી જ જોવા મળતા.
સાતેય ભાઈ બહેનો અહી રહેતાં, આરોહી સૌથી નાની અને શ્યામા સૌથી મોટી, ,બાકીના બધાય વચ્ચેના અહી રહીને ભણતા, ઘરમાં બધાયને ખેતીવાડી અને ઘરના કામોના જ વધારે રસ, પહેલેથી ખેતી ઝાઝી એટલે ભણવામાં કોઈ ખાસ ધ્યાન નહોતું રાખતું, છોકરાઓ ભણે તો ભલે બાકી એમને આવડી મોટી ખેતી જ સાંભળવાની છે એવી સૌની ઘરેડ! અમરાપરની માટીની સોડમમાં જ એમને પોતાનું જીવન વિતાવી દેવાનું એવી દાદાની પોતાની માન્યતા ધીરે ધીરે જાણે અજાણ્યે સૌએ સ્વીકારી લીધી હોય એમ લાગી રહ્યું હતું, શ્યામા થોડી જિદ્દી અને ભણવામાં હોશિયાર એટલે પોતાની જિદે તે આગળ ભણવામાં કામયાબ રહી, એની ઈચ્છા પૂરી તો થઈ ગઈ પરંતુ એના સપનાં અધૂરા રહી ગયા હતા! એણે પોતાની જાતે પગભર બનવાની વાતને જાણે બધાય હવામાં ફગાવી દેતાં, 'આપણા અહી બાયડીઓ થોડી નોકરી કરે?, તું કમાવા જાહે તો જમાઈ શું ઘરના કામ કરશે?, હવે તો પરણીને ઘર વસાવી લેવું જોઈએ!' આવા વાક્યો સિવાય એને બીજું કંઈ જ મળતું નહિ.
એમાંય દીકરીઓએ તો ભણીને માત્ર ઘર જ સાંભળવાનું થાય એમ સમજીને એમનાં ભણવા માટે કોઈ ખાસ ધ્યાન રાખવામાં આવતું નહિ, એમનાં ઘરની બધી વહુઓ ગ્રેજ્યુએટ હતી પરંતુ સૌ ખેતીના કામમાં જોતરાઈ હતી, સરલા અને મહેશ્વરી શહેરની હતી છતાંય એમને ઘરની દીવાલોમાં પોતાની જિંદગી પૂરી કરી દેવાની હતી, તેઓ ધારીને પણ કંઈ નહોતી કરી શકતી, તેઓની આગળની પેઢી પણ આમ જ પોતાનું જીવન વ્યતીત કરી દેશે? એ માટે થઈને બન્ને ખુબ પરેશાન રહેતી પરંતુ દાદાના હુકમ આગળ તેઓ બંધાઈ જતાં હતાં. આ તો શ્યામાનું માંગુ આવ્યું એમાં પણ દાદા ખાચવતા હતા કે દીકરીને છેક ન્યુઝીલેન્ડ સુધી મોકલવાની? પરંતુ પછી એમનાં મિત્રનું જ ઘર હતું અને બધું સગામાં સગુ હતું માત્ર તેઓ તૈયાર થયા.
શ્યામાના મનમાં હજી સુધી લગ્ન કરવા માટેની કોઈ જ પ્રકારની તૈયારી નહોતી, એ માનસિક રીતે પરિપક્વ નહોતી કે તે લગ્ન કરીને ઘર વસાવી લે, એના માટે એના સપનાં પૂરા કરવા એ જ ધ્યેય હતું, કોઈના કોઈ રીતે દાદાને આગળ ભણવા અને પગભર થવા માટે એ મનાવી લેવા માટે તે કટિબદ્ધ હતી, આજે એને શ્રેણિકને જોયો, જોતાં વેંત એને એ ગમી પણ ગયો પરંતુ જો એ લગ્ન માટે હા પાડી દેશે તો એના સપનાં તૂટી જશે, એ માત્ર શ્યામા શ્રેણિક સુતરીયા બનીને રહી જશે! એને એનું નામ શ્યામા સુરાણી તરીકે રોશન કરવું હતું.
શ્રેણિક પાસે બે દિવસનો સમય માંગી તો લીધો પરંતુ ઘરમાં સૌ ઉતાવળ કરવા માંડ્યા, આવતી કાલે સવારે તો દાદા પણ ઊઠીને પહેલા એને આ જ સવાલ કરશે, જવાબ આપવા માટે શ્યામા તૈયાર હોય કે ના હોય પરંતુ સવાલ માટે દાદા તૈયાર જ હશે! ઉપરથી ગૌરીબેન અને વિમલસિહ એમની વહાલીના હાથ પીળા કરવામાં સપનાંને સજાવી રહ્યા હશે, એમની ભાવનાને પણ ઠેસ ન પહોંચે એવું રીતે શ્યામાએ તૈયાર થઈ જવું પડશે, એક બાજુ એના સપનાં અને બીજી બાજુ પરિવારના અરમાન બન્નેની મજધારમાં ડૂબું ડૂબું થઈ શ્યામા! રાત ખાસી થવા આવી છતાંય આંખમાં નિંદર નહોતી દેખાતી, કાલે સવારે પુછાવાના સવાલના જવાબની ચિંતામાં એ ગરકાવ થઈ ગઈ હતી. શ્રેણિકને એ કદાચ હા પણ પડી દે પરંતુ શું એ એના સપનાં પૂરા કરવા માટે એની જોડે ઊભો રહેશે? એ હજીય અજાણ છે, સીધો વિશ્વાસ કરી લે એટલી ભોળી નહોતી શ્યામા! દીર્ઘદૃષ્ટિ દાખવી જવાબ આપવા માટે એણે માનસિક રીતે તૈયાર થવાની ઘડી એના ઉમરે ઉભી હતી.



ક્રમશઃ...

જુઓ શ્યામાનો જવાબ....


Rate & Review

Usha Patel

Usha Patel 8 months ago

Bhakti

Bhakti 11 months ago

Vasantpraba Jani

Vasantpraba Jani 11 months ago

M V Joshi M

M V Joshi M 11 months ago

Vaishali

Vaishali 11 months ago