Prem Kshitij - 50 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૦

સવારના પ્હોરમાં બધા ફ્રેશમુડમાં ભેગા થયા, શ્યામા રસોડામાં હતી એ ત્યાંથી આવી એટલે શ્રેણિકની નજર એની તરફ અટકી ગઈ, એણે પહેરેલી મરૂન રંગની કુર્તી અને સફેદ દુપટ્ટો એટલો સરસ લાગી રહ્યો હતો કે શ્રેણિકનું મોઢું ખુલ્લું જ રહી ગયું, બધા બેઠ થતાં એટલે એણે અમાન્યા રાખીને પોતાની જાતને સંભાળી, છતાંય એની નજર તો બેશરમની માફક શ્યામા પર અટકી જ ગઈ, શ્યામા હતી એનાથી પણ રૂપાળી લાગી રહી હતી, એનો શ્યામવર્ણ એના ઘાટમાં એવો સમાઈ ગયો હતો કે તે એક મૂર્તિ જેવી નાજુક લાગી રહી એ થોડો સભાન થયો અને પ્રયાગ જોડે વાતે વળગ્યો ને શ્યામા પણ જોડે બેસી ગઈ, શ્યામાને હવે એના જ ઘરે મહેમાનગતિ કરવાની હતી, લગ્ન બાદ પિયરમાં મહેમાન બની રહેવું એના માટે થોડું અજુગતું હતું પરંતુ એને બધા તરફથી મળતો આવો પ્રેમ વહાલો લાગતો હતો.

શ્રેણિક જોડે બેસીને એ ચા નાસ્તો કરી રહી હતી અને જોડે બીજા પણ હતા, વંદના અને આભા સૌને ગરમાગરમ ચા નાસ્તો પીરસી રહી હતી, ગૌરીએ અને સરલાકાકીએ એમનાં આવ્યા પછી રસોડેથી નિવૃત્તિ લઈ લીધી હતી, મહેશ્વરી અને રમીલા તેઓને બધું શીખવાડીને તેઓને ઘડી રહી હતી, થોડા વખતમાં તેઓ પણ રસોડાને તિલાંજલિ આપી દે એવું લાગી રહ્યું હતું, વંદના અને આભાએ થોડા જ વર્ષોમાં બધું સારી પેઠે શીખી લીધું હતું.

બધા બેઠાં હતા ત્યાં ન્યુઝીલેન્ડથી આવેલા બધા માટેના ગીફ્ટની વાત છંછેડાઈ, બધાએ ધરાઈને શ્યામા તરફથી મળેલા ગીફ્ટના વખાણ કર્યા, કોઈને મેકઅપ કીટ ગમી તો કોઈને ડીઓ, કોઈને પર્સ ગમ્યું તો કોઈને ચોકલેટ્સ ખાવાની મજા પડી ગઈ, ઘરના બધા સદસ્યો માટે યાદ કરીને શ્યામા કંઇ ને કંઈ લેતી આવી હતી, એકેય જણને ભૂલી નહિ એ માટે સૌ એનો આભાર માનવા માંડ્યા.

શ્યામા હવે કોઈ પણ રીતે શ્રેણિકને આપેલા વચનની વાતને કરવા માંગતી હતી, એ મોકો જોઈને બેઠી હતી કે ક્યારે વાતના સુર છેડી શકે, ત્યાં તો ચાલતી વાતમાં એને મોકો મળી ગયો.

"શ્યામા તમારા લગ્ન વખતે બહુ મજા આવેલી ને!"- કૃતિ બોલી.

"હા...પણ બહુ ઉતાવળમાં લગ્ન લેવાયાં તો મને તો તૈયાર થવાની મજા જ ન આવી!"- મહેશ્વરીએ મોઢું બગડતા કહ્યું.

"ને મારી તો શેરવાની બનીને આવી જ નહિ છેલ્લા દિવસે તો મારે જૂની પહેરવી પડી!"- મયુર પણ અકળાયો, એક તો એનો ગુસ્સા વાળો સ્વભાવ અને પછી એની જોડે જ એવું થયું એટલે એને હજી સુધી એ દરજી પર ખુન્નસ હતું.

બધા કઈ ને કંઈ ઉભરો ઠાલવતા હતા, ઉતાવળિયા લગ્નમાં બધાના અરમાનો જાણે અધૂરા રહી ગયા હોય!

"તો પછી કૃતિ તને એકલીને જ કેમ મજા આવી હતી?"- શ્રેણિકે કૃતિનું વાતનું કારણ પૂછ્યું.

"કેમ કે મારી બોર્ડની એક્ઝામ હતી!"- કહીને કૃતિ હસવા માંડી.

"લુચ્ચી...એટલે તને મજા આવી એમ કહે ને.... તારી એક્ઝામ ના હોત તો તું પણ અમારી જેમ બળાપો જ કરતી હોતે...!"- માહીએ એને કટાક્ષમાં કહ્યું.

"અને શ્યામાબેન...અમે પણ રહી ગયા ...તમારા લગ્નમાં તો અમે પણ નહોતા....!"- આભાએ ચાની કિટલી શ્યામના કપ આગળ ધરતા કહ્યું.

"તો મારી જોડે એક મસ્ત સોલ્યુશન છે....!"- શ્યામાએ મોકો જોઈને વાતને કહી દીધી.

"શું સોલ્યુશન?"- આભા અને મહેશ્વરીએ એક સાથે બોલ્યાં અને હસવા માંડ્યાં.

"ચાલો તો ફરી લગ્ન રાખીએ ...બધાને એન્જોય થશે ફરી....!"- શ્યામાએ સ્મિત સાથે સંતોષજનક વાત કહી.

"ફરી લગ્ન?"- સરલાકાકીએ આશ્ચર્ય સાથે કહ્યું.

"હા...ફરી લગ્ન...એમને પણ ઉતાવળમાં ક્યાં મજા આવેલી?"- શ્રેણિક પણ એમાં સુર પૂર્યો.

"પણ...સમાજ શું કહેશે?"- ગૌરીબેન બોલ્યાં.

"અરે ભાભી....સમાજની વાત સમાજ જાણે.... આપણે તો બાળકો ખુશ રહે એ જોવાનું સે ને...!"- મહેશભાઈએ એક પોઝિટિવ અભિગમ આપી જાણે લીલી ઝંડી દર્શાવી દીધી.

"પણ દાદા...!"- ગૌરીએ ફરી સવાલ કર્યો.

"દાદાને તો અમે માનવી લઈશું...!"- પ્રયાગ અને વંદનાએ બધાને બાહેંધરી આપી.

"તો શું વિચારવું બધાએ?"- મહેશભાઈએ સૌની તરફ જોવા મળ્યું, ને શ્યામાનું અડધું કામ થઈ ગયું.