The kids had fun books and stories free download online pdf in Gujarati

બાળકોને મજા પડી

એક શિક્ષક તરીકે કાલ્પનિક ચિત્ર ઉભું કરી અને આ વાર્તા લખવાનો પ્રયત્ન કર્યો છે.

તાજેતરમાં હમણાં જૂન મહિનામાં ખુલતા વેકેશનએ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા દરેક જિલ્લાની અંદર ખાનગી તથા સરકારી શાળાઓમાં ઘણા નવા નવા બાળકોએ પેહેલી વખત શાળામાં પ્રવેશ લીધો.

પણ એક ગામમાં અનોખા પ્રયોગ થકી એ શાળામાં આ વર્ષે મોટી સંખ્યામાં બાળકોએ શાળા પ્રવશોત્ત્સવ દ્વારા પ્રવેશ મેળવ્યો. ઓખા પ્રયોગની નોંધ આજુબાજુના ગામની શાળાના શિક્ષકોએ પણ લીધી. એ સફળતા કંઈ રીતે મળી એનું એના પાછળનું કારણ આ વાર્તાના રૂપમાં. શું હતો એ પ્રયોગ ચાલો જાણીએ.

એક ગામમાં એકમાત્ર પ્રાથમિક શાળા. એ શાળાના પ્રાંગણમાં વિશાળ મોટું મેદાન એ સમયે. એ ગામના દરેક નાના મોટા પ્રસંગો પણ એ વિશાળ મેદાનમાં યોજાય અને ઉજવાય. આ વર્ષે જૂનમાં એ ગામમાં પણ મોટી સંખ્યામાં બાળકોએ પ્રવેશ મેળવે તેવી શિક્ષકોએ એક નિર્ણય લીધો. પ્રવેશોત્સવ પેહેલા એ ગામની અંદર પ્રાથમિક શાળામાં નવા બાળકો માટે અનેક સ્પર્ધાઓ યોજી તેમના કૌશલ વિકાસ માટેનુ આયોજન કર્યું. સ્પર્ધામાં વાર્તા પઠન રમતગમત કાવ્ય પઠન જેવી અનેક પ્રવૃત્તિ સામેલ હતી, સાથે સાથે ચિત્ર સ્પર્ધા પણ હતી. બાળકોને જે વિષયોમાં રસ હોય તેનું નામ નોંધાવી તે સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો. ભાગ લેવડાવ્યું એટલું જ નહીં પણ તેમણે પ્રોત્સાહિત કરવા તેમનો ઇનામ અને સર્ટિફિકેટ પણ આપ્યું એવામાં બાળકોએ રમત ગમતના ઉત્સાહભેર ભાગ લીધો. રમત ગમતના માધ્યમથી બાળકોને શિક્ષણ પ્રત્યે રસ જગાવે એ માટેનો એક પ્રયત્ન શિક્ષકોએ કર્યો હતો, આમ બાળકોનો શિક્ષકો સાથે આત્મસંબંધ પણ બંધાયો. શિક્ષણની સાચી ઓળખ આ નાના ભૂલકાઓને નવા નવા બાળકોને પણ પ્રેરિત કરતી થઈ, શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ છે અને થાય છે તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. પછી નાના બાળકોને પૂછ્યું," શું તમે શાળાએ ભણવા આવશો? આપણે દર મહિને આવી પ્રવૃત્તિઓનું આયોજન કરીશું." ત્યાં તેમના માતા પિતા પણ હાજર હતા ત્યારે બધા બાળકોએ જોરદાર સ્વરમાં હા પાડી.

આમ અઠવાડિયા પછી એ ગામની શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. અને મોટી સંખ્યામાં બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો અને પહેલે દિવસે જ થોડુંક હળવાશ માહોલમાં બાળકોને મજાક કરાવી. પેહેલે જ દિવસે આટલું સરસ આયોજન થકી બાળકોને શાળા પ્રત્યે પ્રેમ જગાવે તેવો પ્રયત્ન હતો, શાળામાં ફક્ત ભણતર જ નહીં પણ ભણતરની સાથે સાથે નવી પ્રવૃત્તિઓ પણ થાય છે તેની ઓળખ કરાવી. નવા બાળકોનો કૌશલ વિકાસ અને સર્વાંગી વિકાસ થાય તે માટેના પ્રયત્નોને ગામના લોકોએ બિરદાવ્યો. આ પ્રયત્ન થકી ગામના રહેલા બીજા બાળકોમાં પણ શાળા જવાની ઉત્સુકતા જાગી, એના લીધે આ વર્ષે એ શાળાની અંદર મોટી સંખ્યામાં નવા બાળકો એ પ્રવેશોત્સવ થકી શાળામાં પ્રવેશ મેળવ્યો. શિક્ષકોએ જોયું કે રમતગમત થકી આપણે બાળકોના જીવનમાં ઘણો બદલાવ લાવી શકીએ છીએ, ભણતરમાં રસ જગાવી શકીએ છીએ, આ પ્રયત્નનેએ ગામના પ્રાથમિક શાળાના સ્ટાફને નજીકના ગામોમાં ફેમસ કરી દીધા. જેમના લીધે આ પ્રયોગ નાના પાયે એ શાળાઓમાં પણ થવા લાગ્યો. શિક્ષકનો ધ્યેય સમજવા અને સમજાવવા માટે આ પ્રયત્ન ખૂબ જ જરૂરી હતો. કારણ કે જીવનમાં ફક્ત ભણતર જ નહીં સર્વાંગી વિકાસની પણ જરૂર છે જેના થકી બાળકોમાં નવી કલા નવું કૌશલ અને જીવન મૂલ્યો શીખવતી વાતો શીખવવામાં સરળતા રહે. પછી એ ગામમાં દર રવિવારે બાળ સભા યોજાય, જેમાં બાળકોને વાર્તા કવિતા અને ભજન શીખવવામાં આવતા જેથી બાળકોનું ભારતીય સંસ્કૃતિ અને એના વારસા પ્રત્યે લાગણી અને પ્રેમ જાગે. આ પ્રયોગ થકી બાળકોનું જીવનમાં પરિવર્તન લાવનાર આવા શિક્ષકોને કોટી કોટી વંદન છે.
Share

NEW REALESED