Dhup-Chhanv - 87 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 87

યુએસએ હોય કે ઈન્ડિયા અપેક્ષા આખો દિવસ સૂનમૂન રહેવાનું જ પસંદ કરતી હતી તેને કોઈની સાથે બોલવું કે વાતચીત કરવી બિલકુલ પસંદ નહોતી. તેને હવે પાંચમો મહિનો બેસી ગયો હતો. લક્ષ્મી અપેક્ષાને તેનાં બાળક માટે તેણે ખુશ રહેવું જોઈએ તેમ સમજાવી રહી હતી અને આપણો ઈશાન એક દિવસ ચોક્કસ પાછો આવશે તેવી આશા તેને બંધાવી રહી હતી. ખાવા પીવાથી માંડીને દરેક વસ્તુમાં લક્ષ્મી પોતાની દિકરી અપેક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખી રહી હતી.
હવે આગળ...
સમય પસાર થઈ રહ્યો હતો અપેક્ષાને હવે સાતમો મહિનો બેસી ગયો હતો એટલે તેનાં ખોળાભરતની વિધિ પૂરી કરવાની હતી. ઈશાનનો હજુ કોઈ જ અતોપતો નહોતો એટલે અપેક્ષાનો કે લક્ષ્મીનો ધામધૂમથી ખોળાભરતની વિધિ પતાવવાનો કોઈ મૂડ નહોતો. લક્ષ્મીએ અપેક્ષાના ખોળાભરતની વિધિ સાદાઈથી પતાવી દીધી.
લક્ષ્મી અપેક્ષાને ખુશ રાખવાનો પ્રયત્ન કરી રહી હતી અને તેના આવનાર બાળક માટે તેને સમજ આપી રહી હતી.
અપેક્ષાને હવે નવમો મહિનો બેસી ગયો હતો. અચાનક એક દિવસ અપેક્ષાની તબિયત ખૂબ જ બગડી અને તેને હોસ્પિટલ લઈ જવી પડી. ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે તેને સમય કરતાં વહેલા લેબરપેઈન ચાલુ થઈ ગયું હતું અને તેને લેબર રૂમમાં લઈ જવી પડી. થોડીવાર પછી એક નર્સ બહાર આવી અને તેણે સમાચાર આપ્યા કે, અપેક્ષા અને તેનું બાળક બંને સીરીયસ છે તો શું કરવું નાના કે મોટા બે માંથી એક જ જીવને બચાવી શકાશે..!! લક્ષ્મી ખૂબજ ચિંતામાં મૂકાઈ ગઈ અને તેણે નર્સને કહ્યું કે, સિસ્ટર મોટા જીવને બચાવી લો અને અપેક્ષાને બચાવી લેવામાં આવી પરંતુ તેના બાળકને ન બચાવી શક્યા. અપેક્ષાની કૂખે દિકરો હતો ઈશાન જેવો સુંદર અને રૂપાળો પરંતુ અપેક્ષાના નસીબમાં માં બનવાનું સુખ જ નહોતું. આ બાબતની અપેક્ષાના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી અસર પડી અને તે પાગલ થઈ ગઈ પહેલા જે ડોક્ટર સાહેબની ડૉ.નીશીત શાહની તેને દવા ચાલતી હતી તે ડોક્ટર પાસે તેને લઈ જવામાં આવી આ વખતે તેની માનસિક પરિસ્થિતિ વધારે ગંભીર હતી. તેની નજીક કોઈપણ જાય તો તે તેને પોતાના હાથમાં જે આવે તે છૂટ્ટુ મારવાની કોશિશ કરતી હતી અને તેણે ખાવા પીવાનું પણ છોડી દીધું હતું. આ વખતે તેને હોસ્પિટલાઈઝ્ડ જ રાખવી પડી. લક્ષ્મી અને અક્ષત બંને ખૂબજ ચિંતામાં મૂકાઈ ગયા હતા. લક્ષ્મી માટે આંખ કરતાં આંસુ મોટાં હતાં તેવી તેની પરિસ્થિતિ હતી. થોડા સમય પછી અક્ષત પણ એકવાર અપેક્ષાને મળવા માટે આવ્યો અને તેની સાથે વાતચીત કરીને તેને નોર્મલ બનાવવાની કોશિશ કરવા લાગ્યો પરંતુ તેના બધાજ પ્રયત્નોમાં તે નિષ્ફળ રહ્યો અને છેવટે તે નિરાશ થઈને દુઃખી હ્રદયે પાછો યુએસએ ચાલ્યો ગયો.
અચાનક એક દિવસ શહેરના દશ કરોડપતિ માણસોમાં જેની ગણત્રી થતી હતી તેવા શ્રી ધીમંત શેઠ અપેક્ષાને જે હોસ્પિટલમાં એડમીટ કરી હતી તે હોસ્પિટલની મુલાકાતે ગયા અને તેમની નજર ખૂબજ સુંદર આકર્ષક અને રૂપ રૂપનાં અંબાર જેવી અપેક્ષા ઉપર પડી તેમણે તેની પાસે રહેલી નર્સને અપેક્ષા વિશે પૂછપરછ કરી અને તેના વિશેની તમામ માહિતી એક્ઠી કરી અને આટલી બધી સુંદર અને રૂપાળી છોકરીની આ હાલત જોઈને તેમને ખૂબજ દુઃખ થયું ત્યારબાદ તેમણે અપેક્ષાની ટ્રીટમેન્ટ ચાલતી હતી તે ડોક્ટર નીશીત શાહનો કોન્ટેક્ટ કર્યો અને તેને માટે પોતે બીજા એક ડોક્ટર જે પોતાના મિત્ર છે તેમની સલાહ લેવા વિચારે છે તેમ પણ જણાવ્યું. ડૉ.નીશીત શાહે આ માટે તેની માં લક્ષ્મીની પરમિશન લેવા જણાવ્યું અને તેમને લક્ષ્મીનો કોન્ટેક્ટ નંબર પણ આપ્યો. પોતાની દીકરીને સારૂં થતું હોય તો ગમે તે કરવા અને ગમે તે ડૉક્ટરને બતાવવા માટે લક્ષ્મી તૈયાર હતી. આ ડૉક્ટર ડૉ.મેહુલ પટેલ ઉંમરલાયક અને અનુભવી હતા તે બોમ્બે શહેરના ફર્સ્ટ નંબરના માનસિક રોગના ડૉક્ટર ગણાતા હતા. શ્રી ધીમંત શેઠના ખાસ મિત્ર હોવાને કારણે અપેક્ષા માટે તેમને સ્પેશિયલ અપેક્ષાને જ્યાં એડમીટ કરી હતી ત્યાં બોલાવવામાં આવ્યા. અપેક્ષાને જોઈને જ તેમને અપેક્ષાની માનસિક પરિસ્થિતિ વિશે જાણ થઈ ગઈ હતી. તેમણે અપેક્ષાની ટ્રીટમેન્ટમાં થોડો ફેરફાર કર્યો અને એક વીકમાં જ આ દવાની અસર જણાશે તેમ તેમણે જણાવ્યું. ડૉ. મેહુલ પટેલની દવાથી જાણે જાદુ થયો હોય અથવા તો કોઈ ઈશ્વરીય ચમત્કાર થયો હોય તેમ અપેક્ષાની તબિયતમાં ધીમે ધીમે ફરક દેખાવા લાગ્યો અને પછી તો અપેક્ષાને સારવાર માટે બોમ્બે તેમની હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવી. તેમની દવાથી અપેક્ષા ધીમે ધીમે નોર્મલ થવા લાગી. હવે અપેક્ષાને ઘણું સારું હતું. લક્ષ્મીના મનને હવે શાંતિ હતી અને તે ખુશ હતી પણ તેને તેની ખરાબ પરિસ્થિતિમાંથી બચાવનાર શ્રી ધીમંત શેઠ હતાં. જેનો આભાર લક્ષ્મી માને તેટલો ઓછો હતો.
અપેક્ષાના નોર્મલ થયા બાદ લક્ષ્મીએ અપેક્ષાને તેને સાજી કરવા પાછળ કોનો હાથ છે તે જણાવ્યું અને ત્યારે અપેક્ષાએ શ્રી ધીમંત શેઠને પોતે મળવા માંગે છે અને તેમનો આભાર વ્યક્ત કરવા માંગે છે તેમ જણાવ્યું.
એક દિવસ પોતાના હાથમાં એક સુંદર ફૂલોનો ગુલદસ્તો લઈને અપેક્ષા શ્રી ધીમંત શેઠને મળવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે તેમના બંગલામાં પ્રવેશી. સવાત્રણ કરોડના આલિશાન બંગલામાં શ્રી ધીમંત શેઠ એકલા જ રહેતા હતા તે જાણીને અપેક્ષાને ખૂબ નવાઈ લાગી. શ્રી ધીમંત શેઠ પોતાની પૂજામાં વ્યસ્ત હતા તેથી અપેક્ષા તેમની રાહ જોતી વ્હાઈટ કલરના મખમલી સોફા ઉપર બેઠી હતી અને વિચારી રહી હતી કે, આટલા મોટા બંગલામાં શ્રી ધીમંત શેઠ એકલા કેમ રહેતા હશે?
તો જોઈએ આગળના ભાગમાં કે આટલા મોટા વિશાળ બંગલામાં શ્રી ધીમંત શેઠ કેમ એકલા જ રહે છે?? અને અપેક્ષા સાથેની તેમની આ મુલાકાત કેવી રહે છે??
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
13/1/23

Share

NEW REALESED