Inspector ACP - 24 books and stories free download online pdf in Gujarati

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 24

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૨૪

ખાસ - અનિવાર્ય સંજોગોવસાત, ને ખૂબ લાંબા સમય બાદ
હું શૈલેષ જોષી,
આ વાર્તાનો આગળનો ભાગ - ૨૪ રજુ કરી રહયો છું.
તો વાચક મિત્રો, તમારો મારા માટેનો કિંમતી સહકાર જાળવી રાખવા, હું દિલથી વિનંતી કરું છું, ને અંતરાલ બદલ ક્ષમા ચાહું છું 🙏

ભાગ - ૨૪
ACP સાહેબનાં કહ્યાં મુજબ,
રમણિકભાઈ પોલિસ સ્ટેશનથી નિકળી, સરપંચના જમાઈ એવાં, આદર્શ કુમારની જાત તપાસ કરવા માટે, આદર્શની નવી બની રહેલ હોટેલની સાઈડ પર પહોંચે છે.
અત્યારે પણ, આદર્શ બધાં કારીગરોને નવી બની રહેલ હોટેલનું કામકાજ ઝડપી પૂરું કરવાં માટે, સૂચના આપી રહ્યો છે.
આદર્શ : જુઓ, શક્ય એટલું ઝડપથી તમે લોકો તમારું કામ પૂરું કરો,
મારી પાસે હવે રાહ જોવાનો વધારે સમય નથી, મારે નક્કી કરેલ સમયે આ હોટેલ ચાલું કરી દેવી છે, એટલે
તમારે ઓવર ટાઈમ કરવો પડે, નાઈટમાં કામ કરવું પડે, કે પછી ૨૪ કલાક કામ કરવું પડે તો પણ કરો, પરંતુ
દસ દિવસની અંદર મને હોટેલ તૈયાર જોઈએ.
આટલું કહી આદર્શ હોટેલમાંથી થોડો બહારની બાજી આવી રહયો છે, ને અચાનક...
એની નજર રમણિકભાઈ ઊપર જાય છે, એટલે ચહેરાં પર થોડું સ્મિત, અને આશ્ચર્ય સાથે.....
આદર્શ :- અરે રમણિકઅંકલ તમે અહિયાં ? આવો આવો
રમણિકભાઈ :- હા આ બાજુમાં હાર્ડવેરની દુકાનવાળા રામભાઈ મારાં જુના મિત્ર છે,
ને હું એમને મળવા આવ્યો, ત્યારે એમણે જ વાતવાતમાં મને કહ્યું કે,
તમે અહીંયા કોઈ હોટેલ બનાવી રહ્યાં છો, એટલે હું તમને અભીનંદન પાઠવવા આવ્યો.
આદર્શ :- થેક્યું અંકલ, પણ આ હોટેલ મારી નથી,
હું તો આ હોટલમાં એક હેડ ઈનચાર્જ તરીકેની નોકરી કરવાનો છું, હા પણ આ લાઈનનો મને બહોળો અનુભવ હોવાને કારણે, મારા મિત્રએ જ મને અહિયાં આ હોટલનાં ધંધામાં વર્કિંગ પાર્ટનર તરીકે બધી જ જવાબદારીઓ સોંપી દીધી છે.
ને અંકલ આ મારો એજ મિત્ર છે, કે જેણે અમને અમારાં લગ્ન પછી એનાં ઘરમાં આસરો આપ્યો છે.
રમણિકભાઈ : - ઓહ એમ વાત છે ? સરસ સરસ
બસ આટલી ઔપચારિક વાતો કરી રમણિકભાઈ ત્યાંથી નિકળી જાય છે, ને ACP, અને બાજુની દુકાનવાળા રામભાઈને ને પણ,
આદર્શકુમાર વિશે જે શંકા હતી, એનું સમાધન થઈ ગયું હતું, બસ આટલા સમાચાર ACP ને ફોન દ્વારા આપી, રમણીકભાઈ પોતાનાં ઘરે તેજપુર જવાં નિકળે છે.
આ બાજુ ACP ની છેલ્લી આશા, કે પછી...
એક નાની અમથી ઉમ્મીદ આ કેસ વિષે બંધાઈ હતી, ને એ ઉમ્મીદ પણ,
આમ એક નજરે જોવા જઈએ તો ખોટી પણ ન હતી, પરંતુ ત્યાંથી પણ તેજપુરના કેસની કોઈ કડી નહી મળતાં,
ACP થોડાં ઉદાસ થઈ જાય છે,
પણ હા, એ નાસીપાસ નથી થયા, કે પછી
થાક્યા, કે કંટાળ્યા પણ નથી, પરંતુ...
સતત રાત, અને દિવસની એકધારી મહેનત કરવા છતાં,
એમને ગુનેગાર વિષેની કોઈ જ નાની અમથી પણ કડી નહીં મળતાં, તેઓ થોડા અંદરથી અપસેટ જરૂર થયાં છે, ને એટલેજ હમણાં જ હવાલદારને બેંક પર જવાનુ એમણે કહ્યું હતું,
એ બંને હવાલદાર, જીપ લઈને પોલીસ સ્ટેશનની બહાર તૈયાર થઈને હમણાં સાહેબ આવશેની તૈયારી સાથે રાહ જોઈને ઊભા હતાં.
ઘણો સમય થઈ જતાં, એક હવાલદાર બીજાં હવાલદારને
હવાલદાર : - હમણાં તો સાહેબ બેંકમાં જવાનું કહેતા હતા, સમય પણ થઈ ગયો છે, તો હજી સાહેબ આવ્યાં કેમ નહીં ?
હવાલદાર બે :- ઊભા રહો, હું અંદર જઈને જોતો આવું.
હવાલદાર પોલીસ સ્ટેશનની અંદર જાય છે,
તો સાહેબ કોઈ ઊંડા વિચારોમાં, લમણે હાથ ધરીને ટેબલ પર પડેલ, " લૂંટ અને મર્ડર " વાળી તેજપુરની ફાઈલ સામે એકી ટ્સે જોઈ રહ્યાં છે,
સાહેબને આમ બેઠેલાં જોઈ, હવાલદાર બહાર આવી જાય છે.
એટલે બહાર જીપમાં બેઠેલા હવાલદાર પૂછે છે કે,
શું થયું, આવે છે સાહેબ ?
હવાલદાર :- ના યાર, આટલાં વખતમાં સાહેબને આટલી મૂંઝવણમાં મેં ક્યારેય જોયા નથી.
એમનો રેકોર્ડ છે કે, ગમે તેવો કેસ હોય, એ એકદમ ઝડપથી સોલ્વ કરી નાખે છે.
હવાલદાર :- હા ને એ પણ, એમની આગવી સ્ટાઈલમાં.
ત્યાંજ...ન્યુઝ રિપોર્ટર નંદની ગાડીમાંથી ઉતરી પોલીસ સ્ટેશનમાં જતી હોય છે, એટલે બંને હવાલદાર એમને રોકે છે.
એટલે નંદની પૂછે છે કે કેમ સાહેબ અંદર નથી ?
હવાલદાર કહે છે કે, સાહેબ તો અંદરજ છે, પણ તમારે જે સવાલ જવાબ કરવા હોય, તે પ્લીઝ
આજનો દિવસ જવા દો, કાલે પૂછી લેજો
નંદની :- ત્રણ ત્રણ દિવસ થઈ ગયા, હજી સુધી કોઈ કડી કે ગુનેગારનું પગેરું કઈજ મળ્યું નથી, શું કરે છે પોલીસ ખાતું ? હવાલદાર :- મેડમ ત્રણ ત્રણ દિવસ ના બોલશો, એમ કહો કે માત્ર ત્રણ દિવસ થયા છે.
તમને ખબર હોવી જોઈએ કે,
ગુનેગાર ગુનો કરે એ પહેલા, દિવસો નહીં મહિનાઓથી પ્લાનિંગ કરે છે, રેકી કરે, ક્યાંય પકડાઈ ના જાય એની પુરી તૈયારી કરી યોગ્ય સમયની રાહ જોઈ, સમય આવતા જ તે એનું કાળું કામ કરતો હોય છે.
હવે આટલી ચીવટથી કરેલ ગુનો, કે ગુનાનું પગેરુ શોધવામાં સમય તો લાગેને ?
બીજા હવાલદાર :- અને બીજી વાત, કોઈ પગેરૂ, કે કડી મળી કે નહીં એમ તમે કહો છો
તો તમને જણાવી દઉં કે, ગમે તેવો ગુનો કે અપરાધ થયો હોય એમાં એક કે બે ઉપર ફરિયાદી પક્ષની શંકા હોય, અથવા કોઈના પર શંકા ના હોય, એ ગુનો ઉકેલવામાં વાર લાગતી નથી જ્યારે શંકાની સોય, બે થી વધારે અલગ અલગ વ્યક્તિ પર જતી હોય
તો એ ગુનો ઉકેલવો ખૂબ કઠિન, ને પેચીદો થઈ જતો હોય છે. કેમકે, ઝીણવટથી એક પછી એક શંકાશીલ વ્યક્તિને તપાસવા પડે છે, અને અહીંયા તો એક બે નહીં, ગામના લોકોની વાત પ્રમાણે
પાંચ, થી છ વ્યક્તિઓ પર યોગ્ય દલીલ, ને શંકા સામે આવી છે.
એ બધાની વારાફરતી તપાસ કરવામાંજ, આ ત્રણ દિવસ નીકળી ગયા છે.
ને ખાસ વાત કે,
અમે અત્યારે એક જુના કેસ વિશે, અર્જન્ટ બેંકમાં તપાસ કરવા જઈ રહ્યા છીએ,
એટલે તમે કાલે આવો પ્લીઝ
આટલું સાંભળીને નંદની ત્યાંથી નીકળી જાય છે.
તેના જતાંજ...ACP બહાર આવે છે, અને જીપમાં બેસે છે અને તેઓ બેંકના કેસ માટે પોલીસ સ્ટેશનથી જીપ લઈને નીકળે છે.
રસ્તામાં ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઈટ હોવાથી, તેમની જીપ ઉભી રહે છે, ને એ જીપની બાજુમાંજ....
એક લક્ઝરી ઉભી છે, એટલે....
હવાલદાર સાહેબને કહે છે કે,
હવાલદાર :- સાહેબ, આ પેલીજ લક્ઝરી છે, તેજપુરવાળી, પેલાં ભુપેન્દ્રની
એટલે ACP પણ એમજ
લક્ઝરી ઉપર એક ઉડતી નજર નાખે છે, અને...... અને ACP ની નજર એ લકઝરી પર જ ચોંટી જાય છે,
એમની નજર લકઝરીમાંજ એવું કંઈક જુએ છે, ને ત્યાંજ..... ત્યાંજ એમની સાઈડનું સિગ્નલ ખૂલે છે,
વધુ ભાગ ૨૫ માં