Ispector ACP - 23 books and stories free download online pdf in Gujarati

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 23

સળંગ વાર્તા - ઈન્સ્પેક્ટર ACP
એક કાલ્પનિક સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર
ભાગ - ૨૩
વાચક મિત્રો,
ભાગ ૨૨માં આપણે જાણ્યું કે,
ઈન્સ્પેકટર ACP ને, જટિલ થઈ રહેલાં તેજપૂરવાળા ચોરી, અને ખૂન કેસમાં,
આંખો દેખી બાતમી મળતાં, ACP એ, અર્જન્ટમાં હવાલદાર દ્વારા ફોન કરાવીને, રમણીકભાઈને મળવા માટે, પોલીસ સ્ટેશન બોલાવ્યાં છે.
આ બાજુ રમણીકભાઈ પણ, તેજપુર ગામથી પોલીસ સ્ટેશન જવા નીકળી રહ્યા છે, ત્યારેજ
રમણીકભાઈ, અવિનાશને બાઈક ઉપર જતો જુએ છે, એટલે
રમણીકભાઈ, અવિનાશને સાદ કરીને ઉભો રાખે છે, ને પછી...
અવિનાશની નજીક જઈને, રમણીકભાઈ કહે છે.....
રમણીકભાઈ :- અરે અવિનાશ, તુ કઈ બાજુ જઈ રહ્યો છે ?
અવિનાશ : અંકલ, હું પેલાં ટ્રાવેલ્સવાળા ભુપેન્દ્રની ઓફિસ ઉપર જતો હતો.
કેમ, કંઈ કામ હતું મારું?
રમણીકભાઈ :- હા જોને, હમણાં પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો, ને મને અર્જન્ટ મળવા બોલાવ્યો છે.
તું મને પોલીસ સ્ટેશન સુધી મૂકી જઈશ ?
અવિનાશ :- હા હા ચાલો, તમને પોલિસ સ્ટેશન મૂકીને, પછી હું ભૂપેન્દ્રને ત્યાં જઈશ, તમે બેસો બાઈક પર
( રમણીકભાઈ અવિનાશના બાઈક પર બેસે છે, ને પોલીસ સ્ટેશન જવા નીકળે છે, રમણીકભાઈ બાઈક ઉપર બેસતા જ અવિનાશને કહે છે કે )
રમણીકભાઈ :- અરે અવિનાશ, પછી ભૂપેન્દ્રને ત્યાંથી, તું પાછો કેટલા વાગે આવીશ ?
અવિનાશ :- મને થોડો સમય લાગશે, કેમ અંકલ, કોઈ કામ હતું મારું ?
રમણીકભાઈ :- ના ના એમજ,
આતો તારું કામ પૂરું થઈ જાય, તો સાથે પાછા આવી જવાય એટલે.
અવિનાશ :- તમારે, પોલીસ સ્ટેશનમાં કેટલું કામ છે ?
રમણીકભાઈ :- એ તો, મને પણ ખબર નથી, ને મને તો આજે પોલીસ સ્ટેશનમાં, મારું શું કામ છે ?
એની પણ મને ખબર નથી.
અવિનાશ :- એક કામ કરો,
અત્યારે હું, તમારી સાથેજ પોલીસ સ્ટેશન આવું છું, ને ત્યાં પહોંચી આપણે સાહેબને પૂછી લઈશું.
જો સાહેબને પાંચ-દસ મિનિટનુંજ તમારું કામ હોય, તો વળતા હું તમને હાઈવે સુધી પાછા લેતો આવીશ, એટલે, ત્યાંથી તમે રિક્ષામાં પાછા ઘરે આવી શકશો.
( વાતો વાતોમાં બંને, પોલીસ સ્ટેશન પહોંચી જાય છે, બાઈક પાર્કિગમાં મૂકીને તેઓ અંદર જાય છે.
સાહેબ પાસે એ વખતે કોઈ બેઠું હોવાથી, હવાલદાર અવિનાશ, અને રમણીકભાઈને થોડીવાર માટે બહાર બેસવા જણાવે છે, હવે અવિનાશ, અને રમણીકભાઈ, પોલીસ સ્ટેશનની બહાર એ રીતે બેઠા છે કે,
અંદર બેઠેલ ઈસ્પેક્ટરને, એ બંનેના ખાલી પગ દેખાય, અને એ લોકો પણ, સાહેબને અડધા જ જોઈ શકે.
એટલે ACPને પણ એટલી ખબર તો પડી જાય છે કે,
બહાર કોઈક આવ્યું છે, પણ કોણ છે ?
એ ખબર નથી. અત્યારે, ACP પાસે, અંદર જે વ્યક્તિ બેઠા હતા, એ કોઈ બેંકના મેનેજર હતા, અને કોઈ જુના કેસ વિશે સાહેબને મળવા આવ્યા હતા. અંદરની વાત ચાલે છે )
બેંક મેનેજર :- સાહેબ પેલા ATM વાળા ભાઈ, જે રજા પર હતા, તે આવી ગયા છે.
તો તમે પૂછપરછ માટે, બેંક પર આવી શકો છો.
ACP :- તમે એક કામ કરો,
બે વાગ્યાની આસપાસ, અમે બેંક પર આવીએ છીએ, પરંતુ, અમે ત્યાં ના આવીએ ત્યાં સુધી, તમે બેંકમાં કોઈને પણ, આ વાત કરતા નહીં, કે અમે ત્યાં આવવાનાં છીએ, ઓકે
( ભલે સાહેબ, પધારો, તો હું નીકળું છું, આટલું કહીને, બેંક મેનેજર બહાર નીકળે છે, દરવાજો ખુલતા ACP જુએ છે કે, બહાર જે વ્યક્તિ બેઠા છે, તે તો રમણીકભાઈ, અને અવિનાશ છે, એટલે, એ બંનેને અંદર મોકલવા માટે, હવાલદારને જણાવે છે.
રમણીકભાઈ, અને અવિનાશ બંને, અંદર આવે છે, એમનાં અંદર આવતાં જ )
ACP :- સોરી સોરી રમણીકભાઈ, મારે તમને અહીંયા બોલાવવા પડ્યા.
રમણીકભાઈ :- ના ના સાહેબ, એમાં શું મોટી વાત છે ?
દસ વાર જરૂર પડે, તો દસવાર તમે મને બોલાવી શકો છો.
ACP :- થેંક્યુ રમણીકભાઈ,
( પછી ACP, અવિનાશ સામે જોતાં )
ACP :- અરે ભાઈ બેસને, કેમ ઉભો છે ?
અવિનાશ :- નાના સાહેબ, મારે એક જગ્યાએ જવાનું હતું, આતો રસ્તામાં રમણીકભાઈ મળી ગયા, એટલે એમને અહીંયા મૂકવા આવ્યો છું, અને જો રમણીકભાઈનું તમારે વધારે કામ ના હોય, તો થોડીવાર હું ઉભો રહું, ને એમને લેતો જાઉં.
ACP :- ના અવિનાશ, તારે કામ પતાવીને પાછા આવવું હોય, તો આવી શકે છે, બાકી સમય તો બે ત્રણ કલાક જેવો લાગશે.
( પછી રમણીકભાઈ સામે જોતા )
ACP :- તમને વાંધો નથી ને ?
રમણીકભાઈ :- શાનો ?
ACP :- બે ત્રણ કલાકનો સમય, છે ને તમારી પાસે ?
રમણીકભાઈ :- હા હા સાહેબ, કંઈ વાંધો નહીં.
અવિનાશ :- હા તો અંકલ, હું નીકળું છું, કામ પતે એટલે તમે ફોન કરજો, હું તમને લેવા આવીશ.
ACP :- અવિનાશ, તુ શું લઈને આવ્યો છે ?
ભૂપેન્દ્રની ગાડી ?
અવિનાશ :- ના ના સાહેબ, બાઈક લઈને આવ્યો છું.
( ACP આચાર્યચકિત થઈને રમણીકભાઈ સામું જોતા )
ACP :- અરે રમણીકભાઈ, તમે બાઈક ઉપર આવ્યા ?
રમણીકભાઈ :- મારા માટે કોઈ નવી વાત નથી સાહેબ, મુંબઈમાં પણ હું ઘણીવાર ટ્રાફિકથી કંટાળીને અવિનાશ, કે વિનોદના બાઈક ઉપર ઓફિસ જતો રહું છું, અને ઘણીવાર તો, જો ગાડી લઈને ટ્રાફિકમાં ફસાયો હોઉં, તો ગાડી ત્યાંજ સાઈડમાં મૂકીને, ડ્રાઈવરને બોલાવી, હું ટ્રેનમાં, કે રીક્ષામાં જતો રહું છું.
( અવિનાશ રવાના થાય છે, અને એના ગયા પછી, ACP રમણીકભાઈને )
ACP :- રમણીકભાઈ, હમણાં શિવાભાઈનાં એક મિત્ર મારી પાસે આવ્યાં હતાં, તે મૃતક શિવાભાઈનાં જૂના મિત્ર છે, તમે જો ઓળખતા હોય તો, રામભાઈ એમનું નામ છે.
રમણીકભાઈ :- ના સાહેબ, આ નામનાં, શિવભાઈના કોઈ મિત્ર હોય, એવું મારા ધ્યાનમાં નથી
ACP :- કઈ વાંધો નહિ, એ રામભાઈ, ગઈકાલે તેજપુર બેસણામાં પણ આવેલા, એ રામભાઈ હમણાં પોલીસ સ્ટેશન આવીને, શિવાભાઈ સરપંચના જમાઈ આદર્શ વિશે, મને વાત કરીને ગયા, એટલેજ મે તમને અહીં બોલાવ્યાં છે.
રમણીકભાઈ :- કેવી વાત સાહેબ ?
ACP :- રામભાઈના કહ્યા પ્રમાણે, હાઈવે પર તેમની દુકાન છે, કંઈ ટ્રેડિંગનું કામકાજ છે એમનું....
( ત્યાંજ...અચાનક રમણીકભાઈ ને કંઈક યાદ આવતાં )
રમણીકભાઈ :- હા હા, ઓળખ્યા ઓળખ્યા, ઘણીવાર શિવાભાઈના મોઢે એમનું નામ સાંભળ્યું છે, પહેલાં રામભાઈ સરપંચના ખાસ મિત્ર હતા, જ્યારે શિવાભાઈ પોતે સરપંચ ન હતા, ત્યારે તેમની એ દુકાન પરજ એમની બેઠક હતી, હવે યાદ આવ્યું, બોલો બોલો સાહેબ
ACP :- એમનું કહેવું એમ છે કે, એમની બાજુની ચાર દુકાન કોઈ વ્યક્તિએ હોટેલ બનાવવા માટે લીધી છે, ને ત્યાં હાલમાં ફર્નિચર, અને ઈન્ટિરિયરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
એમના કહેવા પ્રમાણે, દુકાનો તો ભાડે લીધી છે, પરંતુ તેમાં ફર્નિચરનો જે ખર્ચો છે, તે 40 થી 50 લાખનો થાય એ પ્રમાણે એ હોટલ તૈયાર થઈ રહી છે.
રમણીકભાઈ :- કઈ ખબર ના પડી સાહેબ.
ACP :- રમણીકભાઈ, રામભાઈનું કહેવું એમ થાય છે કે, એ હોટલ, શિવાભાઈ સરપંચના જમાઈ, આદર્શની છે.
( આટલું સાંભળતા જ રમણીકભાઈ ચોંકીને )
રમણીકભાઈ :- શું વાત કરો છો સાહેબ ?
આદર્શ તો.....
ACP :- હું પણ જાણું કે, આદર્શને લવ-મેરેજ પછી, તુરંત એનાં માતા-પિતાએ ઘરમાંથી બહાર કાઢી દીધો છે, ને એ પણ પહેર્યા લૂગડે, ને એ પોતે, તેની પત્નિ સાથે, એનાં કોઈ મિત્રને ત્યાં રહે છે, ને હજી નોકરીની શોધમાં પણ છે.
આ તો રામભાઈએ, એમની નજરે જે જોયું, એ આપણને કહ્યું.
રમણીકભાઈ :- હા તો સાહેબ, આમાં હવે આગળ,
ACP :- આપણે એક કામ કરીએ, તમે, અથવા અમારાં પોલિસ સ્ટાફનું કોઈ, પહેલાં આપણે જાત તપાસ કરીએ, કેમકે.....
ગમે તેમ પણ, આદર્શ, શિવાભાઈના જમાઈ છે, તેમના પર પૂરેપૂરું જાણ્યા પહેલા ડાયરેક્ટ આરોપ આપણાથી ના મુકાય.
ને એટલાં માટે જ, મે તમને અહીં બોલાવ્યાં.
રમણીકભાઈ :- હા સાહેબ, તમારી વાત સાચી છે, તો પછી તમે નહિં આવો તો ચાલશે, હું જાતે જ તપાસ કરી, તમને હકિકત જણાવું છું.
ACP :- એ પણ બરાબર છે, તો પહેલાં તમે તમારી રીતે તપાસ કરી લેજો, ને જો તમને એવું કંઈ લાગે, તો ત્યાંથીજ મને ફોન કરી દેજો, અત્યાર હું તમારી સાથે, એક હવાલદારને સાદા કપડામાં મોકલું છું.
( રમણીકભાઈ, ને એક હવાલદાર, બંને રીક્ષામાં નીકળે છે, ને તેઓ હોટલ પર પહોંચે છે, અત્યારે આદર્શ કારીગરોને ફર્નિચરનું કામ, બે દિવસમાં પૂરું કરવા માટે, કહી રહ્યો છે, ને ત્યાંજ.....
આદર્શની નજર, રમણીકભાઈ ઉપર જાય છે.......
વધુ ભાગ ૨૪ માં
વાચક મિત્રો,
ભાગ ચોવીસ આવતાં પહેલાં, દિવાળી ને બેસતું વર્ષ આવી રહ્યું છે તો,
હું શૈલેષ જોષી
હમણાં જ
દિવાળી પર્વની, અને નૂતન વર્ષની આપણાં માતૃભારતીના પૂરા પરિવારને નવા વર્ષની,
ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું
નવું વર્ષ, આપણાં સૌ માટે, ખુશીઓથી ભરેલું, ને તન મન અને ધનથી આપણને સ્વસ્થ, અને મસ્ત રાખે, નૂતન વર્ષની એજ પ્રભુને પ્રાર્થના.
બીજું કે, મારા વાચક મિત્રોએ, મને ટૂંકા ગાળામાં, ભરપૂર સહકાર આપ્યો છે, એક વિનંતી કે બસ તમારો આજ સહકાર મને, મારી નવી યુટ્યુબ ચેનલ પર આપશો.
મારી યુટ્યુબ ચેનલની લિંક, તમને રોજે રોજના માતૃભારતી પર આવતા BITES ( સુવિચાર ) વિભાગમાં મળી જશે, તો નવા વર્ષમાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી, મારો ઉત્સાહ વધારવા નમ્ર વિનંતી.
મારી યુટ્યુબ ચેનલનું નામ
Joy And Social By Shailesh Joshi
https://youtube.com/shorts/HH5RmN3vHps?feature=share
ખૂબ ખૂબ આભાર અભિનંદન, ને ઘણી ઘણી શુભકામનાઓ
ધન્યવાદ
🙏🏻 શૈલેષ જોષી 🙏🏻