PREM MA books and stories free download online pdf in Gujarati

પ્રેમ માં

પ્રેમ ની સાચી વ્યાખ્યા...!

આ અઢીયો અક્ષર નું આપડા જીવન માં ખુબજ અગત્ય નું સ્થાન છે.કારણ કે, ડગલે ને પગલે આપણા જીવન માં જાણતા - અજાણતા પોરવાયેલ પ્રેમ જ સાચા જીવન ની પરિભાષા છે. હાલ માં તો પ્રયણ ની પરિભાષા જુદીજ થઈ ગઈ છે યાર ! પ્રેમ એટલે છોકરો છોકરી કરે એજ..!, પતિ પત્ની કરે એજ...! અને આજના સમાજે એ વ્યાખ્યાને ભળીભાતી સ્વીકારી લીધી છે.જે સાચા અર્થ માં સાવ જુદી ને અવળી જ છે.પ્રણય નો અર્થ માત્રને માત્ર સમાજ નિ વ્યાખ્યા એ પ્રેમ ની જેવો જરીક પણ નથી.

પ્રેમ નો અર્થ સાચો લાગણી છે.અને એ દ્રષ્ટિ એ થી જુવો તો પેહલો પ્રેમ તમારા માં ની અંદર દેખાશે,પિતા દેખાશે,ભાઈમાં દેખાશે, દાદા - દાદી માં દેખાશે,જાડ માં દેખાશે અરે... એકવાર દ્રષ્ટિ કરો પ્રેમ તમારી શેરી માં રેહતા કૂતરા માં ય’ દેખાશે.આજના યુવાન કહે છે ને કે પ્રેમ ને તમે શું સમજો..યાર વાત સાચી..! સાચા પ્રેમ ને તો તમેય શું જાણો યાર..!
પ્રેમ નો અર્થ સાચો તો ભકતી છે.. ઓલો.. નરસૈયો ગાંડો બન્યોથો કૃષ્ણ પ્રેમ માં.. મીરા પડી થી કાના ના પ્રેમ માં..અરે જેસલ જાડેજા પ્રેમ માં પડ્યો થા જેસલ ના પ્રેમ મા... ભક્તિમય પ્રેમ ની વ્યાખ્યા તમે શું જાણી શકો.જેને તુમને લાગી મું અને મુમને લાગી તું આ વ્યાખ્યા સાકાર થાય છે.
પ્રેમ એ ત્યાગ છે..દેવકી એ કર્યો તો એને ત્યાગવો પડ્યો, ફરી પાછો જશોદા એ કર્યો તો એને ત્યાગવો પડ્યો..ગોપિયું એ કર્યો , વૃદાવને કર્યો, ગોકુળ ના લોકોએ કર્યો અરે... રાધા યે ય’ કર્યો પણ છેવટ એને પણ ત્યગવો પડ્યો...પ્રેમ માં ત્યાગવું એ પેહલા કરાર છે.

પ્રેમ આંધળો હોય છે .. ચોક્ક્સ થી યાર... પ્રેમ તો આંધળો હોય છે ઘર ની ચીજ વસ્તુ માં દેખાશે.. ટીવી માં દેખાશે..ફ્રીઝ માં દેખાશે..અરે તમારા મોબાઈલ માં દેખાશે.. કારણ કે તમને એમના પર લાગણી છે અને લાગણી એજ તો પ્રેમ છે..પ્રેમ તો ગુજરી ગયેલ બાપ ની તસ્વીર સાથે પણ છે.પ્રેમ ગમેત્યા ઉદ્ભવે છે અને ક્યારેય શમી નથી જતો. એ સાગર ય’ નથી ને સરિતાય નથી..પ્રેમ ના કોઈ માપણા નથી.અને હોવા પણ ન જોઈએ.ક્યારેક પ્રેમમાં મત ભેદ થાય પણ મન ભેદ થાય ત્યારે સમજવું કે એ પ્રેમ નોહતો કરાર હતો.

પ્રેમ ઉદારી છે.. પ્રેમ ઉધારિય’ છે.. પ્રેમ ઉઘરાણી છે.. પ્રેમ ઉજાણી છે.. તો પ્રેમ પાછો ઉધ્ધારી છે.. પ્રેમ પ્રકૃતિ છે..પ્રેમ બધુજ છે કારણ કે પ્રેમ એ જીવન છે ને જીવન એ જ પ્રેમ છે.. પ્રેમ નો અર્થ પૃથ્વી છે... એને એક વ્યાખ્યા થી સીમિત ના કરવો.......

આજના આ સમયમાં નવ યુવકો કહે છે કે,પ્રેમ તો કૃષ્ણ એ પણ કર્યો એના સમય માં તો એ શું ખોટા હતા? પરંતુ એ જાણ હોવી જોઈએ કે ભગવાન કૃષ્ણ એ 11 વર્ષ ની નાની વયે બધું જ છોડી ને પોતાનું કર્તવ્ય સંભાળી લીધું હતું.માત્ર 11 વર્ષમાં જો પોતાનું કર્તવ્ય સંભાળી હોય અને બધુંય ત્યાગી દેતા હોય તો તમારી હાલ ની ઉંમર કેટલી છે એ હૃદય થી પૂછો અને પોતાનું કર્તવ્ય શું છે એ હૃદય ને પૂછી.પ્રેમ ની સાચી વ્યાખ્યા કદાચ સમજાય જાય તો..!

એક મારો શેર મને ખૂબ યાદ ત્યારે...

પ્રણય માં એ ઘોળાઈ પાગલ થયા જે...
અમારે એ જોકર નથી થઈ ને રહેવું..

પ્રેમ ખાલી દિલ થી નથી થતો પ્રેમ તો મગજ પણ થાય છે...
જો કરવો હોય ને તો...!

* Love is not love but love is forever love*