Guhilot dynasty and Maharana Pratap in Indian history - 36 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 36

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 36

વીર જયમલ રાઠોડ

        આગ્રાનો કિલ્લો મોગલો માટે અત્યંત સુરક્ષિત હતો. આગ્રા તો મહાન મોગલ સમ્રાટ અકબરની રાજધાનીનુ શહેર હતું.

          ઇ.સ.૧૫૭૮ ની સાલ હતી. લાહોરથી બાદશાહ અકબર આગ્રા આવી રહ્યા હતા. હાથી પર અંબાડીમાં બિરાજમાન શહેનશાહ મુખ્ય પ્રવેશદ્વાર તરફ દ્રષ્ટિપાત કર્યો. ત્યાં પથ્થરની બે વીર પ્રતિમા દેખાઈ. આ બે પાષાણ-પ્રતિમા ગજસવાર જયમલ રાઠોડ અને ફતાજી સિસોદિયા ની હતી.

          સમ્રાટને એક દાયકા પૂર્વેની ઘટના યાદ આવી. જયમલ રાઠોડ ચિત્તોડગઢ નો વીર સેનાપતિ હતો.  રણાંગણમાં એણે અને ફત્તાજી સિસોદિયાએ મોગલોને ભયંકર ટક્કર આપી હતી. એના મૃત્યુ પ્રસંગે પોતે ભાવવિભોર થઈ બોલી ઉઠ્યા હતા.

          “ મોગલો પાસે જો આવા ચાર-પાંચ વીર હોત તો હું સિકંદરની માફક વિશ્વવિજયની કલ્પના કરી શકત. “

          આ સાંભળીને રાજા ભગવાનદાસ બોલી ઉઠ્યા હતા." જહાંપનાહની અસલી તાકાત એના રણશૂરા સરદારો જ  છે. પૃથ્વીરાજ ચૌહાણનું સામ્રાજ્ય જ્યાં સુધી એના ચાર મહાન સરદારો હતા ત્યાં સુધી અચળ રહ્યું હતું , પ્રધાન કૈમાસ , સેનાપતિ ચામુંડરાય , ચંદ બારોટ અને હાહુલીરાય ".

          ત્યારપછી બાદશાહે એ બંને વીરોના સન્માન અર્થે જ તેમની પથ્થરની પ્રતિમા બનાવીને ગોઠવી હતી.

           આ જયમલ રાઠોડ કોણ હતો?

          રાઠોડ જયમલ  રાજપુતાનાનો  અટંકી વીર હતો. મેવાડપતિ મહારાણા ઉદયસિંહનો પરમ સાથી.  એના વીરત્વ ની વાત પણ નિરાળી જ છે.

          જયમલ બઢતા , જીમણે ફત્તો બાહે પાસ ,

           હિન્દુ ચડિયાં  હાથિયાં , એડિયો જસ આકાશ

          મેડતાના રાવ વિરમદેવને  ત્યાં ઈ. સ ૧૫૦૭માં જયમલનો જન્મ થયો. રાવ રત્નસિંહ મહારાણા સંગ્રામસિંહના મિત્ર હતા. તેઓ કાયમ યુધ્ધોમાં જ રાચતાં. પરિણામે એમની લાડલી પુત્રી મીરાબાઈ વિરમદેવ પાસે જ રહ્યા.  જયમલ સાથે બાળપણ વિતાવ્યું.

          એક સપાટામાં મેડતા ગુમાવ્યું પરંતુ આસો સુદ ૧૧ દિવસે ઈ. સ ૧૫૪૪માં ૩૬ વર્ષની વયના જયમલને મેડતા પર ઉતરાણ કાર મળ્યો

          કલિંજરના કિલ્લાને  ઘેરો ઘાલતા , ૨૪મે  ૧૫૪૫ના દિવસે અચાનક શેરશાહ દાઝી ગયો અને મૃત્યુ પામ્યો.  એના પછી એનો પુત્ર જલાલખાં સલીમશાહ નામ ધારણ કરીને ગાદીએ બેઠો.

          જોધપુરના રાજા માલદેવ સાથે જયમલ રાઠોડને બાવીસ યુદ્ધો લડવા પડ્યા. સંજોગો એવા ઊભા થયા કે મેડતાની ગાદીએ જ્યારે જયમલ રાઠોડ આરૂઢ થયા.  ત્યારે રાજા માલદેવે દિલ્હીના બાદશાહના હાથે જોધપુર ગુમાવ્યું હતું.

          શેરખાનના મૃત્યુ નો અવસર જોઈને માલદેવ એ પોતાના વિશ્વાસુ સેનાપતિ જેતાવત નૈરૂદાસોતને   પઠાણો પર આક્રમણ કરવા મોકલી આપ્યા.

          આ સમયે અજમેર પર રાઠોડોનું રાજ્ય હતું. મહારાણા ઉદયસિંહે મોકો જોઈને અજમેર જીતવા કૂચ કરી.  આ વખતે ૫000ની સેના લઈને જયમલ મેડતાથી આવી પહોંચ્યા.  જો કે  બાદશાહ સલીમશાહે તે પહેલાંજ અજમેર રાઠોડો પાસેથી છીનવી લીધું પરંતુ માલદેવ જયમલ પર જ ગુસ્સે થયા.

          ઈ. સ ૧૫૪૭માં માલદેવે મેડતાપર આક્રમણ કર્યું જયમલે બિકાનેરના રાવ કલ્યાણમલને મદદ માટે વિનંતી કરી.  તેમણે સાત હજાર યોદ્ધાની સેના પોતાના સાત સેનાપતિઓની નિેગેહબાનીમાં મોકલી. એ સાત  સેનાની આ પ્રમાણે હતા.

૧. ઠાકોર અર્જુનસિંહ રાઠોડ, મહાજન

૨. ઠાકોર  શ્રુગજી રાઠોડ

૩. ઠાકોર વણીર રાઠોડ ,ચાચાબાદ

૪. રાવ કૃષ્ણસિંહ રાઠોડ ,જેતપુર

૫. રાવ જૈતસિંહ ભાટી , પુંગલ. 

૬. વેદ મહતા અમરાજી,

૭. બરછાવત સાંગાજી

          બિકાનેર અને મેડતાની સંયુક્ત સેનાએ પાંચ કોષ આગળ વધીને માલદેવ ને પડકાર આપ્યો.

આ યુધ્ધમાં માલદેવને પડકાર આપ્યો. આ યુધ્ધમાં જયમલની જીત થઈ. માલદેવને ભાગવું પડ્યું. ભાગતી  સેનાનો પીછો કરવામાં આવ્યો. નગા ભારમલ ,માલદેવની સેવામાં વીરગતિ પામ્યો. રાઠોડ ચાંદાજી પણ આ યુદ્ધમાં શહીદ થયા. આમ માલદેવના બે મહાવીરો રણમાં ખતમ થયા. બિકાનેરના સૈનિકોએ માલદેવના નગારા અને નિશાન ગૂંચવી લીધા.

          “ માલદેવજી પાટવી કુંવર છે.  માનનીય છે એમના માન ખાતર આ નગારા અને નિશાન પરત કરવા જોઈએ. “ જયમલે જાહેર કર્યું.   

          એક ભાંબીએ આ નગારા ને નિશાન , જે ગામમાં માલદેવનો પડાવ હતો ત્યાં દૂરથી જ વગાડવા માંડયા,  માલદેવ તે વખતે એટલો બધો ભયભીત હતો કે,  જયમલની સેના પાછળ આવે છે.  એમ સમજી તુરંત પડાવ ઉઠાવી ભાગ્યો, ભાંબીએ જોધપુર જઈને એને આ ડંકા -નિશાન પાછા આપ્યા.

          ઈ. સ ૧૫૫૪માં સલીમશાહ સૂરી મૃત્યુ પામ્યો

          આ તકનો લાભ લઈ માલદેવે અજમેર જીતી લીધું.  આ યુદ્ધમાં બગડીના ઠાકોર પૃથ્વીરાજ જેતાવતે શાહિ કિલ્લેદારને શરણે આવવાની ફરજ પાડી. પરંતુ ચિત્તોડ બિકાનેર અને મેડતાની સંયુક્ત સેનાના , આક્રમણના કારણે પૃથ્વીરાજને ભાગી ને જોધપુર જવું પડ્યું.

          આમ ,ઈ. સ ૧૫૫૪માં અજમેર પર મહારાણા ઉદયસિંહનો અધિકાર સ્થાપિત થઈ ગયો. રણથંભોર અને નાગૌરને પણ શાહી સેના પાસેથી રાણાજીએ આંચકી લીધા.

           ઇ. સ ૧૫૫૫માં ફરીથી માલદેવે મેડતાપર આક્રમણ કર્યું. સાત હજાર સવારો સાથે જયમલે તેનો સામનો કર્યો. જોધપુરની સેના ત્રીસ હજારની હતી. આ યુદ્ધમાં પૃથ્વીરાજ જેતાવત માર્યા ગયા.  આથી માલદેવ ભાગ્યા.

          થોડા દિવસ પછી માલદેવે પૃથ્વીરાજના ભાઈ દેવીદાસ જેતાવત અને પોતાના નાના પુત્ર ચંદ્રસેનને  મેડતા પર આક્રમણ કરવા મોકલ્યા. આ જ વર્ષમાં ફરી જયમલજીએ મુકાબલો કર્યો. એક મહિના સુધી, જોધપુરની સેનાએ મેડતાનગરને ઘેરો ઘાલી રાખ્યો.

          આ દિવસોમાં મહારાણા ઉદયસિંહ ચિત્તોડગઢથી બિકાનેર રાવ કલ્યાણમલની પુત્રી સાથે વિવાહ કરવા બિકાનેર જઈ રહ્યા હતા. ભાદ્રપદ કૃષ્ણાષ્ટમીનું મુહૂર્ત હતું.

           સંધિ કરાવવાના હેતુથી મહારાણાએ ,વાતચીત કરવા ત્રણ દિવસ યુદ્ધ બંધ રખાવ્યું.  તેઓ જયમલને મળવા કિલ્લામાં ગયા.

          જયમલ રાઠોડને ,મહારાણાએ સમજાવીને એ વાતે મનાવી લીધા કે , હમણાં તો તમે સપરિવાર લગ્નમાં ચાલો.  પછી જો માલદેવ તમારો મેડતાનો કબજો રહેવા નહીં દે તો હું મદદ કરી.

          લગ્ન પતી ગયું.  જયમલ મેડતા પાછો આવી ગયો. યુદ્ધ ફરી શરૂ થયું. ખંધા માલદેવે જયમલની ગેરહાજરીમાં ભાવિ યુદ્ધની સારી તૈયારી કરી હતી.  પરિણામે મેડતા પર માલદેવનો અધિકાર થઈ ગયો.

          માલદેવે મેડતા લઈ લીધું. એથી ઉદયસિંહે જયમલને ૧૦૦૦ ગામના પટ્ટા સાથે બદનોર ગામે વસાવ્યા. બદનોરમાં રહીને મેડતા પાછુ મેળવવાનો પ્રયત્ન જયમલે છોડ્યો નહીં.

           ઈ. સ ૧૫૫૬માં મોગલોએ સૂરવંશનો અંત આણ્યો. ઇ. સ ૧૫૫૬ની ૧૪મી ફેબ્રુઆરીએ બાદશાહ અકબર ગાદીએ બેઠો.

           અકબરે ગાદીએ આવતાં જ તેના બાહોશ સિપેહસાલાર બહેરામખાને રાવ હેમુને પકડીને , ભરદરબારમાં કતલ કરી. હાજીખાં પઠાણને હરાવ્યો. હાજીખાં પઠાણ મેવાતનો સુબેદાર હતો. હવે મેવાતનો  સૂબેદાર પીર મોહંમદ સખાની નાસિરુલ્મુલ્ક મેં બનાવવામાં આવ્યો. એ અલવર પહોંચે તે પહેલા જ હાજીખાં  અજમેર પહોંચ્યો.  ત્યાંના સુબેદારને અજમેર માંથી બહાર હાંકી કાઢ્યો. આમ અજમેર હજીખાં ના હાથમાં આવ્યું.

          ઉદયસિંહે  હાજીખાંને તગેડી મૂકવા સેના મોકલી પરંતુ એ સેના અજમેર પહોંચે તે પહેલાં જ જોધપુરની સેનાએ અજમેર અને ઘેરો ઘાલી દીધો.

          આ પરિસ્થિતિમાં હજીખાં મહારાણા પાસે ઝૂકી પડયો. “ હું તો તમારો સેવક છું પરંતુ મારે માટે  જોધપુર અને બાદશાહ અકબર તરફથી ખતરો છે.”

          આમ , મહારાણા અને હાજીખાં એક થઈ ગયા.

 પરિણામે જોધપુરની સેનાને લાચારીથી જોધપુર પાછા જવું પડ્યું.આ વખતે મહારાણા ઉદયસિંહની સેનામાં બુંદીના રાવ સુરજનસિંહ હાડા, મેડતાના જગમલ રાઠોડ , રામપુરાના દુર્ગાજી સીસોદિયા વગેરે રાજાઓ હતા.

          માલદેવની સેના ભયભીત હતી. મહારાણાની સેનાએ લાગ જોઈને મેડતા પર આક્રમણ કર્યું ને જોધપુરના કિલ્લેદાર ને  ખતમ કરી નાખ્યો.  મેડતાપર જયમલનો અધિકાર થઈ ગયો.

          આ બાજુ મહારાણા ઉદયસિંહે  હાજીખાં પઠાણ પાસે મદદના બદલામાં ત્રણ માંગણીઓ મૂકી (૧) ચાલીસ મણ સોનું (૨) ખાસ હાથી (૩) ખાસ નર્તકી, રંગરાય પાતર. 

          હાજીખાંએ પ્રથમ બે વસ્તુ આપવા હા પાડી.  ત્રીજી વસ્તુ નો ઇનકાર કરતાં કહ્યું

          “ રંગ રાય તો મારી બેગમ છે , બીબી છે , એને હું કેવી રીતે આપને આપું ? “

          મહારાણા ઉદયસિંહ  બેહદ ગુસ્સે થયા.  

          “ હજીખાં રંગરાયને આપવાની ના પાડે ? હવે તો રંગરાય માટે યુદ્ધ કરવું જ પડશે .”

          બિકાનેરના રાવ કલ્યાણમલ અને જયમલ રાઠોડનો સાથ લઇ હાજીખાં પર આક્રમણ કર્યું.

           હાજીખાં એ આ વખતે , મિત્રતાનો હાથ જોધપુરના રાજા માલદેવ સામે ધર્યો માલદેવે રાઠોડ દેવીદાસ જેતાવત સાથે સેના મોકલી.

          ઇ.સ ૧૫૫૭ માં હરમાડામાં યુદ્ધ થયું

          મહારાણા હાજીખાંની સંયુક્ત સેનાને પરાજિત ન કરી શક્યા. મેવાડી સેનાના યોદ્ધા રાવ દુર્ગાજી , ચંદ્રાવત રામપુરા , રાવ તેજસિંહ ,બાલીસ સુજાજી ડોહિયાભી ચુડાવત છત્રસાલજી વગેરે આ યુદ્ધમાં ખપી ગયા. આથી માલદેવનો ઉત્સાહ બમણો થઈ ગયો. જૈતારણથી આગળ વધીને તેમણે મેડતા પર આક્રમણ કર્યું.

          આ વખતે જયમલ રાઠોડ મહારાણાની સાથે હતા.  આથી મેડતામાં સેના મામૂલી હતી. સરળતાથી માલદેવને  જીત મળી. આ વખતે માલદેવે કોપાયમાન બનીને મેડતા નગરના બધા મહેલો તોડી પાડ્યા.  કેવળ ચારભુજાજીનું મંદિર જ રહેવા દીધું.

          ફરી પાછું મેડતા છીનવાઈ જવાથી જયમલને બદનોર જવું પડ્યું. આ બાજુ અકબર પાસે અજમેર પર હાજીખાંના વિજયના સમાચાર પહોંચ્યા તો એમણે શાહ કુલીખાં અને કાસમખાંને અજમેર જીતવા મોકલી આપ્યા. મોગલસેના આવી રહી છે એ સાંભળતા જ હાજીખાં ગુજરાત તરફ ભાગી ગયો. મોગલસેનાએ અજમેર નગોર અને જૈતારણના કિલ્લા પર મોગલધ્વજ લહેરાવ્યો.

           એક દિવસે , કોઈએ જયમલ રાઠોડ ને સવાલ પૂછ્યો

“જયમલજી , મોગલસેનામાં તમે ધારો તો મહાસેનાપતિ થઈ શકો. અકબર આપને આવકારે , શું આપ એ રીતે વિચારો ખરા?

          રાઠોડ જયમલે જવાબ આપ્યો.

          " જુઓ જેને જે વસ્તુ પ્રિય નથી હોતી. એ સુંદર હોવા છતાં તેને મેળવવાની ઈચ્છા થતી નથી.  જુઓ ચંદ્રમાં અત્યંત સુંદર છે છતાં કમળને એની કામના થતી નથી."