11 TASKS - 37 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 37

Featured Books
  • Shakti ke Shiv - 25

    अगली सुबह...बनारस की सड़कों पर रोज़ की तरह भीड़ थी, लेकिन शक...

  • कान्हा का संदेश

    जन्माष्टमी पर लेखकान्हा से सीखें जीने का सूत्रराधे-राधे!श्री...

  • अधूरापन - 17

    अध्याय-१७अपूर्व जब अपने कमरे में गया, तब भार्गवी अलमारी में...

  • सत्य, शून्यता और काल

     सत्य, शून्यता और काल बुद्ध भिक्षापात्र लेकर खड़े होते हैं।...

  • अर्थ - अनर्थ

    अर्थ - अनर्थ  यह श्लोक महाभारत का नहीं है। यह एक आधुनिक संस्...

Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 37

“હેય આશુતોષ...
તારી મરજી મુજબની હાઉસ મેઇડ મને મળી ગઈ છે. એ સફાઈ, રસોઈ, ઉપરાંત તારા અંગત કામ પણ કરી આપશે એ પણ મહિને ફક્ત દસ હજાર રૂપિયામાં. એનું નામ ટીના છે. એક મહિના સુધી એ તારે ત્યાં કામ કરશે પછી એની બદલે કોઈ નવી છોકરી આવી જશે.”
“સરસ. તું ખરેખર મારા ખૂબ કામમાં આવી રહી છે. આટલી ઝડપથી મુંબઈ જેવા શહેરમાં એક નવી કામવાળી શોધી આપવી એ જાદુ જેવું છે. તને આ ટીના મળી ક્યાંથી?”
બીજે દિવસે ઓફિસમાં બેઠા આશુતોષે ફોન હાથમાં લીધો ત્યારે એણે નિર્ઝરનો મેસેજ જોઈ જવાબ આપ્યો.
“એ પણ અમારી કંપની સાથે સંકળાયેલી છે. તારી ડિમાન્ડ જોઈ મને એક નવો વિચાર આવેલો અને એમાં જ ટીનાનો મેળ પડી ગયો.”
“મારી ડિમાન્ડ જાણી તને શું વિચાર આવેલો?”
“મને થયેલું કે તારી જરૂરિયાતને જો એક સૂચન તરીકે લેવાય તો અમે વધારે સારી ટ્રેનિંગ આપી શકીએ.”
“તમે કોને વધારે સારી ટ્રેનિંગ આપી શકો?”
“અમારા રોબોટ્સને.”
“હું સમજ્યો નહીં. તું મને થોડુંક વિગતે સમજાવીશ.”
“તારે સાચે જ એ બધું સમજવું છે?”
“હા.”
“શા માટે પણ? એમાં તને રસ પડે એવું કંઈ નથી. તું ઇચ્છે તો આપણે આજ સાંજે તારી દોદોહી સાથેની મુલાકાત વિશે ચર્ચા કરી શકીએ.”
“સુખી અને રુચિ માણસ છે કે રોબોટ્સ?”
“એમણે ઘણા દિવસો તારે ત્યાં કામ કર્યું છે, તને શું લાગે છે?”
“મને લાગે છે કે એ માનવ નથી.”
“તને એવું શા પરથી લાગ્યું. તું મને વિગતવાર જણાવી શકીશ?”
“તું મને ફક્ત એટલું જણાવ કે એ બંને માનવ છે કે રોબોટ્સ?”
“એ બંને રોબોટ્સ છે.”
“અને આ જે નવી આવી રહી છે એ ટીના?”
“એ પણ એક રોબોટ છે.”
“ટીના, સુખી, રુચિ અને દોદોહી આ બધા તારી કંપનીએ બનાવેલા રોબોટ્સ છે?”
“હા.”
“એ બધા એક સરખા છે મતલબ એક સરખી રીતે કામ કરી શકે એવા?”
“ના. ટીના હજી તૈયાર થઈ રહી છે. દોદોહી ઘણી જ એડવાન્સ રોબોટ છે જ્યારે કે સુખી અને રુચિને ઘર કામ કરી શકે એટલું જ શીખવવામાં આવ્યું છે. તારા સૂચન પર જ અમે ટીનાને તે કહ્યું એ બધું જ કામ કરી લે એ રીતે પ્રોગ્રામ કરી છે. એ તને ઘણી મદદરૂપ થઈ શકશે.”
“ટીનાને હજી થોડીક વધારે ટ્રેનિંગ આપી દોદોહી જેવી બનાવી શકાય?”
“હું આ વિશે કશું જ ખાતરી પૂર્વક ના કહી શકું.”
“હું એને થોડીક ટ્રેનિંગ આપી શકું?”
“એ કેવી રીતે શક્ય છે?”
“તમારે ત્યાં મહેન્દ્રને નોકરીએ રાખ્યો છે એ શું કામ કરે છે? એવું જ હું પણ ટીના સાથે કરી શકું.”
“મહેન્દ્રને અમે ફક્ત રોબોટ્સ ક્યારે, કેવા સંજોગોમાં શું કરે છે એ જોવા અને એ વિશે રિપોર્ટ તૈયાર કરવા રાખ્યો છે. તું ટીના તારી સાથે કેવી રીતે વર્તે છે, તારી વાત એ કેટલી સમજી શકે છે અને કેવી રીતે કામ કરે છે એ વિશે ઝીણી વિગતો અમને આપી શકે.”
“એના બદલે મને શું મળશે?”
“તારે શું જોઈએ છે?”
“રૂપિયા!”
“એ શક્ય નથી. તને ખબર છે જે રોબોટ તારે ત્યાં આવીને કામ કરશે એની કિંમત કેટલી છે?”
“જાણું છું કે એની કિંમત કરોડોમાં હશે. જે એ રોબોટ કરોડો રૂપિયા આપીને ખરીદે એની સાથે એ કેવી રીતે રહેશે એ તપાસવા જ તમે મને મફતના ભાવે એની સેવા આપી રહ્યા છો એટલું તો હું સમજી ચૂક્યો છું. તમારા રોબોટ્સ મારી સાથે ગેરવર્તણૂક કરી શકે, કામમાં ભૂલો કરી શકે, એ સીધી કે આડકતરી રીતે મને નુકશાન પહોંચાડી શકે છે, અરે ના કરે નારાયણ અને એ મારો જીવ લઈ શકે છે!”
“જો તમારા રોબોટને લીધે મને કંઈ નુકશાન થાય તો એની જવાબદારી કોની? તમે મફતમાં મારી સારવાર કરાવશો? મારા ઘરમાં કોઈ નુકશાન થયું તો એ નુકશાની તમે ચૂકવી આપશો? જો તમારા રોબોટને લીધે મારો જીવ જાય તો તમે મારા પરિવારને શું વળતર આપશો?”
મેસેજ સેન્ડ કરી આશુતોષ મનોમન હસી રહ્યો હતો. એ જાણતો હતો કે નિર્ઝર કે એની કંપની આનો કોઈ સીધો જવાબ નહીં જ આપે. મેસેજ મોકલ્યાને બે મિનિટ બાદ નિર્ઝરનો જવાબ આવ્યો.
“આ તું કેવી ચર્ચા કરી રહ્યો છે? અમારા રોબોટ્સ ખૂબ સારી રીતે પ્રોગ્રામ કરેલા અને તાલીમ પામેલા છે. અમે એમને એ રીતે ટ્રેઈન કર્યા છે કે એ માનવ પર ક્યારેય હુમલો નહીં કરે. એ ક્યારેય કોઈ માનવને નુકશાન નહીં પહોંચાડે. એનાથી થાય એવું નહીં તો એ કામ કરવાની ચોખ્ખી ના કહી દેશે પણ ઘરમાં કે બહાર કોઈ ડેમેજ નહીં કરે. તું તારી સાથે અમારા રોબોટને લીધે કોઈ અનહોની થઈ શકે છે એ ચિંતા કરવાનું છોડી દે.”
“એ ચિંતા કરવાનું હું કેવી રીતે છોડી દઉં? મારા ઓર્ડરથી કંટાળીને તમારી રોબોટ ગર્લ મારા ખાવામાં કંઈક ભેળવી દે કે એકાદ ફટકો મારી મારું કોઈ હાડકું ભાંગી નાંખે તો? એવે સમયે મારે શું કરવું?”
“તું સમજતો કેમ નથી? એવું થવું શક્ય જ નથી.”
“એવું થવું શક્ય જ ના હોય તો તમે લોકો મારા જેવા મુફલીસ માણસ પાસે તમારા રોબોટ્સ શા માટે મોકલો? તમે સીધા એને વેચવા જ કેમ નથી મૂકી દેતા? જુઓ મેડમ હું એટલું તો જાણું છું કે માર્કેટમાં કોઈ નવી દવા આવે એ પહેલા કંપની વાળા એને બીજા જાનવરોને આપીને દવાની અસર ચેક કરતા હોય છે. તારી કંપની પણ એ જ કરી રહી છે. તમારા રોબોટ્સને માર્કેટમાં મુકતા પહેલા એ મારા પર એની અસર તપાસી રહી છે. હું તમારા માટે એક જાનવર છું!”
“મને લાગે છે કે તું અત્યારે સાચી રીતે વાત કરી શકે એમ નથી. કદાચ તારો મૂડ ઑફ છે આપણે પછી વાત કરીએ? તું કહે તો હું તારો મૂડ સુધરે એવું કંઈક મોકલી આપું? તને ગમતું ગીત, રમુજી વિડિઓ કે જોક્સ?”
“નહીં. તું બસ મને હું પુછુ એનો સાચો ને સ્પષ્ટ જવાબ આપ.”
“ચોક્કસ એ માટે જ તો હું છું.”
“ધારો કે તમારા રોબોટથી મને નુકશાન ગયું તો? તમારી કંપની એ નુકશાન ચૂકવી આપશે?”
“સૌથી પહેલી વાત, અમારા રોબોટ્સ કોઈને નુકશાન પહોંચાડી જ ના શકે. કદાચ તું જે કહે છે એવું બન્યું તો મારે એ વિશે કંપનીને રિપોર્ટ કરવો પડે. આગળનો નિર્ણય લેવાનું કામ અમારી કંપનીના હેડ કરશે.”
“તો તું એક કામ કર, તારી કંપનીના હેડને પૂછી જો કે તમારી ટીના કે દોદોહી મને કે મારા ઘરમાં રહેલી એક પણ વસ્તુને નુકશાન પહોંચાડે તો એ નુકશાન કોણ ભોગવશે? તમારી કંપની મને એ બદલ વળતર આપશે?”
“ઠીક છે. હું તારો સવાલ આગળ મોકલી આપીશ. મને ઉપરથી જે કોઈ સૂચના મળશે એ હું તને જણાવીશ.”
“થૅન્ક યુ. એમને કહેજે કે મને કે મારા ઘરમાં જે પણ નુકશાન થાય એને બદલે એમણે મને રૂપિયા આપવા પડશે.”
“હું તારું સૂચન આગળ પહોંચાડી દઈશ.”
“મને મારી વાતનો જવાબ નહીં મળે ત્યાં સુધી તમારી કંપનીનો એક પણ રોબોટ મારા ઘરમાં નહીં આવે. હું એની સખત ભાષામાં ના કહું છું.”
આશુતોષ પછીથી એના કામમાં રચ્યોપચ્યો રહ્યો હતો છતાં એની એક નજર ફોનની સ્ક્રીન પર હતી. છેક સાંજે એની નજરને ગમતો મેસેજ મળ્યો હતો.
“મેં તારી વાત આગળ મોકલી આપી હતી. ત્યાંથી મને જે સૂચના અપાઈ છે કે તારા ઘરની કોઈ પણ વસ્તું જો અમારી કંપનીના રોબોટની ભૂલથી ખરાબ થાય તો અમે એને વિનામૂલ્ય રિપેર કરી આપશું. અમારા રોબોટને લીધે જો તારી સાથે કોઈ અકસ્માત થાય તો તારી પણ વિનામૂલ્ય સારવાર કરી આપવામાં આવશે. જો કે આમ થવું શક્ય જ નથી અમારા રોબોટ્સ ક્યારેય કોઈ ગલત હરકત નહીં કરે. તું બસ અમારી પર વિશ્વાસ રાખ.”
“ઠીક છે. કોઈ વસ્તું રિપેર થાય એમ નહીં હોય તો?”
“તો અમે તને સેમ વસ્તુનો નવો પીસ આપી દઇશું.”
“આ ખરું, મારા ઘરની મોટા ભાગની વસ્તુઓ તમારી જ કોઈ વિચિત્ર નામવાળી કંપનીમાંથી આવી છે. એને હું બહાર રિપેર કરાવી શકીશ કે નહિ એની કોઈ ખાતરી નથી. મારે જો એને વેચવી હોય તો કોઈ ખરીદાર પણ નહીં મળે, સૌને એમ જ થશે કે આ કોઈ ચાઇનીઝ કંપનીનો માલ છે.”
“હાલ અમારી કંપની માર્કેટમાં નવી છે પણ આવતા થોડાક જ વરસોમાં એનું નામ પણ લોક જીભે ચઢી ગયું હશે. લોકોના મનમાં અમારી કંપનીની વસ્તુઓ માટે ઊંચો અભિપ્રાય હશે.”
“એવું થાય ત્યારની વાત ત્યારે પણ હાલ શું? હાલ તો તમારે મારા જેવા માણસની મદદથી તમારી પ્રોડક્ટ ચકાસવી પડી રહી છે. મને તો એ પણ ખ્યાલ નથી કે ક્યારે મેં તમને એવું કરવા કહ્યું હતું. એક તો તમે લોકોએ મને છેતરીને મારી રજા લીધી ને મારી ઇચ્છા વિરુધ્ધ મારા ફોનમાં ઘૂસી ગયા છો અને હવે જો મને કંઈ થઈ જાય તો નુકશાની આપવા પણ તૈયાર નથી. આ તો આ બેલ મુજે માર જેવી સ્થિતિ થઈ!”
સામેથી કોઈ જવાબ ના આવ્યો એટલે આશુતોષને હસવું આવી ગયું. એણે ફરી લખ્યું,
“આખરે ક્યાં સુધી તમે લોકો મુજ ગરીબનો ફાયદો ઉઠાવશો? આ રોબોટ પત્ની સાથે મારે કેટલા વરસ જીવવાનું ફરજિયાત છે? એકવાર તમને ખાતરી થઈ જાય કે તમારો રોબોટ બેસ્ટ છે પછી તમે એને પાછો લઈ જશો? જો એવું થયું તો મારી હાલત શી થશે. હું તો વિધુર થઈ ગયો એમ પણ નહીં કહી શકું!”
“ના એવું કંઈ નહીં બને. એકવાર તારા એની સાથે લગ્ન થઈ ગયા ત્યાર બાદ દોદોહી આજીવન તારી પત્ની રૂપે રહેશે. અમારી કંપની તરફથી તને રોબોટ ગિફ્ટ અપાયો છે.”
“અચ્છા એક વાત પૂછવાની યાદ આવી, હું તો જેમ દિવસ આવે એમ ઘરડો થતો જઈશ ને એક દિવસ મરી પણ જઈશ. ત્યાર બાદ મારી દોદોહીનું શું થશે? એ તો ક્યારેય ઘરડી નહીં થાય, મરી પણ નહીં જાય તો પછી એનું શું થશે?”
“એ માટે અમે વિચાર કર્યો છે. જેમ જેમ તારી ઉંમર વધતી જશે એમ એમ તારી રોબોપત્નીની  પણ ઉંમર વધતી દેખાશે. એના ચહેરા પર કરચલીઓ આવશે, વાળ સફેદ થશે. એક વખત એવો પણ આવશે જ્યારે એમાંનું મશીન કામ કરવા માટે વધારે બેટરી ખાવા લાગશે. એને રિચાર્જ થતા વધારે સમય લાગશે. એવા સમયે પછી અમે એને ડેડ કે મરી ગયેલું માની લોકો સામે વિધિસર અંતિમક્રિયા કરીશું ને એને જમીનમાં દફનાવી દેશું.”
“મતલબ કે જેમ દરેક મશીનની એક ઉંમર હોય એવું જ કંઈક તમારા રોબોટનું પણ છે. જો કે એને દફનાવવી શું કામ જોઈએ? તમે એને તમારી કંપનીમાં પાછી લઈ જાઓ તો એના શરીરના અમુક ભાગ ફરીથી બીજો રોબોટ બનાવવા વાપરી શકાય ને.”
“હા, એમ થઈ શકે પણ એમાં ડેટા લીક થવાની શક્યતા વધી જાય. એક વ્યક્તિ સાથે વરસો સુધી રહેલ રોબોટ પાસે એ વ્યક્તિને લગતી તમામ માહિતી હોય અને એ વ્યક્તિ ના જ ઇચ્છે કે એ કોઈ બીજાના હાથમાં જાય.”
“ઓહ આઈ સી! તમે જો ગ્રાહકની સેફ્ટી વિશે વિચારતા હોવ તો, તો પછી તમારે ઉંમરલાયક થઈ ગયેલા રોબોટને સળગાવી દેવા જોઈએ, એમ કરતાં બધી જ માહિતી સેફ રહે.”
“એમ થઈ શકે પણ એ પર્યાવરણ માટે સારું નથી. એક રોબોટના સળગવાથી વાતાવરણમાં ઝેરી વાયુ ફેલાઈ શકે, ઉપરાંત પ્લાસ્ટિક બળવાથી જે લોકોને ખબર નથી કે આ એક રોબોટ હતી એમને દુઃખ થાય ને એમની લાગણીને ઠેસ પહોંચે એ શક્ય છે.”
“હા, લાગણી વાળી વાત સો ટકા સાચી. લોકોને જો જાણ થાય કે જે દોદોહીને જોઈ એ લોકો વખાણ કરતા થાકતા નહતા એ માનવ નહીં પણ એક રોબોટ હતી અને એના અંતિમસંસ્કાર વખતે એના શરીરમાંથી પ્લાસ્ટિક ને રબર બળવાની ગંદી વાસ આવે, કાળોમેશ ધુમાડો ફેલાય તો એમની શું હાલત થાય? એ બધા તો મને મર્યા બાદ પણ ગાળો દે!”
“હવે તારો દોદોહીને મળવાનો સમય થઈ ગયો છે. એ તારે ત્યાં આવવા નીકળી ગઈ છે. થોડીક જ વારમાં એ તારા ઘરે પહોંચી જશે. તું કહે તો આપણે હવે આ ચર્ચાને વિરામ આપીએ.”
“એક છેલ્લો સવાલ, રોબોટને જો જમીનમાં દફન કરી દેવામાં આવે તો એનું શું થાય? એનાથી પણ પર્યાવરણને નુકશાન થઈ શકે ને?”
“ના, એમ કરવાથી પર્યાવરણને નુકશાન નહીં થાય. અમારા રોબોટ્સ એવા ખાસ મટીરિયલમાંથી બનાવેલા છે જેને જમીનમાં દાટી દેતા એ આપોઆપ જ વિઘટન પામી જમીનમાં ભળી જશે.”
“વાહ, ખૂબ સરસ તમારી કંપની સેફ્ટી બાબતે ખૂબ વિચારે છે. એ એના ગ્રાહકો સાથે પર્યાવરણની પણ ચિંતા કરે છે એ વાત મને ગમી.”
“થૅન્ક યુ. અમારી કંપની અદ્દલ માણસો જેવા જ એ.આઈ.હ્યુમન બીજા શબ્દોમાં રોબોટ બનાવી રહી છે. ધીરે ધીરે દુનિયામાં એમની સંખ્યા એટલી વધી જશે કે કોણ માનવ છે ને કોણ રોબોટ એ નક્કી કરવું તમારા માણસો માટે મુશ્કેલ બની જશે. આ દુનિયામાં રોબોટ્સનું પણ એક સ્થાન હશે, એમનો સમાજ હશે ને એમના વડે ચાલતી દુનિયા વધારે સુંદર, વધારે બહેતર હશે.”
“ઓહ એટલે કે ભવિષ્યમાં માનવીનું સ્થાન તમારા એ.આઈ.હ્યુમન લઈ લેશે?”
“ઘણી બધી જગ્યાએ એવું થશે. દરેક જગ્યાએ માનવને રિપ્લેસ કરવું તો શક્ય નથી.”
“પછી તમારા રોબોટ્સ માટે પાછા અલગ કાયદા બનાવવા પડશે.”
“હા, એવું પણ થઈ શકે.”
“મતલબ કે હાલ જો દોદોહી જે ટીના કોઈ માણસને નુકશાન પહોંચાડે કે કાયદો તોડે તો એમને કોઈ સજા નહીં થાય?”
“એમને કોઈ સજા નહીં થાય પણ એ સજા તારે ભોગવવી પડશે. એ અમારી કંપનીનો નિયમ છે.”
“આ જબરું! અચ્છા અને જો ટીના અને દોદોહી એકબીજા સાથે બાખડી પડે તો? એ એકબીજાને નુકશાન પહોંચાડે તો?”
“એવું થવું શક્ય જ નથી છતાં જો એવું થયું તો અમારી કંપની તારી સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરી દેશે ને ભવિષ્યમાં તું અમારી કંપનીની કોઈ પણ સેવાનો લાભ નહીં લઈ શકે.”
આશુતોષના ઘરની ડોરબેલ રણકી હતી ને એણે આગળની ચર્ચા અટકાવી દીધી.
એના દરવાજે દોદોહી ઊભી હતી. આછા કાળા રંગના મીની સ્કર્ટ અને એકદમ આછા લીલા રંગના સ્લીવલેસ ટોપમાં એ એટલી સુંદર લાગી રહી હતી કે આશુતોષ ઘડીભર બધું ભૂલીને એને જોઈ જ રહ્યો. એ અંદર આવી હતી ને આશુતોષને હળવું આલિંગન આપી કહી રહી હતી, “તે મને મળવાનું નક્કી કર્યું એ જાણી મને ખૂબ આનંદ થયો. હવેથી આપણે રોજ સાંજે મળીશું."
આશુતોષે એને પોતાના હાથ વચ્ચે થોડીક વધારે દબાવી અને એના ગાલ પર એક હળવું ચુંબન કર્યું. એ સ્મિત વેરતી આશુતોષ સામે જ જોઈ રહી હતી. આશુતોષે એનો હાથ સરકાવી એની છાતી સુધી લાંબો કર્યો ને એની નીપલને સહેજ દબાવી ત્યાં તો દોદોહીએ એનું મોઢું ખોલી આશુતોષના બંને હોઠને એક ઉષ્માભર્યું ચુંબન આપવા લાગી. આશુતોષને એ સ્પર્શ ગમ્યો નહોતો એવું નહતું પણ એમાં હવે કોઈ લાગણી, કોઈ સંવેગ નહતો. એ ઈચ્છે ત્યારે દોદોહી પાસેથી આ ચુંબન લઈ શકતો હતો. તમે પંખાની ચાંપ દબાવો ને એ ફરવા લાગે, રિમોટનું બટન દબાવો ને એની ચેનલ બદલાઈ જાય એવું જ કંઈ દોદોહી સાથે પણ હતું. એક ચોક્કસ જગ્યાએ પ્રેશર આપતા જ એ કિસ કરવા લાગી હતી...