Kadar books and stories free download online pdf in Gujarati

કદર

હું અમી , એક હોમ વર્કર કહેવડાવું પોતાને કે હાઉસ વાઈફ . એ જ મને સમજાતું ન હતું . બાકી મારી ક્યાં કાઈ ઓળખાણ હતી ? હું અનીષની પત્ની . જૈન કુટુંબની વહુ અને કરણની મમ્મી થી વિશેષ ક્યાં કઈ હતી . પણ હવે મને એકલા રહેવાની ઈચ્છા થતી હતી. એકલા ફરવા જવાની ઈચ્છા થતી હતી . આજે અડતાલીશ વર્ષ ની ઉમરે પહોંચીને મને એકલતા શું કામ ગમતી હતી.. એ મને નહોતું સમજાતું . એવું ન હતું કે ઘરમાં જગડા થતા હોય કે કોઈ અપમાન કરતુ હોય. મને બહુ સન્માન મળતું. સાસુ સસરાનો એક જ તો દીકરો હતો અનીષ. અને લગ્ન થયા ને તરત જ બાઈ આખા ઘરની જવાબદારી મને આપી દીધી હતી. કબાટના ચાવી નો જુડો પણ. કે હવે મેં બહુ સંભાળ્યું ઘર હવે તમે સંભાળો . કુટુંબ માં કોઈ પણ પ્રસંગ હોય બા એ જવાનું પણ છોડી દીધું હતું. બધે બાજુ મારે જ જવાનું રહેતું અને બધે બાજુ એટલા જ માં સમ્માન પણ મળતા . બા એ અને બાપુજીએ આટલા વર્ષોથી એટલી ઈજ્જત પણ કમાવી હતીને . પણ છતા આજે મારા વિચારો મારા કાબુ માં ન હતા.બસ મને એક જ વિચાર આવતો હતો કે હવે બહુ થયુ હવે ..એ જ છેલ્લાં ૨૩ વર્ષ થી હુ એક જ કામ કરતી આવી હતી..એ જ સાસુ સસરાની દેખભાળ..,એ જ બાળકોનાં સમય સાચવવાના,અને એ જ બસ વર ને ગમતું કરવાનું,..તો હજી હુ મારી જિંદગી મારા પોતા માટે ક્યારે જીવીશ..?? ડોક્ટર પાસે પણ જી આવી હતી કે મને આવા વિચારો કેમ આવે છે ? મને વગર કારણે રડવું શું કામ આવે છે ? ડોકટરે ઘણી રીતે પૂછી જોયું કે હું વૈવાહિક જીવન માં ખુશ તો છો ને . ઘરમાં બધા સાથે ફાવે છે ને ? પછી એ એવા નિર્ણય પર આવ્યા હતા કે કદાચ મોનોપોઝની અસર હતી . જે હોય તે પણ મારી હાલત દિવસે દિવસે બગડતી હતી એ નક્કી હતું. શરીરની અંદર નાં ફેરફાર આટલું માનસિક રીતે હેરાન કરે એ એને નહોતી ખબર ને ..

બસ આજે તો આ બાબત પર અનીષ સાથે વાત કરવી જ છે..

અનીષ એના રોજના સમયે રાતનાં આઠ વાગે આવ્યો..મે દરવાજો ખોલ્યો.અને એણે હસી ને કહ્યુ કેમ છે મારી જાન?? રોજની જેમ નિત્ય ક્રમ જાણે એક વાર ગળે લગાડ્યુ અને એનાં મમ્મી પપ્પા નાં રુમ માં ગયો..અને ત્યાં જઈને રોજની જેમ બંનેને પગે લાગ્યો અને પૂછ્યું “ તમારા બંનેની તબિયત સારી છે ને?? “ મમ્મી પપ્પા હસતા હસતા બોલ્યા “ હા દીકરા સુખી રહે ..ત્યાંથી નીકળીને એ કરણ નાં રુમમાં ગયો અને એને પૂછ્યું “કેમ કરણ કેમ ચાલે છે ભણવાનું?? “ કરણ કમ્પુટરમા ખોવાણો હતો એણે ઉડતો જવાબ આપ્યો “ હા બધું બરોબર. “ અનીષને એનો જવાબ ન ગમ્યો પણ એ કાંઇ બોલ્યો નહી ..એ જ્યારે ફ્રેશ થવા બાથરુમ માં ગયો ત્યારે અમી એ જઈને કરણ ને કહ્યું કે “આવો જવાબ અપાય કે ?? “ કરણે કહ્યું કે “ મમ્મી આ રોજ નાં એક નાં એક સવાલ થી હુ કંટાળી ગયો છું..” કેટલી સાચ્ચી વાત હતી કરણ ની ,એ જ રોજ નો ક્રમ ,જેમ ખાવા નો નહાવાનો ક્રમ હોય એમ જ આ ક્રમ્...હતો અનીષ નો..

અનીશ ફ્રેશ થઈ ને બહાર આવ્યો. આવીને પૂછ્યું “ જમવાનુ. તૈયાર છે અમી..”

“ હા “

તો એણે મમ્મી પપ્પા ને બુમ પાડી ચલો જમવા... મમ્મી પપ્પા બહાર આવ્યાં . બન્ને ની થાળી પીરસી ..બન્ને એ જમવાનું શુરુ કર્યું એટલે તેઓ પોતે બેઠા મે એમની થાળી પીરસી અને એ બેઠા જમવા....કરણ એ લોકો સાથે જમવા ન બેસતો..હુ અને કરણ બન્ને રોજ, આ ત્રણે નાં જમવા પછી બેસતા..

જમીને બધા પોતપોતાની રુમ માં ચાલ્યાં ગયાં..બધા રીમોટ લઈને બેસી ગયા..પોતપોતાની મનગમતી સીરીયલ અથવા તો સમાચાર જોવા..

કોઇએ પૂછ્યું પણ નહી કે અમી તને શું ગમે છે??

આમ તો આ બધું વર્ષોથી થતું હતું પણ હમણાં હમણાં મને આ બધું ગમતું નહિ

ઘરનું બધુ કામ પતાવીને હુ મારી રુમમા ગઈ..મને જોઈને અનીષ એ એક સસ સ્માઇલ આપી અને પાછૂ એ જ ટીવી માં ખોવાઈ ગયો..

મને વિચાર આવ્યોં કે શું આ જ અનીષ ની ફરજ છે માન્યું કે માતા પિતા ને સાચવવા જેવી બીજી કોઇ સેવા ન હતી ..પણ પુરુષ પરણે છે શું કામ?? કે એક સ્ત્રી ઘરમાં આવે અને એની વાસના સંતોષે અને એનુ ઘર સંભાળે અને એનાં બુઢ્ઢા થતા માતા પિતા ને સંભાળે..આના સિવાય શું કામ એ પરણે છે આટલા જ તો એ કામ કરે છે પરણીને ..બીજુ શું કરે છેં..

પણ સ્ત્રી કોઈ દિવસ પોતના મન ની આ વાત કોઇ પુરુષ ને કહી જ ક્યાં શકે છેં..

હવે અમી એની સામે નાં સોફા પર બેઠી અને એણે અનીષ ને કહ્યું

"અનીષ મારે તમારી સથે વાત કરવી છે જરા ટીવી બંધ કરશો...."

અને અનીષ ને બહુ અચરજ થયું કારણ અત્યાર સુધી કોઈ દિવસ નહી અને આજે કેમ અમી આવુ કહે છે અને એણે પણ ચુપચાપ ટીવી બંધ કરી દીધુ..

મને ખબર પડતી હતી કે અનીષ ને બહુ જ મોટો જટકો લાગ્યોં હતો પણ હુ પણ શું કરુ...હવે મારાથી પણ સહન નહોતુ થતુ..મે પણ જરા પણ ઢીલી પડ્યાં વગર વાત ને આગળ વધારી ...

અનીષ મને હવે ઉડતાલીષ વર્ષ થઈ ગયાં ..અત્યાર સુધી મે મારી ફરજ બધી બજાવી પહેલા ૨૦ વર્ષ મે મારા માતા પિતા નાં કહ્યા પ્રમાણે અને પછી તમારા કહ્યાં પ્રમાણે ..અને તમારી જિંદગી ને આગળ વધારવાનાં બધા જ કામ મે સરળ કરી આપ્યાં..તમારા માતા પિતા ની જવાબદારી મે ઉપાડી લીધી ..તમને એમની કોઇ ચીંતા કોઇ દિવસ થવા દીધી નથી...પણ જો મને હજી પ્રભુ એ જિંદગી આપી છે તો હુ હવે થોડુ મારી માટે જીવવા માંગુ છું ..અને મને આશા છે કે એમાં મને તમારો સાથ મળશે ..તમે ના પાડશો તો પણ હુ કાંઇ ફરીયાદ નથી કરવાની પણ મને એક અફસોસ થાશે કે મે આટલા વર્ષો કદાચ તમારી પાછળ શું કામ વેડફ્યાં...મને પણ ખબર છે કે હવે તમે કહેશો કે હું પણ તો આખો દિવસ તમારા માટે કામ કરવા જાવ છું..તમારી બધી ઈચ્છા ઓ પુરી કરુ છું તો અનીષ મારુ એટ્લુ જ કહેવુ છે કે સામે હુ તમને એની બદલી માં બહુ બધુ આપુ છુ ..તમે એમ પણ કહેશો કે જો આપણુ બાળક આપણને નહી સંભાળે તો ...તો અનીષ હુ પહેલે થી જ મારી વહુ ઓ ને એટલી છુટ આપીશ કે એ લોકો એની જિંદગી જીવી શકે.

અનીષ આટલા વર્ષોમા મે મારી મરજીથી કદી પણ જીવ્યું નથી ..બસ ખાલી ફરજો જ બજાવી છેં..હવે મને ૫૦ વર્ષ થવા આવ્યાં પણ ત્યાંસુધી મને એમ હતુ કે આપણી ફરજ છે ..પણ હવે હું પણ થાકી છુ..મારે પણ હવે કાંઇક અલગ કરવુ છેં..તમે પણ અમારી માટે કમાવા જાવ છો..પણ તમે દિવસ નાં નવા ૫૦ ચહેરા ને મળો ..નવી જગ્યાંમા જાવ અને મારે એ જ ઘર માં રહેવાનું અને એ જ વાતો અને એજ ચહેરા...હુ મારી ફરજ માંથી કોઇ દિવસ ઉણી ઉતરીશ એમ નહી માનતા..પણ દિવસ નાં બે ચાર કલાક મારે મારી માટે જીવવા છેં..

આટલું કહીને અનીષ ને વિચારતો મુકીને હું મારી રુમ માં થી બહાર નીકળી ગઈ..

થોડી વાર રહી ને પાછી આવી ત્યારે અનીષ સુઇ ગયો હતો..મને બહુ દુ:ખ થયું કે આખરે પુરુષ જાત..એ ન માની શકે...જો કાંઇ પણ વાત કર્યા વગર સુઇ ગયો..હુ પણ કચવાતા મન સાથે સુઇ ગઈ..સવારનાં આંખ ખુલી ત્યારે મન જ નહોતુ થાતુ કે કામ પર ચડુ ..પણ એ તો કરવુ જ પડશે ને..એમ વિચારી ને આંખ ખોલી .. જોયું તો અનીષ ત્યાં ન હતો..હજી અચરજ થયું મને..કે હવે આને શું થયું ?? ક્યાંક ગુસ્સો તો નહી કરે ને..અરે પણ શું આટલુ બોલવાની પણ મને છુટ નથી કે ?? મન બળવો પોકારતો હતુ..પણ સાથે સાથે એમ પણ વિચાર્યુ કે જવા દે ને ઘર માં અંશાંતી થાય એનાં કરતા આમ જ જિંદગી પુરી કરી નાંખુ..કેટલી જલ્દી શરણાગતી મે સ્વીકારી લીધી હતી..કદાચ ભારતીય સ્ત્રીનાં બધા જ લક્ષણ મારામાં મારી બા એ ભરી ભરીને નાખ્યા હતા . કે પછી આની પાછળ અનીષ નાં ગુસ્સા નો ડર હતો...કાંઇ ખબર ન પડતી હતી મને..ડરતા ડરતા હુ બહાર ગઈ..જોયુ તો ત્યા પણ અનીષ ન હતો..

ત્યાં મને બા બાપુજીના રુમ માં થી બધાનો વાત કરવાનો અવાજ આવ્યોં..એટલે કાંઇ પણ બોલ્યાં વગર હુ ચાહ ચડાવવા ચાલી ગઈ ..ચાહ બની ગયા પછી હુ બધાને બાના રુમમા ચાહ દેવા ગઈ તો એમ થયું કે જાણે બધા મને જોઇને ચુપ થઈ ગયા..મને ખરાબ તો લાગ્યું પણ મેં એમને એ બતાડ્યું નહિ .

હુ એમને ચાહ આપીને બહાર આવી ગઈ અને ટેબલ ઉપર બેસીને ચુપચાપ ચાહ પીવા લાગી ..ત્યાં તો બા બાપુજી અને અનીષ બધા મારી આજુબાજુ બેસી ગયા..મને એમ થયું કે કોણ શું બોલશે હવે ?? એક દર મનમાં પેસી ગયો કે હવે શું ? અનીશે બા બાપુજી બધાને મેં જે જે એને કહ્યું એ કહ્યું હશે . હવે મારે શું શું સાંભળવા નું રહેશે . હજારો વિચાર મનમાં ચાલતા હતા .

અનીષે વાત ચાલુ કરી.."અમી તારી કાલ રાત ની વાત સાંભળ્યાં પછી મને આખી રાત ઉઘ જ ન આવી ..અને હુ આખી રાત આપણ લગ્ન નાં ૨૫ વર્ષનું સરવૈયુ કાઢતો હતો તો મને સાચ્ચે એમ થયુ કે તારી વાત સાચ્ચી છેં..તે ક્યાં કોઈ દિવસ કાંઇ કહ્યું જ છેં..હુ તો મારા બા બાપુજી નો દીકરો છુ..હુ જે કરુ એ તો મારી ફરજ છે..પણ તે તારા માતા પિતા ને ભુલી ને એમની માટે કર્યું તો એનો આભાર અમારે માનવો જ જોઇયે.” અમીને એમ લાગતું હતું કે અનીશ એના પર કટાક્ષ કરતો હતો પણ એણે કોઈ જવાબ ન આપ્યો . ત્યાં અનીષે પાછુ બોલવાનું શરુ કર્યું “.અમી હવે મને પણ એમ થાય છે કે મે અત્યાર સુધી તારી સાથે અન્યાય કર્યો છે..મે તાર વિષે તો ક્યારેય પણ વિચાર્યુ જ નથી..આ જ બધી મથામણ માં હુ સવારનાં ૪ વાગ્યા થી બારી માં ઉભો હતો ..ત્યાં બા એ મને જોયો મે એમને બધી વાત કરી..ત્યારે બા એ મને કહ્યું કે “ અનીષ બોલતો અટકાવીને બા ઉભા થયા અને કહ્યુ "ઉભો રહે અનીષ હુ જ કહુ છું..અમી છેલ્લા ૨૫ વર્ષ થી તે અમને જે સુખ શાંતી આપ્યા છે એનાથી અમારી આંતરડી ઠરી છે..પણ મને પણ અફસોસ છે કે એક સ્ત્રી થઈ ને મારુ કેમ આ બધી વાત પર ધ્યાન ન ગયું..અમી આ ઉંમરે હવે મારાથી કામ તો નહી થાય પણ હા મને અને તારા સસરા ને સવારના ૧૧ વાગે અને સાંજે ૭ વાગે જમવાનુ જોઇયે બસ એ થાળી સાચવી લેજે બાકી તારે બીજા વધેલા સમય માં જે કરવુ હોય એની તને છુટ છે ને આટલો તો તારો હક્ક બને છે..”

મને બધા માટે માન જાગ્યું કે હું શું શું વિચારતી હતી આ લોકો માટે..ને બા બાપુજી ઉમર વાલા હોવા ચતા કેટલા સમજુ હતા . મે અનીષ સામે જોયુ તો એનાં મોઢા પર એ જ રોજની મુસ્કાન હતી ..પણ આજે એ મુસ્કાન એની કામ પતાવા માટે ની ન હતી ...બા એ મને વ્હાલ નું આલિંગન આપ્યું અને બાપુજી એ માથા પર હાથ મુકીને આશીર્વાદ આપ્યા . કરણ પણ એક ખૂણા માં ઉભો ઉભો આ બધું જોતો હતો . એ દોડીને દાદીને ભેટી પડ્યો . બધાની આંખોમાં હર્ષ સભર આંસુ ઓ નો ધોધ વહ્યો .