Dubta suraje lavyu prabhat books and stories free download online pdf in Gujarati

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત - 6

વૈભવી પર ચાબુકનો પ્રહાર શરૂ થઈ ગયો હતો આખું નગર એટલી હદે શાંત પડી ગયું હતું કે વૈભવીના દિલનો ચિત્કાર પણ શૈલજા સાંભળી શકતી હતી આ ચિત્કાર જ જાણે માં શુભાંગીનીના પાખંડોનુ વિજયગીત ગાતો હતો. વૈભવી પર આ સજાની કોઈ અસર નહોતી કારણકે તેનામાં અન્યાય સિવાય અન્ય કોઈ લાગણી બચી જ નહોતી, એ જ રાતે હસી,ખુશી, ક્રોધ,દુઃખ, પીડા તમામ ભાવો એના આસું સાથે જ જતાં રહ્યાં હતાં.48 કલાકમાં એના આસું પણ સુકાઈ ગયા હતા . આ દુઃખ માત્રને માત્ર વૈભવી જ અનુભવી શકે તેમ હતી.બીજો ફટકો પણ પડ્યો ત્યાં જ એક ત્યાં ઉભેલી તરુણીના મોંમાંથી એક દર્દભર્યો સીસકારો નીકળી ગયો. હજુ ત્રીજો ફટકો પડે તે પહેલાં જ એક યુવતી ઉભી થઈ અને ચાબૂક પકડી જલ્લાદના હાથમાંથી છીનવી લીધું, બધાની નજર એ યુવતી પર ચોંટી. મનોહર ભાઈ એ યુવતી જોઈ ચોકી ગયા અને અત્યંત ક્રોધિત થઈ બોલવા માંડયા"તારી હિંમત કેવી રીતે થઈ? આ માં શુંભાંગીનીની આદેશનો અનાદર છે અને તેનો અર્થ એવો થાય કે તને માના ન્યાય પર વિશ્વાસ નથી??" "ના, મનુકાકા મને પૂર્ણ વિશ્વાસ છે માં શુભાંગીનીના ન્યાય પર પણ હું ગવાહી આપવા માંગુ છું. માં તમે જ કહ્યું હતું ને કોઈ સબૂત મળશે તો વૈભવીને કોઈ સજા નઈ થાય તો હું ગવાહી આપવા માંગુ છું. "તારે જે કહેવું હોય તે સ્પષ્ટ કહે બેટા આમ વાત ગોળ-ગોળ ના ફેરવીશ" શુભાંગીનીએ ગામવાળાની નજરના ચઢે એ રીતે ડોળા કાઢતા મીરાને જણાવ્યું. "વાત એવી છે કે મનુ કાકા એ માત્ર વૈભવી પર જ નહીં પણ મારી સાથે પણ જબરદસ્તી કરી હતી પણ એ એકલા હોવાથી હું બચવામાં સફળ રહી અને અઠવાડિયા પછી આમ વૈભવી સાથે પણ...." મીરા વાક્ય પૂરું ન કરી શકી. મને ધમકી પણ આપી કે જો હું કોઈને આ વાત કહીશ તો બીજા દિવસે તું તારા બાપનું મરેલું મુખ જોઈશ" રડમસ સ્વરે મીરા બોલી. "ઓ બહેન!! શું જુઠ્ઠું બોલે છે મને તારું નામ પણ નથી ખબર તને પહેલી વાર જોઈ મેં. ઓ ભાઈ તમે ચાબુક ફટકારવાનું ચાલુ રાખો આની વાત પર ધ્યાન ના આપશો... હજુ આગળ કઈ બોલે તે પહેલાં જ બીજી એક યુવતી ઉભી થઈ અને મનુભાઈને કઈ જ વિચાર્યા વગર એક જોરદાર થપ્પડ ઝીંકી દીધી. મનુભાઈને બહુ જ આશ્ચર્ય થયું અને ક્રોધિત થઈ હાથ ઉપાડે તે પહેલા તો એ જ છોકરીએ મનુભાઈનો હાથ પકડી લીધો "જો હાથ ઉપાડવાની હિંમત કરી છે તો! ક્યા સુધી જૂઠનો ઉપયોગ કરી બચશો? હવે સમય આવી ગયો છે તમને આખા ગામ સામે બેનકાબ કરવાનો... હા માં શુભાંગીની, હું પણ ડરને કારણે અત્યાર સુધી ચૂપ હતી પણ કદાચ કાલે ઉઠી મારી જ બહેન જોડે આવું થયું તો? આ મનુષ્યના અવતારમાં હેવાન છે.બધી યુવતીને ખરાબ નજરે જુએ છે અને છેડતી કરવી તો જાણે એમની આદત બની ગઈ છે.બે-ત્રણ વખત તો મારી પણ છેડતી કરી છે. "હજુ માં શુંભાંગીની આ પરિસ્થિતિનો માર્ગ વિચારે તે પહેલાં જ બીજી ચાર-પાંચ યુવતી ઉભી થઈ અને વૈભવી અને મીરા સાચા છે તે જણાવ્યું. આ જોઈ અને સાંભળી શુંભાંગીની હતપ્રત થઈ ગઈ એવું તો શું કર્યું વૈભવીએ કે માત્ર બે જ દિવસમાં બધી છોકરીઓ ગવાહી આપવા ઉભી થઈ!હજુ જે દસેક યુવતી બાકી હતી તે પણ ઊભી થઈ પોતાની સાથે મનુભાઈ એ શું કર્યું... કેવી અભદ્ર વાતો કરી તેમ બોલી. શુભાંગીની ને અત્યારે મનમાં બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો પણ અત્યારે શાંત રહેવું બહુ જ જરૂરી હતું. આ બધો શૈલજાનો જ કમાલ હતો. એણે લોકોને સાચું બોલવા અને નિર્ભય બનવા કહ્યુ હતું! શૈલજાને બે દિવસની લોકોની સમજાવટની અસર હવે દેખાઈ રહી હતી.બે-ત્રણ યુવતી ઊભી થઈ અને બોલી કે અમારી સાથે પણ વૈભવી જેવું જ..... અને બોલતા બોલતા રડી પડ્યા અમને પણ મીરાબેન જેવી જ ધમકી આપતા.એટલે અમારી વૈભવી જેટલી હિંમત ન થતી પણ આજે અમે નઈ બોલીએ તો વૈભવી સાથે અન્યાય થશે. આટલું સાંભળી ઘણા પુરુષો ઊભા થઈ ગયા અને એમના ગુસ્સા પરથી સ્પષ્ટ હતું કે તેઓ આ દીકરીઓના પિતા હતા, અને મનુભાઈ પર રીતસર તૂટી જ પડ્યા. અને માર મારવા લાગ્યા! “શાંત” એક જોરદાર અવાજ થયો પણ અત્યારે કોઈ બાપ આ સાંભળવાના મૂડમાં નહોતા અને હોય પણ ક્યાંથી? "શાંત થઈ જાઓ બધાં શાંત થઈ જાઓ"આ અવાજ શુંભાંગીનીનો નહી પણ શૈલજાનો હતો અને આ અવાજમાં એક બુલંદી હતી બધાં શાંત થઈ ગયા. "કેવી વિચિત્રતા છે નહી! દીવા તળે અંધારું.મા શુંભાંગીનીના ભાઈ જ ...પણ ન્યાય બધા માટે સરખો ખરું ને માં?" "નહી" અચાનક માં શુંભાંગીની બોલી ઊઠ્યા.ગામમાં હોહાકાર મચી જતાં માં એ પોતાની વાત વાળવી જ પડે તેમ હતી. મારો કહેવાનો અર્થ એવો નથી કે મનોહર મારો ભાઈ હોવાથી સજા નહી થાય ઊલટું તેને વૈભવી કરતા વધુ સજા થશે " આટલું સાંભળતા તો મનોહરભાઈનો ગુસ્સો ભભૂકી ઉઠયો પણ અત્યારે એ લાચાર હતા કાંઈ કરે તો આખું ગામ એક થઈ જાય તો! એ ડરથી ચૂપ રહ્યા બાકી મનોહરભાઈ આમ કોઈ દિવસ હાથ પર હાથ ધરી બેસી રહે એવા નહોતા. પોતાની બે'ન કાંઈ વધારે સજા ના બોલી જાય એટલે સહેજ કોણી મારી. શુભાંગીનીએ પણ ઇશારાથી સમજાવી દીધું કે કઈ ચિંતા ના કરે પણ ગામવાળાને ઉલ્લુ બનાવવા આવું બોલી.."હું જ કેવી ગમાર કે આખા ગામમાં ક્યાંય કોઈ અવ્યવસ્થા ન સર્જાય કે કોઈ ખરાબ કામ ન થાય તેનું ધ્યાન રાખતી રહી પણ મારા ભાઈને જ મેં અવગણ્યો!તને ચાબુક જલ્લાદ નહિ વૈભવી મારશે કારણકે તું એનો ગુનેગાર છે અને માત્ર ચાબુક જ નહિ તારું મુંડન કર્યાં બાદ તને ગામનિકાલ કરવામાં આવે ". બધાંએ માં ના આ નિર્ણયના બહું વખાણ કર્યા અને મા ની જયકાર બોલાવવા માંડયા.મનોહરભાઈએ આ સજા સ્વીકાર્યા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો બચ્યો. શુંભાંગીની એ તો એમ વિચારી વૈભવીને મારવા કીધું કે એના હાથમાં જલ્લાદ જેટલું જોર ક્યાં ! પણ જ્યારે વૈભવીએ પહેલો જ ફટકો માર્યો ત્યાં મનુભાઈને લોહીના શેરડા ઊપસી આવ્યા. આ જોઈ શુંભાંગીનીને બહુ આશ્ચર્ય થયું. પણ એ ક્યાં જાણતા હતા કે એના હાથમાં એટલું જોર નહોતું પણ દિલમાં જ એટલું દર્દ ભરેલું હતું કે માત્ર હાથમાં ચાબુક મળે એની જ રાહ જોઈ બેઠું હતું અને પહેલા ઘાએ જ ઘણું દર્દ નીકળી ગયું. હજુ 4 ફટકા મારીને એ શાંત થઈ ગઈ.એવું નથી કે મારામાં શક્તિ નથી ,પણ છું તો આખરે સ્ત્રીને! ક્ષમા આપ્યા વગર મારો જીવ ના માને.. અને મને ન્યાય જોઈતો હતો એ મને મળી ગયો એ ઘણું છે મારા માટે અને જો હું પણ ચાબુક ફટકારે જાઉં તો એનામાં અને મારામાં શું ફરક રહે?"મનુભાઈ મનોમન વિચારવા માંડયા આની જોડે આટલું થયું તો પણ જીભ તો જો! પણ કાંઈ નઈ ટાઢા પાણી એ ખસ ગઈ. વૈભવીના આ નિર્ણયને બધાએ તાળીઓથી વધાવી લીધો”.“પણ બેટા તારા ચારિત્ર્ય પર શંકા ઉઠી એનું શું?" વૈભવીની મા બોલી. "તમે એની ચિંતા ના કરશો માં શુંભાંગીની એ જ ચારિત્ર્ય પર શંકા કરી છે અને હવે તો સ્પષ્ટ પણ થઈ ગયું છે કે વૈભવી જ સાચી છે તો માં શુભાંગીનીને માફી માંગતા ખચકાટ નહી થાય ખરું ને માં?" હજુ તો શુંભાંગીની વિચારતી હતી ત્યાં જ શૈલજાએ ધડાકો કર્યો.આખા ગામવાળા આ સાંભળી થોડા ક્રોધિત થઈ ગયા કે માં શુંભાંગીની તો માં છે એ કેમ માફી માંગે? શુંભાંગીનીએ આટલું સાંભળતા ગુસ્સાભરી આંખોથી શૈલજા સામે જોયું કારણ કે આજ સુધી કોઈ દિવસ માફી માંગી નહોતી અને આજે એ દુકાળમાં અધિક માસ જેવું હતું શુંભાંગીની માટે.. શૈલજાએ કઈ ઉત્તર આપવાને બદલે વધુ રહસ્યમય રીતે હસી જે શુંભાંગીની પામી ન શકી.હવે માફી માંગી લેવામાં જ ભલાઈ હતી એટલે એ પોતાના આસન પરથી ઉતરી. ઉતરતા ઉતરતા એણે અનહદ ગુસ્સો આવી રહ્યો હતો પણ શૈલજાને એ કાંઈ કરે તો એની જ ભવિષ્યવાણી ખોટી પડે પણ શૈલજાને આનો જવાબ તો આપીશ જ એના જ કારણે મારે આમ આસન પરથી ઉતરવુ પડ્યુ અને વૈભવી પાસે જઈ એની માફી માંગતા કહ્યું "વાત તો શૈલજાની એકદમ સાચી છે કે મે જ વૈભવી પર શક કર્યો અને એને આ સજા ભોગવવી પડી બેટા મને માફ કરી દે"અને વૈભવીને ગળે વળગાડી દીધી. શુંભાંગીની આ રીતે માફી માંગશે એવી શૈલજાને કલ્પ્નાય નહોતી પણ શુંભાંગીની પણ પોતાની રહીસહી ઈજ્જત જવા દેવાના મૂડમાં નહોતી . હજુ મનુભાઈ ને બચાવા કઈ વધારે શુંભાંગીની બોલે તે પહેલાં જ "માં શકામ્બરી ની જય હો, માં શુંભાંગીનીની જય"શૈલજાએ જ જયજયકાર બોલાવવાની ચાલુ કરી અને આખું ગામ માં નો જયજયકાર કરવા માંડ્યું. ગામવાસીઓ મનુભાઈને મળેલી સજાથી અને ગામનિકાલથી ખુશ હતા. ગામવાળા છૂટા પડ્યા. શૈલજા શુભાંગીની પાસે જઈ બોલી"આ તો શરૂઆત છે આગળ આગળ જો શું થાય છે આજે સિંહાસન પરથી ઉતારી છે કાલે સિંહાસન સાથે ગામ બહાર! "." એતો સમય જ બતાવશે કે કોના ભૂડા હાલ થવાના છે અને તું એવુ માનતી હોય કે આવું કરવાથી તારી જીત થઈ છે, તો એ ભૂલી જા ઊલટું મેં મનોહરને સજા આપી અને વૈભવીને ગળે લગાડી વિશ્વાસ મજબૂત કરી લીધો છે". "સારુ એ તો જોઈએ છે" કહી શૈલજા જતી રહી અને શુભાંગીની એની મક્કમતા જોઈ રહી. આજે પહેલીવાર શુભાંગીનીને હાર ગઈ હોય એવું લાગતું હતું.


***

બે-ત્રણ દિવસ બાદ ગાર્ડનમાં સ્વર્ણિમ અને નિત્યા બંને અડોઅડ બેઠા હતા એકબીજાનો હાથમાં હાથ પકડીને બંને જાત-જાતની, પોતપોતાના સોખ, પસંદ-નાપસંદ ની ચર્ચા કરતા હતા. એકબીજાની આંખોમાં આંખો નાખી ક્યાય સુધી બેસી રહ્યા.સ્વર્ણિમ ક્યારેક નિત્યાના વાળ રમાડતો તો ક્યારેક એના રૂપમાં ખોવાઈ જતો. ત્યાં જ "તું મને સાચે પ્રેમ કરે છે ને સ્વર્ણિમ"? "કેમ? અચાનક આવો સવાલ પૂછે છે"."આમ જ" સ્વર્ણિમે આ પ્રશ્નનો જવાબ શબ્દોથી નહીં પણ ભેટીને આપી દીધો. "ચાલને આપણે જલ્દી લગ્ન કરી લઈએ" . "શું ઉતાવળ છે નિત્યા આજે તું કેમ આવી વાતો કરે છે?" "ખબર નહી પણ મને આજે એક અજીબસી ઘભરાહટ થાય છે.શુંભાંગીનીએ બીજા દિવસે આખા ગામ સામે જાહેરાત કરી કે આવતા મહિને નિષ્ઠા અને સ્વર્ણિમના વિવાહ થશે.!!

હર્ષિલ શાહ અને અભિષેક ત્રિવેદી