Dubta suraje lavyu prabhat - 7 books and stories free download online pdf in Gujarati

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત - 7

(ગયા ભાગમાં આપણે જોયું કે વૈભવીની જીત થઈ અને શૈલજાએ શુંભાંગીનીના એકચક્રી શાસનમાં ભંગ કર્યો. એક સાંજે નિત્યા અને સ્વર્ણિમ બેઠા બેઠા પ્રેમભરી વાતો કરતા હતા ત્યાં અચાનક.. !!)

સાંજે સ્વર્ણિમ અને નિત્યા બેઠા હતા અને નિત્યાના સવાલો પછી સ્વર્ણિમે વાત છેડી "તું શુભાંગીની પર કેટલો વિશ્વાસ કરે છે?"આ કેવો સવાલ છે" નિત્યાને આ પ્રશ્નની અપેક્ષા નહોતી."એમને આદર આપો" "અરે એમને આદર આપવા જેવું કાંઈ નથી." સ્વર્ણિમ અનાયાસે બોલી ગયો અને શબ્દો પાછા ખેંચાવાના નહોતા કે નિત્યા એટલી મૂર્ખ નહોતી કે સ્વર્ણિમ શબ્દોની રમત રમી વાત ઉલટાવી શકે.સ્વર્ણિમે હવે સચ્ચાઈ કહી દેવાનું મન બનાવી લીધું. અને સ્વર્ણિમ બધું કહેતો હતો ત્યાં જ નિત્યા ગુસ્સે ભરાઈ અને" હવે જો એક શબ્દ પણ બોલ્યો છે તો માં શુંભાંગીની ને ખીલાફ! હું એમને દેવી માનું છું અને માત્ર માનતી નથી એ દેવી જ છે હવે ફરી મારી સામે એમના વિરુદ્ધ કાંઈ પણ બોલ્યા છે તો! તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો લાફો મારી દીધો હોત! સ્વર્ણિમ વિચારતો જ રહ્યો કે કોઈ ભણેલી-ગણેલી યુવતી આટલો અંધવિશ્વાસ કેવી રીતે કરી શકે?અને થોડી વાર બાદ એ પણ રવાના થયો. હજુ ઘણું બધું આ એક જ રાતમાં બદલાઈ જવાનું હતું. સ્વર્ણિમ થોડી નિરાશા અને ગુસ્સા સાથે ઉપવનથી પાછો ફરતો હતો ત્યા જ એક અવાજ સંભળાયો" બેટા એક મિનિટ ઉભો રહે " સ્વર્ણિમે પાછળ ફરીને જોયું તો શૈલજા કાકી હતા." શું થયું કાકી? " " આપણે હવે આગળ કાંઈક તો વિચારવું પડશે ને! હજુ આપણે માત્ર એક જ જંગ જીત્યા છે અને એ પણ માત્ર મીરાને કારણે.. " " હું જાણું છું પણ આગળ હવે કોઈ યોજના ઘડી છે? " શૈલજાએ એક નિસાસા સાથે નકારમાં ઉત્તર આપ્યો." "કાકી ચિંતા ના કરશો એનો ભાંડો આખા ગામ સામે આપણે ફોડી ને જ રહીશું અને એ પણ બહુ જ જલ્દી" સ્વર્ણિમે એક વિશ્વાસ સાથે કીધું. થોડી વાર બંને એમ જ શાંત ઉભા રહ્યા."કાકી આપણે એમના ઘરમાં જવાની કોશિશ કરીએ તો?" "હા વિચાર તો બેટા સારો છે પણ તારે બહું સચેત રહેવું પડશે અને ચતુરાઈથી કામ લેવું પડશે કારણકે મારી દીકરી નિત્યા આટલા વરસોથી એમની ઘરે અવર-જવર અત્યાર સુધી કાંઈ શોધી ના શકી"."શું નિત્યા તમારી દીકરી છે?" "હા કેમ શું થયું?" "કાંઈ નઈ એમ જ તમે કદી ઉલ્લેખ નથી કર્યો એટલે " સ્વર્ણિમે વાતનો છેદ ઉડાડી દેતાં કીધું."પણ મારો ઘરે જવાનો એટલો વિચાર નથી કારણ કે નિત્યા કાંઈ શોધી ના શકી તો હું તો ક્યાંથી શોધી શકીશ? "સ્વર્ણિમે દલીલ મુકતા કહ્યું." ના બેટા એક વખત તો આપણે એના ઘરે ઘૂસવાની કોશિશ જરૂર કરીશું અને એને મારી તો ખબર પડી ગઈ છે અને હવે માત્ર તું જ ભરોસાપાત્ર વ્યક્તિ છો" "પણ.." "બેટા મને પૂરું બોલી લેવા દે શૈલજાએ વચ્ચે અટકાવતા કીધું."કદાચ એના ઘરમાં રાઝ ધરબાયેલા ના હોય પણ જ્યાં એના રહસ્યો દબાયેલા છે તે જગ્યાએ થોડા થોડા દિવસે જોવા તો જરૂર જતી જ હશે કે એ સુરક્ષિત તો છે ને! અને કદાચ આ જ એની જીંદગીની આખરી ભૂલ હશે અને આપણા માટે આખરી મોકો... "કાકી આ વિચાર સારો છે હું કાંઈક વિચારીશ ઘરમાં જવા માટે" "શાબાશ બેટા, મને ગર્વ છે તારા પર હું જાઉં હવે કોઈ જોઈ જશે તો મુશ્કેલી પડશે " સારું કાકી તમે જાઓ હું પણ હવે નીકળુ અને કાંઈક વિચારું" અને બંને વિદાય થયા.
***
"મમ્મી.. મમ્મી.. સાંભળને ક્યાં છે? નિષ્ઠા બૂમો પાડતી-પાડતી પોતાના વિશાળ ઘરમાં પોતાની માતા માં શુંભાંગીની દેવીને શોધી રહી હતી થોડી વાર શોધખોળ બાદ એની નજર ધ્યાન-કક્ષ તરફ પડી. આમ તો શુંભાંગીની એ નિષ્ઠાને પણ અહી અંદર પ્રવેશવાની મનાઈ કરી હતી પણ આજે એને ક્યાં એ બધું યાદ હતું?એ તો ઘૂસી ગઈ સીધી વિશાળ એવા ધ્યાન-કક્ષ માં. હજુ શુંભાંગીની ઘણી દૂર ધ્યાન ધરતી હતી એટલે નિષ્ઠા નજીક જતી હતી પણ અહીં એટલી નિરવ શાંતિ હતી કે એનો પગરવ પણ મા શુંભાંગીની પામી ગયા!શું થયું? મેં તને ના નથી પાડી અહી આવવાની "શુંભાંગીનીએ રીતસર બરાડતા કીધું.અને પોતાની લાલ સાડીથી આંખના ખૂણા લુછી નાખ્યા આવી વસ્તુ દીકરીથી કોઈ દિવસ છૂપી રહે?"શું થયું મમ્મી તું રડે છે મામાની યાદ આવે છે? તું કેટલી મજબૂત દિલની છે કેટલો સુંદર ન્યાય કર્યો અને આમ પણ મામાએ કર્યું તું જ એવું તો તારે આ સજા આપવી જ પડે ને! ભલે મારા સગાં મામા થાય પણ તારા ન્યાય અને નિર્ણયને બિરદાઉ છું." "એકદમ ચૂપ!શુંભાંગીનીએ રાતી-પીળી થતાં કીધું હવે એક શબ્દ વધારે બોલી છે તો" નિષ્ઠા તો પોતાની માતાનું આ વર્તન જોઈ રીતસરની ડઘાઈ જ ગઈ. હજુ માં બોલે જ જતાં હતાં "એક તો મારી મનાઈ છતાં ધ્યાન-કક્ષ માં ઘુસી આવી અને પાછી લૌકિક વાતો કરે છે? જરા તો વિચારીને બોલ..."મારે હાથ પીળા કરવા છે" શુંભાંગીની એક તો પોતાની હારને કારણે ગુસ્સા મા હતી અને ત્યાં નિષ્ઠાએ આવો ઝટકો આપ્યો એટલે એ તો રીતસરની હેબતાઈ ગઈ."ચાલ આપણે બહાર જઈ વાત કરીએ"આટલું બોલી બંને ચાલતા થયા. આ કક્ષ એટલો મોટો હતો કે બહાર નીકળતા લગભગ પા-ઘડી જેટલો સમય તો થાય જ."કોણ છે એ યુવક?શું કરે છે?ક્યાંથી છે? જો યોગ્ય હશે તો તારા લગ્ન કરાવી આપીશુ અને આમ પણ તારી ઉંમર તો થઈ જ છે. શુંભાંગીનીએ પ્રશ્નોની ઝડી વરસાવી. "એક મિનિટ મમ્મી મને તો બોલવા દે"એનું નામ સ્વર્ણિમ છે એ બહુ જ હેન્ડસમ છે એની ઊંચાઈ, એનો ચહેરો, એનો અવાજ, એની મક્કમતા, વાત કરવાની અદા આહાહાહા... કોઈ પણ ફિદા થઈ જાય એવો એનું શરીર "બસ.. બસ તું સ્વર્ણિમનું વર્ણન કરે છે કે કામદેવનું હું સમજી નથી શકતી! મેઇન પ્રશ્ન એ છે એ કોનો પુત્ર છે? શું કરે છે?ચાલતા-ચાલતા બન્ને વાતો કરતા હતા."એ બહુ ખબર નથી માત્ર એટલું ખબર છે કે એના માતા-પિતા બન્ને બચપણમાં જ મરી ગયા હતા અને કાકાને સહારે મોટો થયો છે અત્યારે ડેવલપમેંટ ઓફિસર છે અને સારુ કમાય છે." "જો બેટા હું તને એક હકીકત કહી દઉં આ મામલે હું ચોખ્ખી વાત કરવા માંગુ છું" નિષ્ઠા અત્યારે તો એની મમ્મીના મોઢે હા સિવાય કાંઈ સાંભળવા નહોતી માંગતી પણ તોય થોડી ધીરજ ધરી. "શું કહેવું છે? જલ્દી કહે" નિષ્ઠાના શબ્દે-શબ્દે ઉતાવળ છલકાઈ આવતી હતી."હું તારા લગ્ન કોઈ મોટા શહેરના યુવક સાથે અથવા રાજકારણીના પુત્ર સાથે કરવા માંગુ છું તને સુખ-સાયબીની આદત પડી ગઈ છે તો તું સ્વર્ણિમ સાથે એટલી ખુશ નહી રહે અને લોકો શું વિચારશે આટલી મોટા ઘરની દીકરી અહી પરણશે? ના ના હું આ ન થવા દઉં.... કદાપિ નહીં. "પણ મમ્મી હું સ્વર્ણિમ સિવાય કોઈને પ્રેમ તો દૂર કોઈના વિશે વિચારી પણ નથી શકતી." "બધાં આવું જ બોલતા હોય છે પણ એવું કાંઈ હોતું નથી".શુભાંગીની છણકો કરતા બોલી. "અરે, પણ હું મુંબઈ જેવા શહેરમાં પરણીશ તો પણ તારાથી તો કેટલી દુર હઈશ અચાનક આવવાનું થાય તો? નિત્યા થી પણ આટલું દુર રહેવું પડશે. મારે કર્ણપુરી આવવાનું મન થયું તો?શું કરીશ? " નિષ્ઠા પણ હા પડાવવાના રસ્તા શોધતી હતી. " એ જે હોય હું કાંઈ નથી સાંભળવાની અને આ વાત ફરી આ ઘરમાં ના છેડાવી જોઈએ બસ અહીં જ એણે ભૂલી જા. " "પણ..." હજુ કઈ આગળ બોલે એ પહેલાં જ શુંભાંગીની એના રૂમમાં જતી રહી અને નિષ્ઠા પાછળ બૂમો પોતે પાડતી રહી. હવે તું સો વાર બોલીશ તો પણ મારી ‘ના’જ રહેશે. તો મારે જીવવું જ નથી એમ કહેતા નિષ્ઠાએ નસ કાપી નાખી.લોહીની એક જોરદાર ધારા વહી રહી. નિષ્ઠાથી એક બૂમ નીકળી ગઈ એટલે શુંભાંગીની દોડતી એના રૂમમાંથી બહાર આવી અને જુએ છે તો નીચે લાદી પર લોહીના ટીપાં પડ્યા હોય છે.. આ જોઈ શુંભાંગીનીએ ખૂબ જ જોરથી દર્દીભરી ચીસ પાડી દીધી અને આ કારણે ઘરના બધા નોકર-ચાકાર પણ દોડતા આવ્યા . "ગાંડી થઈ ગઈ કે શું? આ પગલું લેવાની શું જરૂર હતી મને ક્યાં ખબર હતી કે તું આટલો પ્રેમ કરે છે" નિષ્ઠા પ્રત્યે ચિંતા બતાવતા કહ્યું."અને તમે લોકો જોયા શું કરો છો? જાવ જલ્દી દાક્તરને બોલાવો" શુંભાંગીનીએ તાડુકતા કીધું. નિષ્ઠાની સારવાર શરૂ થઈ ડોક્ટરે તપાસીને જ્યારે કીધું ચિંતાની કોઈ વાત નથી છેક ત્યારે શુંભાંગીની નો જીવ હેઠો બેઠો.આ જ કારણથી બીજે દિવસે મંદીરમાં આરતી પછી શુંભાંગીનીએ નિષ્ઠા અને સ્વર્ણિમના વિવાહની જાહેરાત કરી દીધી. અને સ્વર્ણિમ ને એની મરજી પૂછી. નિત્યાને તો આટલુ સાંભળી ધક્કો લાગ્યો, પણ એને પૂરો વિશ્વાસ હતો કે સ્વર્ણિમ ના જ પાડશે! અને શૈલજા ખરેખર હરખાઈ ગઈ કારણ કે આ સુવર્ણ તક હતી શૈલજા પાસે સ્વર્ણિમને શુંભાંગીનીને ઘરે મોકલવાનો.. પણ સ્વર્ણિમની હાલત તો કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ હતી!એ જોઈ રહ્યો હતો કે નિત્યા ની નજર એના પર હતી પણ એણે આંખ ના મેળવી. સ્વર્ણિમે શૈલજા સામે જોયું અને એમને આંખો મીંચકારી હા પાડી આખરે સ્વર્ણિમે પણ થોડું વિચારી પોતાની હા જાહેર કરી દીધી. અને આ સાંભળતા જ બધા ગામવાળા ખુશ થઈ ગયા કારણ કે શુંભાંગીનીએ એવું કીધું હતું કે જો આ બે ના લગ્ન થશે તો કર્ણપુરીમાં ક્યારેય દુઃખ નહી આવે.. નિત્યા માથે તો જાણે આભ તૂટી પડયું! એ સમજી જ ના શકી શું થઈ ગયું! અચાનક આ બધું? સ્વર્ણિમ હા પાડી જ કેવી રીતે શકે? કાલે કાંઈ એટલો મોટો ઝગડો પણ નહોતો થયો કે એ આવું પગલું પણ ભરી લે! એના પગ તળેથી જમીન સરકી ગઈ. સ્વર્ણિમ પણ હાવભાવ આપ્યા વગર ઊભો રહ્યો પણ નિષ્ઠા ખુશીના કારણે પાગલ-શી થઈ ગઈ.આખા ગામમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. "પણ મારી એક શરત છે. સ્વર્ણિમે કહ્યું. "શું?" "મારે મા-બાપ તો છે નહી તો બધી વિધિ શૈલજા કાકી અને સ્મિત કાકા કરે!" "બેટા મને એમાં શું સમસ્યા હોય ?" કચવાટ સાથે શુંભાંગીનીએ કીધું. બીજા દિવસે સ્વર્ણિમ નિષ્ઠાનું ઘર જોવા ગયો! (કે શુંભાંગીનીના રાઝ જાણવા?!) નિષ્ઠા જબરદસ્તી નિત્યાને પણ આવવાનું આમંત્રણ આપ્યું અને ના છુટકે એને બેનપણી માટે જવું પડયું! એની હાલત શબ્દોમાં કહી શકાય એવી નહોતી...સ્વર્ણિમે જેવો ઘરમાં પગ મૂક્યો ત્યાં જ એક નોકર થી નકશીદાર ઘડો પડયો અને એમાંથી સોનાના સિક્કાઓ નો રણકાર આખા ઘરમાં ગુંજી ઉઠયો! ઘરમાં એ ઘડા વિશે માત્ર શુભાંગીની જ જાણતી હતી!
શું આ કોઈ સંકેત હતો? શુંભાંગીનીના પતનની શરૂઆત, કે માત્ર યોગાનુયોગ!!

-હર્ષિલ શાહ અને અભિષેક ત્રિવેદી