Dubata suraje lavyu prabhat books and stories free download online pdf in Gujarati

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત

(ગયા ભાગમાં આપણે જોયું કે સ્વર્ણિમ વેશ્યાલયમાં જબરજસ્તી કેદ થયેલી સ્ત્રીઓને અને રુચિકાને મળે છે જેમને શુભાંગીની બંધ રાખી હોય છે.. ત્યાર બાદ શુભાંગીની ના ધ્યાનખંડમાં પ્રવેશી સ્વર્ણિમ મહા મહેનતે પેલા વેશ્યાલયના કાગળીયા અને પેલી યુવતીઓના ફોટા કે જેનાથી લોકોને ત્યાં બંધ રખાઈ હતી મેળવે છે અને અને શૈલજા હરખાઈ જાય છે હવે આગળ...)

સ્વર્ણિમને બધી યુવતીઓના અશ્લીલ ફોટા મળી ગયા હતા એટલે તે અને શૈલજા એકદમ ખુશ હતા. સ્વર્ણિમ શૈલજાની રજા લઈને એના ઘરેથી જલ્દી નીકળી ગયો અને સીધો પહોંચ્યો વૈશ્યાઘર! રમાને પૈસા આપ્યા અને કીધું રૂપા... રમાને દાળમાં કાંઈક કાળું તો લાગ્યું કે યુવક સવાર સાંજ કેમ આવે છે રોજ રોજ... પણ એણે સ્વર્ણિમને કાંઈક વિચારી અંદર જવા દીધો. સ્વર્ણિમ ગયો ત્યાં રૂપા ઉર્ફે રૂચિકા તૈયાર હતી બીજી યુવતીઓ સાથે રૂમમાં ... સ્વર્ણિમના ચહેરા પરની ખુશી અને હાથમાં રહેલ કોથળી જોઈ બધાં સમજી ગયા કે જે કારણસર અહીં અમને રાણીદેવીએ અત્યાર સુધી ગોંધી રાખ્યા છે મળી ગયું છે તો હવે અમે અહીંથી છૂટી શકીશુ. સ્વર્ણિમે વાત ચાલુ કરી " જગ્યા ખરેખર પ્રૌઢ શિક્ષણ શાળા માટે હતી ત્યાં અધમે મનુભાઈ અને રમાની મદદથી ગામવાળાની જાણ બહાર વૈશ્યાલય બનાવ્યું અને તમને બધાને પૈસાની લાલચમાં મજબૂરીવશ પુરી રાખ્યા અને પોતાનું કામ કઢાવતી રહી પણ હવે આપણી પાસે બધાં ફોટો આવી ગયા છે જે એણે ધ્યાન કક્ષમાં સાચવીને રાખ્યા હતા. શુંભાંગીની સામે આપણું હથિયાર બનશે અને તમે આરામથી છૂટી જશો હવે તમારે ગભરાવાની જરૂર નથી, હવે તમે બહુ જલ્દી કેદમાંથી આઝાદ થઈ જશો તમારી જિંદગીમાં સુખનો સુરજ ઊગશે તમે ફરી ઈજ્જત ની જીંદગી જીવશો" બધાંએ ખુશીના મારે તાળીઓનો ગડગડાટ કર્યો અને એક-બે તો યુવતીઓ તો ચિચિયારી પણ પાડી ઊઠી. પણ સ્વર્ણિમે શાંત કરાવ્યા કે ક્યાંક રમા સાંભળી જાય .સ્વર્ણિમે કીધું આગળની યોજના માટે હું છેલ્લી વખત મળીશ પણ ત્યાં સુધી ધીરજ ધરજો અને ખુશીને દબાઈ રાખજો નહીતો આપણી મુસીબત વધી જશે" બધાં હામી ભરી. "થેંક યુ ભાઈ તમે હોત તો કદાચ અમે બહાર નીકળવાનું સ્વપ્નેય વિચાર્યું હોત!" રૂચીકા બોલી."એક બાજુ ભાઈ માને છે અને થેન્ક યુ પણ કહે છે! મારી ફરજ છે તો... "આટલું બોલી સ્વર્ણિમ ત્યાથી નીકળી ગયો.રમા દરવાજાની બહાર ઊભી ઊભી બધી વાતો સાંભળી ગઈ! ખરેખર તો એણે સ્વર્ણિમની વાત સાંભળવા અંદર જવાની પરવાનગી આપી હતી. જેવો રૂમમાં ગયો કાન ધરી ઊભી રહી ગઈ.સ્વર્ણિમ બહાર નીકળ્યો એટલે પાછી પોતાની જગ્યા બેસી ગઈ. "કેમ આજે બહું જલ્દી કામ પતી ગયું?કે પછી હવે રૂપાથી મન ભરાઈ ગયું છે!" રમાએ કટાક્ષ કરતા પૂછ્યું. સ્વર્ણિમને શું જવાબ આપવો ખબર પડતાં શરમાવવાનું નાટક કરી જતો રહ્યો.રમા એના ગયા પછી સહેજ હસીને પાછી ચિંતામાં પડી ગઈ. એણે તરત શુંભાંગીનીને ફોન લગાવ્યો પણ શુંભાંગીની શૈલજા સાથે હોવાથી ફોન કટ કરી દીધો. રમા પાસે એક બીજો નંબર પણ હતો શુંભાંગીનીએ એવું કહ્યું હતું જ્યારે અત્યંત આવશ્યકતા હોય તો નંબર જોડજે. 'આનાથી વધારે અગત્યની વાત શું હોય એમ વિચારી ફોન લગાવ્યો' શુંભાંગીનીએ શૈલજાથી દૂર બીજા ઓરડામાં જઈ ફોન ઉપાડ્યો " શું છે રમા એવી તો શું ચિનગારી થઈ કે નંબર પર ફોન કરવો પડ્યો?" "અરે રાણી ચિનગારી નહી તારી જીંદગીમાં દાવાનળ ફાટી નીકળવાનુ છે દાવાનળ !"રમાએ કહ્યું. "શું? જલ્દી બોલ" રમા આખી વાત ટૂંકમાં જણાવી. "હું માની ના શકુ! મેં ફોટા એવી જગ્યાએ મુકયા છે ને જ્યાં પ્રકાશનું કિરણ પણ પહોંચી શકે!" "એટલે શું તને મારી પર વિશ્વાસ નથી?? જા તો જોઈ લે ધ્યાન-કક્ષના ગુપ્ત રૂમમાં!" "શું બોલી તું? " "હા ધ્યાન કક્ષ મને એમ તો ખબર પડે ના.. લય બોલે તો ખબર પડે ને!" સ્વર્ણિમ વૈશ્યાલયમાં પોતાનું નામ બદલીને લય કરીને જતો. એટલે રમા સ્વર્ણિમને લયના નામે જાણતી..

શુંભાંગીનીએ ફોન મૂકી દીધો અને શૈલજા ગઈ કે તરત રીતસર ધ્યાન કક્ષ તરફ દોડી અને અંદર જઈ જોયું તો માંની મૂર્તિ આગળ દીવો નહોતો એટલે એણે ફાળ પડી સાચવીને અંધારા ગુપ્ત રૂમમાં ગઈ. પેલા કબાટ પાસે પહોંચી. તરત કબાટ ખોલી ને જોયું ત્યાં એના પગ તળેથી જમીન સરકી ગઈ!કારણ કે ફોટા ત્યાં નહોતા. શું કરવું એને કઈ ખબર પડી! બધાં ભગવાન એણે પહેલી વાર યાદ આવી ગયાં.!! પરસેવે રેબઝેબ થઈ ગઈ.. મગજ સુન્ન મારી ગયું, કાંઈ સુજતું નહોતું. એણે પહેલી વાર પોતે હાર તરફ ધકેલાઈ હોય એવું લાગ્યું. કલાક બાદ રાહત મળી એટલે એણે રમાને ફોન કર્યો

લગ્નને હવે એક સપ્તાહ આડો બાકી હતો. નિત્યા આજે પોક મૂકીને રડી રહી હતી. વિચારતી રહી કે કેટલું જલ્દી અમારી વચ્ચે પ્રેમ થયો અને માત્ર એક ઝગડાના લીધે મને છોડી દીધી? જો એવું હતું તો હા કેમ પાડી, ખોટી તસલ્લી કેમ આપી? મેં કાંઈ ગુનો તો નહોતો કર્યો મને પહેલાં ના પણ પાડી શકતો ને! મેં એને બીજા કરતાં અલગ ધાર્યો હતો. શું બધાં છોકરા આવા હશે? પણ સાચું કારણ ક્યાં જાણતી હતી?? લગભગ અડધો કલાક રડી પછી માંડ માંડ શાંત પડી હશે...માત્ર આંખો અટકી હતી. દિલનો વિરહ હજુ પણ ચાલુ હતો.એણે હજુ એક આશા હતી ક્યાક કોઈ ચમત્કાર થાય અને સ્વર્ણિમ મારી પાસે પાછો આવે પણ એનું મગજ વિચારતું કે ના ના એવું શકય નથી....કાશ સમય થોડો પાછો જતો રહે અને હું માફી માંગી લઉં!!! આવા અનેક વિચારોમાં ને વિચારોમાં ખાધા પીધા વગર સૂઈ ગઈ.લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલતી હતી બધાં ગામવાળા ખુશ હતા ત્યાં શુંભાંગીનીએ લગ્નના દિવસે સવારે નવચંડી થશે એવી જાહેરાત કરી અને શકામ્બરી દેવીની પૂજા... એક - બે દિવસ બાદ ઢળતા સુરજે શૈલજા અને સ્વર્ણિમ મળ્યા. "બસ હવે સમય આવી ગયો છે પાખંડીનો પર્દાફાશ કરવાનો." સ્વર્ણિમ બોલી રહ્યો હતો. પછી શૈલજા બોલી,"હા હું લગ્નના દિવસે મોટું ગાડું લઈને વૈશ્યાલય જઈને પેલી યુવતીઓને છોડાવી લાવીશ. કારણ કે દિવસે બધાં રખેવાળ પણ લગ્નમાં હાજર હશે. ત્યાં એકલી રમા હશે અને નવચંડી પતે ત્યાં સુધી તો બધી યુવતીઓને લઈ આવીશ અને બધી સચ્ચાઈ કહેશે એમને કેવું કેવું સહન કરવું પડ્યું છે અત્યાર સુધી, ગામવાળાને પણ જણાવી દઈશું કે જમીન ખરેખર પૌઢ શિક્ષણ માટે હતી!એના કાગળ આપણી પાસે છે ! અને એમાં શુભાંગીની વેશ્યાલય ચલાવતી હતી... પેલા હકીમને પણ લઈ આવીશ કે જેમણે ધતુરાની દવા શુંભાંગીનીને આપી હતી. અને અચાનક બધાં સાજા થઈ ગયા હતા! પૂરવાર કરી દેશે કે એને ગામવાળાની કેટલી ચિંતા છે!હું એનો ચહેરો હવે તો બધા સામે લઈ આવીશ એનું પાખંડ હવે તૂટીને રહેશે એનો પાપનો ઘડો ફૂટવાને હવે વાર નથી. ગામવાળાની અંધશ્રદ્ધા તોડવાનો હવે સમય આવી ગયો છે. સત્યનો વિજય થતાં હવે કોઈ નહી રોકી શકે ખુદ શુંભાંગીની પણ નહીં!શૈલજાના અવાજમાં બુલંદી અને આત્મવિશ્વાસ છલકી રહ્યો હતો ચહેરા પર એક અનેરૂ નૂર હતું. "હવે એને સજા ગામવાળા આપશે" આખી યોજના ફરી વાર ચર્ચા કરી બન્ને છૂટા પડ્યા.

લગ્નના દિવસનો સુરજ ઊગી ચૂક્યો હતો. નિષ્ઠાના હાથની મહેંદીનો રંગ સોળે કળાએ ખીલ્યો હતો. ચહેરા પર ખુશી હતી શરીર ઘરેણાથી સજ્જ હતું. નિત્યાએ પણ નિષ્ઠાની જબરદસ્તીના કારણે મહેંદી મુકાવી હતી.નિત્યા માંડ માંડ પોતાની ભાવના અને લાગણીઓને કાબુમાં રાખી હતી. સ્વર્ણિમ પણ તૈયાર હતો લગ્ન માટે નહીં, પણ શુંભાંગીનીનો પર્દાફાશ કરવા. શૈલજા સવારે ગાડું લઈને નીકળી ગઈ! એણે લઈ જવા માંડ એક ગાડાવાળો તૈયાર થયો. કારણકે આજે કર્ણપુરીનુ સૌથી મોટું લગ્ન હતું. શૈલજા નીકળી પડી આખરી ફતેહ કરવા. સૂર્ય પણ આજે અલગ ચમકથી ચમકી રહ્યો હતો.એક બાજુ નવચંડી શરૂ થઈ ગઈ હતી તો બીજી તરફ શૈલજાનું ગાડું નીકળી પડયું હતું સચ્ચાઈની શોધમાં!ગાડું ધીરે ધીરે ઉબળ-ખાબળ રસ્તે ચાલી રહ્યું હતું.અચાનક ગાડા વાળાએ ગાડાની દિશા બદલી! "ભાઈ, આપણે જમણી બાજુ વળવાનું છે!" શૈલજાએ કહ્યું. પણ ગાડાવાળો સાંભળીને અવગણી રહ્યો હતો. પોતાની ધુનમાં ઊંધા રસ્તે લઈ જઈ રહ્યો હતો અને પાંચેક મિનિટ બાદ ગાડું ઊભું રહ્યું ત્યાં માત્ર એક સુમસામ રસ્તે ગાડું ઉભું રહ્યુ. માત્ર નાની ઓરડી જેવું દેખાતું હતું શૈલજા ઉતરી અને પૂછ્યું ક્યાં લઈ આવ્યા? " " તારી આખરી મંઝિલ પર! " એને થયું કે મારી પાસે સમય બહું ઓછો છે.. એટલે જલ્દી ભાગવા જતી હતી પણ ત્યાં કોઈની સાથે ભટકાઈને નીચે પડી." ઊભી થા શૈલજા! ક્યાં જવાની આટલી ઉતાવળ છે! " શૈલજા તો અવાજ સાંભળી ચોકી ગઈ! કારણ કે સામે શુંભાંગીની ઊભી હતી... શૈલજાને એક પળમાં પોતે મહામહેનતથી ઊભી કરેલ બાજી પર શુંભાંગીનીએ પાણી ફેરવી દીધું હોય એવું લાગતું હતું છતાંય પોતાની જાતને સંભાળીને બોલી" તું અહીં?" "હા તારી શોધમાં, સુરેશ " અને શુંભાંગીનીએ ગાડાવાળાને બૂમ પાડી." હા માં.." "ચાલ પૂરી દઈએ આને? " સુરેશે હામી ભરી. શુંભાંગીનીએ જોરથી શૈલજાને ત્રણ ચાર લાફા માર્યા અને જોરથી હાથ મરડીને બોલી " તને શું લાગે છે આટલી જલ્દી જીતી જઈશ તું! મને હરાવવા સાત જનમ પણ ઓછા પડે! તને ફોટા મળી ગયા હું જાણતી હતી " શૈલજા સાંભળી આશ્ચર્યચકિત થઈ ગઈ. " એટલે મેં ત્યાં શહેરથી મંગાવી કેમેરા લગાવી દીધા હવે કોઈ મારી નજરથી બચી નહીં શકે અને એક એક હરકત પર મારી નજર રહેશે અને હા, બીજી વાત તારો અને સ્વર્ણિમનો આખો પ્લાન હું ત્યારે જાણી ચૂકી હતી જ્યારે તમે વાત કરતા હતા. " શૈલજા માટે બહું મોટાં ઝટકા સમાન હતું હવે શૈલજાને જીતની કોઈ આશા નહોતી દેખાતી. શુંભાંગીની હજુ બોલતી હતી" મેં એટલે સુરેશને બમણા રૂપિયા આપી ફોડી લીધો અને તું અહીં આવી ગઈ તું અહીં એકલી, પેલી યુવતીઓ ત્યાં એકલી એટલે કોઈ મિલાપ શકય નથી અને ત્યાં તો રમા પણ છે કોઈને હલવા પણ નહીં દે. એટલે તું માત્ર જીતના સપના જો. "પળવારમાં ક્યાં બાજી પલટાઈ ગઈ શૈલજા કળી શકી. સુરેશ અને શુંભાંગીનીએ શૈલજાને પકડી અને જબરદસ્તી પેલી કોટડીમાં લઈ ગયા. કોટડી વરસોથી બંધ હતી અને અત્યંત અંધારી હતી. વરસોથી પ્રકાશનું એક કિરણ પણ અંદર ગયું ના હોય એવી અંધારી હતી! કરોળિયાના ઘણા જાળા હતાં, બીજા જીવજંતુ પણ ઘણા હતા... શુંભાંગીની શૈલજા પર વાર કર્યો અને શૈલજા ચિત્કારી ઊઠી." જેટલી બૂમો પાડવી હોય એટલી પાડ અહીં કોઈ સાંભળનાર નથી! અને હવે તો તારી પાસે સમય પણ ઝાઝો નથી! " શૈલજા શાંત રહી. એક બાજુ શુભાંગીની શૈલજાને અહીં બંધ કરી દીધી અને બીજી બાજુ રમા કોઈને વેશ્યાલયમાથી બહાર નહીં આવવા દે! એટલે શુભાંગીની હવે નિશ્ચિત થઈ ગઈ! શુંભાંગીની બહાર નીકળી તાળું મારી ઝડપથી ત્યાથી જતી રહી,અને શૈલજા એકલી બંધ અંધારી કોઠરીમાં આંસુ સારતી રહી ગઈ!!!

હર્ષિલ શાહ અને અભિષેક ત્રિવેદી