કાલ કલંક-14

(આગળના ભાગમાં આપણે જોયું કે ડોક્ટર અનંગ શૈલીના મૃત્યુ વિશેની વાત ઇન્સ્પેક્ટર અનુરાગને જણાવે છે જેમાં ધ્યાન ખેંચે એવી વાત એ હોય છે કે મૃત શૈલીનું બદન નરમ હોય છે જે બિલકુલ તબિબી વિજ્ઞાનની વિરુધ્ધની વાત હતી. શૈલી પોતાના મૃત્યુ પહેલાં એક ચિઠ્ઠી મૂકતી જાય છે ચિઠ્ઠી વાંચી ઈસ્પે.અનુરાગ અને વિલિયમના શ્વાસ અધ્ધર થઈ જાય છે હવે આગળ...!)

***

હવે તમે જ કહો અનુરાગ સાહેબ..! શૈલીના મૃતદેહને મારે ક્યાં લગી હોસ્પિટલમાં સાચવવાનું છે..?

ડોક્ટર અનંગે પોતાની મૂંઝવણ વ્યક્ત કરતાં કહ્યુ.

કોઈ બુદ્ધિજીવી વ્યક્તિને કહેવામાં આવે કે મરનારની ઈચ્છા મૂજબ મૃત્યુ પહેલા લખેલી ચિઠ્ઠી ને આધારે એની લાશ સંઘરી રાખી છે તો કોઈ આપણને પણ મુરખા ગણે..!

"તમારી વાત સાચી છે ડૉક્ટરસાહેબ..! પરંતુ અમાસની રાત આજે છે મતલબ કે લાશ એક જ દિવસ સાચવવાની છે..!

કોઈ પૂછે તો પણ કહી શકાય ખૂન નો મામલો છે પોલીસ કડીઓ મેળવી રહી છે જેથી લાશ સાચવવી જરૂરી છે.

"વિલિયમ ભાઈ..! બેબી લખે છે મારી લાશને યથાવત રાખશે ને આખી કે પાછી ખસેડી નહી શકાય..?" ડોક્ટરે સહેજ ચીડ સાથે કહ્યું

"એમ કરો ડોક્ટર..!,

અનુરાગે વચ્ચેનો રસ્તો કાઢતાં કહ્યું- પ્રકૃતિના નિયમ પ્રમાણે લાશનું રક્ત ૨૪ કલાકમાં થીજી જશે લાસ્ટ ઠંડી પડી જશે સાંજ સુધી રાહ જોઈએ લાશ નરમ ના રહેતો, અકડ પડી જાય તો આપ મને પૂછ્યા વિના જ પોસ્ટ મોર્ટમ કરી નાખજો પણ જો લાશ નરમ રહે તો...!" અનુરાગે વાક્યાર્ધ મૂકી દીધું.

"ભલે તમારો પ્રસ્તાવ મને ગમ્યો..!" ડોક્ટરે નિરાંતનો દમ લીધો.

"હવે મને કહો લેબોરેટરીનો રિપોર્ટ શું કહે છે..? અનુરાગની અધીરતા વધી.

" રિપોર્ટ ઈન્ટરેસ્ટિંગ છે.!!" ડોક્ટરે ખુલાસો કર્યો.

"હું જે પેલા ચીકણા પદાર્થની વાત કરતો હતો. એ વૃદ્ધ મેઢકના શરીર પર પ્રસ્વેદના લીધે નીકળતો ચપટો પદાર્થ છે જ્યારે બીજા કેટલાક રક્તકણો વર્ષોજૂની લાશમાં મળે એવા નીકળ્યા છે. મતલબ કે મોંસ ખાનારનુ રક્ત ગંઠાયેલું મૃત અવસ્થામાં હોવું જોઈએ..!"

"કેવી વાત કરો છો ડોક્ટર..? હત્યારો મૃત રક્ત લઈને જીવતો હોઈ શકે..? તમે એક ડૉક્ટર થઈને આવી વાત કરો એ શોભા દેતું નથી.!

ડોક્ટરની વાતથી અનુરાગ અકળાયો હતો જોકે ડોક્ટરની વાત સાંભળી રોઝી ગંભીર બની ગઇ હતી.

અનુરાગ સાહેબ વિજ્ઞાન એની જગ્યાએ છે અને વિશ્વાસ એની જગ્યાએ શૈલીની ચીઠ્ઠી અને લેબોરેટરીના રિપોર્ટની કડીઓ મળતી હોય એમ લાગે છે..!

"તો પછી શૈલીના શબને સાચવવું જોઈએ નથી લાગતુ..?"

વિલિયમ એ કહેલું.

"ઓકે..!, ડોક્ટરે વાત માની લીધી.

- શબને હું સાચવીશ..!"

"હવે અમે ઉઠી. જટપટ ટેન્સીની શોધ આરંભવી છે.!"

અનુરાગે ડૉક્ટર અનંગ સાથે શેક હેન્ડ કર્યા વિલિયમ સાથે હાથ મિલાવી રોજીના ખભે હાથ મૂકતાં કહ્યું "બેસ્ટ ઓફ લક એન્ડ ગોડ બ્લેસ યુ..!"

રોઝી ની આંખમાં ઝળહળિયાં આવી ગયાં.

હોસ્પિટલની પોર્ચમાં પગથિયાઓ ઉતરતા વિલિયમ એ અનુરાગને કહ્યું." ઇન્સ્પેક્ટર સાહેબ દસ વાગી રહ્યા છે જમી પરવારી હું રોઝી સાથે પોલીસ સ્ટેશને પહોંચુ છું..!"

"ભલે.!" કહેતા ઇસ્પેક્ટર અનુરાગે પોલીસ હેડ તરફ દોડાવી મૂકી.

વિલિયમ અને રોઝી બાઇક પર સવાર થઈ હોટલ તરફ રવાના થયાં.

મૃત શૈલીને જોયા પછી રોઝીનો જીવ ગભરાતો હતો એની તબિયત નરમ પડી હતી રોઝીને ગભરામણ થઇ રહેલી હોટલમાં સ્યૂટમાં આવ્યા પછી થાકી ગઈ હોય એમ રોઝી પથારીમાં પડતાં જ ઊંઘી ગઈ.

આમેય રોઝીને કંઈક થતું તો વિલિયમનો જીવ બળી ઉઠતો હતો. ટેન્સી હજુ સુધી મળી નહોતી. શૈલીના કહેવા મુજબ એ પ્રેતાત્માના કબ્જામાં હતી. પ્રેતાત્મા ટેન્સીનો બલિ ચઢાવવા માગતો હતો.

વિલિયમને આ એક જ વાત સમજમાં નહોતી આવતી."પ્રેતાત્મા શા માટે ટેન્સીનો બલિ ચઢાવી તેનો ભોગ લેવા માગતો હતો. પ્રેતાત્માના પંજામાં બંને જણ સપડાયાં તો શૈલી કેવી રીતે ભાગી શકી..?

આ આખી ગૂંચ અટપટી હતી.

વિલિયમ કશું સમજી શકતો નહોતો. રોજી ભયભીત બની ગયેલી. એનો આત્મા અજંપ હતો. અડધો-પોણો કલાકથી રોજી ઘસઘસાટ ઊંઘી રહી હતી. એનું બદન તાવથી તપતું હતું. આખા શરીરે પ્રસ્વેદ વળી ગયેલો. ટેન્સીની શોધમાં એને સાથે લેવી કે ન લેવી એ વિશે વિલિયમ ચિંતિત હતો. ત્યારે જ એકાએક એ ઝબક્યો. રોઝી કંઈક બબડતી હતી. મંદ-મંદ અસ્પષ્ટ ઉચ્ચારો એણે સાંભળ્યા.

"રોઝી..! શું છે રોજી..!"

વિલિયમ ઢીલો પડી ગયો.

"શું થાય છે તને.? બોલ રોજી.. તુ બોલ ને..!"

"વિલી..!,

રોજી ભરનિંદ્રામાં બબડી.

"ઉભો રહે વિલી..! ત્યાં.. ત્યાં ના જઈશ..! આગળ મોટો હોજ છે..! એ હોજમાં લોહી ઉકળે છે..!

અઘોરીનું લોહી અઘોરી બધાને ખેંચી રહ્યો છે..! આપણ બધાને..!"

"રોઝી...!!" વિલિયમ ચિત્કારી ઉઠ્યો. એનો ચહેરો ધોળો પડી ગયો હતો. રોજીને ખભેથી પકડી વિલિયમે ઢંઢોળી નાખી.

રોઝી ઝબકીને જાગી ગઈ. એના ચહેરા પર વેદના ચોખ્ખી વર્તાતી હતી. વિલિયમેં મન મજબૂત કર્યું. રોઝી એની ચકળવકળ થતી કાજલી આંખે આખાય ખંડમાં નજર નાખતી હતી. વિલિયમે રોજીનો હાથ પકડ્યો.

વિલિયમ રોઝીનો હાથ પકડ્યો." તારી તબિયત નરમ છે ને..? તું આરામ કર.. અમે ટેન્સીને લઈ આવીશું..!" વિલિયમ એની પીઠ થપથપાવી.

"ના..આ..!!!"

રોજી પથારીમાંથી સફાળી બેઠી થઈ ગઈ. એની આંખો અણગમા અને રોષ સાથે વિરોધ પ્રગટ કરી રહી હતી. હું તમારો સાથ નહીં છોડુ..! એક પલ પણ નહીં..! પ્લીઝ મને રોકવાની ખોટી જીદ ના કરશો..!"

ધ્રુજતા હાથે વિલિયમે રોઝીને છાતી સરસી ચાંપી દીધી. જાણી જોઈને એ સાપના રાફડામાં હાથ નાખવા જઈ રહ્યો હતો. અને એમ કરે છૂટકો નહોતો.

***

બીજીબાજુ વિલિયમ રોઝી અને ઇસ્પેક્ટર અનુરાગના ગયા પછી ડોક્ટર અનંગ સુનીતાને શૈલીની લાશ અલાયદા રહેલા છેલ્લા કમરામાં મૂકી આવવાનું કહી તેઓ અન્ય પેશન્ટ તપાસવા ચાલ્યા ગયા.

સિસ્ટર સુનીતા શૈલીની લાશને સ્ટ્રેચર પર મૂકી છેલ્લા કમરામાં લઈ જઈ રહી હતી. ત્યારે શૈલીના શરીરમાં થયેલા સંચાર -સળવળાટથી તે બિલકુલ અજાણ હતી. શ્વેત વસ્ત્રથી અર્ધ ઢંકાયેલો શૈલીનો ચહેરો ભેદ ભર્યું મરક્યો. તેની મોટી મોટી ફાટેલી લાંબી આંખોમાં ગજબનું તેજ તોફાન હતું. જાણે એ આંખો કહેતી હતી મારા પાસા સવળા પડ્યા છે. ખેલ તો બધો હવે જ શરુ થાય છે. સ્ટ્રેચરને ધક્કો મારતી સુનિતાના છેલ્લા કમરામાં પહોંચી.

દરવાજો એકાએક ભીડાઈ જતાં સુનીતા ચમકી એણે પાછળ નજર કરી. સુનીતાનો ચહેરો ભય અને વિસ્મયના મિશ્ર ભાવોથી ઝંખવાઈ ગયો. શૈલીનું મૃત્યુ રહસ્યમય સંજોગોમાં થયું હતું. એની લાશ જોડે ઉભા રહેવામાં પણ સિસ્ટર સુનીતાને ડર લાગતો હતો. અચાનક ભીડાયેલા દરવાજા સામે સિસ્ટર સુનિતા તાકી રહી . હેન્ડલ પકડી એણે દરવાજો ખેંચી જોયો. બહારથી લોક થઈ ગયો હોય એમ દરવાજો સજ્જડ બંધ હતો. સુનીતા આકુળ-વ્યાકુળ થઇ ગઇ. એણે દરવાજો કૂટવા માંડ્યો.

"કોઈ છે..? કોઈ છે બહાર.?" સિસ્ટરે બૂમો પાડી.

એના મનમાં ધીમુ કંપન વ્યાપી વળ્યુ હતુ. એકાએક જબરદસ્ત ફટકો સિસ્ટર સુનિતાના માથામાં પડ્યો.

પ્રહાર એવો લોખંડી હતો કે સુનીતાની આંખમાં લાલપીળાં આવ્યાં.

સુનીતા બેહોશ બનતાં પહેલાં ભૂમિ પર ઢળતાં બંધ થતી આંખોને તાણી તાણી શૈલીના મૃતદેહ સામે જોયુ.

એની સામે અડધા પગે ઊભેલી લીલીછમ ગુંદર જેવી બરછટ ચામડી વાળી શૈલીની જીવંત લાશ જોઈ આંખો ફાટી ગઈ.

( ક્રમશ:)

આશા રાખુ છુ કે કાળ કલંક આપને પસંદ આવી છે..! અધોરીને આપણે રીટર્ન લાવી જ દીધો છે..

સાથે સાથે 'અંધારી રાતના ઓછાયા..

જિન્નાત કી દૂલ્હન. ચીસ..

અને બીજી કેટલીક હોરર સ્ટોરી વાંચવાનુ ચૂકશો નહી..

એજ

-સાબીરખાન પઠાણ..

***

Rate & Review

Verified icon

Vasu Patel 3 months ago

Verified icon

Jayshree Patel 4 months ago

Verified icon

Dhara Patel 4 months ago

Verified icon

Navnit Gorasiya 4 months ago

Verified icon

Nita Mehta 4 months ago