Kaalkalank - 15 books and stories free download online pdf in Gujarati

કાલ કલંક-15

(આગળ આપણે જોયું કે સુનિતા બંધ કમરામાં પ્રવેશ કરે છે ત્યારે શૈલીના શરીરમાં રહેલો પ્રેતાત્મા એના માથામાં ફટકા મારી દે છે હવે આગળ)
15


આ તરફ વિલિયમને મંદિરમાં પગ મુકતા જ રોજીને બડબડાટ યાદ આવ્યો..
આગળ ન જશો વિલિયમ...!
ત્યાં લોહી ઉકડે છે..
પેલા હોજમાં અઘોરીનું ખૂન ઊકળે છે..
બધાને પોતાની તરફ ખેંચી રહ્યો છે.
થોડીવાર પહેલા હોજમાં રોજી એ કરેલા બડબડાટ ના જાણે ભણકારા સંભળાવા લાગ્યા.
વિલિયમનુ હૈયું જાણે ધ્રૂજી ઊઠ્યુ.
એણે સ્વાગત jesus christ અને સ્મરણ કરી ગળામાં રહેલો ક્રોસ ચૂમી લીધો.
મંદિરમાં મોટા માથાની ઘેરી લીલી કદરૂપી છતાં ખૂંખાર લાગતી પ્રતિમા જોઈ વિલિયમનુ હ્રદય ધબકારો ચૂકી ગયું.
પ્રતિમાસ જોયા પછી અનુરાગ ડગ્યો નહીં.
વિલિયમના કાનમાં ધીમેથી એણે કહ્યું.
ટેન્સીની ફીયાટને ખીણમાંથી બહાર કાઢી પોલીસ હેડક્વાર્ટર પર મૂકી દીધી છે.
ભલે..!
વિલિયમે ટૂંકો ઉત્તર વાળ્યો.
એનું લક્ષ્ય રોજી તરફ હતું.
હળવે હળવે રોજી અઘોરીની બિહામણી પ્રતિમા તરફ આગળ વધી વિલિયમ અનુરાગ નો હાથ પકડી દબાવ્યો. વિલિયમના ઇશારાથી પેલી જટાધારી માથાવાળી રક્તરંજિત લીલી પ્રતિમા પર અનુરાગની નજર ચોટી ગઈ.
પ્રતિમાની પડખે જઈ રોઝી આંખો ફાડી ફાડી જોવાને લાગી.
ખતરનાક ગુનેગારોના ષડ્યંત્રની ધારણા કરીને આપેલો અનુરાગ પણ ભર ઝંખવાયો.
આ સ્થળ અનુરાગને અત્યંત ભયંકર લાગ્યું.
"આ આ ઢોંગી છે વિલી..!
અઘોરી ના માથા ભણી હાથ લાંબો કરી રોજ એ ત્રીસ જેવા અવાજે કહ્યું.
"આ અઘોરી ઢોંગી છે..!
આ શેતાન બધાને ફસાવી રહ્યો છે..!
વિલિયમ એ રોજ એના ખભે હાથ મૂકી એને પાછી ખેંચી લીધી.
"એ પથ્થર છે રોજી..!જડ છે એ..!"
"ના...!"
એણે પ્રતિરોષ વ્યક્ત કર્યો.
"ના વિલિયમ પાછા વળી જાઓ..!ઇન્સ્પેક્ટર સાહેબ પાછા ફરો..!"
રોજીએ આજીજી કરી
અનુરાગને લાગ્યું રોજી મનોભયની બીમારીનો ભોગ બની લાગે છે. અનુરાગને બધું તૂત જ લાગતું હતું.
એ માનતો હતો કે અપરાધીઓએ પોતાનો ઇરાદો પાર પાડવા શૈલી સામે પ્રેતાત્માનું અસ્તિત્વ હોય એવો માહોલ ઊભો કર્યો છે શૈલીની ચીઠી પેલી ભ્રમણાનું જ ફળ અનુરાગને લાગ્યુ.
આખી ઘટનાને પહેલેથી જ અલગ દ્રષ્ટિકોણથી જોવાને લીધે એને રોજીની પ્રત્યેક વાત એનો નિર્બળ મનોવિકાર લાગી.
પરંતુ રોજીની વાતથી વિલિયમના મનમાં અગાઉ જેવી જ ઉથલપાથલ મચી હતી.
રોઝીએ નિંદ્રા અવસ્થામાં જે બરછટ અને ઘટ્ટ લીલી ચામડી વાળા અઘોરીના સ્વરૂપનું વર્ણન કર્યું હતું.
એ હદવદ આ પ્રતિમાને મળતું આવતું હતું. શૈલીના મૃત્યુ પહેલા પણ આ સ્વરૂપનો જ રોજીએ સ્વપ્ન સંકેત કર્યો હતો.
શુ રોજીની વાત સાચી પડશે..?
જો અઘોરી બધાને ફસાવી રહ્યો હોય તો શું ટેન્સી અત્યાર લગી જીવિત હોઈ શકે ખરી..?
તેની શોધમાં આવી ને અમે મૂર્ખામી તો નથી કરીને?
વિલિયમ નું મન ડહોળાઈ ગયું.
શૈલીને મોતના મુખમાંથી બચાવવાની કોઈએ કોશિશ કરેલી.
પલક-ઝપકની જિંદગીમાં શૈલીએ ટેન્સી
જીવીત છે એવું કહ્યું તો ટેન્સી જીવિત હોવાની શૈલીને ખાતરી હોવી જોઈએ.
વિલિયમના મનની વાત અનુરાગે એના કાનમાં કહી.
ભુત-પ્રેતની વાતો અનુરાગ માટે અજ્ઞાની લોકોના મનની -મગજની નકામી ઉપજ માત્ર હતી.
ડોક્ટર અનંગ પણ આવી વાતોમાં આવી ગયા એ બાબત અનુરાગને હાસ્યાસ્પદ લાગી.
રોજી અને વિલિયમનો ભ્રમ તોડવા એમણે એકે ફોર્ટી સેવન અને દેશી તમંચો સાથે લીધેલો.
દુશ્મન ગમે તેવો કેમ ન હોય એને એકલે હાથે શિકસ્ત દેવાની ઇસ્પેક્ટર અનુરાગમાં જબરજસ્ત ટેલેન્ટ હતી.
મંદિરમાં ટેન્સી ક્યાં હશે...?
અહીં બીજું કોઈ પ્રવેશ દ્વાર પણ દેખાતું નથી.
વિલિયમ એ દિવાલની ફરતે નજર નાખતાં વ્યગ્રતાથી પૂછ્યું.
રોઝી હજુ પેલી પ્રતિમાને ધારી ધારી ને જોતી હતી.
એના ચહેરે ઉદાસીની પીડાની મિશ્ર છાયા હતી.
વિલિયમની પરેશાનીનો જ પડઘો પડ્યો હોય એમ અચાનક ધડડડ.. કરતુ પેલું અઘોરીનું માથું પાછળ તરફ નમી ગયું. અણધાર્યા અવાજથી ચમકી ગયેલાં રોજી વિલિયમ અને ઇસ્પેક્ટર અનુરાગ ની સાથે વફાદાર કોન્સ્ટેબલ ગંગારામ ધડકતા દિલે એ દ્રશ્યને જોઈ રહ્યાં.
માથા ની જગ્યાએ હવે કાલ નજરે પડતી હતી જેમાંથી સફેદ ધુમ્રસેરના ગોટેગોટા નીકળી રહ્યા હતા.
અઘોરીના માથાનું ખસવુ એ અનુરાગ માટે આઘાતજનક વાત હતી.
અવિશ્વાસ ભરી નજરે થોડી પળો સુધી માથા ની જગ્યાએ થયેલા પોલાણને એ જોઈ રહ્યો અનુરાગનો હાથ પકડ્યો.
વિલિયમનુ મન કળી ગયેલો અનુરાગ બખોલ તરફ આગળ વધ્યો.
"એક મિનિટ હું જરા બખોલ જોઈ લઉં..!"
પગલે પગલે દબાવી ચાલતા ગંગારામે અનુરાગના હાથમાં પકડાવી દીધી બેટરીનો પ્રકાશ માં નાખી અનુરાગે ધારી ધારીને જોયું "વિલિયમ અંડરગ્રાઉન્ડ લાગે છે...!
આ પ્રવેશ માર્ગ જ હોવો જોઈએ...!"
અનુરાગે ભીતર નો અહેવાલ આપતા ઉમેર્યું ભીતર અંધકાર છે સાથે બેટરી છે છતાં એક સળગતી મશાલ રાખવી ઉચિત રહેશે ઝેરીલા જીવ-જંતુ ભગાવવા અને અજવાળું પૂરું પાડવાની બેવડી ભૂમિકા અદા કરશે..!"
તમે બંને રોકાઈ જાઓ ગાડીમાં કપડું હશે પેટ્રોલ પણ ભૂલ છે હું ગંગારામ જોડે સળગતો કાકડો તૈયાર કરાવું..!
ઈસપેકટર અનુરાગ ગંગારામ સાથે ઝડપી મંદિરની બહાર નીકળી ગયો.
શૈલીના કાતિલોનુ પગેરું મળ્યું હોય એમ તે ઉત્સાહિત જણાતો હતો.
વિલિયમ મને ડર લાગી રહ્યો છે..!
ના જાણે શું થશે હવે..?"
ઈસપેકટર અને ગંગારામ બહાર જતો જ રોઝીએ ભારેખમ નિશ્વાસ નાખ્યો.
કશું નહીં થાય રોજી ઘોડી શું આપણો રક્ષણ કરશે વિલિયમ એને ધરપત આપી
"તું જ કહે , શું આપણે ટેન્સીને મુસીબતમાં એકલી મૂકીને જતા રહીએ..?"
પ્રત્યુત્તરમાં રોઝીની આંખો દદડી ગઈ.
કેટલી એ ક્ષણો સુધી ચૂપ રહી એ બોલી. "વિલિયમ હુંતો ના તમને ખોવા માગું છું ના ટેન્સીને મારે તો તમે બંને જોવો.!
"હું તને વિલિયમ અને તેની બંને આપી દઈશ..!"
દ્રઢ વિશ્વાસથી બોલતા ઇસ્પેક્ટરે પ્રવેશતા કહ્યું.
બસ થોડી ધીરજ ધરો..!"
ગંગારામ ઇસ્પેક્ટર ની પાછળ જ કાકડો લઈ દાખલ થયો.
રોજી એ રાહત અનુભવી.
સળગતી મશાલ લઇ આગળ થાઉં છું અનુરાગે વિલિયમ તરફ જોતા કહ્યું.
"આ રિવોલ્વર તમે રાખો. ફાવશેને..?"
હા વેલી અમે રિવોલ્વર હાથમાં લીધી સળગતી મશાલ આગળ કરી અનુરાગે એક પછી એક પગથિયું ઉતારવાની શરૂઆત કરી.
કોન્સ્ટેબલ ગંગારામ એમના પગલે મોટા નાળચા વાળી બંદૂક લઈ પાછળ દારવાયો.
ક્રમશ રોઝી અને વિલિયમ કોઈ અમંગળ
આફતની નિષ્કામના વાંચ્છતાં ઈસુ સ્ત્રોત જપતા ભીતર લઈ જનારી સીડી ઉતર્યા.
ક્રમશ:
કહાની અંગે આપના અભિપ્રાયો આપજો......
સાબીરખાન
-9870063267