Haiya na dhabkara - 3 books and stories free download online pdf in Gujarati

હૈયા ના ધબકારા - 3

ભાગ 3

એક દિવસે સવારે કિરણ અને કરણ સાથે બાલ્કની માં બેસે છે અને વાતો કરે છે. 

કિરણ = મને કાલે શું ગિફ્ટ આપશે અને કયાં જઈશું ફરવા 

કરણ = કેમ કાલે શું છે? 

કિરણ = હેપી એનિવર્સરી છે ,અરે કાલે આપણીં એનિવર્સરી છે ભુલી ગયા? પાંચ વર્ષ પુરા થઇ ગયા છે અરે મારા જેવી છોકરી સાથે પણ કોઈ રહી શકે એ માટે મને તારા પર ગૅવ થાય છે

કરણ = એ વાત છે. 

કિરણ = પણ તે એ યાદ છે કે આપણે કેવી રીતે મળ્યા હતા.

કરણ  =હા યાદ તો હોય ને

કિરણ = એ દિવસે, મે પહેલી વાર આવો એહસાસ ક્યો!

કરણ = એક દિવસ મે ઓફિસમાં વિચાર કર્યો હતો કે હું આજે કામકાજ થી ખૂબ થાકી ગયો છું એટલે મે મમ્મી ને ફોન કર્યો હતો અને પૂછયું કે ચાલ ને મમ્મી આપણે સૌ કશે ફરી આવીએ તો મમ્મી એ મને તરત ના પાડી દીધી અને કહ્યું કે તારા પિતા ની  તબિયત ખરાબ છે અને ત્યારે મે તરત દોડતો દોડતા ઘરે પરત ગયો અને ઘરે જોયું તો મને ભરોસો નથી થતો કે લગ્ન કરાવવામાં માટે મમ્મી એ પપ્પા ની તબીયત ખરાબ છે એમ બહાનું કાઢયું પણ તું જ મને લગ્ન માટે એક છોકરી જોવા ની છે પરંતુ મારે લગ્ન કરવા નહોતા

કિરણ = પરંતુ એવુ કેમ

કરણ = એ એટલે કે હું આ બઘું લગ્ન અને પ્યાર માં કોઈ વિશ્વાસ નહતો i don't trust to love and marriage life.

કિરણ = અરે એવુ પણ હું  એક વાત કહું મને પણ તમારી લગ્ન કરવા માં કોઈ રસ ન હતો પરંતુ મમ્મી એ જબરદસ્તી તમને જોવા નો આગ્રહ કર્યો હતો પરંતુ તમારા ઘરમાં થી ફોન આવ્યો હતો કે મારો છોકરો ઘરે નથી એટલે પછી  મળીશું. અને કદાચ આ સાંભળી ને મને એટલી હદે ખુશી થઈ હતી કે હું  શું કહું  તમને, !

કરણ = એ એટલે કે મે લગ્ન નું સાંભળી ને તરત જ ગાયબ થઇ ગયો હતો અને દસ દિવસ પછી આવ્યો અને તે દસ દિવસ માં તારી સાથે જ પ્રેમ થઈ જાય છે અને આપણે સાથે આવ્યા.

કિરણ = હા,  મજા ની વાત છે કે મમ્મી અને પપ્પા એ જેને પસંદ કયાં તેની સાથે જ લગ્ન થયા છે પણ પહેલા આપણા વચ્ચે પ્રેમ થાય છે, જેમ તમે ગુજરાત થી સીધા તમારી માસી ના ઘરે મુંબઈ ભાગી ગયા, લગ્ન થી બચવા માટે તેમજ મે પણ લગ્ન થી બચવા મારી નાની ના ઘરે મુંબઈ ભાગી હતી અને પછી આ આપણી પ્રેમ કહાની ગુજરાત થી મુંબઇ ગઈ.

કરણ = પણ જો સીઘે સીઘા લગ્ન કર્યા હોતે તો કદાચ આપણો પ્રેમ આજે કંઇક અલગ જ હોતે .

"અને આ તેમણી  લવ સ્ટોરી વિચારતા વિચારતા બધા ચિત્રો આંખ ની આગળ આવી જાય છે "

કિરણ =જ્યારે મે મારા નાની ના ઘરે હતી ત્યારે મે દસ -બાર દિવસ સુધી ની રજા લીધી હતી અને તે સમયે મે આખુ મુંબઇ ફરવા નો નિર્ણય  કર્યો હતો અને તેમ જ એક દિવસે હું આમ જ ફરતી હતી અને એક કૂતરો પાછળ પડે છે અને તમારી સાથે અથડાઈ જાવ છું

કરણ = હા પછી મે કહ્યુ ચાલો તમને ઘરે છોડી જાવ અને એક પછી એક મુલાકાતમાં આપણી વચ્ચે પ્રેમ થતો ગયો અને આજે આપણે સાથે છીએ .

કિરણ = ચાલ ને આજે આપણે દરિયા કિનારે ફરવા જઈએ

કરણ = હા ચાલ

"  દરિયા કિનારે પહોંચી જાય છે અને ત્યા દરિયા ના ઠંડા અને મીઠા પવનો ની સાથે નાળિયેર ના પાણી નો આણંદ માને છે અને એ ઠંડી રેતી પર બેસે છે અને પ્રેમ ની વાતો કરે છે પછી એક બીજા નો સાથ અને હાથ માં હાથ પકડી ને દરિયા કિનારે ફરે છે અને કિનારા પર પાણી આવે એટલે એ પાણી એક બીજા પર ઉડાવી ને એકબીજા ને છેતરવા નો એક રોમાંચક અનુભવ કરે છે અને તે દરિયા કાંઠે આવેલી રેતી માં પોતાનો પ્રેમ કોતરવામાં એકઅલગ અનુભતી કરે છે અને આંખો મીંચીને એક બીજા ને પોતાની આંખો માં કેદ કરે છે અને દિરિયા ના પાણી માં પગ મુકી ને પગ ને શીતળતા આપે છે અને અને લહેરો ને પકડવા નો પ્રયત્ન કરે છે

કિરણ = કરણ તને ખબર છે આ દરિયા ના પાણી ની એક ખાસિયત હોય

કરણ = શું

કિરણ = ખામોશી

કરણ = હા જેમ આપણી  જીંદગી ! સુંદર સપનાનો સહારો મળ્યો સપનામાં રુડો પ્રેમ બાગ મળ્યો હવે નથી તમન્ના કાંઇ મેળવવાનીબસ તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો.

અને પછી કિરણ કરણ ના ખભા ઉપર માઠું ટેકવી ને બેસી રહે છે અને દરિયા ની લહેર દોડી ભાગતી ફરતી એવુ લાગે જાણે એકબીજા સાથે રમી રહી છે અને એજ ભાગતી લહેરો ની ઉપર સૂરજ મસ્તી કરતો હતો એમ લાગતું હતું અને તેમાં કિરણ અને કરણ નો સાથ આ સમય ને વધુ ઉત્તમ બનાવે છે .અને ત્યારે અચાનક કરણ એક ગુલાબ આપે છે અને કહે છે Happy anniversary અને સાથે સાથે એક ગિફ્ટ પણ આપે છે અને કિરણ ગિફ્ટ ના રૂપે એક વીટી પહેરાવે છે.

" હૈયા ના ધબકારા "
Richa Modi
-Heart