Sneh books and stories free download online pdf in Gujarati

સ્નેહ...

સ્નેહ

પ્રકરણ ૧



"વરસાદ ની મૌસમ બરાબર જામી અને હું નિકળ્યો ગરમા ગરમ ચા પીવા કડક વીજળી ના ધબકારા અને મારો થોડો થોડો ડર જાગ્યો અને વરસાદની એ માસૂમ બૂંદ જેના સ્પર્શ તણો તણખો મારા દિલ માં એક બાળક ની જેમ ઉત્પાત કરે છે. મન થાય કે આજે આ ગનન સમી સાંજે વરસાદ માં પોતાની જાતને ખૂબજ ભીંજવી નાખું અને આ કૃતાર્થતા થી હું વરસાદ માં ભીંજાય ગયો અને શરદી થઈ ગઈ અને ત્યારે અચાનક એક ચા નો ગલ્લો દેખાય છે અને ત્યા પહોચી ને ચા પીવ તેમાં મારો રસ હતો અને ચા વાળા ભાઈ એ ખુબ સરસ ચા બનાવી અને ત્યારે અચાનક દૂર થી એક છોકરી દેખાય. "

 "એક સુંદર છોકરી દેખાય છે અને એક સુંદર પરી નું આગમન થયું. પહેલા વરસાદ ની આ વાત છે એજ ચમકતા અંધારામાં એક મારી જીંદગી નું સોનેરી ચમક અને તારી ઝાંખી સાથે વીજળી ના છલકાતા તાર અને તારુ મારી તરફ વધવાની આ વાત કેવી રીતે કહું આ દિલ એક પછી એક તરત ધબકવા લાગ્યુ અને મારા હાથમાં આ ગરમ ચા જે ફક્ત તારી જ રાહ જોતુ હતું એમ અને તેના વિચાર માં મારી હાથ ની આગંળી ચા માં પડી ગઈ અને જોર થી ઝાટકો લાગ્યો "

ત્યારે અચાનક બે છોકરા તેને હેરાન કરતા હતા અને તેમના થી ભાગતી હતી અને કોઈ મદદ કરે તે પહેલાં અચાનક તેને પથ્થર ઉઠાવી ને તે છોકરા પણ ફેકવા લાગી અને છોકરાઓ ને ભગાડયા અને એક પછી એક પથ્થર મારી ને તેઓ થી પોતાની જાતને  સલામત રાખી અને પાછી ભાગતી ભાગતી ચા ગલ્લા પાસે આવે છે 

"ભાગતી ભાગતી ચા ના ગલ્લા પાસે ઊભી રહી  અને તરત મારી બાજું માં આવી ને બેઠી બસ પછી શું મારી આંખો અને તેનું હાસ્ય અરે તેને જોવા ની પણ એક અલગ મજા હતી અને એ મીઠાં ઝરણાં સમી હાસ્ય અનેતે વરસાદ માં ખૂબ ભીંજાય હતી. શરીરે કાપતી હતી અને દોડતી દોડતી આવતી હતી એક હાથ માં ગુલાબ નું સુંદર ફુલ અને બીજા હાથ માં એક ઢીંગલી હતી. હાથ માં એક વીટીં પહેરી હતી તેની ચમક દુર દુર સુધી પડતી હતી પરંતુ એક અનોખું હાસ્ય હતું અરે ઉપર વાળા ની કળા તો જો જણા બધી કલાકરી આ છોકરી ને બનાવવા માં વાપરી હોય તેમ લાગ્યુ.તે ચેહરા પર એ માસૂમ બાળકો જેવો અંનતભાવ અને એક ડર પણ તેના મોઢા ઉપર હતું જે તેના હાસ્ય ને દૂર કરતો હતો અને તે છોકરા થી ડરતી હતી. અને તરત હાશકારો લેતા તેના ધડકન નો અવાજ મારો અવાજ બંધ કર્યો .

છોકરી =ત્યારે તે બોલી કાકા એક ચા આપો તો જરા

કાકા = અરે બેટા પાછી આવી તું, અને પેલા છોકરા તને હેરાન કરતા હતા ત્યારે ખુબ સારુ કયું પણ બેટા  હમણાંજ તને હોસ્ટેલ માંથી શોધવા આવશે .

છોકરી = પણ કાકા નથી ગમતું મને ત્યા અરે કાકા મને તો તમારી ચા ખેચી લાવી અને આ વરસાદ મને ખૂબ જ ગમે છે. કાકા ચા આપો ને !અને કેવા પથ્થર માર્યા "

કાકા =હા, અરે બેટા ચા થાય છે.

"હું તેમનો સંવાદો સંભળાતો જ હતો અને ત્યારે તે છોકરી નો ચહેરો મારુ દિલ ચીરતો હતો. મે તરત પૂછયું તમારે ચા પીવી છે. "

છોકરી = હા પીવી છે તમે કોણ ?

"અરે હું આદિ છું, હું પણ તમારી જેમ ગરમ ચા પીવા આવ્યો છું. અને તમે ખૂબ સરસ છોકરા ને સબક આપ્યો '

છોકરી = હા ધન્યવાદ , આદિ તો પછી આપો ને ગરમ ચા!

"હું આપુ તે પહેલા તેને મારા  હાથમાંથી છીનવી લીધી મે કહ્યું શાંતિ રાખો જરા અને ચા લઈ ને તે પીવા માં મસ્ત થઇ ગઇ તો કાકા બોલ્યા".

કાકા = અરે દિકરા એ એવી જ છે અને તે આવુ જ વતૅન કરે છે પણ ખુબ સારી છે છોકરી અહી બાજુમાં જ એક શાળા ની હોસ્ટેલમાં રહે છે અને તેનુ નામ કાજલ છે.

આદિ = કેમ ઘર નથી, અહી કેમ અને કોઈ શોધે છે

કાકા = અરે બેટા તે અનાથ બાળક છે અને થોડા દિવસ પહેલાં જ કોઈ તેને અહી મુકી ગયુ છે અને તે દરરોજ ભાગી જાય છે એટલે તેને શોઘવા અહી આવશે હોસ્ટેલ ના લોકો

"વાત કરતા કરતા મારુ ધ્યાન તે શાળા ના બોડૅ પર પડે છે અને મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવું લાગતું હતું મારી ધડકન બંધ થઈ ગઈ અને મે કાકા ને પૂછયું "

આદિ = કેમ અહી છે કાજલ આ શાળા તો,,,,,,

કાકા = હા આ શાળા અંઘ લોકો ની છે અને કાજલ પણ એક અંધ છે

"આ સાંભળીને મને અકલ્પનીય આશ્રય થયું મારા પગ તણી જમીન ખસી ગઇ હતી અને ત્યારે (તે છોકરી બોલી )એટલે કાજલ બોલે છે. "

કાજલ = કેમ મારી સુંદરતા પર દાગ મળી ગયો અને હવે કદાચ હું સુંદર નથી કેમ ? .

"તેનો આ એક પ્રશ્ન મને આશ્ચય માં મૂકયો "

આદિ  = અરે એમ નથી પણ શું થયું આ રોશની કેમ જતી રહી તમે આટલા સરસ દેખાવ છો

કાજલ = સુંદર છું ? અરે એ સુંદરતા શી કામણી જેની આંખો જ નથી એક કુદરત ની રેહમત તો જૂઓ જન્મ આપી અનાથ રાખી અને આ એક અકસ્માત બાદ લોકો નો થોડો સાથ હતો તે અને આ આંખ બંને જતા રહ્યા આ કુદરત નો ન્યાય તો જો ખરેખર ખૂબ ચમત્કાર ક્યો એક વર્ષ અગાઉ મારૂ અકસ્માત થયુ હતું અને અનાથ આશ્રમ દ્વારા મને અહી અંઘ ની શાળા માં મોકલવા માં આવી. "

"અને ત્યારે જ તેને બાજુમાં આવેલ હોસ્ટેલ માંથી શોધવા આવે ત્યારે હું કાજલ  ને ગલ્લા પછાડી છુપાવુ અને તેનો સાથ આપુ છું પછી મે કાજલ ને ગલ્લા પાસે એક ખુરશી હતી ત્યા બેસાડી અને મે સીધે સીધી વાતચીત કરી "



Richa Modi 

કમશઃ