radhika books and stories free download online pdf in Gujarati

રાધીકા

રાધીકા

ખેતરમાં એક જ લીમડો હતો એ જ લીમડે દરરોજ નિશાળેથી આવી રાધીકા વાડીમાં હિંચકતી અને બાપુજી સામે ખાટલા પર બેઠા બેઠા રાધીકા સામું જોયને હસતા આજ રાધીકા ૨૪ વષઁની થઈ ગઈ હતી.

તે દરરોજ લીંબડે કલાકો પસાર કરતી હતી તે દરરોજ હીંચકે બેઠા બેઠા વિચાર કરતી હતી મને મારો મનનો માનીતો ક્યારે મળશે.
તે કેવો હશે..!!!
તે હવે ક્યારે મને લેવા આવશે..!!
રાધીકાને હવે રહેવાતું ન હતું કયારેક કયારેક તો સપના જોય જોયને રાત પડી જતી એ જ હીંચકે તો પણ રાધીકાને ખબર પડતી નહી

આજ મંગળવાર હતો રાધીકા એ જ હીંચકે હીંચકા ખાઈ રહી હતી બાપુજી દોડતા દોડતા તેની પાસે આવ્યા બેટા તારુ સગપણ નક્કી કરી નાંખ્યું  મારા મિત્ર વડોદરા રહે છે શામજી તેમના દિકરા સાથે.
રાધીકા તે ખુબ જ સારા છે 
તે એક મહીના પહેલા આપણા ઘરે આવ્યા હતા યાદ છે તને તે શામજીને પાણી પાયું  હતું હા બાપુજી પણ છોકરો કોણ ?
તેનો જ પુત્ર..!!
પણ બાપુજી મે તો તે છોકરાને જોયો પણ નથી રાધીકા જેના બાપ સુખી તેના છોકરા પણ સુખી તુ જાણે છે શામજી તો સાવ સીધાને સાદા છે તેનો છોકરો પણ એવો જ હશે ..લે આ ગોળ મો મીઠું કર...
પણ બાપુજી એક વાર છોકરાને મને જોવા તો દયો..
બેટા છોકરો સારો જ હશે..
અને તુ કદાસ છોકરાને જોયને ના પાડીશ તો પણ હું ત્યાં જ કરાવીશ.
રાધીકા તારો બાપ ભલે અભણરો પણ એટલી તો એને ખબર જ છે કે તેની દિકરી કયા સુખી થશે..
સારુ બાપુજી તમે કહો તેમ બસ..
લાવો ગોળ...આ લે ગોળ લો બાપુજી તમે પણ હા લાવ લાવ મારી દિકરીનુ સગપણ નક્કી થયુને હું આજે મીઠું મો નો કરુ ..
દિકરીને બાપુજી બન્ને હસી પડયા..

આજ મારા લગ્ન થયા એના ૫ વષઁ થઈ ગયા 
હું આજ કેતનને લઈને મારી વાડીએ આવી હતી એ જ લીંમડો એ જ દોરડું ત્યાં બાંધેલું મારા બાપુજી તેમને તેમ જ રાખ્યું હતું ..

હું એ હિંડોળ હિંચકતા હિચકતા કેતનને કહી રહી હતી કેતન હું અહીં બેઠી બેઠી દરરોજ તારા વિચાર કરતી..
અને આજ હીંચકે બાપુજી દોડતા દોડતા આપણા સગપણનું માંગું લઈને આવ્યા હતા.
અને મે તેમને કહ્યું હું તું બાપુજી 
મને એક વાર એ છોકરાનું મો તો જોવા દો..

ત્યાં રે બાપુજી એ મને કહ્યું હતું બેટા તારો બાપ ભલે અભણરો પણ એટલી તો એને ખબર જ છે કે તેની દિકરી કયા સુખી થશે..
ત્યારે મે અને બાપુ એ ગોળ ખાયને અહીંયા જ મો મીઠું કરુ હતું .

આજ કેતન મારા બાપુજી સામે ખાટલા પર બેઠા બેઠા હસી રહ્યા છે મને હિંચકતા આ લીંબડે જોયને  કેમકે તેને એક જ વસ્તુ જીવનમા જોતી હતી કે મારી દિકરી ખુશ હોય આજ હું ખુશ છુ કેતન તારી સાથે તે જોયને બાપુજી હસી રહ્યા છે.

થોડીવાર રહીને કેતન બોલ્યો 
રાધીકા ચાલ આપણે વાડીમાં આંટો મારીયે..
ના કેતન આજ મને કલાકોના કલાકો આ હીંચકે હું પસાર કરતી તેની યાદો મને વાગોળવાદે તું મને થોડીવાર એકલી છોડી દે 
મારા બાપુજીનુ હાસ્ય ઘણા વષઁ પછી નિહાળવુ છે મારે ...

આજ હિંચકે હિંચકતી મને જોઈને ખાટલા પર મારી સામે જ બેસીને હસતા બાપુજીનો એ ચેહરો જોયને રાધીકાના આંખમાં આજ આંસુ લાવી દીધા હતા.
                 
      લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...