Mahel - The Haunted Fort (Part-16) books and stories free download online pdf in Gujarati

મહેલ - The Haunted Fort (Part-16)

   
        મહેલ - The Haunted Fort (Part-16)

        " મને પણ એવું જ લાગે છે." રિયા ની વાત સાથે સહમત થતાં નીતિન બોલ્યો.
        " અરે! પહેલા જુઓ તો ખરા કે ખરેખર એવું થયું છે કે નહીં કેમકે હજુ સુધી કુણાલ ના મોઢેથી મંત્રો બોલવાનું ચાલુ જ લાગે છે." બંનેની વાત સાંભળી કૃણાલ  ના હોઠ તરફ જોઈ પૂર્વી એ બંનેને કહ્યું.
       " હા યાર પૂર્વી તારી વાત સાચી છે હજી સુધી કૃણાલ ના મોઢેથી મંત્રો બોલવાનું ચાલુ લાગે છે." પૂર્વી ની વાત સાંભળી બ્રિજેશ બોલ્યો.  અચાનક કુણાલ હવામાં જ સીધો ઊભો થઈ જાય છે અને તેની આંખો ખોલે છે, તેની આંખો ખોલતા જ ત્યાં હાજર  તમામના ચહેરા પર ડર છવાઇ જાય છે. કૃણાલ ની આંખો એકદમ લાલ થઈ ગઈ હતી અને તેના હોઠ હવે હલતા બંધ થઈ ગયા હતા.
        " મને લાગે છે કે કૃણાલ ના શરીર પર એ આત્મા એ કબ્જો જમાવી લીધો લાગે છે." કેતને કૃણાલની આંખ તરફ જોતાં કહ્યું. કુણાલ બધા ની સામે જોઈ હસવા લાગે છે, કુણાલ ની આ હરકત થી બધા ડરી જાય છે, બધાને ડરતા જોઈ તેનું હાસ્ય અટહાસ્ય  માં પરિવર્તિત થઇ જાય છે જે જોઈ ત્યાં હાજર તમામ ડરના કારણે ફફડી ઉઠે છે. કુણાલ તેના હાથના ઈશારે કોઈ ચીજ ઉંચી કરી અને સીધી જ જ્યાં બધા ઉભા હોય છે ત્યાં ફેંકે છે, બ્રિજેશ ની નજર પડતા તે તરત જ હરકતમાં આવી બધાને ત્યાંથી ધક્કો  મારી દૂર હટાવી દે છે જેથી તેઓ બચી જાય છે પણ ધક્કો લાગવાથી તેઓ નીચે પડી જાય છે. 
        " મને લાગે છે કે હવે આપણે અહીંથી નીકળવું જોઈએ હવે અહીંયા આપણું રહેવું સુરક્ષિત નથી." કૃણાલ નું આવું વર્તન જોઈને નિતીન બોલ્યો. નીતિન ની વાત સાંભળી બધા બહાર જવા માટે ફટાફટ ઉભા થઇ બહાર તરફ જવા નીકળે છે પણ અચાનક ધક્કો લાગવાના કારણે બધા નીચે પડી જાય છે. આમ અચાનક નીચે પડવાથી તેમને થોડું-ઘણું વાગે છે વાગવાના કારણે ઉભા થતા તેમને થોડું દર્દ થતું હોય છે. કુણાલ અચાનક જોરદાર ચીસ પાડે છે. એનો અવાજ એટલો બધો તિવ્ર હોય છે કે તમામ પોતાના કાન બંધ કરી દે છે છતાં તે તીવ્ર ચીસ ના કારણે તેમને વેદના થતી હોય છે ચીસ ના કારણે મહેલના બારીના કાચ પણ તૂટી જાય છે.
        " હવે શું થશે?" મહેલમાં થઈ રહેલી પ્રક્રિયાઓને જોતાં પ્રિયાએ  ડરના કારણે બ્રિજેશ ને પૂછ્યું.
        " થશે જે ભગવાનને મંજૂર હશે હવે આપણી જિંદગી ભગવાનના હાથમાં છે." પ્રિયાની વાત સાંભળી બ્રિજેશ બોલ્યો. 
       " વિશ્વાસ રાખો કૃણાલ પર જરૂર તે આત્માને પોતાના વશમાં કરી લેશે." પૂર્વી બ્રિજેશ તરફ જોતા બોલી.
       " વશમાં કરી લેશે મતલબ શું?" પૂર્વી ની વાત સાંભળી બ્રિજેશે પૂર્વી ને સવાલ કર્યો.
       " મતલબ કે કુણાલ કોઈને પણ પોતાના વશમાં કરી શકે છે ઉપરથી જંગલમાં જઈ તેણે ગુરુજી પાસે ઘણી વિદ્યા શીખી છે મને લાગે છે કે ગુરુજી જરૂર કુણાલ ની જ વાત કરતા હતા." પૂર્વી એ બ્રિજેશ ને સમજાવતા કહ્યું. આ બધી ચર્ચા ચાલતી હોય છે ત્યાં અચાનક એક ફૂલદાની આવી સીધી બ્રિજેશ ના માથાં પર વાગે છે જેથી બ્રિજેશ બેહોશ થઈ જાય છે.
       " બ્રિજેશ... બ્રિજેશ.. " બ્રિજેશ નું માથું પોતાના ખોળામાં લઈ પૂર્વી રડતા રડતા બોલી રહી હતી. અચાનક કેતન ની ચીસ સંભળાય છે બધાએ જોયું તો કેતન અત્યારે તેમની બાજુમાં નહોતો.
        " ક્યાં ગયો કેતન ખ્યાતિ?" પ્રિયાએ ખ્યાતિની આજુબાજુમાં નજર નાખતા કેતન નજરે ન ચઢતા પ્રિયા એ ખ્યાતિ ને પૂછ્યું.
        " મને નથી ખબર ક્યાં ગયો એ?" પ્રિયાની વાત સાંભળી ખ્યાતિ બોલી, કુણાલ જોરજોરથી હસવા લાગે છે.
        " પૂર્વી, પૂર્વી ક્યાં ગઈ બ્રિજેશ?" રિયા એ  બ્રિજેશ અને પૂર્વી બેઠા હોય છે તે તરફ નજર કરતા પૂર્વી ના દેખાતા રિયા એ નિતીન ને પૂછ્યું.
       " મને નથી ખબર એ ક્યાં ગઈ." નિતીન બોલ્યો.
       " હે ભગવાન આ શું થઈ રહ્યું છે?" રિયા બોલી અને રડવા લાગી. નીતિન જેવો તેને શાંત કરાવવા તેની નજીક જાય છે તેવો જ એક લોખંડનો સળીયો આવીને સીધો જ તેના જમણા ખભા માં ઘૂસી જાય છે દર્દ ના કારણે તેના મોઢામાંથી જોરદાર ચીસ નીકળી જાય છે.
       " નિતીન! નિતીન આ શું થયું તને? તું ચિંતા ના કર હું હમણાંજ આ સળીયો નીકાળી દઉં છું." નિતીન ની આ હાલત જોઈ નીચે પડતા પકડીને રિયા બોલી અને તેના ખભામાંથી સળિયો કાઢવા લાગી. એકાએક કુણાલ નીચે જમીન પર પટકાય છે અને પાછો ઉપર હવામાં ઊચકાયો આમ ત્રણથી ચાર વખત થાય છે, જેથી કુણાલ શરીર પર જુદી જુદી જગ્યાએ વાગવાથી ચામડી ફાટી જવાના કારણે લોહી નીકળી રહ્યું હોય છે. ફરી એ સીધો થઈ દિવાલ તરફ જાય છે જ્યાં એક લોખંડનો જાડો સળીયો હોય છે  શરીર ને સીધો ત્યાં સળિયાની આરપાર કરી દે છે.
          " કૃણાલ.........." કૃણાલ ની આવી હાલત જોઈને રિયા બૂમ પાડી ઊઠે છે કુણાલ ને જોઈ તે ભાંગી પડે છે. તેને એમ કે હવે કુણાલ નહીં બચે, અચાનક કુણાલ ની અંદર રહેલી આત્મા રિયા ને ઉઠાવીને પોતાની નજીક લાવે છે. રિયા તેની આંખોમાં જુએ છે રિયા ની આંખો માં જોતા કુણાલને  એવું લાગી રહ્યું હોય છે કે જાણે રિયા કૃણાલે બોલાવતી હોય અચાનક રિયા જમીન પર પછડાય છે. નીચે પટકાવાના લીધે રિયા બેહોશ થઈ જાય છે. 
        " પ્રિયા.... પ્રિયા." મહેલમાં થઇ રહેલી ઘટનાઓ જોઈ ખ્યાતિ તેની આજુબાજુમાં નજર કરતાં પ્રિયા નજરે ન ચડતા પ્રિયા ને શોધવા લાગી. મહેલમાં હવે તે એકલી જ હતી એક પછી એક ગાયબ થઇ રહ્યા હતા ઉપરથી બ્રિજેશ, નિતીન અને રિયા ઘાયલ પણ હતા જેથી ખ્યાતિ ડરી રહી હતી.

To be countinued...........