Arrange marriage books and stories free download online pdf in Gujarati

Arrange marriage

Arrange marriage

અરે પાછો એક પત્ર લખ્યો , અરે આજે આ દસમો પત્ર છે તે પણ ખાલી ? ચાલ જોઈએ તો ખરા રાજ સાહેબે કશું લખ્યું છે ખરું (ગાયત્રી પત્ર ખોલતા ખોલતા ઘીમે થી બોલી અરે સારુ છે હમણાં ગામડાં માં કોઈ પાસે ફોન થતી નહી તો આ રાજ તો કેટલાક મેસેજ કરતે?)

અરે ગાયત્રી બેટા દરવાજા બંધ કરી ને શું કરે છે ખોલ તો જરા! (ગાયત્રી ની મમ્મી નો અવાજ આવ્યો )

અરે મને કોઇ આ પત્ર પણ વાંચવા દેતા નથી (ગાયત્રી એ બુમ પાડી ને ) હા આવુ છું .

પહેલાં બહાર જવા દે જરા, તે પહેલાં આ પત્ર સંભાળી ને મુકવા માટે એક ખાસ બોક્સ ખોલ્યું અને તેમાં પત્ર મૂકીને તે બોક્સ કબાટ પાછળ મૂકી દીધુ.

દરવાજો ખોલી ને બોલો મમ્મી શું કામ છે, હા તુ આ રુપિયા લઇ ને બજારમાં જા અને સામાન લઇને આવ " અને હું મંદિર થી આવુ છું! પણ મને બજાર દુર પડે એટલે તુ સામાન લઇને આવ.

હા મમ્મી જાવ છું .

ગાયત્રી મંદિર પાસે આવેલા એક બજારમાં જાય છે અને સાથે સાથે મંદિર માં પણ જાય છે, ગાયત્રી જેવી મંદિર માં પ્રવેશ કરે છે ત્યારે તેને રાજ દેખાય છે

ગાયત્રી ઘણી બુમ પાડે છે પણ રાજ તેના જ મુડ માં હોય છે.

અરે રાજ સાંભળ, અરે આને શું થયું યાર, એક તરફ મુલાકાત થતી નથી અને પત્ર એના ખાલી હોય છે, અરે રાજ સાંભળ??

બુમ બરાડા પાડતા પાડતા અચાનક થંભી ગઈ. અચાનક કંઈક એવુ જોયુ કે આંખ માંથી આંસુ નુ વષાઁ થવા લાગી. તે ઉપરાંત રાજ ને પણ ખૂબ જોરથી બૂમો પાડી પણ રાજ નું ધ્યાન ન હતું. રડતા રડતા તે બોલી આ રાજ જ છે પણ તે લગ્ન કરી રહ્યો છે . અને મને ધોકો આપે છે.

ગાયત્રી ભાગતી ભાગતી ઘરે પરત ફરે છે અને રુમ માં પોતાને પુરી દેય છે. ખૂબ જ રડે છે.અને પછી સુઈ જાય છે અને હાથ માં રાજ ના પત્ર નું બોક્સ.

સાંજે અંદાજે ચાર વાગ્યા હતા અને મમ્મી અે ચા માટે દરવાજો ખખડાવ્યો અને ગાયત્રી અચાનક ઉંઘ માંથી ઉઠી, થોડી વાર સુધી આંખ ને બરાબર હાથ થી ઘસે છે કે તરત જ રાજ જાણે નજરે આવે છે પણ થોડી વાર પછી ખબર પડી કે તેને આભાસ થાય છે અને ત્યારે તેને મંદિર ની ઘટના નજરે પડે છે અને ગાયત્રી નું દિલ તુટી જાય છે, બીજી બાજુ તેના મમ્મી ચા માટે બુમો પાડે છે

પણ ગાયત્રી ઘીરે ઘીરે બોલે છે. મમ્મી આવુ છું હું .

ધીરે ધીરે ગાયત્રી ઊભી થાય છે અને રાજ ના પત્ર નું બોક્સ પાછુ કબાટ પર ચડાવે છે. પરંતુ તેની આંખો ભીની જ હતી તેનુ દિલ હકીકત સ્વીકાર કરવા તૈયાર જ નહતું એણે જોયેલું પણ નકારી શકાય નહી, એજ મુંઝવણ માં તે બહાર જાય છે.

મમ્મી ને ખાવાનું બનાવવામાં મદદ કરે છે તે પણ ઉદાશ મને આખા ઘરને ખબર છે ગાયત્રી ખૂબ જ મોજીલી છોકરી છે પણ આજે તે કંઈક ઉદાશ જ હતી .

શું થયું છે, બેટા આજે કંઇક ઉદાશ છે. -મમ્મી એ પૂછ્યું

અરે ના મમ્મી એતો આંખ માં કચરો ગયો છે. એમ કહીને ગાયત્રી એ વાત ને ફેરવી નાખી .

રાત્રે લગભગ આઠ વાગ્યે જમ્યા પછી ગાયત્રી તેના રૂમ માં જાય છે .

ત્યારે અચાનક ગાયત્રીના મમ્મી ની બુમ આવે છે અને કહે છે ગાયત્રી બેટા દરવાજો ખોલ?

હા મમ્મી, બોલ

અરે તારા માટે એક લગ્નની વાત આવી છે અને મને અને પપ્પા ને ખૂબ પસંદ છે ,યોગ્ય હોય તો આગળ વાત કરીએ,
તારુ શું કહેવુ છે.

આ સાંભળીને ગાયત્રી ના ધબકારા વઘી જાય છે અને રાજ આપેલા વિશ્વાસઘાત ના ગુસ્સામાં વિચાર કર્યા વિના હા પાડે છે.

ગાયત્રી બેટા તારે એક વાર છોકરા ને મળવુ નથી .

ના મમ્મી તમે જે વિચાર્યું હશે તે સારુ જ હશે, અમારા માં સાચા સંબંધો શોધવા ની તાકાત જ નથી અમને તો વિશ્વાસઘાત જ મળે.
સારુ મમ્મી શુભરાત્રી !

સારુ બેટા આપણે મળવા માટે સમય નક્કી કરીએ?
શુભરાત્રી!

અરઘી રાત થઈ જાય છે પણ ગાયત્રી ને ઉંઘ આવતી નથી ત્યારેજ ગાયત્રી રાજ ને એક અલવિદા પત્ર લખે છે.

રાજ હુ ગાયત્રી તને કદાચ આજે છેલ્લી વાર પત્ર લખુ છે તે તો મને અલવિદા કહી જ દીઘુ છે, હા તને મે મંદિર માં જોયો લગ્ન કરતા પણ તે આમ કેમ કર્યુ અચાનક શું થયું મારે કશું જાણવુ નથી પણ છેલ્લી વાર આય લવ યુ જરુર થી કહીશ !

તને ખબર છે આપણે આજ થી પાંચ વર્ષ પહેલાં મળ્યા હતા અને આપણે નક્કી કર્યું હતું કે આપણી લવ સ્ટોરી ને પાંચ વર્ષ થશે તો આપણે સાથે જ હોઈશું અને ત્યારે પણ ના મળીયે તો સેલિબ્રિટી જરુર કરીશું, પણ કદાચ ભગવાન ને અલગ જ મંજૂર છે, અને હા યાદ હોય તો હેપી પાંચ વર્ષ, છેલ્લા શબ્દો માં આય લવ યુ!

આમ તેની વાત પુરી કરે છે અને સવાર પડતા જ પહેલા જ પત્ર મોકલાવે છે અને ત્યારે જ મમ્મી તેના રુમ માં આવે છે અને એક પત્ર આપે છે તે રાજ નો હતો ત્યારે ગાયત્રી ને ખ્યાલ આવે છે કે તેના મમ્મી ને રાજ અને તેના વિશે બધો જ ખ્યાલ છે.

મમ્મી તને ખ્યાલ છે!

હા બેટા, અને તને જે છોકરા સાથે લગ્ન ની વાત આવી છે તે રાજ જ છે કારણ કે હું રાજ ને ખુબ સારી રીતે ઓળખુ છું અને તેને જ તમારા બંને ની વાત કરી છે .

પત્ર ખોલી ને અંદર વાચે છે તેમાં લખ્યું હતું, ( હેપી પાંચ વર્ષ મને યાદ છે અને મે કહ્યુ હતું કે આપણે સાથે જ હોઈશું કેવુ લાગ્યુ સરપ્રાઈઝ! આય લવ યુ માય લવ! )

આ વાંચીને આંચકો લાગ્યો અને રડી પડી! અને મમ્મી ને કહે છે કે મમ્મી મારે લગ્ન કરવા નથી!

પણ કેમ બેટા, તુ પ્રેમ કરે છેને અને તે ખૂબ સારો છોકરો છે!

પણ મમ્મી રાજ પ્રેમ નથી કરતો તને ખબર છે તેને તો કાલે લગ્ન પણ કરી નાખ્યા, મે કાલે મંદિર આવી હતી ત્યારે જોયુ હતુ.

અરે ના હોય ખબર છે કાલે મે મંદિર જવા નીકળી હતી પણ સાથે સાથે મારી સહેલી ના છોકરા ના લગ્ન માં પણ ગઇ હતી અને મહત્વની વાત એ છે કે રાજ અને યુગ એમ બે જોડવા ભાઈ છે અને બંને સરખા જ લાગે છે અને કાલે લગ્ન યુગ ના હતા.

અરે આ શું કહે છે મમ્મી આટલી મોટી ગેરસમજ ઊભી થઈ છે અને મને ખબર જ નથી કે તેના ભાઈ પણ છે કારણ કે અમારી આમ ખુલ્લે થી વાત થઈ નથી ને!

પાગલ જ છે અને હવે લગ્ન ની તૈયારી કર તારા પપ્પા ને હું મનાવી લીધા જ છે.

મમ્મી હું હમણાં જ આવુ.

હા કેમ રાજ ને મળવા!

તું પણ શું મમ્મી?

તે રાજ ના ઘરે જ જવા નીકળી જાય છે અને ત્યારે જ યાદ આવે છે તેને પણ એક પત્ર લખ્યો હતો અને રાજ ને મળી પણ ગયો હશે.

રાજ ના ઘરે જાય છે .અને તેને ખબર પડે છે કે ગાયત્રી નો પત્ર વાંચી ને તે પોતાને રુમ માં પુરી નાખે છે.

રાજ બહાર આવી જા મારી ભુલ થઈ ગઈ છે યાર તારો ભાઈ પણ છે એ પણ જુડવા મને ખબર જ નહોતી યાર સોરી પ્લીઝ બહાર આવી જાવ .

આ સાંભળીને રાજ બહાર આવે છે અને તેઓ ની લવ સ્ટોરી એક Arrange marriage માં બદલાઈ જાય છે. બઘા ના સપોર્ટ થી રાજ અને ગાયત્રી નો પ્રેમ લગ્ન સુધી પહોંચી જાય છે.