Highway Robbery - 27 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 27

હાઇવે રોબરી 27

વસંત નું હદય એક ધબકારો ચુકી ગયું.. પણ એણે સ્વસ્થ થવા ની કોશિશ કરી અને રસ્તા ની સાઈડ માં ઉભો રહ્યો.. એક બંધ મિની ટ્રક બાજુ માં આવી ને ઉભી રહી.. આખી ટ્રક પર જય શ્રી રામ અને જય બજરંગીબલી લખેલું હતું.. વસંતે જોયું ટ્રક ની સાઈડ માં આશ્રમ નું નામ અને ફોન નમ્બર લખેલા હતા.. ટ્રક ની આગળ સાઈડ માં એક નાનકડો ધ્વજ પણ લહેરાતો હતો.. દૂર થી જ ઓળખાઈ જાય એવી ટ્રક હતી.. આશ્રમ ની ટ્રક હતી..
ટ્રક સાઈડ માં આવી ને ઉભી રહી અને એનો ડ્રાઈવર સાઈડ ની બારી માંથી વસંત સામે જોતા બોલ્યો...
' મહારાજ આશ્રમ આને કા હૈ. ? '
' હાં... '
' આઈએ , બૈઠ જાઈએ... યે ટ્રક આશ્રમ હી જા રહી હૈ... '
વસંત ટ્રક ની બીજી બાજુ ગયો અને ટ્રક નો દરવાજો ખોલી અંદર બેસી ગયો... ટ્રક નો ડ્રાયવર વાતોડિયો હતો.. પણ વસંત ને એની વાતો માં કોઈ રસ ન હતો.. સામે થી પોલીસ ની બે જીપ આવતી હતી.. ટ્રક ને ઊભી રાખવા ઈશારો કર્યો... ટ્રક ડ્રાઈવરે ટ્રક ઉભી રાખી...
' નમસ્તે સર , આશ્રમ કી ટ્રક હૈ.. '
' અંદર કૌન હૈ... '
' સાધુ મહારાજ હૈ... '
પોલીસ ને આમ પણ બહાર જતા વાહનો માં રસ હતો.. ટ્રક આશ્રમ માં જઇ ઉભી રહી... વસંત ડ્રાયવર નો આભાર માની સાંજ ની આરતી માં જોડાઈ ગયો ... અંધારું થવાની શરૂઆત હતી..
***********************

થોડા માટે વસંત બચી ગયો.. રસ્તા માં મળેલી પોલીસ ની બે જીપ વસંત ના ખેતરે જતી હતી... પોલીસ વસંત ના ખેતરે પહોંચી... ખેતર ની ઓરડી પર તાળું હતું... રાઠોડ સાહેબ ને ખબર હતી કે ગુન્હેગાર ફરાર જ હશે.. પણ ઓફિશિયલી કાર્યવાહી પૂરી કરવી જરૂરી હતી... ખેતર ની ઓરડી ની બહાર ચાવી પડી હતી.... પોલીસે રૂમ બહાર પડેલી ચાવી લીધી અને ઓરડી ના બારણે લટકતા તાળાં ને ખોલવા ની કોશિશ કરી... ઓરડી અને આખા ખેતર ની તલાશી લેવા માં આવી.. ખેતર માંથી કશું જ ના મળ્યું.. પણ વસંત ના ઘર ની તલાશી માં લૂંટ ના રૂપિયા હાથ માં આવ્યા હતા...
લૂંટ ની કુલ રકમ ના 20% રકમ હાથ માં આવી ન હતી.. પોલીસે ને લૂંટ ના પાંચે આરોપી ના ઘર માંથી લૂંટ ની રકમ મળી હતી... પોલીસ ને ખબર હતી કે હંમેશા લૂંટ ની રકમ કરતા પકડાતી રકમ ઓછી જ હોય છે.. થોડી રકમ આરોપી ઓ વાપરી જ નાખતા હોય છે...
લૂંટ ની મોટી રકમ પકડાઈ ગઈ હતી.. પણ હજુ બે આરોપી ફરાર હતા.. એમને પકડવા ના હજુ બાકી હતા.. પછી જ લૂંટ ની વિગતવાર માહિતી બહાર આવવા ની હતી...
************************

આરતી પતાવી વસંત સાધુ ઓ ના ટોળા માં જમવા ની લાઈન માં ગોઠવાઈ ગયો... બહાર અંધારું થઈ ગયું હતું... હજુ ચંદ્ર નું અજવાળું ફેલાયું ન હતું.. વસંત નું જમવાનું જરાય મન ન હતું ... પણ એ જાણતો હતો કે ભૂખ્યા રહેવા થી કોઈ અર્થ સરવા નો નથી... હજુ આ એરિયા માંથી બહાર નીકળવાનું છે.. પછી આગળ નું વિચારાશે.. એ જેમતેમ જમ્યો અને સાધુ ઓ ના નિવાસ સ્થાન ના એક ખૂણામાં કામળો લઈ આડો પડ્યો..
***********************
ચંદ્ર નું અજવાળું હવે પૃથ્વી પર પથરાઈ ગયું હતું... વાતાવરણ માં કોઈ અજબ સન્નાટૉ હતો.. ઝીણી જંગલી જીવાતો નો અજબ અવાજ રાત ના સન્નાટા ને ભયાનક રૂપ આપવા સંગીત વગાડી રહ્યા હોય એવું લાગતું હતું... દિવસે કંઇક સહ્ય લાગતું ખન્ડેર મંદિરે એનું ભયાનક રૂપ લઈ લીધું હતું... સામાન્ય વ્યક્તિ માટે આ સન્નાટો ડર આપવા માટે પૂરતો હતો...
કલાકો થી ઝાડ ની ડાળી ને વળગી ને બેઠેલો જવાનસિંહ વિચારતો હતો કે અહીં બેસી રહેવા થી કોઈ કામ થવા નું નથી.. એણે ઝાડ ની ડાળી ઓ થોડી ખસેડી અને બહાર જોયું.. બહાર સન્નાટો હતો.. ખન્ડેર મંદિર પર ચંદ્ર એ દુધમલ રંગ ઢોળ્યો હતો.. પણ મંદિર માં નું એકાંત એને ભયાવહ બનાવતું હતું.. જવાનસિંહે ચારે તરફ નજર નાંખી અને હિલચાલ જાણવા ની કોશિશ કરી.. તદ્દન નિરવ શાંતિ હતી.. ફક્ત જંગલી જીવાતો નો એકધારો અવાજ આવતો હતો... એને લાગ્યું કે હવે એ સલામત છે.. જેવી એને સલામતી નો ખ્યાલ આવ્યો , એને યાદ આવ્યું કે છેલ્લા કેટલાય કલાક થી એણે પાણી પીધું નથી... એણે નક્કી કર્યું હવે અહીં થી ઉતરું.. નદી વાટે થઈ કોઈક સલામત જગ્યાએ ભાગી જાઉં..
એ ઝાડ પરથી નીચે ઉતર્યો.. અને ઘીમેં પગલે એ ચારેબાજુ જોતો , સાવધાની થી નદી તરફ ચાલ્યો... ચંદ્ર ના અજવાળા માં નદી નું વહેતુ પાણી આકર્ષક લાગતું હતું... પાણી જોયું અને એની પાણી પીવા ની ઈચ્છા પ્રબળ થઈ ... એ નદી ના કિનારા ના પાણી માં ઉભો રહ્યો... ધીમે થી નીચે નમ્યો.. ખોબા માં પાણી લઈ પીધું.. ઠન્ડા પાણી માં પાણી પીતા એણે જોયું... નદી ના કિનારે કોઈ હલનચલન હતું.. એણે નજર ત્રાંસી કરી જોયું... લાઈનસર કેટલાક પગ દેખાતા હતા.. ઓહ...
એણે તરત નિર્ણય લીધો અને એ નદી ના સામે ના કિનારા તરફ દોડ્યો... સામે કિનારે એ પહોંચ્યો અને સામે કિનારે ભૂત ની જેમ ઓળાઓ ઉભા થઇ ગયા.. હવે એને સમજાયું કે પોતે ફસાઈ ગયો છે.. એણે આંખો બન્ધ કરી નદી ના પ્રવાહ માં દોટ મૂકી.. પાછળ દોડતા માણસો થી પાણી માં થતા અવાજ એના હદય માં ધડકારો થતો હતો... એ આંખો બંધ કરી ને દોડ્યો...
એના માથામાં એક ફટકો પડયો.. ગરમ પ્રવાહી નો એક રેલો એના માથા માંથી એના ખભે ઉતર્યો.. એને એવું લાગ્યું નદી ના પાણી ઉછળી રહ્યા છે.. બધું ગોળ ગોળ ફરી રહ્યું છે.. થોડી પળ માટે એણે પોતાના શરીર નું સંતુલન ગુમાવ્યું અને નદી ના પાણી માં એ અચેતન થઈ ને ઢળી પડ્યો.....
****************************

વહેલી સવારે વસંત ઉઠ્યો... કેટલાક સાધુ ઉઠ્યા હતા.. પણ બાકી હજી સુનકાર હતો. એણે મોં ધોયું....દાતણ મુકેલા હતા એ લઈ દાતણ કર્યું ... રસોડા માં ચ્હા બની ગઈ હતી.. બીજા સાધુ જોડે એણે ચ્હા પીધી.. બગલથેલો ખભે ભરાવ્યો અને નદી તરફ ચાલ્યો... નદી તરફ સ્નાન કરવા જવું એ સાહજિક હતું... એણે ગણતરી કરી.. રોજ સવારે એક ગાડી આવતી હતી.. નદી માં જો એ ખન્ડેર મંદિર થી વિરુદ્ધ દિશા માં જાય તો વસંત ના ગામ ની બાજુ નું ગામ આવે.. ત્યાં રેલવે સ્ટેશન હતું... આ સમયે જો પોતે એ તરફ જાય તો એ ટ્રેન પોતે પકડી શકે... અહી ની આખી ભૂગોળ થી એ વાકેફ હતો... નદી માં આવી એણે નદી ના કિનારે કિનારે એ સ્ટેશન તરફ જવાનું ચાલુ કર્યું... નદી થી એક રસ્તો ગામ ને સાઈડ માં રાખી સ્ટેશન તરફ જતો હતો.. વસંતે એ રસ્તો પકડ્યો... વસંત ઇચ્છતો હતો કે રસ્તા માં કોઈ મળે નહી તો સારું....
સામે રેલવે સ્ટેશન દેખાતું હતું... એના મન માં એક આશા જન્મી.. એના પગ માં જોર આવ્યું.. સ્ટેશન ના પ્લેટફોર્મ ની નજીક એ આવ્યો....એના પગ અચાનક રોકાઈ ગયા... પ્લેટફોર્મ ની લાઇટો ના અજવાળા માં ચારેક પોલીસ કોન્સ્ટેબલ વાતો ના ગપાટા મારતા હતા....

( ક્રમશ : )


16 જૂન 2020