Laghu kathao - 19 in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 19 - પ્રતિઘાત

લઘુ કથાઓ - 19 - પ્રતિઘાત

લઘુ કથા 19

પ્રતિઘાત

ઇસ 1980: સિલિગુરી..

પોતાના ખાનદાની આલીશાન ઘર માં થી 28 વર્ષીય અરબિંદ ચેટરજી પોતાની ચા ના ખેતર જાવા નીકળે છે. ચા ની ખેતી માં જ છેલ્લી 3 પેઢી એ પોતાનું જીવન વ્યતીત કર્યું હતું એટલે અરબિંદ માટે આ કામ ખુબ જ સરળ હતું. આઝાદી ના 33 વર્ષ થયાં હતાં અને ટાટા , બિરલા અને અંબાણી જેવા બિઝનેસ એમપાયર દેશ માં વિકસતી થવા માંડ્યા હતા પણ દેશ ના ઈસ્ટર્ન એન્ડ ના વિસ્તારો માં બિઝનેસ પોલિસી ના નામે હજી પેઢી ની સિસ્ટમ જ ચાલતી હતી. કોઈ નિયમ નહીં. માલિક કહે એ જ ફાઇનલ. પણ અરબિંદ નવી વિચારધારા વાળો હતો અને એટલે એને પોતાની રીતે જ અમુક નિયમો માં બદલાવ કર્યો જેમાં થી હતું દહાડી સિસ્ટમ.

80 ની સાલ માં એને કારખાના અને ખેતર માં કામ કરતા તમામ કર્મચારી અને મજૂરો ને માસિક વેતન ચાલુ કર્યું. જેમાં એને ઉપાડ સિસ્ટમ રાખી. જરૂર મુજબ પગાર માં થી વચે થી પગાર ઉપાડવો હોય તો ઉપાડી શકો જે પગાર માં થી કાપ થઈ જાય.

આ જાણી તમામ કર્મચારી અને ખેત મજૂરો એ હાશ અનુભવી અને મનોમન એમને ખૂબ આશીર્વાદ આપ્યા એમ ની એક હતી 26 વર્ષીય સલોની મજુમદાર..

એ કારખાના ની ઓફીસ માં લોજિસ્ટિક ડિવિઝન માં છેલ્લા દોઢ વર્ષ થી કામ કરતી હતી અને છેલ્લા વર્ષ દિવસ થી એ મનોમન અરબિંદ ને પસંદ કરતી હતી. એને પામવા ના સપના જોતી હતી. અને એના કામ અને વાતચીત માં એની ઝલક
અરબિંદ ને પણ દેખાતી હતી. અને એટલે આજે અરબિંદ એ સલોની ને પોતાના મન ની વાત કહી એના મન ની વાત કહેડાવવા માટે એને ઓફીસ પછી એક રેસ્ટોરન્ટ માં બોલાવી.

સલોની રેસ્ટોરન્ટ પહોંચી અને અરબિંદ પાસે ગઈ ને જોઈ ને છક થઈ ગઈ .અરબિંદ એક સરસ મજા નું બુકે લઈ ને એની રાહ જોઇ રહ્યો હતો. સલોની ને આવતી જોઈ એને બેસવા કહ્યું, પછી ફૂલ નો બુકે આપ્યો ને પોતાના મન ની વાત કહી. આ સાંભળી સલોની ને જાણે સપનું હોય એવો અહેસાસ થયો, પોતાના આંખ કાન ઉપર વિશ્વાસ ન બેઠો પણ થોડીક સેકન્ડ માં એને અનુભવ થયો કે આ સત્ય છે. આજે એના જેટલું ખુશ કોઈ નહોતું.

પણ આ વાત કોઈક ને ન સદી. એ હતા ઋષિકેશ ચેટરજી. અરબિંદ ના પિતા. એમને અરબિંદ 5 વર્ષ નો હતો ત્યારેજ પોતાના ઘનિષ્ટ મિત્ર સુજોય ઘોષ ની દીકરી અંરુણીતા સાથે ફિક્સ કરી દીધા હતા જેના વિશે આજ થી 3 વર્ષ અગાઉ જ
અરબિંદ ને કહ્યું હતું અને એ સહમત પણ થયો હતો. પણ આ પગલાં પછી ૠષિકેશ જી નો ગુસ્સા નો પારો સાતમા આસમાને હતો.

એમને ખબર હતી કે અરબિંદ જે નક્કી કર્યું છે એજ કરશે ઇન્ફેકટ એ અરુનીતા ને પણ સમજાવી લેશે અને કન્વીનસ કરી લેશે. એટલે પોતા ના ડીસીઝન ની વચ્ચે કાંટા ની જેમ ઉભેલી સલોની નો કાટો કાઢવા નો તખ્તો ઉભો કરી દીધો ..

ચારેક દિવસ પછી સલોની ના ઘરે 8 એક માણસો પહોંચ્યા અને એને અને એના મા બાપ ને એક સાથે ઉઠાવી ને સિલિગુરી શહેર ની નજીક આવેલ "બૈકુંઠપુર જંગલ" માં લઇ જવા માં આવ્યા અને એ તમામ માણસો ને હાથ માં રાઇફલ ગન જોઈ ને સલોની ને એના માં બાપ ને ખ્યાલ આવી જ ગયો કે કોણ વ્યક્તિ એમની સાથે શુ કરવા માગે છે. જંગલ ની વચો વચ ત્રણે ને ઉભા રાખી દીધા , અને એક પછી એક ત્રણે ને માંથા ની વચ્ચે ગોળી મારી દીધી.

પરિણામ ત્રણે ના માથા ખુલી ગયા. અને અરબિંદ નો પ્રેમ લોહિયાળ અવસ્થા માં વૈકુંઠ જંગલ માં સડતો પડી રહ્યો એના માં બાપ ની સાથે..

આ બાજુ અરબિંદ ને કન્વીનસ કરવા માં આવ્યું કે સલોની એ ઉતરાખંડ માં સારી નોકરી મળતાં અહીં થી મૂકી ને જતી રહી. થોડો સમય વિશ્વાસ ન બેઠો પણ આગળ કોઈ કોન્ટેકટ ન થતા અને કોઈ જાણકારી ન મળતા અરબિંદ સમય ની સાથે આગળ વધી ગયો.. અને અરુણીતા સાથે લગ્ન કરી લીધા..

પણ કોઈ હતુ જે સત્ય જાણતું હતું અને યોગ્ય સમય ની રાહ જોતું હતું પ્રતિઘાત માટે..


ઇસ 1995: સિલિગુરી.

અરબિંદ પોતાના ઘર ના બેડરૂમ માં સૂતો હતો અને એને નોરમલ સલાઈન ની બોટલ ચડી રહી હતી. એ છેલ્લા 4 અઠવાડિયા થી રેસ્ટલેસલી કામ કરી રહ્યો હતો એને કારણે તેમજ છેલા 15 વર્ષો માં એને ચંદન અને અન્ય લાકડા ના બિઝનેસ માં પણ જંપલાવ્યું હતું એટલે વારે વારે જંગલ ની અવરજવર કરવી પડતી હોવા થી બીમાર પડ્યો હતો. અને એને લીધેજ એ ની ટ્રીટમેન્ટ્સ ઘરે એક નર્સ રોકાઈ ને કરતી હતી. અને ડોકટર દિવસ માં ત્રણ વાર આવી બધું ચેક કરી જતા હતા.

એ શાંતિ થી સૂતો હતો ત્યાં એના રૂમ ની લેન્ડલાઈન ની રીંગ વાગી. એને આંખ ખોલી નર્સ તરફ પ્રશ્નસુચક નજરે પૂછ્યું અને નર્સ એ સહમતી દર્શાવતી નજરે જવાબ આપ્યો પરિણામે ફોન ઉપડ્યો અને 5 સેકન્ડ માં એના હાથ માં થી ફોન નું રીસીવર ચટક્યું અને આંખ માં થી પાણી આવી ગયા આ જોઈ નર્સ એ પૂછ્યું "વ્હોટ હેપન સર?"

અરબિંદ એ સુન્ન થયેલ અવાજે કહ્યું " માય ફાધર ઇસ હેડ શોટ ડેડ"

નર્સ ને આશ્ચર્ય નો પાર ન રહ્યો અને એને પરિસ્થિ સમજી ને એને તરત જ નોર્મલ સલાઈન ની બોટલ રિમુવ કરી અને કહ્યું "મેં આઈ ડ્રાઈવ યુ ટુ ધી હોસ્પિટલ?" અરબિંદ એ માત્ર હકાર માં માથું હલાવ્યું , " વિચ હોસ્પિટલ?" .. જવાબ માં એક જ શબ્દ બોલ્યો " યોર્સ".

બીજી 20 મિનિટ માં નર્સ અને અરબિંદ હોસ્પિટલ માં હાજર હતા અને મોર્ગ રૂમ મા ૠષિકેશ ચેટરજી ની બોડી ની પાસે ઉભા હતા.

અરબિંદ ના મન મા દુઃખ અને સાથે સાથે પ્રશ્નો ઉભરતા હતા કે આ કઇ રીતે ને કોણ કરી શકે. અને એનો જવાબ તરત જ મળ્યો.

એને એના પિતાના ગાર્ડસ ને પૂછ્યું અને જવાબ માં આખી ઘટના ખ્યાલ આવી.

આજે અરબિંદ ની તબિયત સારી ન હોવા થી ૠષિકેશ એમના માણસો ને લઈ ને વૈકુંઠપુર જંગલ માં ગયા હતા ઝાડ કાપવા માટે. એક મોટો ઓર્ડર મળ્યો હતો એની માટે. ઘણા લાકડા કપાય ગયા બાદ ૠષિકેશ જી ની નજર એક મોટા વિશાળ થડ વાળા ઝાડ પર પડી જે થોડું એની પાછળ ની બાજુ નમેલું હતું અને થોડું જમીન માં ધસેલું લાગતું હતું.

એના માણસો ને એ ઝાડ કાપવા કહ્યું પણ કેમ કે એ થડ ખૂબ જ મોટું અને કડક હતું એટલે એ ને પાડવા માટે ડાયનમાઈટ નો ઉપયોગ કર્યો.

થડ ની નીચે ની બાજુ ડાયનમાઈટ લગાવી બધા 25 એક ફૂટ દૂર જતા રહ્યા અને કોઈક ને કોઈક ની આડસ લઇ લીધી. ૠષિકેશ જી પણ એ ઝાડ ની સામે થોડીક ખુલી જગ્યા માં એમની જીપ માં જઈ ને બેસી ગયા અને એ ને એમના ગાર્ડ એ કવર કર્યા હતા પણ ગાડી ની આગળ થોડા ડાબી અને જમણી સાઈડ ઉભા હતા જેથી બ્લાસ્ટ બરાબર થાય છે કે નહીં અને ધાર્યા મુજબ ઝાડ ઉડે છે કે નહીં એ જોઈ શકે.

બે મિનિટ બાદ ડાયનમાઈટ ફાટ્યો અને ઝાડ ના થડ ના પરખછ ઉડી ગયા અને ઝાડ પણ મૂળ થી ઉખડી ને નીચે આવી પડ્યું , આખા વાતાવરણ માં ધૂળ, રજકણ, થડ ની રજ અને ધુમાડો છવાઈ ગયો.

બીજી બે મિનિટ પછી વાતાવરણ ચોખ્ખું થયું અને કપાયેલ ઝાડ જોઈ ને સહુ ખુશ ખુશ થઈ ગયા પણ એ બીજીજ મિનિટે શાંતિ છવાઈ ગઈ. એમના ગાર્ડસ ની નજર ૠષિકેશ જી પર પડી અને એ શોક થઈ ગયા.

ૠષિકેશ જી ના માથા ના વચ્ચો વચ હોલ પડી ગયો હતો
અને લોહી ની ધાર નીકળી રહી હતી.

આ સાંભળી અરબિંદ વધારે આશ્ચર્ય માં પડી ગયો અને એમના ગાર્ડસ એ પૂછ્યું " કોઈ બીજા ને જોયા હતા તમારા સિવાય જેની પાસે હથિયાર હોય. ?"

"ના સર".

"અને હોવા ના કોઈ ચાન્સ પણ નહોતા" ડોકટર વિક્રમ મુખર્જી એ કહ્યું.

"એટલે"? ફરી આશ્ચર્ય થી પૂછ્યું.

"એટલે એમ કે આ બુલેટ જે મળી છે એ દેખાવે જ ઘણી જૂની લાગે છે. એમા વુડન પાર્ટીકલસ જામેલા છે. હવે કોઈ એ ફાયર કર્યું હોય તો એમાં વુડન પાર્ટીકલસ આટલા જામેલા ન હોય. એટલેજ એ બુલેટ ને અમે ફોરેન્સિક માં મોકલ્યું છે અને એની ડિટેલ્સ કાલ સુધી માં મળી જશે. મળે એટલે તમને જાણ કરીશ".

"ઓકે" અસમંજસ માં જવાબ આપી પિતા ની બોડી કલેક્ટ કરી ને ઘરે ગયો. બીજા દિવસે અંતિમ વિધિ પતાવી અને સાંજે ડો વિક્રમ મુખર્જી નો કોલ આવ્યો. અને જે જાણવા મળ્યું એના થી ફરી થી એને ઝટકો મળ્યો. ડો મુખર્જી એ કહ્યું કે " આ ગોળી ની ફોરેન્સિક ટેસ્ટિંગ થી ખ્યાલ આવ્યો છે કે આ બુલેટ 15 વર્ષ જૂની છે. આ બુલેટ છેલ્લા 15 વર્ષ થી એ ઝાડ માં દબાઈ રહી હતી. એ ઝાડ ને ડાયનમાઈટ થી ઉડાડવા થી થડ નો ભાગ ફાટ્યો અને એમાં રહેલી બુલેટ ઉડી ને ૠષિકેશ જી ના માથા માં ઘુસી ગઈ." આ સાંભળી જાણે વિશ્વાસ કરવો કે નહીં એ અસમંજસ માં અરબિંદ પડી ગયો પણ ફોરેન્સિક ના ડેટા હતા એટલે વિશ્વાસ કરવો જ પડે એમ હતું.

હવે એના મન માં એક જ સવાલ થતો હતો કે આ ગોળી એ ઝાડ માં કઈ રીતે ગઈ હતી. કે કોઈક એ ચલાવેલ ગોળી 15 વર્ષ સુધી ઝાડ માં ભરાઈ રહી અને 15 વર્ષ પછી એ ઝાડ બ્લાસ્ટ કરતા એના જ પિતા ના માથા માં વાગી. બસ આજ પ્રશ્ન એના મન માં ઉદભવ્યા કરે છે.


1980:સિલિગુરી .. વૈકુંઠપુર જંગલ..

ૠષિકેશ ના 8 માણસો એ સલોની અને એના મા બાપ ને લઈ ને ગાડી માંથી ઉતર્યા અને થોડું અંદર ચાલ્યા બાદ એક થોડીક ખુલ્લી જગ્યા આવતા ઉભા રાખ્યા.

ત્રણે ની સામે એક માણસ 3નોટ 3 રાઇફલ લઈ ને ઉભો રહ્યો અને કહ્યું "ચેટરજી જી નો ઓર્ડર છે , સોરી.." ધડામ... એક ફાયર , સલોની ના પિતા નું માથું ખૂલી ગયું .. ધડામ.. બીજો ફાયર સલોની ની માં ની ખોપડી ખુલી ગઈ અને જમીન પર પડી ગઈ.. અને ત્યાન્જ ચિતા ની સ્પીડે સલોની ભાગી , જાણતી હોવા છતાં કે બચશે નહીં તેમ છતા ભાગી અને ધડામ ... ત્રીજો ફાયર .. બુલેટ માથા ના પાછળ ના ભાગે થી ઘુસી ને બહાર આવી ગઈ , અને માથુ ત્રોફા ની જેમ ખુલી ગયું અને બુલેટ માથું ફાડી ને આગળ આવેલ એક ઝાડ ના થડ ના નીચે ના ભાગ માં ઘૂસી ગઈ.

વર્ષો વીતતા ગયા , આજુબાજુ ના ઝાડ કપાતા , નવા રોપાતા બે એક વાર ભુસ્ખલન થયુ અને એ દરમિયાન આ ઝાડ જમીન માં થોડું અંદર ધસી ગયું અને બુલેટ જે દિશા માં થી આવી હતી એ બાજુ થોડું નમી ગયું.

15 વર્ષે ડાયનમાઈટ વડે એજ ઝાડ ને ઉડાડવા માં આવ્યું ત્યારે થડ ના કોર માં દોઢ દાયકા થી ફસાયેલ ગોળી બહાર ગન કરતા સ્પીડ માં છૂટી અને એની સામે ની તરફ નીકળી અને સંજોગે એજ દિશા માં લગભગ 30 એક ફૂટ દૂર ગાડી માં બેઠેલ ઋષિકેશ ના માથા માં ઘુસી ગઈ.

એ ઝાડ 15 વર્ષ પહેલા બેકસુર ત્રણ વ્યક્તિ ની હત્યા નો સાક્ષી હતો અને આજે 15 વર્ષે કુદરતે એજ ઝાડ થકી સલોની અને એના મા બાપ ની હત્યા જેના ઓર્ડર થી થઈ એને એજ રીતે માથા માં ગોળી વાગી સજા અપાવી.

સલોની અને એના મા બાપ ની હત્યા નો સાક્ષી એ કુદરત હતી, એ ઝાડ હતું જેને સલોની ના રક્ત ભીની ગોળી પોતાના ગર્ભ માં 15 વર્ષો થી સાચવી રાખી હતી. ૠષિકેશ માટે.

..................... સમાપ્ત ........................

નોંધ: આ વાર્તા સત્ય ઘટના ઉપર થી પ્રેરિત છે.
રેફરેન્સ: Crime tak episode 855.
Jackron evening 1905 NY news paper.

Rate & Review

Viral

Viral 2 years ago

uttama Vaishnav

uttama Vaishnav 2 years ago

Khushali kikani

Khushali kikani 2 years ago

Ragini Kikani

Ragini Kikani 2 years ago

Dipika Mengar

Dipika Mengar 2 years ago