Mysteriou Monster - 3 - 2 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 2


2
પ્રકાશ જાગ્યો અને તે નઈ ધોઈને તૈયાર થયો અને પછી નાસ્તો કર્યો.
પણ રંજન હજી ઘરે નોહતો આવ્યો એટલે તે રંજનને શોધવા ગયો. પ્રકાશને નોહતું જવું પણ તોય તે ત્યાં ગયો કરણ કે તેની જોડે ફોન નોહતો નહીંતર તે ફોન કરીને પણ રંજન ક્યાં છે તે જાણી શકતો હતો.
પ્રકાશ બધી જગ્યા એ ફરી વળ્યો પણ તેને રંજન ના મળ્યો પણ તેની નજર એક વૃદ્ધ વ્યક્તિ ઉપર પડી, તે વ્યક્તિ એક બગીચામાં બેઠો હતો અને આજુ બાજુના રમતા છોકરાઓ ઉપર નજર જમાઈને બેઠો હતો, પ્રકાશ તરત ત્યાં ગયો.
"તમે અહીં ક્યાંથી?" પ્રકાશે ચોંકતા પૂછ્યું.
"હું..હું અહીં બે દિવસ પહેલા આવ્યો હતો અને જ્યારે આવ્યો ત્યારે એક નાના છોકરાનો શિકાર પણ કરી લીધો પણ તને કેવું છે?"
"મને સારું છે અને તમને આટલા વર્ષો પછી જોઈને તો વધારે સારું થઈ ગયું."
બને જણ થોડું હસ્યા.
"તું અહીંથી જા અત્યારે આપણે મળવું ના જોઈએ."
પછી પ્રકાશ ત્યાંથી નીકળી ગયો અને રંજનને શોધવા લાગ્યો.
***
રંજન ફરી ઉભો થયો અને એક મંત્ર બોલ્યો અને હાથ ઊંચા કરીને શૈતાનના બને હાથ સ્થિર કરી નાખ્યા અને હવે તે નોહતા હલતા.
પણ શૈતાને તેની આંખોના ઇશારાથી રંજનના હાથ હલાવી દીધા જેનાથી શૈતાનના હાથ પણ છૂટી ગયા.
શૈતાન બીજી કોઈ વસ્તુ કરે તેની પહેલા જ રંજન ત્યાંથી દોડ્યો અને તેનો જીવ બચાવતા બચાવતા તે પહાડીથી દૂર પહોંચ્યો અને કોઈના જોડે અથડાયો.
રંજનને તે વ્યક્તિ સામે જોયું તો તે પ્રકાશ હતો.
"ક્યાં ગયા તા તમે?" પ્રકાશે પૂછ્યું.
"અરે હું તો સવારે ચાલવા ગયો હતો."
"તો ચાલો હવે."
બને જણ ઘરે પહૉચ્યા અને રંજને ટીવી ચાલુ કર્યું અને એમાં તારક મહેતા ચાલુ કરીને બેસી ગયો અને એક ઊંડા વિચારમાં પડી ગયો પણ તેની આંખો ટીવી સામે જ હતી.
તે વિચારી રહ્યો હતો કે શૈતાનની શક્તિ તેના આંખોમાં હતી અને તે તેની આંખોથી કઈ પણ કરી શકતો હતો.
પણ રંજનને તેને હરાવવા માટે કંઈક તો કરવું પડશે.
***
ડાયન, રાક્ષસ અને પિશાચ ત્રણેય જણ એક તળાવ પાસે ઉભા હતા અને ત્યાં જેટલા પણ લોકો હતા તેમને નિહાળી રહ્યા હતા.
ત્યાં લગભગ 20 એક જણા હતા, પછી ડાયન એક સુંદર સ્ત્રીમાં બદલાઈ ગઈ અને તે લોકોમાં ભળી ગઈ.
રાક્ષસ પણ એક માણસ બનીને તે લોકોમાં ભળી ગયો,
પિશાચ તે લોકોના જુન્ડમાં ગયો, તે બધા લોકો પાણીમાં હતા.
પિશાચે એક નાની છોકરીથી શરૂવાત કરી અને પાણીમાં જઈને તે છોકરીને નીચે ખેંચી લીધી અને તેનું લોહી પી ગયો.
પછી ધીરે ધીરે બધા લોકોનો આવી રીતે શિકાર થવા માંડ્યો, એટલે જે બચેલા લોકો હતા તે બધા નદીની બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા અને તેમાં ડાયાને અને રાક્ષસે તે લોકોને નદીમાં જ પતાવી નાખ્યા.
તે લોકોએ એક એક ના શરીરના અંગો કાઢીને અલગ કરી નાખ્યા.
અને પિશાચે બધા લોકોનું લોહી પીધું અને ત્રણેય જણા ત્યાંજ સાંજ સુધી રહ્યા અને પછી પણ ત્યાંજ રહેવાનું નક્કી કર્યું, ડાયને ઘણું બધું હાસિલ કરી લીધું હતું કાળા જાદુથી અને રાક્ષસ અને પિશાચની શક્તિ પણ દિવસે ને દિવસે વધતી ગઈ.
***
શૈતાને બધાને તે રાત્રે પહાડીમાં બોલાવ્યા, નરકની રાણી તો શૈતાન જોડે જ રહેતી હતી અને નરકનો સેનાપતિ, મહેશની આત્મા, ડાયન, રાક્ષસ અને પિશાચ ત્યાં આવ્યા.
"મેં તમને અહીં બોલાવ્યા છે તેના બે કારણ છે, પહેલું કે કારા આ દુનિયામાં આવી ગયો છે અને બીજું કે એક વ્યક્તિ આપણી ઉપર નજર રાખી રહ્યો છે અને તેના પાસે તાંત્રિકો જેવી શક્તિ છે અને મારા હિસાબથી તે વ્યક્તિ આપણી માટે ખતરો સાબિત થઈ શકે છે." શૈતાને કહ્યું.
બધા એ હામી ભરી,
"તે વ્યક્તિનું શું કરવાનું છે?" ડાયાને પૂછ્યું.
"તે વ્યક્તિ જ્યાં પણ મળે ત્યાં તેને પતાવી નાખવાનો છે, એટલે બધાએ તે વ્યક્તિ ઉપર નજર રાખવાની છે."
બધાએ હામી ભરી.
પછી બધા પોતપોતાના કામે લાગી ગયા અને શૈતાન નરકના સેનાપતિ પાસે ગયો.
"તું મારો પ્રિય છું એટલે હું તારી જોડે વાત કરવા આવ્યો છું." શૈતાને કહ્યું.
"શું થયું?"
"મહેશની આત્માને મેં કહ્યું હતું કે તે 1000 છોકરા ઓ ની બલી આપશે તો હું તેને નરકનો સેનાપતિ બનાવીશ અને તેણે તે કરી દેખાડ્યું."
"હા તો બોલો કાલથી હું નરકનો સેનાપતિ નહીં રહું."
"પણ મારી એક યોજના છે."
"શું?"
"હું મહેશને નરકનો સેનાપતિ તો બનાવીશ પણ તારે તો મારી જોડે જ રહેવું પડશે."
"હા મને ખબર છે."
"હવે તું જઈ શકે છે."
પછી નરકનો સેનાપતિ ત્યાંથી ગયો અને શૈતાન ત્યાં બેસીને આગળ શું કરવું તે વિચારવા મંડ્યો.
***
પેલો વૃદ્ધ વ્યક્તિ પાછો બગીચામાં બેઠો હતો અને તેના આગલા શિકારને શોધી રહ્યો હતો, તે બધી બાજુ નજર ફેરવી રહ્યો હતો.
તે વ્યક્તિને વિચાર આવ્યો કે તે બગીચામાં જેટલા પણ લોકો હતા તે બધાને ત્યાંજ પતાઈ નાખે તો, તે બેઠા બેઠા ત્યાંના તમામ લોકોને જોઈ રહ્યો હતો અને પછી તે ઉભો થયો.
તે ઉભો થયો અને તેના અસલી રૂપમાં આવી ગયો.
તે મોટો થતો ગયો અને તેના શરીરનો રંગ આખો લાલ થઈ ગયો અને તેની આંખો પણ લાલ રંગની થઈ ગઈ હતી.
1 મિનિસ સુધી ત્યાંના કોઈનું પણ ધ્યાન તે વ્યક્તિ ઉપર નોહતું ગયું પણ પછી એક છોકરીએ તેની મમ્મીને તે વ્યક્તિ ઉપર આંગળી કરીને પૂછ્યું કે તે કોણ છે.
પછી તરત જ બધાનું ધ્યાન તે વ્યક્તિ ઉપર ગયું અને જેટલા લોકો બેઠા હતા તે બધા ઉભા થઇ ગયા અને ઘણા લોકો તે વ્યક્તિનો વિડિઓ બનાવા લાગ્યા.
તે વ્યક્તિ એટલો મોટો થઈ ગયો હતો કે તે વાદળોને પણ આરામથી અડી શકતો હતો.
પછી તે વ્યક્તિ એ મોટેથી રાડ પાડી અને ત્યારે તો આખું ગામ ગાજી ઉઠ્યું.
રંજનને પણ તે આવાજ સંભળાયો અને તે સાંભળીને પ્રકાશ મનમાં ખુશ થઈ રહ્યો હતો.
પછી બગીચાના લોકો આમતેમ જ્યાંથી દોડાય ત્યાંથી દોડવા મંડ્યા અને પેલો વ્યક્તિ એક સાથે 50 60 લોકોને પગથી કૂચડી નાખતો હતો.
ધીરે ધીરે તે વ્યક્તિએ ત્યાંના તમામ લોકોને મારી નાખ્યા હતા અને તે વ્યકતીને ઘણા લોકો તેમના ઘરે થી જોઈ રહ્યા હતા.
તે વ્યક્તિ એ વિચાર્યું કે અત્યારે જ તે આખા ગામને ખતમ કરી નાખે પણ પછી તેને તે ના કર્યું અને તેના વૃદ્ધ વ્યકતિના રૂપમાં આવી ગયો.
***
રંજને તે વ્યક્તિનો તે વિકરાળ સ્વરૂપ જોયો અને તે વ્યક્તિ તરફ દોડ્યો પણ ત્યાં તો કોઈ હતું જ નઈ અને પેલો વ્યક્તિ તે લોકોને જોઈને ત્યાંથી જતો રહ્યો.
રંજને ત્યાં બધી જગ્યા શોધી લીધી પણ ત્યાં કોઈ નોહતું અને તેને અંતે નિરાશા મળી, પછી તે તેના ઘરે નીકળ્યો.
ઘરે જતા જતા તેને તેના પુસ્તકના પ્રકાશકનો ફોન આવ્યો,
"રંજન સાહેબ મેં તમને ઓનલાઈન ટ્રાન્જેકશન કર્યું છે પૈસાનું જરા જોઈ લેજો."
"હા મને મેસેજ આવ્યો."
"હા અને મેં એક વિડિઓ જોયો તમે જે શહેરમાં છો તે શહેરનો, તેમાં એક મોટો દાનવ હતો?"
"હા મને ખબર છે."
આટલું કહીને તેને ફોન કાપી નાખ્યો અને તેના ઘર તરફ નીકળ્યો.
અને તરત તે ધ્યાન કરવા બેઠો.
આ પહેલી વખત થયું હતું કે રંજન તેના અભ્યાસ સિવાય ધ્યાનમાં બેઠો હોય, પ્રકાશ બધું મૂંગા મોઢે જોઈ રહ્યો હતો.
રંજમ તેના શરીરમાં થી બહાર નીકળ્યો અને હવે તે બધું જોઈ રહ્યો હતી. તેને તેનું શરીર જોયું જે ધ્યાનમાં બેઠું હતું અને પછી તે તેના ઘરથી બહાર નીકળ્યો, બહાર જઈને તે પેલી પહાડી એ ગયો, રંજન તે વખતે ભાગ્ય સાળી હતો કે શૈતાન તે વખતે ત્યાં નોહતો.
રંજન ગયો અને ત્યાં બધું જોયું પણ ત્યાં કઈ નોહતું, એટલે તે ત્યાં જઈને બેઠો અને આંખ બંધ કરીને તે જગ્યા સ્પર્શી અને તેના આંખ સામે તે બધા દ્રશ્ય આવી ગયા જે તે જગાય એ થયા હતા, પછી તેને આંખ ખોલી અને તે જગ્યાએ શૈતાનના આવવાની રાહ જોઈ.
શૈતાન ત્યાં આવ્યો અને ત્યાંનો દરવાજો વખ્યો, તે સમયે રંજને પાછળથી તેના આંખ ઉપર એક પટી પહેરાવી દીધી અને તેના હાથ તેના મંત્ર વળે બાંધી રાખ્યા.
પછી રંજને તે શૈતાનને ત્યાં બેસાડ્યો અને પછી તેને એક મુક્કો માર્યો.
રંજન તેને સ્પર્શી નોહતો શકતો પણ આ બધું તેના જાદુ દ્વારા થયું હતું.
પછી ફરી એક લાત મારી અને તેને નીચે પાડી દીધો અને પછી તેને એક મંત્ર બોલ્યો અને શૈતાનને હવામાં ઊંચો કર્યો અને ત્યાંજ શૈતાને તેનું મોઢું ખોલ્યું અને તેમાંથી અશહનીય આવાજ આવ્યો કે તે આવજના સામે રંજનના મંત્રનો અસર ના થયો.

ક્રમશ...