Rakshash - 25 books and stories free download online pdf in Gujarati

રાક્ષશ - 25

દ્રશ્ય ૨૫ -
છેલ્લો ભાગ
" જાનવી સમીર ને કેવી રીતે લઈ ને જઈશું અને સાથે બીજા લોકો પણ છે."
" એમને એજ સ્થિતિ માં લઇ જઇ શું."
" હું અને મયંક સમીર ને ઉઠાવી લઈશું."
" ના સમીર ને હું મારી સાથે રાખીશ. એ મારા થી દુર હસે તો મને એની ચિંતા થશે."
" હા હું સમજી શકું છું....જાનવી રાક્ષસ થી બચવાનો કોય ઉપાય નથી."
" બસ હવે આપડી હિંમત આપડો છેલ્લો ઉપાય છે ભગવાન આ જંગલ માંથી નીકળવામાં આપડી મદદ કરશે."
" ગગન ના રૂપ માં આવેલી રાક્ષસ ની પ્રેમિકા એ બીજા કોઈ નું રૂપ લઈ આપડી વચ્ચે છે એ આપણને આગળ વધવા નઈ દે."
" પ્રાચી આપડે એના થી બચી ને આગળ નથી જવાનું આપડે આપડા પર વિશ્વાસ રાખી ને આગળ વધવાનું છે ગમે તેમ થાય રસ્તાથી ભટકવાનુ નથી."
" તો પણ ડર ના કારણે લોકો રસ્તો છોડી ને જીવ બચાવવા ગમે ત્યાં દોડવાનું શરૂ કરશે."
" હારીકા એટલા માટે તો એક બીજા નો હાથ પકડી ને ચાલવાનું નક્કી કર્યું છે જો એક વ્યક્તિ ડરે તો બીજી વ્યક્તિ એનો હાથ પકડી ને એ વ્યક્તિ ને હિંમત આપે અને એક બીજા નો સાથ હસે તો રાક્ષસ આટલી મોટી સંખ્યા માં લોકો ને મારી નઈ શકે હવે આપડી એકતા આપડી બહાર નીકળવાની ચાવી છે.....આગળ વધવા ની તૈયાર કરો."
જાનવી ના કહ્યા પ્રમાણે નાની મોટી ટુકડી માં લોકો એક બીજા ના હાથ પકડી ને રોડ પર આગળ વધવાનું ચાલુ કરે છે. આગળ જાનવી અને હારિકા અને પ્રાચી ને સમીર ને ઉઠાવી ને ચલતા હતા જેમાં એમની મદદ મનું પણ કરતો હતો. એમની પાછળ દસ બાર ની ટુકડી માં લાઇન માં એક પાછળ એક એમ બધા ઝડપ થી આગળ વધતા હતા. એમની સાથે એ વ્યક્તિઓ પણ હતા જે ઘાયલ હતા અને અંતે નિખિલ મયંક અને પાયલ. પાયલ મયંક ના સહારે ચાલતી હતી. અડધો રસ્તો કાપ્યો અને એમની વચ્ચે એક નાની છોકરી હતી જેને પોતાનું રૂપ બદલી દીધું જે રાક્ષસ ની પ્રેમિકા હતી. તે રાક્ષસ ની પ્રેમિકા ને ત્યાં વચ્ચે જોઈ ને બધા ડરી ગયા. એનો હાથ પકડી ને ઉભેલી બે વ્યક્તિઓ ને તેને પોતાના હાથ ના નખ લાંબા કરી એક વાર કરી ગળા ને કાપી ને મારી નાખ્યાં. બધા ડરી ગયા ને દોડવા લાગ્યા.
" ડરી ને ભાગવું હોય તો ત્યાં જાઓ જ્યાં મે જવાનું કહ્યું છે." જાનવી ને બૂમ પડી ને બધા ને રોક્યા.
આટલું સાંભળી ને બધા રોડ પર દોડવા લાગ્યાં અને એમની આગળ રાક્ષસ આવી ને ઉભો થયી ગયો. તે પોતાની શક્તિ નો ઉપયોગ કરી ને બધા ને મારવા લાગ્યો. એક પછી એક લોકો ને મારતો હતો. કોય ને પણ તે જગ્યા થી આગળ જીવતા જવા દેતો નઈ. આ જોઈ ને રિસોર્ટ માંથી મળેલા બધા હથિયાર ના કોથળા ને ત્યાં નીચે ઢગલો કરી ને જાનવી ને તેમાં થી એક કુલાડી લીધી. નિખિલ ને ક્લેવર અને મયંક ને એક લાંબો પાતળો સાડીઓ લીધો. કેયુર ને ચપ્પા ને લાકડી થી બધી ને હથિયાર બનાવ્યું હતું તે હાથ માં પકડ્યું. હારીકા અને પ્રાચી ને જાનવી ને કહ્યું. " બધાને લઈ ને અહીંયા થી નીકળ અમે રાક્ષસ અને એની પ્રેમિકા ને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ. સમીર નું ધ્યાન રાખજે."
જાનવી ના કહ્યા પ્રમાણે પ્રાચી અને હારીકા ને બધાને લઈ ને આગળ વધવા લાગ્યા. જાનવી અને નિખિલ રાક્ષસ ની પ્રેમિકા ને રોકતા હતા અને કેયુર અને મયંક રાક્ષસ ને તે એમને હારવાનો પ્રયત્ન કરતા હતા નઈ પણ એમનું ધ્યાન ભટકાવી ને એમને રોકી રાખવાનો પ્રયત્ન કરતા હતા.
જાનવી અને નિખિલ રાક્ષસ ની પ્રેમિકા ના હાથ અને પગ ને કાપી ને એને રોકવાનો પ્રયત્ન કરતા હતા એ જાણતા હતા કે એને મારી શકાશે નઈ પણ ઘાયલ કરી ને રોકી શકાય અને તે હાથ અને પગ ને ફરી થી જોડતી અને તે ફરી થી કાપતા. રાક્ષસ ને રોકવાનો કોય રસ્તો મળ્યો હતો નઈ માટે એને મયંક મારતો અને જંગલ બાજુ દોડવા લાગતો જ્યારે તે મયંક ને મારવા માટે જતો ત્યારે તેની પર કેયુર વાર કરી ને એનું ધ્યાન ખેંચતો આવી રીતે તે બચવાનો પ્રયત્ન કરતા હતા. બીજી બાજુ પ્રાચી અને હારીકા પૂલ ની નજીક પોહચી ગયા હતા. પણ જેવા તે પૂલ પાર કરવા ગયા એમની સામે રાક્ષસ અને એની પ્રેમિકા આવી ને ઉભા થયી ગયા. એમની પાછળ દોડીને જાનવી મયંક કેયુર અને નિખિલ આવી ગયા.
" રાક્ષસ આપડી યોજના જાણી ગયો હતો માટે તે બંને ત્યાંથી ભાગી ને અહીંયા આવી ગયા. આપડી સામે જ પૂલ છે પણ એની આગળ રાક્ષસ અને એની પ્રેમિકા છે એમને રોકી ને આગળ જવાનું છે બધા એક સાથે આગળ વધવાનું ચાલુ કરીએ જે બચે તે પૂલ પાર કરે પાછળ કોય ના વિશે વિચારવાની જરૂર નથી."
જાનવી સાવથી પેહલા રાક્ષસ ને રોકવા માટે આગળ વધી પણ રાક્ષસ ને એને એક ધક્કો મારી ને દૂર નાખી દીધી. પછી બધા કહ્યા પ્રમાણે રાક્ષસ ની સામે આવી ગયા અને રાક્ષસ અને એની પ્રેમિકા ને ધક્કો મારવાનો ચાલુ કર્યો અને એક સાથે પૂલ પર થી એક એક કરી ને બહાર નીકળવા લાગ્યા. ઘણા ભીડ ના કારણે નીચે પડી ગયા. ઘણા ને રાક્ષસે રોકવા માટે મારી ને દૂર ફેકી દીધા. છતાં બધા ને હિંમત રાખી ને એક ની પાછળ એક પૂલ પાર કરી ને જંગલ ની બહાર નીકળી ગયા. પ્રાચી અને હારીકા પણ એમની સાથે પૂલ ની બીજી બાજુ પોહચી ગયા. જાનવી ને દૂર થી બૂમ પાડી " નિખિલ.....બધા ને લઈ જલ્દી થી આગળ વધો."
નિખિલ મયંક પાયલ કેયુર રાક્ષસ એમને રોકે એની પેહલા પૂલ પાર કરી ને બીજી બાજુ જતા રહ્યા હતા. સમીર ને ભાન હતું નઈ માટે તે એને લઈ જઈ શક્યા નઈ અને જાનવી ને રાક્ષસ ને ધક્કો માર્યો જેના કારણે તેને ઝાડ ની તૂટેલી ડાળ વાગી હતી જે એના પગની આરપાર થયી ગયી હતું. તે પોતાની જાતે ચાલી ને આગળ વધી શકે તેમ હતી નઈ. નીચે બેભાન પડેલા સમીર ને જાનવી ને બૂમ પાડી ને કહ્યું. " સમીર હું તને પ્રેમ કરું છું....મારી જાન છેલ્લી વાર આંખ ખોલી ને મારી સામે જીયિલે..." જાનવી ના શબ્દો સમીર ને સંભળાતા હતા પણ સમીર ને હજુ ભાન આવ્યું હતું નઈ. રાક્ષસ અને તેની પ્રેમિકા સામે જાનવી એકલી હતી જે જીવતી હતી તે એની સામે જવા લાગ્યા. બીજી બાજુ થી બધા આ જોઈ ને જાનવી ને બચાવા માટે બૂમો પડતાં હતાં ને પાછા આવા માટે આગળ વધવા લાગ્યા. પણ બીજા લોકો ને એમને પકડી નેરોકી લીધા. એમની ચીસો જાનવી ને બચાવી શકવાની નથી. જાનવી હસતા હસતા એમની સામે જોઈ ને મારવા માટે તૈયાર હતી. એની આંખમાં કોય બીક હતી નઈ.
લોખંડ નો સાડીઓ રાક્ષસ ની દિલ ની આરપાર થયી ગયો અને એની પ્રેમિકા જ્યારે આ જોયું ત્યારે તેના દિલ માંથી પણ લોહી નીકળવા લાગ્યુ. સમીર ને રાક્ષસ ના દિલ પર વાર કરી ને તેને મારી નાખ્યો અને એની પ્રેમિકા પણ એની મોત ની સાથે મરી ગઈ. સમીર ને જાનવી નો આવાજ સાંભળી ને આંખ ખોલી ને જાનવી ને તકલીફ માં જોઈ આ જોઈ સમીર ને પોતાની ચિંતા કર્યા વિન રાક્ષસ ના દિલ માં લોખંડ સળી ઓ નીચે થી ઉઠાવી ને મારી દિધો. રાક્ષસ ની પ્રેમિકા અને રાક્ષસ બંને સાથે મરી ગયા. જાનવી અને સમીર પૂલ ને પાર કરી ને બીજી બાજુ બધા જોડે ચાલ્યા ગયા. અને બધા સુરક્ષિત પોતાના ઘરે ગયા.
" ગુડ મોરનિંગ મારી જાન......"
" ગુડ મોરનિંગ સમીર.....શું બનાવ્યું છે."
" તારી પસંદ નો નાસ્તો...ઢેબરા..".
ઠક ઠક...દરવાજા પર એક વૃદ્ધ પુરુષ ઉભો દરવાજો ખુલવાની રાહ જોતો હતો. સમીર ને દરવાજો ખોલ્યો...
" સમીર કોણ છે."
" જાન....કોય ખાસ તને મળવા આવ્યું છે..."
" પપ્પા...."
જાનવી ના પિતા એને ગળે લગાવી ને જાનવી સાથે ઘણું રડે છે.