Ispector ACP - 16 books and stories free download online pdf in Gujarati

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 16

ભાગ - ૧૬
આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે, ડોગ-સ્કવોડ, મીડિયા, તેમજ બે હવાલદાર,
તેજપુર ગામમાં ગઈરાત્રે બનેલ ઘટના, ખૂન અને ચોરીનું પગેરું મેળવવા માટે, દરેક ટીમનાં અધિકારીઓ,
પોતપોતાની રીતે સમગ્ર ઘટના સ્થળનું, બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે.
જ્યારે ઈન્સ્પેક્ટર ACP પણ,
સરપંચ શીવાભાઈનાં મૃતદેહ પાસે ઊભા પગે બેસીને,
ક્યાંય કોઈ કડી મળી જાય, એ માટે,
ખૂબ ઝીણવપૂર્વક શીવાભાઈના મૃતદેહને નિહાળી રહ્યાં છે, અને....
કોઈ સબૂત, કોઈ કડી, ગુનેગારનું કોઈ પગેરું મળી, જાય, એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાજ.....
ઈન્સ્પેકટર AC પર, બીજા પોલિસ સ્ટેશનથી ઈન્સ્પેકટર ભટ્ટસાહેબનો ફોન આવે છે.
AC ફોન ઉઠાવતાં જ, ભટ્ટ સાહેબ
ભટ્ટ સાહેબ :- હેલો AC, ક્યાં છો તમે ?
AC :- ભટ્ટ સાહેબ, અમે લોકો તેજપુર આવ્યા છીએ.
બોલોને ભટ્ટ સાહેબ, કોઈ અર્જન્ટ કામ હતું ?
નહીંતો, હમણાં હું સામેથી તમને કોલ કરું ?
ભટ્ટ સાહેબ :- ના ના AC,
બસ એજ, તેજપુરનાં કેસ વિશેજ, તને કંઈક જણાવવા માટેજ મે તને ફોન કર્યો છે.
AC :- શું વાત કરો છો, ભટ્ટ સાહેબ ?
તેજપુરનાં બનાવની, તમને કેવી રીતે ખબર પડી ? અને
એ પણ, આટલી ઝડપી ?
ભટ્ટ સાહેબ :- AC, એમાં બન્યું એવું કે,
સવારે હું જ્યારે ડ્યુટી પર આવ્યો ત્યારે,
અમારી નાઈટ ડ્યુટી પેટ્રોલિંગની PCR વાળા પાસેથી, મને એક વાત જાણવા મળી કે,
ગઈ કાલે રાત્રે, તેઓ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા,
ત્યારે તેમણે જોયું કે,
હાઈવેની સામેની સાઈડે, હાઈવે પરજ આવેલ ATM કોઈ તોડી રહ્યું હોય તેમ લાગતાં,
તેઓ ફટાફટ, ગાડીનો યુ-ટર્ન મારીને ત્યાં પહોંચ્યા, પરંતુ...
એ લોકોએ, જેવી પોલીસની ગાડી જોઈ, કે તુરંત, તેઓ બંને ચોર ત્યાંથી ભાગ્યા હતા.
અમારા PCRનાં સ્ટાફે પણ, એ બંન્ને ચોરનો બરાબરનો પીછો કર્યો હતો, તેઓ બંને ચોર,
તેજપુર ગામબાજુ ભાગ્યા હતા.
અમારા PCR નાં નાઈટ ડ્યુટી સ્ટાફે, પણ એમની પાછળ પાછળ છેક, તેજપુર ગામ સુઘી એમનો પીછો કર્યો, એ લોકોએ ખૂબ તપાસ કરી,
પરંતુ,
બંન્ને ચોર હાથમાં આવ્યાં ન હતા.
AC :- ભટ્ટ સાહેબ, તો પછી મને લાગે છે કે,
આજનાં આ તેજપુરનાં કેસમાં, એજ બન્ને ચોરનો હાથ હોવા જોઈએ, તેઓ, ATM તોડવામાં નિષ્ફળ ગયા, એટલે, સરપંચના ત્યાં હાથ સાફ કરી દીધો હોય.
તમને શું લાગે છે, ભટ્ટ સાહેબ ?
ભટ્ટ સાહેબ :- AC, આમ તો તારો આવો અંદાજ કાઢવો યોગ્ય છે,
પરંતુ AC એવું બન્યું નથી.
AC :- ભટ્ટ સાહેબ, તમે એવું શાનાં પરથી કહી રહયા છો ?
કે, એ લોકો એ આ ગુનો ના કર્યો હોય ?
ભટ્ટ સાહેબ :- કેમકે, હમણાંજ મારા પોલીસ સ્ટેશનમાં મારી પાસે કોઈ બે વ્યક્તિ આવ્યા છે, અને અત્યારે મારી સામે જ બેઠા છે.
તેઓ એ મને જણાવ્યું કે,
સાહેબ, રાત્રે અમે બંન્નેજ હાઈવે પર ATM તોડવા ગયા હતા, અને PCR વાન આવી જતા, અમે ગભરાઈ ગયા, અને ફટાફટ ત્યાંથી ભાગ્યા હતા.
અમે તેજપુર ગામ બાજુ ભાગ્યા હતા, અને તેજપુર ગામના સરપંચનાજ ઘરમાં સંતાઈ ગયા હતા.
પરંતુ,
એમનાં ઘરમાં છુપાયા પછી અમને થયું કે,
આમ અડધી રાત્રે, સરપંચના ઘરના બારી દરવાજા ખુલ્લા કેમ છે ?
કંઈ વધારે જાણવા, એ બન્નેએ ધીરે રહીને અંદરના રૂમમાં નજર કરી,
તો અંદરનાં રૂમમાં તિજોરી ખુલ્લી અને બિલકુલ ખાલી હતી, તિજોરીની બહાર સામાન વિખરાયેલો પડ્યો હતો.
એમનાં કહ્યા પ્રમાણે.....
આટલું જોતાંજ, અમે સમજી ગયા કે, માનોયા ના માનો, અહિયાં ચોક્કસ ચોરી થઈ લાગે છે.
પછી, અમે લોકો વધારે નીચે નમીને અંદરના રૂમમાં જોયું તો,
રૂમની વચ્ચોવચ, સરપંચની લાશ, જાણે એમના ગળામાં કોઈએ, રસ્સીથી ટુંપો આપ્યો હોય, તેવી હાલતમાં પડેલી હતી,
આ જોઈ અમે ગભરાઈ ગયા,
શું કરવું, શું ના કરવું ? ની ચિંતામાં અને વિચારોમાં,
બહાર અમને શોધી રહેલી પોલીસ, જતી ના રહે, ત્યાં સુધી અમે, એ ઘરમાંજ છુપાઈ રહ્યા, અને પછી,
પછી, અમને લાગ્યું કે,
બહાર પોલીસ નથી, એટલે, અમે લપાતા, છુપાતા અને ગભરાતા, અમારાં ઘરે પહોંચ્યા, પરંતુ ઘરે જઈને પણ,
સવાર સુધી, અમારે હવે આગળ શું કરવું ?
એનોજ વિચાર કરવા લાગ્યા.
સાહેબ, પછી ના-છૂટકે, અત્યારે અમે અહીં હાજર થયા છીએ.
કેમકે, અમને ડર એ વાતનો લાગતો હતો કે,
લેવાદેવા, વગર નાહકના અમે કોઈ, ખોટે ખોટા લૂંટ ને મર્ડરના કેસમાં ફસાઈ ના જઈએ.
AC,
મને લાગે છે કે, કદાચ... કદાચ...
એ લોકો સાચું પણ બોલતા હોય, બાકી એ લોકો, સામેથી પોલીસ સ્ટેશન આવ્યાં છે, એટલે હજી મને પણ, કોઈ સમજ પડી રહી નથી.
AC :- હા તો, એક કામ કરો ભટ્ટ સાહેબ,
એ બંનેને મારી પાસે મોકલી દો, બાકી, એમની વાતમાં કેટલી સચ્ચાઈ છે, તે હું જોઈ લઈશ.
આબાજુ, AC નો ભટ્ટ સાહેબ સાથે ફોન ચાલતો હતો,
ત્યાં સુધી, બીજી બાજુ,
બીજા અધિકારીઓની સાથે-સાથે, મીડિયા રિપોર્ટર નંદની પણ, તેનું કામ કરી રહી હતી, અને નંદની આ ગામનીજ હોવાને લીધે, ગામલોકો પણ, તેને સારી રીતે, ઓળખતાં હતાં, અને એટલેજ.... એટલેજ.....
નંદનીને એક ગામનાવાળા પાસેથી એક વાત જાણવા મળે છે કે,
ગામવાસી ૧ :- બેન મારું નામ ના આપતા,
બાકી આ સરપંચનો છોકરો જીગ્નેશ,
એક નંબરનો જુગારી, અને રખડેલ છે.
રમણીકભાઈએ, પહેલાં પણ સ્કૂલના કામ માટે, શીવાભાઈ સરપંચને પાંચ લાખ રૂપિયા આપ્યાં હતા.
એ વખતે પણ, જીગ્નેશે એના ઘરમાં ચોરી કરી હતી, અને શીવાભાઈનાં હાથે રંગે હાથે, પકડાઈ પણ ગયો હતો.
એ વખતે, સરપંચ જીગ્નેશને ખૂબજ બોલ્યા હતા.
ત્યાંજ થોડીવાર રહીને હિંમત કરી, બીજા એક ગામવાસી, નંદની ને કહે છે કે.......
ગામવાસી ૨ :- બીજી એક વાતનો પણ મને શક છે, નંદની બેટા,
કે, પેલો સામે ઊભો છેને ?
એ વિનોદ છે.
મને તેની ઉપર પણ શકે છે, એ વિનોદ અને અમારાં ગામનોજ બીજો એક છોકરો અવિનાશ,
એ બંને મુંબઈ રમણીકભાઈને ત્યાં સાથેજ નોકરી કરે છે, અને આ પચાસ લાખ રૂપિયા પણ, મુંબઈથી એ, અને અવિનાશજ લઈને આવ્યા હતા, અને એ બંને ગઈકાલે મુંબઈ પાછા પણ જવાનાં હતાં,
પરંતુ
લકઝરી ઉપડવાની છેલ્લી ઘડીએ, વિનોદે મુંબઈ પાછા જવાની સાફ ના પાડી દીધી, બધાએ ઘણું સમજાવ્યો, પણ એણે કોઈની વાત, માની નહીં, અને બીજું ખાસ કે.....
વિનોદના વિષે મને જાણવા મળ્યું છે કે, તે મુંબઈ જઈને ખૂબજ બગડી ગયો છે, બધી વાતે પૂરો થઈ ગયો છે, ને પાણીની જેમ પૈસા ઉડાવતો થઈ ગયો છે.
તો કદાચ, આ ગુનાને કદાચ, એણેજ અંજામ આપ્યો હોય ?
આ બાજુ, ઈન્સ્પેકટર AC અને ભટ્ટ સાહેબનો ફોન પૂરો થતાં, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી, તેમજ,
પોસ્ટમોર્ટમ રિપોર્ટ, અને મૃતક સરપંચ શીવાભાઈના પત્નિ પાર્વતી બહેન, મતલબ કાલે જે લકઝરી મુંબઈ ગઈ હતી, તે લકઝર, આજે પાછી ના આવે ત્યાં સુધી, હવે કોઈ તપાસ, કે પૂછતાસ બાકી નહીં હોવાથી, તેમજ
પેલા બે ચોરને પણ પોલીસ સ્ટેશન બોલાવ્યાં હોવાથી, AC હવાલદારને ગાડી કાઢવા કહે છે.
વધુ ભાગ ૧૭ માં