Patanni Prabhuta - 30 books and stories free download online pdf in Gujarati

પાટણની પ્રભુતા - ભાગ 30

૩૦. સ્વામીની વહારે

સવારે મેરળને પાદરે વલ્લભ મંડલેશ્વર દાંત પીસી પોતાના સ્વામી દેવપ્રસાદની રાહ જોતો પડ્યો હતો. વલ્લભ એક નાના મંડલનો મંડલેશ્વર હતો અને નાનપણથી દેવપ્રસાદે તેને પોતાના દીકરાની માફક ઉછેર્યો હતો. વલ્લભ પણ તેને બાપથીયે અધિક ગણતો હતો. તે ગંભીર, થોડાબોલો, સીધો ને હિંમતવાન પોદ્ધો હતો અને કૂતરાની માફક તેને પગલે ચાલવું, તેનો હુકમ માથે ચઢાવવો, તે જ પોતાના જીવનનો પહેલો મંત્ર લેખતો. દેવપ્રસાદના હુકમ પ્રમાણે લશ્કર લઈને તે મેરળ આગળ પડ્યો હતો, અને દરેક પળે તેની વાટ જોતો હતો, જેમ જેમ દિવસ ચડતો ગયો, તેમ તેમ તેનો ચહેરો વધારે ગંભીર થતો ગયો. બપોરે વિશ્વપાલ સામંત રસાલો લઈને મધુપુરથી આવ્યો અને વલ્લભને મળ્યો.

'મને ફુરસદ નથી, કેમ આવ્યા છો ?' વલ્લભે કહ્યું. તે બને તેટલા થોડા શબ્દો જ બોલતો હતો.

'જુઓ, ગુજરાતમાં આટલાં આટલાં લશ્કરો ! તમે તો મહાન યોદ્ધા છો, એટલે સમજી શકશો, હજુ તો માલવરાજને હરાવવો છે. આપણે આમ છૂટાછવાયા રહીશું તો કેમ બનશે ?' કહી વિશ્વપાલ જરા થોભ્યો. સામે યુવાન યોદ્ધો ચિત્રવત્ મૂંગો મૂંગો બેઠો. વિશ્વપાલે વધારે સ્પષ્ટતાથી વાતો કરવા માંડી; પોતે મીનળદેવીને સમજાવી શકે એવી સ્થિતિમાં છે, એમ સૂચવ્યું; રાણીને રીઝવવામાં લાભ છે એ સમજાવ્યું; લશ્કર લઈ વલ્લભસેન શા સારુ તેને નથી મળતો ?

મંડલેશ્વર મહારાજનો હુકમ નથી,’ ટૂંકાણથી વલ્લભે જવાબ આપ્યો. વિશ્વપાલે દેવપ્રસાદની સ્થિતિ જણાવી; તે પકડાઈ ગયા હશે એમ ખાતરી આપી; દેહસ્થલી પડવાનું છે, એમ પણ જણાવ્યું. વલ્લભને આખરે છેલ્લી લાંચ આપી : 'દેહસ્થલીનું મંડલ જોઈએ છે ? રાણી તે પણ આપશે.' મોઢા પર એક પણ રેખાનો ફેરફાર બહાર જણાયો નહિ અને જાણે નવી વાત કરતો હોય તેમ વલ્લભ ઊભો થઈ ગયો; ‘વિશ્વપાલજી ! મંડલેશ્વર મહારાજનો હુકમ લઈ આવો, પછી હું બધું કરીશ.'

‘તેના વિના?'

‘બધાં ફાંફાં.' કહી વલ્લભ વિશ્વપાલને છોડી ચાલ્યો ગયો. સામંત ત્યાંથી થાક્યો, હાર્યો, પાછો ગયો; વલ્લભ અડગ નીવડ્યો.

વિશ્વપાલ ગયા પછી વલ્લભની ચિંતા વધી. જેમ જેમ દિવસ જતો ગયો અને મંડલેશ્વરની ખબર આવી નહિ, તેમ તેના લશ્કરમાં કાંઈક અસંતોષ ફેલાવા લાગ્યો. સાંજપહોરે મધુપુરથી થોડીક ખબર આવી : ત્યાંનું લશ્કર પાટણ તરફ કૂચ કરતું હતું અને ઘણુંખરું રાણી પોતે તે લશ્કર સાથે હતાં, એમ વાત હતી. મંડલેશ્વરની બધી યોજના નિષ્ફળ નીવડશે કે શું, એવો વલ્લભને ભય લાગ્યો. કાંઈ અસાધારણ કારણ વિના મંડલેશ્વર લશ્કરથી આઘો પડી રહે નહિ, એમ તેને ખાતરી હતી; અને તેથી પોતાના ઉતારામાં એકલો વિચારગ્રસ્ત વલ્લભ અધીરાઈમાં ગૂંચવાડામાં બેસી રહ્યો હતો. લશ્કર તેના કડપથી દબાઈ બેઠું હતું ખરું છતાં ઠેકાણે ઠેકાણે બડબડાટ શરૂ થયો.

રાત્રિનો અંધકાર પ્રસરવા માંડ્યો ત્યારે તેના મોકલેલા જાસૂસો આવ્યા અને તેમણે ખબર આપી, કે રસ્તામાં મંડલેશ્વરનો કાંઈ પણ પત્તો નથી. વલ્લભે પોતાના સ્વામીની શોધમાં જવા નિશ્ચય કર્યો. તેણે તરત પાંચસો ચુનંદા સવારો તૈયાર કર્યા અને મંડુકેશ્વર તરફ પ્રયાણ કરવાનો હુકમ આપ્યો અને પોતે તથા પચ્ચીસેક વીણેલા યોદ્ધાઓ સાંઢણી પર બેસી ઝપાટાબંધ આગળ જવાને તૈયાર થયા. બાકીનું લશ્કર એક ઘણા વિશ્વાસુ અને કાબેલ સામંતને સોંપ્યું, કારણ કે મધુપુરનું લશ્કર તેની તરફ આવે, એમ વલ્લભનું માનવું હતું. વખત છે ને દેવપ્રસાદ વાઘેશ્વરીના મંદિરમાં હોય, એમ ધારી થોડાએક માણસો તેણે ત્યાં પણ મોકલ્યા.

જેમ બને તેમ ત્વરાથી સાંઢણીઓ દોડાવતા તેઓ મંડુકેશ્વર પાસે આવ્યા. અજવાળી રાત્રિના આભાસમાં ક્ષિતિજનો એક ભાગ એકદમ લાલ થઈ જતો વલ્લભે  તેના દાંત તેણે વધારે જોરથી પીસ્યા. 'મંડુકેશ્વરની દિશામાં આટલી મોટી આગ શાની ?' તેને ન સમજ પડે એવી ફાળ પડી. તેણે સાંઢણીઓને વધારે જલદી દોડાવવા સૂચવ્યું. આગ તરફ વલ્લભ એકીટશે જોઈ રહ્યો; ઝાડોના ઝુંડમાંથી સાંઢણીઓ બહાર પડતાં આગ સ્પષ્ટ જણાઈ; મંડુકેશ્વરનો રુદ્રમહાલય બળતો હતો. ભે દાંત વતી હોઠ કરડ્યા.

એટલામાં સામે ત્રણચાર ઘોડેસવારો દોડતા આવતા સંભળાયા. વલ્લભ તે ફ ગયો, અને બૂમ મારી; ઊભા રહો; કોણ છો ?'

સામેના માણસોએ એનો અવાજ પારખી હર્ષનો પોકાર કર્યો : “વલ્લભસેન ! લભસેન !'

'ગંભીરમલ્લ ! કેમ, આ શું ? મહારાજ ક્યાં ? “મહારાજ ! મહારાજ મહાલયમાં બળી મૂઆ, આપણે હવે નાસી છૂટો.'

સાંઢણી બેસાડી વલ્લભ તે પરથી ઊતર્યો અને ગંભીરની પાસે ગયો.

'મહારાજ મૂવા ! ત્યારે તમે કેમ જીવતા છો ?” સિંહની ગર્જના કરી તેણે પૂછ્યું.

‘તમને ખબર નથી ? સવારે અમે મુંજાલને મળવા જવાના હતા. એટલામાં હંસાબા આવી પહોંચ્યાં.

'હેં ?” વલ્લભ કહ્યું.

'હા, તે જીવતાં હતાં, અને રાણીએ લાગ જોઈ મોકલી આપ્યાં. તરત મહારાજે જવાનું માંડી વાળ્યું, અને અમને મુંજાલને મળવા મોકલ્યા. રસ્તામાં અમને જતિએ પકડ્યા અને અહીંયાં આણ્યા. એટલામાં મહાલય ચેતી ઊઠ્યો, અને જતિના માણસોમાં નાસરડું પડ્યું. તેનો લાભ લઈ અમે નાઠા.’

એક પળ વલ્લભે મૂંગે મોઢે જોયા કર્યું. તેની આંખો વધારે ઊંડી ગઈ; ગંભી૨ ! ચાલો પાછા. જોઈએ તો ખરા. આ સાંઢણી ૫૨ આવી જાઓ ! કહી ગંભીર અને તેના સાથીઓને આગળ કરી વલ્લભ સાંઢણી પર બેઠો. ઝપાટાબંધ તેઓ મહાલય તરફ ચાલ્યા; અને તે કેટલો બળ્યો હતો, તે બરોબર જોવા તેઓએ નદી તરફનો રસ્તો લીધો.

એક પ્રચંડ હોળીની માફક મહાલય ભડભડ બળતો હતો અને નદીકિનારે ઊભા રહી કેટલાક માણસો ઊંચાનીચા થઈ જોઈ રહ્યા હતા. વલ્લભ અને તેના માણસો ત્યાં ઊતર્યા. તેમને જોઈ ત્યાં ઊભેલા માણસોમાંથી કેટલા ભાગવા લાગ્યા. વલ્લભે એક જણને પક્ડયો અને જોરથી હલાવ્યો. ‘બોલ ! કોના માણસો છો ?'

માણસે હાથ જોડ્યા : ‘કોણ, વલ્લભ મહારાજ ? એ તો હું.' વલ્લભે ધ્યાન દઈ તેને જોયો -- કોણ, રામસિંહ ?'

'હા, બાપુ !”

'આ શું ?' કઠોર અવાજે વલ્લભે પૂછ્યું.

‘બાપુ ! હું મારાજ જોડે મહાલયમાં હતો, અને જેવી આગ લાગી, તેવા હું અને બીજો મહારાજને ઉઠાડવા ઉપર ગયા, પણ તે તે દાદરબારી અને બારણાં દઈ સૂઈ ગયા હતા, એટલે સાંભળી શક્યા નહિ. આખરે અમે બહાર નીકળ્યા; પણ બાપુ ! હજુ વખત છે. મહારાજે ઉપરથી પડતું નાખ્યું, એમ બધા કહે છે.'

'કોણ ?'

‘ચંદ્રાવતીના સૈનિકો. એમની સાથે જતિ હતો, જે મહારાજને પકડવા આવ્યો હતો. તે અહીંયાં ઊભો હતો. મહારાજે પેલી અગાશીમાંથી નદીમાં ભૂસકો માર્યો. અને જતિ પાછળ પડ્યો.

'આનંદસૂરિ?'

'હા, પેલો નવો જાત પાટણ આવ્યો હતો ને તે, અને તે એમ કહી ગયો છે કે કિનારે કિનારે ઘોડેસવારો પણ આવે.'

'મહારાજ બહાર નીકળે તો પૂરા કરવા, કેમ ?' જતિનો હેતુ સમજી જઈ વલ્લભે કહ્યું, 'ચાલો, સાંઢણીઓ તૈયાર છે. આપણે પણ કિનારે કિનારે ઘોડેસવારોની પાછળ ચાલો,' કહી છલંગ મારી વલ્લભ સાંઢણી પર ચઢ્યો : રામસિંહ, કેટલી વાર થઈ.'

'બાપુ ! ત્રણેક ઘડીઓ વીતી હશે.

‘ચાલો,' કહી વલ્લભે ઝપાટાબંધ સાંઢણીઓને કિનારે દોડાવવાનો હુકમ આપ્યો.

Share

NEW REALESED