ek anasamaj books and stories free download online pdf in Gujarati

એક અણસમજ

     મિત્રો આપણે જીવનમાં ઘણીવાર વ્યક્તિ, પરિસ્થિતિ કે લાગણીઓને સમજવામાં ભૂલ કરી બેસતા હોય છિયે અને જ્યારે તે સમજાય ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય એવું બની શકે. તો આજે હું આપ સમક્ષ રજુ કરવા જઈ રહ્યો છું આવી જ એક સ્ટોરી…….


એક અણસમજ…


         રોહન આજે ખૂબ જ ખુશ હતો ,તેના ચહેરાપર આનંદની લાગણી એકદમ સ્પષ્ટ દેખાય આવતી હતી….તેના બે કારણ હતા, જેમાનું એક કારણ એ હતું કે રોહનને આજે તેની કંપનીમાં જનરલ મેનેજર તરીકે પ્રમોશન મળ્યું હતું અને બીજું કારણ એ હતું કે તે આજે તેની પસંદગી ની કાર હોન્ડાસિટી શો-રૂમ માંથી છોડાવવાની હતી.

         ડાઇનિંગ ટેબલ પર બેસીને, રોહન મનોમનમાં વિચારી રહ્યો હતો કે હું ખુબજ નસીબદાર છું કે મને સારી એવી પત્ની મળી (શિલ્પા - રોહનની પત્નીનું નામ) અને એક સુંદર અને રૂપાળો દીકરો મળ્યો (હેત - રોહનના દીકરાનું નામ) , હું મારા પરીવારનું ખૂબ જ સારી રીતે પાલન - પોષણ કરી શકુ છું, આ દરમિયાન શિલ્પા આવી.


‘ શું , વિચારે છો રોહન ? ‘


‘ હું , વિચારી રહ્યો હતો કે હું કેટલો નિસબદાર છું’


‘ ઓહ હો , રિયલી ?’ - શિલ્પાએ થોડા મજાકના મુડમાં કહ્યુ.


‘ હું તારો અને ભગવાનનો આભાર માનું એટલો ઓછો છે’


‘ સારું, એરે ! આ શું તમે વિચારવામાં એટલા બધા મશગુલ થઇ ગયા કે ચા પણ ઠરી ગઈ એ પણ ખ્યાલ ના રહ્યો ; હું બીજી ચા લઇ આવું છું’


‘ ચાલશે હવે હું કંપનીએ જઈને પી લઈશ - રોહન ખંભે ઓફિસ બેગ લટકાવી ને ચાલવા લાગ્યો.

     

    કંપની માં પહોંચ્યા બાદ રોહન પોતાના કામે લાગ્યો, અને ક્યાં પાંચ વાગી ગયા તે ખબર જ ના પડી. રોહન કંપનીએ થી છૂટીને તરતજ પેલા કારના શો-રૂમ પર પહોંચી ગયો અને તેની પસંદગીની કાર ની ડિલિવરી લીધી.

     

      આજે રોહનના ઉત્સાહનો કોઈ પાર હતો નહીં, વર્ષોથી જોયેલું એનું પોતાનું સપનું આજે સાકાર થયું હતું, અને હૈયે આનંદ ના મોજાઓ હિલોળે ચડ્યા હતાં, કારમાં બેસતાની સાથે જ રોહને ઘણુંબધું એકસાથે વિચારી લીધું કે આ વિકએન્ડમાં ફેમિલ જોડે ક્યાં ફરવા જવું ક્યારે જઈશું ..વગેરે...

       

  રોહનને હવે ઉતાવળ હતી શિલ્પા અને હેતને સરપ્રાઇસ આપવાની એટલીવારમાં રોહન ધરે પહોંચી ગયો અને ઘરની બહારની બાજુએ ગાડી પાર્ક કરી , રોહનનાં ઘરની આગળ જ એક રસ્તો પડતો હતો આથી એણે ગાડી વ્યવસ્થિત પાર્ક કરી અને જાણે કોઈ યુદ્ધ જીત્યાનો આનંદ હોય એટલો આનંદ સાથે એ ઘરમાં પ્રવેશયો.

     

‘ શિલ્પા, મારી પાસે તારા માટે સરપ્રાઈઝ છે - રોહને ઉત્સાહપૂર્વક શિલ્પાને જણાવ્યું.

‘ ઓહ હો ! શું સરપ્રાઈઝ છે , રોહન ? ‘ - આતુરતાપૂર્વક શિલ્પાએ પૂછ્યું’

‘ તું, તારી જાતે જ જોઈ લે ‘

      

       પોતાના ઘરનાં આંગળામાં રોહનીની ફેવરિટ ગાડી જોઈને શિલ્પાનાં આનંદનો કોઈ પાર રહ્યો નહીં.


         એટલીવાર માં હેત પણ શાળાએ થી પાછો આવ્યો , પોતાના ઘરની પાસે ગાડી જોઈ ને હેતને ખુબજ આશ્ચર્ય થયું, એ ઝડપથી દોડીને ઘરમાં ગયો અને કુતૂહલતા પૂર્વક એના મમ્મી ને પોતાના ઘરની આગળ પાર્ક કરેલી કાર વિશે પૂછ્યું ‘

          હેતને જ્યારે ખબર પડી કે એ ગાડી એમની છે તો તેના આનંદ નો કોઈ પાર ના રહ્યો.

           

           હેત દોટ મૂકીને ઘરની બહાર ગયો અને કારને વ્હાલથી તેના પરિવારનું કોઈ સભ્ય હોય તેવી રીતે હાથ ફેરવવા લાગ્યો. એટલીવારમાં રોહન પણ ફ્રેશ થઈને આવી ગયો ત્યાં જ અચાનક તેનું ધ્યાન હેત પર ગયું એ ગાડી પર પરિકર (કંપાસબોક્સ માં આવતું એક સાધન) થી ગાડી પર કંઇક કરી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ રોહનનાં ગુસ્સો છઠ્ઠા આસમાને પહોંચી ગયો અને તેના ગુસ્સાનો પાર ન રહ્યો.


        રોહન ક્રોધથી એક બુમ પાડી અને ઘરની બહાર ગુસ્સાપૂર્વક આગળ વધ્યો અને હેતને તેનાં પપ્પાનાં ગુસ્સા વિશે ખ્યાલ આવી ગયો આથી હેત તેના પપ્પાનાં ગુસ્સાથી બચવા માટે દોડવા ગયો , બરાબર એ જ સમયે ત્યાંથી એક અન્ય કાર ખૂબ જ ઝડપથી આવી અને હેત એની અડફેટે ચડી ગયો અને તે એકદમ લોહીલુહાણ હાલતમાં અને બેભાન થઈ ને રસ્તા પર પડ્યો.

         

       શિલ્પા અને રોહન બને ખુબજ ઝડપથી દોડીને રોહનને ઉંચકીને ગાડીમાં સુવડાવ્યો અને તાત્કાલિક એને હોસ્પિટલ લઇ ગયા , રોહને કે શિલ્પાએ ક્યારેય એવું વિચાર્યુ જ નહોતું કે આ ગાડી માં પોતાનાં એકના એક વ્હાલા દીકરાને આવી હાલતમાં હોસ્પિટલે લઇ જવાનું થશે.


       હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં રોહનને ઓપરેશન થિયેટરમાં લઇ ગયાં, રોહન અને શિલ્પા બહાર બેઠા હતા અને લગભગ બંનેવ હિંમત હારી ચુક્યા હતાં અને અંદરથી એ બંનેવ તૂટી ગયા હતા છતાં પણ એકબીજાને હિંમત આપી રહ્યા હતાં.


       લગભગ અડધા કે પોણા કલાક બાદ ઓપરેશન રૂમ માંથી ડોક્ટર આવ્યા અને તેને કહ્યું,


‘ આય એમ સોરી ‘ - હું તમારા બાળકને બચાવી શક્યો નહીં.’

 

      આ સાંભળીને રોહન અને શિલ્પા પર જાણે આભ ફાટ્યું હોય એવો તિવ્ર આઘાત લાગ્યો અને બંનેવ પોતાનો પરનો કાબૂ ગુમાવી રડવા લાગ્યા.


       રોહનને અત્યારે તેણે હેત પર ગુસ્સો કરવા બદલ ખુબ જ દુ:ખ અનુભવી રહ્યો હતો એ મનમાં ને મનમાં આ બધું થવા પાછળ એ પોતાની જાતને જ દોષી માની રહ્યો હતો , જો તેણે હેત પર ગુસ્સો ના કર્યો હોત તો હેત અત્યારે તેમની સાથે હોત.


       થોડીવાર પછી રોહન સ્વસ્થ થયો અને હોસ્પિટલ ની વિધિ પૂરી કરીને હેતનો પાર્થિવ અને નિસ : પ્રાણ દેહ લઈ ને ઘરે આવ્યા.

ઘરે પહોંચ્યા બાદ જયારે હેતનો મૃતદેહ બહાર કાઢી રહ્યા હતા ત્યારે અચાનક જ રોહને નું ધ્યાન કારના દરવાજા પર પડ્યું કે જ્યાં હેત પરિકરથી કંઇક કરી રહ્યો હતો….આ જોય પછી રોહન સંપૂર્ણ પણે તૂટી ગયો અને ખૂબ જ જોરથી રડવા લાગ્યો ….કારણ કે હેતે કારનાં દરવાજા પર પરિકર થી લખ્યું હતું - “ લવ યુ પાપા , યુ આર ધ બેસ્ટ પાપા ઇન ધ વ્હોલ વર્લ્ડ”

      રોહનને પેલી કાર જેટલી પસંદ હતી એટલી જ નફરત હવે તેને કાર પ્રત્યે થઈ ગઈ.


       મિત્રો ઘણીવાર આપણી હાલત પણ રોહન જેવી થતી હોય છે કે આપણે કોઈ વ્યક્તિને સમજવામાં કે કોઈની લાગણી સમજવા માં ભૂલ કરી બેસતાં હોઈએ છીએ અને જયારે સમજીયે ત્યારે ખૂબ જ મોડું થઇ ગયું હોય છે.